ધર્મ ત્યાં લક્ષ્મી

Moti p.p.4

પાંદડે પાંદડે મોતી/મહેશ દવે/સ્વમાન પ્રકાશન/પાનું 34

ધર્મ ત્યાં લક્ષ્મી

વારાણસીમાં એક પવિત્ર અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ વસતો હતો.તેના કપોલમાં સૌભાગ્યલક્ષ્મી, યશોલક્ષ્મી અને કુલલક્ષ્મીનો વાસ હતો. તેથી તેનું ભાગય બળવાન હતું. તેને સર્વત્ર યશ પ્રાપ્ત થતો હતો અને તેના કુંટુંબમાં  સુખ-શંતિ હતાં.

’પાપ’ના દેવ અલક્ષ્મીને લઇ બ્રાહ્મણને ત્યાં ગયા. જઇને બ્રાહ્મણને કહ્યું,”આ અબળા નારીદુર્ભાગી અને નિ:સહાય છે મહેરબાની કરી તેને આશ્રય આપો.” બ્રાહ્મણે તરત જ અલક્ષ્મીને પોતાને ત્યાં આશ્રય આપ્યો.

અલક્ષ્મી જેવી બ્રાહ્મણને ત્યાં રહેવા આવી કે તરત જ બ્રાહ્મણને ત્યાં કમનશીબ ઘટનાઓ બનવા લાગી. બ્રાહ્મણના બગીચામાં એકાએક જીવ-જંતુઓનો ઉપદ્રવ થયો. ફૂલો સુકાઇ ગયાં, ફળો સડવા લાગ્યાં અને વૃક્ષો ધરાશાયી થવા માંડ્યાં. રાતે બ્રાહ્મણે કોઇ સ્ત્રીના રુદનનો અવાજ સાંભળ્યો.બ્રાહ્મણ જાગી ગયો. તેના કપોલમાંથી સૌભાગ્ય લક્ષ્મીજી બહાર નીકળ્યાં અને ચાલવા માંડ્યાં. સૌભાગ્યલક્ષ્મીએ કહ્યું કે બ્રાહ્મણે ઘરમાં અલક્ષ્મીને રાખ્યાં છે તેથી તેઓ ચાલ્યાં જાય છે. બ્રાહ્મણે સૌભાગ્યલક્ષ્મીને વંદન કર્યાં અને વિદાય દીધી.

થોડા જ દિવસોમાં બ્રાહ્મણના ખેતરમાં અને અન્નભંડારમાં જીવાત અને કીડા પડ્યાં અને ઊભો પાક નાશ પામ્યો. અનાજ વાપરવા જેવું ન રહ્યું. બ્રાહ્મણે શાંતિથી નુકશાન વેઠી લીધું.બે-ચાર દિવસથયાને ગામમાં વાત ઊડી કે બ્રાહ્મણ વ્યભિચારી છે. ઘરમાં કામ કરનારી દાસી સાથે તેને આડો સંબંધ છે. કુટુંબના માણસો પણ તેને છોડી જવા તત્પર થયા. તે રાતે પણ બ્રાહ્મણે સ્ત્રીઓના રડવાના અવાજો સાંભળ્યાં. બ્રાહ્મણસ જાગી ગયો. તેના કપોલમાંથી બે સ્ત્રીઓ નીકળી ચાલી જવા લાગી. એમણે કહ્યું,”અમે યશોલક્ષ્મી અને કુલલક્ષ્મી છીએ. અમે ઘણાં વર્ષો તમારા કપોલમાં નિવાસ કર્યો, પણ હવે તમે અલક્ષ્મીને ઘરમાં રાખી છે તેથી અમે ચાલ્યાં જઇએ છીએ.” બ્રાહ્મણે બંનેને પ્રણામ કર્યા અને વિદાય આપી.

ત્રીજે દિવસે ફરી રુદનનો અવાજ સંભળાયો. બ્રાહ્મણે જાગીને જોયું તો એક દિવ્ય પુરુષ તેના શરીરમાંથી નીકળી વિદાય લઇ રહ્યા હતા. તેમણે કહ્યું,”હું ધર્મ છું અને હવે તારે ત્યાંથી વિદાય થાઉં છું.”

બ્રાહ્મણે પૂછ્યું,”મારો કોઇ વાંક-ગુનો? મેં કોઇ અધર્મ આચર્યો છે?”

ધર્મે કહ્યું,”તે અલક્ષ્મીને આશ્રય આપ્યો છે.”

બ્રાહ્મણે જવાબ આપ્યો:” એક નિરાધાઅર સ્ત્રીને આશરો આપવો એ મારો ધર્મ હતો.”

ધર્મે થોડી વાર વિચાર કર્યો અને બ્રાહ્મણના શરીરમાં શરીરમાં ધર્મરાજ પાછા ફર્યા.બીજે દિવસે સૌભાગ્યલક્ષ્મી, યશોલક્ષ્મી અને કુલલક્ષ્મી પણ પાછાં ફર્યાં. બ્રાહ્મણના બાગ-બગીચા, ખેતર-ભંડાર ફરી સમૃદ્ધ થઇ ગયાં.

જ્યાં ધર્મ ત્યાં સૌભાગ્ય, યશ, કુલકલ્યાણ, લક્ષ્મી અને જય.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,213 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: