સબ ચલા ચલીકા ખેલા/બ્રહ્માનંદ

05સપ્ટેમ્બર,2011 (શિક્ષક દિવસ)

સબ ચલા ચલીકા ખેલા/બ્રહ્માનંદ

(રાગ:બનજારા તાલ 3)

દો દિનકા જગમેં મેલા સબ ચલા ચલી કા ખેલા—ટેક.

કોઇ ચલા ગયા ક્પિ જાવે, કોઇ ગઠરી બાંધ સિવેજી:

કોઇ ખડા તૈયાર અકેલા, સબ ચલાચલીકા ખેલા

કર પાપ કપટ ખલ માયા, ધન લાખ કરોડ કમાયાજી.

સંગ ચલે ન એક અધેલા, સબ ચલા ચલીકા ખેલા

સુત નાર માત પિતુ ભાઇ, કોઇ અંત સહાયક નાહીંજી.

ક્યોં ભરે પાપકા ઠેલા, સબચલા ચલીકા ખેલા

યહ નશ્વર સબ સંસારા, કર ભજન ઇશકા પ્યારાજી

બ્રહ્માનંદ કહે સુન ચેલા, સબ ચલા ચલીકા ખેલા.

આ સંસારમાં લોકો જો સમજી જાય કે આમાં મારું શું છે તો પૈસા કે મિલકત માટે મારામારી થાય નહીં,ખરું પૂછો તો આપણું છે શું?અરે શરીર કે જેની તસ્મે ખૂબ સંભાળ રાખો છો તે પણ તમારું નથી. તે પણ એક દિવસ છોડવું જ પડશે. શરીર તમારું નહીં તો પછી કોણ તમારું? બીજા બધા સંબંધો મા-બાપ, ભાઇ-બહેન, પુત્ર-પુત્રી, ધણી-ધણિયાણી, વગેરે અ શરીરથી થાય છે. આ દુનિયામાં ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું છે. કેટલી સાદી વાત છે.

સિકંદરે તેના મરણ વખતે દુનિયાના લોકોને ઉદ્દેશીને એક ફતવો બહાર પાડેલો.

જે બાહુબળથી મેળવ્યુંતે ભોગવી પણ ના શક્યો,

અબજોની મિલકત આપતા પણ આ સિકંદર ના બચ્યો,

            મારા બધા વૈદ્યો-હકીમોને અહીં બોલવજો;

          મારો જનાજો એજ વૈદ્યોને ખભે ઉપડાવજો.

બહુ સુંદા ફતવો છે. નાનપણમાં અમે આ ગાતા. મનુષ્ય જાણે છે કે જર, જમીન અને જોરુ બધું ફાની છે પણ તેમાં તે ફસાય છે.

બ્રહ્માનંદ સ્વામી ઉપરના પદમાં સંસારની નિ:સારતા સુંદર શબ્દોમાં સમજાવે છે. આ દુનિયામાં કોઇ સ્થાયી રહેવાનું નથી.કોઇ આજે જશે, તો કોઇ કાલે. આ તો પંખીડાનો મેળો છે. ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત. મેળો જેમ થોડીવાર ટકે છે તેમ તમારા સગા સંબંધીઓનો સાથ થોડા સમય પૂરતો છે. કોઇ મરી ગયો છે, કોઇ મરી રહ્યો છે, કોઇ ઠાઠડીમાં બંધાઇ ગયો છે. આમ સંસારની ચક્કી ચાલી રહી છે. છળકપટ અને પાપ કરી મનુષ્ય લાખ રૂપિયા કે કરોડ રૂપિયા ભેગા કરે પણ આમાંનો એક અધેલો પણ સાથે આવવાનો નથી. મનુષ્ય આ જાણે છે પણ માયાથી ભરમાઇ પાપો કરીને તે પૈસો ભેગો કરે છે. જ્યારે કળ આવશે ત્યારે, પુત્ર, પુત્રી, માતા-પિતા, ભાઇ, ગુરુ કોઇ તને સહાય કરી બચાવી નહીં શકે. તો થેલા ના થેલા ભરાઇ જાય તેટલા પાપ શા માટે કરે છે. મજામાં સૌ સાથ આપે છે પણ સજા એકલા જીવને જ થાય છે. કોઇ સંત આંખ આપે તો આ સમજાય. જેમ નારદજીના સત્સંગથી વાલિયાની આંખ ઉઘડી ગયેલી. વાલ્મિકી અગાઉ વાલિયો લૂંટારો હતો. રસ્તામાં જે કોઇ આવે તેનું જર ઝવેરાત લૂંટી લે. એક દિવસ નારદજી સાથે તેનો મેળાપ થયો. નારદજીએ પૂછ્યું તું આ પાપ કોના માટે કરે છે? વાલિયો કહે હું લૂંટ કરીને મારા કુટુંબનું પોષણ કરું છું. નારદજી કહે, તો તારા કુંતુંબીજનો તારા આ પાપના ભાગીદાર થશે? વાલિયો કહે કેમ નહીં. નારદજી કહે જા જઇને તેઓને પૂછી તો આવ. વાલિયો ઘરે પૂછવા ગયો. મારા પાપના તમે સૌ ભાગીદારને ! ઘરના લોકોએ કહ્યું કે જે પાપ કરે તે ભોગવે. અમે તારા પાપમાં શાના ભાગીદાર? વાલિય પાછો આવ્યો. નારદજીના સત્સંગથી તેની આંખ ઊઘડી ગઇ. નારદજીએ તેને રામ મંત્રની દીક્ષા આપી. રામ રામ મરા મરા કરતાં વાલિયો વાલિયામાંથી વાલ્મિકી ઋષિ બની ગયો.

બ્રહ્માનંદજી આપણને બોધ આપે છે કે સંસાર નશ્વર છે તો ઇશ્વરનું ધ્યાન ભજન કરી લો. નહિતર આ ચલા ચલીના ખેલમાં તારો ખેલ વાતવાતમાં ખતમ થઇ જશે, તું પણ વગર ફોગટનો માર્યો જઇશ.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ભજન, miscellenous
2 comments on “સબ ચલા ચલીકા ખેલા/બ્રહ્માનંદ
  1. premji bhoja કહે છે:

    bahu j saras lekh sahu samje to kutumbik jivan
    nivaran saru chale ane ghar kankas nabud thay.

  2. […] ન એક અધેલા, સબ ચલા ચલીકા ખેલા સુત નાર […] મા ગુર્જરીના […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,213 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: