પૂર્ણ-પુરુષોત્તમ

પૂર્ણ-પુરુષોત્તમ

KMB BE EKVISH

પૂર્ણ-પુરુષોત્તમ

 શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત

પાના: 196 થી 201

વિપદો નૈવ વિપદ:, સંપદો નૈવ સંપદ :

વિપદ્ વિસ્મરણં વિષ્ણો:, સંપન્ નારાયણ-સ્મૃતિ:

વિપત્તિ અને સંપત્તિની વ્યાખ્યા આ શ્લોકમાં આપેલી છે.વિપદ્ વિસ્મરણં  વિષ્ણો:, સંપન્ નારાયણ-સ્મૃતિ: વિષ્ણુનું વિસ્મરણ થાય એનું નામ વિપત્તિ; નારાયણની સ્મૃતિ હમેશાં, કાયમ રહે એનું નામ સંપત્તિ. વિષ્ણુ અને નારાયણઆ બન્ને શબ્દો બરાબર સમજી લીધા હોય તો આ વ્યાખ્યા આપનને બરાબર સમજાય. વિષ્ણુ એતલે જ આ વિશ્વને, સર્જીને એ વિશ્વમાં પ્રવિષ્ટ થઇને બેઠો છે તે વિશ્વમાં પણ ક્રિયાપદ વિષ્ છે. વિષ્ એટલે દાખલ થવું , પ્રવિષ્ટ થવું. આપણે દૃષ્ટાંત  લઇએ, કરોળિયાએ જેમ પોતાની જાળ પોતાનામાંથી વણી. પણ દૃષ્ટાંતો બધાં અધૂરાં હોય છે. બ્રહ્માંડ કાંઇ કરોળિયાની જાળ જેવું નથી. અને બ્રહ્મ કાંઇ કરોળિયા જેવો નથી, પરંતુ આ બધું એવી રીતે સર્જાયું તે, અને સરજનહાર જુદાં ન પડ્યાં.

જે કાંઇ વ્યક્ત થયું છે, સર્જાયેલું છે એમાં સરજનહાર છે, પણ જે કાંઇ બિનસર્જાયેલું છે, અવ્યક્ત છે એની આપનને ખબર નથી. વ્યક્ત છે, જેને આપણે જોઇ શકીએ છીએ, જેનો આપણે સ્પર્શ કરી શકીએ છીએ, એને આપણે જાણીએ છીએ પણ અવ્યક્તની આપણને કાંઇ ખબર નથી. અવ્યક્તને જાણવા માટે આપણી પાસે કોઇ ઇન્દ્રિય નથી, કોઇ બુદ્ધિ નથી એટલે ભગવાને કહ્યું કે વ્યક્તમાં હું છું જ પણ જે અવ્યક્ત છે એમાં પણ હું છું. વ્યક્ત અને અવ્યક્ત બન્નેમાં વિષ્ણુ પ્રવિષ્ટ છે. જે વ્યક્ત થયું તેમાં વિષ્ણુ પ્રવિષ્ટ છે પણ જે અવ્યક્ત રહ્યું તે વિષ્ણુ પોતે છે. સર્વત્ર સચરાચરની અંદર જે વિષ્ણુ છે, એ જ મારામાં છે અને એ જ તમારામાં છે. હું, તું અને તે, અંતે ત્રણે એક છે.

વેદોમાં નાનાં નાનાં વાક્યો છે, પણ તે બહુ સમજવાં જેવાં છે. તત્ત્વમસિતત્ ત્વમ્ અસિતત્ એટલે  વિષ્ણુ જે વ્યક્ત થયું તે બ્રહ્મા, ત્વમ્ એટલે હું પોતે, અસિ એટલે છું. તે છે તે હું પોતે જ છું. સોડહમ્ હજુ શંકા રહેતી હોય તો કહ્યું:અહં બ્રહ્માસ્મિ નાનાં નાનાં વાક્યોમાં સમીકરણો છે. અને છેલ્લે કહ્યું :સર્વ ખલુ ઇદં બ્રહ્મ.  આ સર્વે કહીને જરાપણ છટકબારી રહેવા દીધી નથી. સર્વત્ર હું છું આટલું જેને યાદ રહે એ સંપત્તિવાન છે. એ ભૂલી જાયવિપદો વિસ્મરણં વિષ્ણુ:વિષ્ણુનું વિસ્મરણ થાય એનું નામ જ વિપત્તિ.

હું મારી પત્નીને કેમ રંજાડું છું ?હું મારા દીકરાને કેમ માન આપતો નથી ? હું મારા દેશને કેમ દગો દઉં છું ? કારણકે એમાં હું વિષ્ણુને જોતો નથી. એમાં રહેલા વિષ્ણુનું વિસ્મરણ થઇ ગયું છે.

આ જગતમાં કંઇ આગવું નથી. હું પ્રસન્ન અને તંદુરસ્ત હોઉં તો તમે પ્રસન્ન રહેવાના જ છો. અહીં વાદળ ચડી આવે તો બધાંને અસર થવાની જ છે. કશું જ આગવું છે નહિ. જો કંઇ આગવું હોય તો એક જ છે, માણસનો અહમ્ભાવહું. તમે બધાં બરાબર છો, પણ મારી વાત જુદી છે. ભાઇ ! તારી વાત જુદી નથી. જરા  ક્ષ-કિરણો (X-Rays)  મૂકી જો. અમારામાં હ્રદય છે એવું તારામાં પણ હ્રદય છે. જેમ અમારું લોહી ફરે છે તેમ તારું લોહી પણ ફરે છે. મોટામાં મોટા મહાત્મા હોય કે મહારાજા હોય, બધાંને આંતરડાં છે, ફેફસાં છે અને તેમાં બધાને રોગ થઇ શકે છે. એ સર્વે એક દિવસ મરી જવાના છે. માટે આત્માના ધર્મે કરીને બધા સરખા છે. આ સમત્વનું જ્યારે ભાન થાય છે ત્યારે એને સંપત્તિ લાધી એમ કહી શકાય.

=                       ==             ==             ==             ==             ==

એક જમાનામાં ક્ષત્રિયો પ્રબલ હતા, પછી બ્રાહ્મણો પ્રબળ બન્યા. પછી વૈશ્યો આવ્યા અને બંનેનું વેર લીધું. વૈશ્યોએ બ્રાહ્મણોને કેવા બનાવી દીધા? દક્ષિણામય. બ્રાહ્મણ કોણ છે? વસિષ્ઠ, વિશ્વામિત્ર, ભૃગુ, ઋચિક અને એના પ્રતીક સમા પાર્શુરામ. આજે હવે બ્રાહ્મણ, બ્રાહ્મણ રહ્યો નથી.બામણ થઇ ગયો છે. મહારાજ એટલે રસોઇયો. ચતુશાસ્ત્રવેત્તાર: જે ચાર શાસ્ત્રોને જાને છે એને ભટ્ટકહેવાય છે. એ ભટ્ટમાંથી એ ભટ્ટો કહેવાયો. શબ્દોનું પતન થયું; માનવીનું પણ પતન થયું. બ્રાહ્મણોનું વેર લીધું એમ ક્ષત્રિયોનું પણ વેર લીધું. ક્ષત્રિયો ગરાસિયા કહેવાયા, ક્ષત્રિયના ખત્રી બન્યા. પછી વૈશ્યોનું પણ પતન થયું, અને એક નવું સમતોલન ઊભું કરવાની જરૂર પડી.

ઋષિ-મુનિઓએ, શાસ્ત્રોએ સમાજના જે નિયમો બનાવી રાખ્યા હતા એ અનુસાર, બ્રાહ્મણો અને ક્ષત્રિયો ભેગા મલીને પૃથ્વીનું સંચાલન કરે, એવી મર્યાદા હતી. પન મર્યાદા એટલે શું ? બ્રાહ્મણો જ અભ્યાસ કરે, પણ બ્રાહ્મણો કોણ?

મનુસ્મૃતિને પૂછી જુઓ. જન્મના જાયતે શૂદ્ર: We are all born animal     સંસ્કારાત્ દ્વિજ ઉચ્યતે જ્ન્મ થયો પછી જે જાતના એને સંજોગો મળે,સંસ્કારો મળે, શિક્ષણ મળે એ પ્રમાણે તેનો દ્વિજબીજો જન્મ થયો ત્યારે બ્રાહ્મણ થાય, ક્ષત્રિય થાય. પણ સૌથી મોટી ખૂબી તો એ બની કે બ્રાહ્મણોએ સ્વીકાર્યું કે રામ અવતાર છે.

આવી રીતે અત્યાર સુધીમાં થયેલા સઘળા અવતારોની ભાગવતે પ્રતિષ્ઠા આપી, પ્રશંસા કરી. આ સર્વે અવતારો વિકાસ કરતા કરતા,મર્યાદા વિસ્તારતા વિસ્તારતા એવા બન્યા કે જ્યારે આપણા પોતાના બાહુની અંદર, પોતાનાપ્રેમ-પાશની અંદર પ્રેમાલિંગનની અંદર જગતના તમામ માનવીઓને કૃમિ-કીટ, પશુ-પંખી જગતના તમામને પોતાના પ્રેમાલિંગનમાં સમાવી દે છે, એ વાત કહેવા માટે એક નવા અવતારની જરૂર હતી.

અને …. એક નવો અવતાર આવ્યો જેને ભાગવતે લખ્યું :કૃષ્ણસ્તુ ભગવાન્ સ્વયમ્ .

કૃષ્ણ આવ્યા અને શું કર્યું ?

સ્ત્રીયો વૈશ્યાસ્તથા શૂદ્રાસ્તેડપિ યાંતિ પશં ગતિમ્

તમે એમ માનો છો કે મનુષ્યના વર્તુળમાંથી સ્ત્રીઓને બાદ કરો, ચાંડાલોને બાદ કરો. નહિ; આ બધું મારું છે. મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ જેમ માળાની અંદર મણિ છે અને મણિની અંદર સૂત્ર છે, એ સૂત્રની અંદર જેમ મણિ પરોવાયેલાં છે એમ મારા રૂપી સૂત્રની અંદર બ્રહ્મરૂપી સૂત્રની અંદર આ બધું વિશ્વ પરોવાયેલું છે. અહીં કોઇ ઊંચ નથી, કોઇનીચ નથી. માત્ર જેનામાં જેટલો આવિર્ભાવ થયો જ્યોતિનો, એતલે અંશે એ વધુ માનપાત્ર. એને માનનાં અને આદરનાં નવાં મૂલ્યાંકનો ઊભાં કર્યાં.

આપણે માહાત્મા ગાંધીને શું કહીશું?વૈશ્ય, બ્રાહ્મણ,ક્ષત્રિય કે શૂદ્ર. એક કવિએ લખ્યું છે એમને માટે:

ક્ષત્રિયકુળનું ભૂષણ ગાંધી, વૈશ્યકુળ રળામણ ગાંધી.

બ્રાહ્મણનું ઘરેણું ગાંધી

આજે આપણને લાગે છે ગાંધી શૂદ્ર નથી, વૈશ્ય નથી, બ્રાહ્મણ નથીતો કોણ છે? માનવ’  છે. જે મનુએ સૃષ્ટિ ઊભી કરી મનુષ્યની. પ્રણિનાં મનુ: શ્રેષ્ઠ:એવો એ માનવ છે, મહા-માનવ છે, જેની પ્રતિષ્ઠા ભગવાન શ્રીકૃષ્ણે પાંચહજાર વર્ષપહેલાં સ્થાપવાની કોશિશ કરી.

અને આવા એ કૃષ્ણાવતારની પ્રતિષ્ઠા ભાગવતે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ્ કહીને દશમા સ્કંધમાં કરી .

 ઘણા લોકો ભાગવત જુએછે ત્યારે દશમા સ્કંધ પ્રત્યે એટલી બધી પ્રીતિ દર્શાવે છે કે દશમા સ્કંધ  જ વાંચવાં જેવો છે. બીજું કંઇ વાચવા જેવું નથી. દશમો સ્કંધ  ભાગવતનું હૃદય છે પણ હ્રદયને ક્યારે સમજાય, જો એ આખા શરીરમાં હોય ત્યારે !હ્રદયને શરીરથી જુદું  પાડી શકાય નહિ. હ્રદયની મહત્તા, હ્રદયનું સ્થાન શું છે તે ત્યારે સમજાય કે જ્યારે શરીરમાં હ્રદય શું કામ કરે છે, એ જોઇએ તો ! કૃષ્ણને પણ સમજવા માટે આપને એના પૂર્વ અવતારોને પન બરાબર સમજવા જોઇએ.

શા માટે આ બધું થયું ? ક્યાંથી આ બધું આવ્યું ? આ સૃષ્તિના સર્જન પછી કેવી રીતે પ્રકાશનાં અને અંધકારનાં દલો વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કર્યું ? અને જ્યારે પ્રકાશનાં દળો દબાઇ અગ્યાં ત્યારે કેવી રીતે અવતારો થયા. એતલે કે આપણામાં શક્તિ પ્રબળ બની. આ દશમ સ્કંધ ક્યારે સમજાય કે જ્યારે એની આગળના નવ સ્કંધોનો પૂરો મહિમા સમજાય.

કૃષ્ણસ્તુ ભગવાન્ સ્વયમ્ એમ કહેવાનું કારણ શું ? કૃષ્ણે શું કર્યું ? શું રામ અનેકૃષ્ણમાં ફરક છે ?જરાપણ નહિ ! રામ પણ ભગવાન છે, મર્યાદા પુરુષોત્તમ છે. જેટલી વિભૂતિઓ ભગવાનની છે એ બધી પૂજનીય છે. રામ જો કૃષ્ણના વખતમાં થયા હોત તો કૃષ્ન જ હોત અને કૃષ્ણ જો રામના વખતમાં થયા હોત તો રામ જ હોત.

આપણે એક વાત ભૂલી જઇએ છીએ કે આ દિગ્કાલની સૃષ્ટિ છે. જેમાં કાળછે એ મોટું કામ કરે છે. ભગવાન કહ્યો છે કાલનેભગવાન મહાકાલેશ્વર. હું આજે કહું કે મારા બાપ-દાદાના બાપ-દાદા કરતાં મારામાં ઘણું વધારે જ્ઞાન છે. એ લોકોને ગુરુત્વાકર્ષણનો નિયમ, જીવશાસ્ત્ર, સૂક્ષ્મ જીવશાસ્ત્ર વગેરેની ખબર ન હતી, પણ હું પણ ત્યારે હોત તો હું પણ કંઇ જ ન જાણતો હોત ! મારા બાપ-દાદાના બાપ-દાદા +સમય =Time=હું પોતે Myself   — આ વિચાર કરવા જેવો છે.

કૃષ્ણ જો અત્યારે હોત તો હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા ન થવા જોઇએ એમ કહેત કે  ન કહેત? જેણે દ્વારકાવાસીઓને કહ્યું કે દારૂ ન પીઓ; એક રહો. યાદવોએ માન્યું નહિ અને છિન્નભિન્ન થઇ ગયા દારૂના ઘેનની અંદર કપાઇને મરી ગયા. ભગવાનને એક જાતનો આત્મઘાઅત કરવો પડ્યો.  એ આત્મઘાત નથી,દેહ-વિસર્જન છે. આપણે એનું બીજું નામ આપીએ છીએ લીલા-વિસર્જન. ભગવાને પોતાની લીલાનું વિસર્જન કર્યું. ગાંધીના વખતમાં ભગવાન કૃષ્ણ થયા હોત તો આ જ કરત કે બીજું કાંઇ કરત ? કે બૂમો પાડ્યા કરત ?

વ્યાસે શું કહ્યું ?

ઉર્ધ્વબાહુર્વિરોગ્યેષ ન ચ કશ્ચિચ્છૃણોતિ મે

ઊંચા હાથ કરીને બૂમો પાડું છું, પણ મને કોઇ સાંભળતું નથી.આપણને ખબર નથી પડતી. ભાગવત લખ્યું ત્યારે કવિએ ઘણું બધું લખ્યું છે. ખરેખર શું છે ?ભગવાનની કેવી સ્થિતિ હશે તે આપણે જાણતા નથી.

પરંતુ ભગવાને એક વાત સ્પષ્ટ કરી. માનવ જીવનની સાચી સંપત્તિ મારા સ્મરણમાં એટલે નરાણામ્ હ્રદિ તિષ્ઠતિ એવા નારાયણની સ્મૃતિમાં છે.

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in શીમદ્ ભાગવત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,839 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: