જલભોમકા/રસિક ઝવેરી

Vyp87

જલભોમકા

વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ

પાનું: 87

એડન, સુએઝ, નેપલ્સ…. એમ બંદરગાહો વટાવતી સ્ટીમર આગળ વધી. જિનોઆ આવ્યું. ત્યાંથી લંડન પહોંચવા માટે રેલસફર. વિક્ટોરિયા સ્ટેશને ભાનુ અને આનંદ રૂમાલ ફરકાવતાં ઊભાં હતાં. ચાર વરસે. એનં લગ્ન પછી પહેલી જ વાર. દીકરી-જમાઇને મળ્યો…

એક મહિનો પગપાળા રખડપટ્ટીમાં કાઢ્યો .તે દરમિયાન હું લંડનના મુખ્ય માર્ગોથી ઠીક ઠીક પાવરધો થઇ ગયો. એક વાર રોયલ ફેસ્ટિવલ હૉલમાં રવિશંકરના સિતારવાદનનો કાર્યક્રમ હતો. ભાનુ-આનંદ સાડા છે કાર લઇને મને હાઇડ પાર્ક પાસે મળવાનાં  હતાં. પછી ‘કાશ્મીર રેસ્ટોરાં’માં જમીપરવારી અમારે થિયેટર પર પહોંચી જવાનું હતું.

હાઇડ પાર્કના મેદાનમાં હું લટાર મારી રહ્યો હતો. ત્યાં લોકોના ટોળા આગળ એક પાકિસ્તાની ભારત વિરુધ ગાળો ઓકી રહ્યો હતો.બીજી બાજુ એક પાદરી બીજા ટોળાને સ્વર્ગ અને નરકની વાતો સમજાવી રહ્યો હતો. ત્યાં કોઇએ શુદ્ધ કાઠિયાવાડી લહેકામાં મને બૂમ પાડી:” એ… એ…ઇ બચુભાઇ ! એ મોટાભાઇ !” આશ્ચર્યથી મેં પાછળ જોયું તો નજર સામે એક વધુ મોટું આશ્ચર્ય ઊભું હતું :તપખીરિયા રંગનો ગરમ ચૂડીદાર સુરવાલ, બંધ ગળાનો  કોટ, માથે કાઠિયાવાડી સાફો, હાથમાં હેવી ઓવરકોટ—એવો એક આદમી દોડતો આવી મારે પગે પડ્યો. પછી કહે, “કાં મોટાભાઇ ! તમે ક્યાંથી ? ઓળખાણ પડે છે ? “

હું  ગૂંચવાતો એની સામે તાકી રહ્યો. અહીંયાં લંડનમાં, મને મારા બચપણના નામે બોલાવતો આ માણસ કોણ ? ત્યાં વળી એ જ બોલ્યો :” તમે મને ન ઓળખ્યો, પણ મેં તો તમને વરતી કાઢ્યા, હોં ! તમે ભાવનગરમાં મામાને કોઠે રે’તા કે નઇ ? તમે કપિલભાઇ ઠક્કરના ભાણેજ બ્ચુભાઇ જ ને ? યાદ છે—આપણે શેરીમાં હારે રમતા ? ઓઘા વાણિયાને હાટેથી ભાગ લઇને ખાતા ?  હું કાનજી ખવાસ.”

અને એકાએક સ્થળકાળનો ઓછાયો મારી નજર સામેથી ઓસરી ગયો—કાનજી અભેસંગ ખવાસ ! અમારી શેરીમાં રહેતો. બચપણમાં અમે  ભેળા રમેલા.”અરે….અરે, કાનજી ! તું અહીંત્યાં ક્યાંથી, ભાઇ?” કહેતાંકને હું એને ભેટી પડ્યો. મારો લંગોટિયો ભાઇબંધ ! એય મને જોઇને ખુશ ખુશ હતો. કહે,” હું તો આંઇ તૈણ વરહથી સું દાકતર સા’બની હારે. મેં તમને આબાદ વરતી કાઢ્યા, હોં મોટાભાઇ ! વાળ ધોળા થયા, પણ અણહાર નો ભુલાય !”

સડક પાસેના બાંકડા પ્ર અમે ગોઠવાયા, અલકમલકની વાતે વળગ્યા.

”ઇ જમાનો થાવો નથ, હો મોટાભાઇ ! હવે તો દેશમાં સંધુંયે ફરી ગ્યું, ઇ બોર તળાવ ને ઇ પીલ ગાર્ડન, ઇ ગંગાજ્ળિયાનું દેરું ને ઇ તખ્તેશરની મોજું . ઇ દાલમશાલી ને ભડેકિયાં પાન ખાવાનો ટેસ… ઇ સંધુંય હવે થાવું નથ ! મારા કરમમાં  જ વદિયા નઇ. તમે મુંબી ગ્યા ને હું રઇ ગ્યો ભણ્યા વિનાનો કોરોધાકોર. પછી વાળુક્ડવાળા રામજીભા શેઠને ન્યાં ચાકરી રઇ ગ્યો, એને વરહ થ્યાં ચાળી ઉપર બે. આ દાકતર સા’બ એમના દીકરા—ઇની હારે તૈણ વ્રહથી આંઇ કણે સું.”

મેં કહ્યું, “કાનજી, તું તો નશીબદાર, ભૈ ! વગર ભણ્યે અહીં લંડનમાં લહેર કરે છે. ત્યારે ભલભલાને તો અહીં આવવાની પરમિટેય નથી મળતી. “ તો કહે, “ ઇ તો સંધોય ઠીકોઠીક સે, મોટાભાઇ, હું તો રામજી અદા હારે આપણો સંધોય મલક ફરી વળ્યો, શેઠે એ….ઇ…ન રૂપાળી ચાર ધામની જાત્રા કરાવી. ને ગંગામાં તો જાણે અંબાનો અવતાર જોઇ લ્યો. ચાકર માતરને પંડ્યનાં જણ્યાં ની જેમ જાળવે. હોં મોટાભાઇ ! ઇ સાચકલાં માણહું ને ઇ જ્માનો હવે થાવાં નથ. આ તો અદાએ પરાણે દાકતરસા’બની ભેળો મેલ્યો ને મેં જીભ કસરી કે પંડ હાટે જાળવીશ, એટલે રે’વું પડે. બાકી આપણો મલક ઇ આપણો મલક, બીજં સંધાંય ફાંફાં . જલમભોમકા ક્યાંય થાવી નથ !”

ડૉકટર શેઠની સાથે કાનજી લંદન આવ્યો. પેડિંગ્ટનમાં ડૉકટર પાંચ વરસ માટે છે. હજી બે વરસ કાઢવાનાં પણ એનું મ્ન ભટકે છે એની ‘જલમભોમકા’ માં મેં કહ્યું, “મારી દીકરી ભાનુ અહીં ચાર વરસથી છે, એને મળવા આવ્યો છું.” વાતોમાં વખત ક્યાં વીતી ગયો એની ખબર ન પડી. આનંદની મોટરનું હોર્ન સડક પરથી સંભળાયું એ તલે મેં  કહ્યું, “કાનજી, તુંયે આજે અમારી ભેળો જમવા ચાલ.”

રેસ્ટોરંમાં અમે ગોઠવાયાં. કનજીએ છરી-કાંટાથી અદબસર જમવા માંડ્યું.. બધી એટિકેટ એ બરાબર જાળવતો. જમતાં જમતાં કાનજી ભાનુને કહે, “દીકરી મારી, તું અહીં ચાર વરહથી, પણ મને તો ખબરેય નંઇ. તારે અંઇ કોઇ વાતે મૂંઝાવું નંઇ. અડીઓપટીએ આ કાનજીને, બસ એક ફોન કરી દેવો. મારી તો આંખ્યું ટાઢે થૈ આ તમારી શિવ-પાર્વતી જેવી જોડી જોઇને !” એને જ્યારે ખ્બાર પડી કે આનંદને ગુજ્રાતી નથી આવડતું, ત્યારે એની સાથે હિન્દીમાં ફેંકવા માંડ્યું. કહે, “તુમ તો , સાબ, બડા નસીબવાળા, હોં કે ! અમારી છોડી રતન જૈસી હે. કામ પડે તો હમકો, બસ એક ટેલિફોન કર દેના, હમતો તુમારા કાકાજી લગતા. કોઇ વાતસે મૂંઝાન નંઇ !”

જમવનું પૂરું થ્યું એટલે અમે અંદર હાથ ધોવા ગયાં. પાછા આવી કૉફી પીવા બેઠં ત્યારે કનજી અંદર ગયો. અમે બિલની રાહ જોતાં બેઠાં હતાં, ત્યાં વૈટર બિલ અને પરચૂરણ સાથે હાજર થયો અને ડિશ કાનજી સામે ધરી. અમે અંદર ગયાં ત્યારે કાનજી કાઉન્ટર પર પૈસા સરકાવી આવ્યો હ્શે ! ટિપનો હિસાબ ગણી એણે પાંચ શિલિંગ ડિશમાં રહેવા દીધા.

મેં ખ્યું,”કાનજી, આ શું? તું તો અમારો મહેમન—તારાથી પૈસા અપાય જ નહિ !” તો કહે, “દીકરી-જમાઇને પે’લી વાર જોયાં, મોટાભાઇ ! કંઇ બોલો તો મારા ગળાના સમ !” એ ભોળા માણસને શું કહેવું ? વળી પાંચ પાઉન્ડની નોટ કાઢી ભાનુના હાથમાં આપવા માંડી . મેં કહ્યું,”અરે, અરે… આ તું શું કરે છે ?” તો કહે, “ ઇ તો વે’વારની વાત સે, મોટભાઇ ! એમાં તમારાથી કંઇ બોલાય  જ નંઇ. લઇ લે દીકરી ! તને જમાડીને કાપડું કરવું જોયે મરે. તારા બાપુને હું નાનપણમાં ભેળા રમતા. ઇ વેવારે હું તારો કાકો થાઉં.”

અમારી સૌની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. ભાનુ ઊભી થઇ. વાંકી વળી કાનજીને પગે લાગી. વિલીન થતા જમાનાના અવશેષ જેવા એ સાચકલા માણસની ભાવનાની અવગણના કરવાની એનામાં હિંમત શેં પડે ?

છૂટાં પડ્યાં ત્યારે કાનજીનાં મોંમાં, બસ એક જ વાત હતી :”આપણા મલક જેવો મલક થાવો નથ, હોં મોટાભાઇ ! આંઇકણે મારા જેવાને નો સોરવે, પણ જીભ કસરી  એટ્લે રે’વું પડે. બાકી જલભોમકા ઇ જલભોમકા ! “

—રસિક ઝવેરી

[અલગારી રખડપટ્ટી’ પુસ્તક]

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: