ઝંડુ ભટ્ટજી

Zandubhattji

ઝંડુ ભટ્ટજી

નાગર નરબંકા//દોલત ભટ્ટ//અરૂણોદય સેવા ટ્રસ્ટ, ગાંધીનગર

 

જામનગરમાં રીંડાણી કુટુંબનું એ ઘર હતું. મોતીરામભાઇ માંદગીને બિછાને છેલ્લા શ્વાસ લેતા હતા. પુત્રો અને સ્નેહીઓ આવનાર ભયાનક પળની ચિંતામગ્ન ચહેરે રાહ જોઇ રહ્યા હતા. બીજાં દાન અપાઇ ગયાં. છેવટના ગૌદાનની ક્રિયા શરૂ થઇ. એ વખતે જામનગરની પાઘડી, ખેસ અને કેડિયું આટલા જ સ્વચ્છ પોશાકમાં સજ્જ થયેલા વૈદ્યરાજ આવ્યા. એમને આવતા જોઇ મોતીરામભાઇ, જેને માંડ માંડ ગૌદાનની ક્રિયા કરી હતી તે તેમને પગે પડ્યા. વૈદ્યરાજે શાંતિથી મોતીરામભાઇની તબિયત જોઇ. પાસે બેઠેલા સંબંધીઓએ કહ્યું, “હવે કાંઇ દવાની જરૂર નથી. બધા ઇલાજો કરી જોયા છે. ઇશ્વરનું નામ એ જ હવે તો દવા છે. “

”પણ દવા લેવામાં શું હરકત છે? આ ગૌદાન થયું છે તો હવે અન્ન ન લેવાનો પણ સંકલ્પ કરો. ઇચ્છા થાય તો દૂધ પીજો.” વૈદ્યરાજે કહ્યું ને દવા શરૂ થઇ. મોતીરામ મોતને બિછાનેથી સાજ થયા ને ઘણાં વર્ષો જીવ્યા. આ વૈદ્યરાજ તે ઝંડુભટ્ટ.

પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં વિઠ્ઠલજી ભટ્ટને ત્યાં વિ.સં. 1887ના વૈશાખ સુદી પાંચમ ને રવિવારે એક બાળક જન્મ્યું. બાળકની જન્મકુંડળી જોઇ એક પ્રસિદ્ધ જ્યોતિષે ભવિષ્ય ભાખ્યું કે એના ઘરમાં રોજ સવાસેર મીઠું વપરાશે.

નાનપણમાં કાંઇક મનતાને લીધે આ બાળકના વાળ કાયમ રાખ્યા હતા.એ વાળ ઝુંડ જેવા લાગતા તે પરથી ઝંડુ નામ પડી ગયું. મૂળ નામ કરુણાશંકર .પુખ્ત થઇ પાછળથી એ જ નામ કાયમ માટે પડી ગયું. બાલવયે એમણે બે શાસ્ત્રીઓ પાસે સંસ્કૃત શીખી લીધું, અને પોતાના પિતાજીન જ ખોળે બેસી આયુર્વેદ્શાસ્ત્રના મૂળ  તત્ત્વો ઘૂંટી ઘૂંટીને પીધાં. એની સાથોસાથ જ બાવાભાઇઅચળજીએ પણ વિઠ્ઠલ ભટ્ટ પાસે વૈદોનું શિક્ષણ લેવા માંડ્યું. લગભગ એક જ વાતાવરણ માં ઊછરતા આ બેઉ શિષ્યો વચ્ચે અનુપમ મૈત્રી બંધાઇ. અભ્યાસ ઉપરાંત ઝંડુભટ્ટજીને મર્દાની રમતગમતનો પણ ભારે શોખ હતો. વાડીઓ, જંગલો, નિર્જન જગાઓ એમનાં માનીતાં સ્થાન હતાં. એ વહેમી જમાનામાં પણ એમને ભૂતપ્રેત વગેરેનો બિલકુલ ડર નહોતો.

બાર વર્ષની ઉંમરે તેમનું લગ્ન થયું. સ્વામી શ્રી શંકરસ્વરૂપ પાસે તેમણે થોડો ઘણો યોગશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. જામસાહેબના મુખ્ય વૈદ્યરાજ વિઠ્ઠલજીએ 1903-04માં 17 વર્ષની વયે ઝંડુભટ્ટને પોતાની મદદમાં રણમલજામની નોકરીમાં માત્ર 25 કોરીના પગારથી રાખી લીધા.

મહારાજ વિભાજામ ગાદીએ આવતાં તેમની પ્રીતિ ખાસ કરીને બે યુવાન વૈદ્યો—બાવાભાઇ અને ઝંડુભટ્ત તરફ આકર્ષાઇ. તેમાંયે ઝંડુભટ્તજી તરફ તેમને એક કારણથી વિશેષ માન થયું હતું. રણમલજામના અવસાન પહેલાં બેત્રણ દિવસ પર જ્યારે કોઇ ખરા ખબર આપતા ડરતુ6 હતું ત્યારે ભટ્ટજીએ અને ટકા જોશીએ એ આવનાર દુ:ખદ બનાવની બેધડક આગાહી કરી હતી.

ભરયુવાવસ્થાએ વિભાજામને બંગલે દવાઓ બનાવતા ઝંડુભટ્ટજી જુઓ આ રહ્યા !

એમની આયુર્વેદમાં ઊંડી નજર પહોંચતી તે એક વખ્તે સ્પષ્ટ દેખાઇ આવ્યું. વિભાજામને અમુક વખતે સ્વારીમાં હાજર થવાનું હતું. બરોબર  એ જ વખતે એમને તાવ આવ્યો. આ તાવ ભટ્તજીએ પોતાની બનાવટની એક નવીન દવાથી તાબડતોબ ઉતાર્યો.

એમના જીવનનું વહાલામાં વહાલું સ્વપ્ન તે મનુષ્ય સમાજનું આરોગ્ય. તેઓ માનતા કે આજમાનામાં પણ પ્રત્યેક માણસનું આયુષ્ય ઓછામાં ઓછાં સો વર્ષ સુધી તો નિભાવી જ શકાય. આ સાધવા માટે તેમણે જીવિત વર્ધક મંડળી નામની સંસ્થા સ્થાપી.આ સંસ્થા ટકી શકી નથી પણ એમના જીવનનું સુંદરમાં સુંદર કામ તો જામનગરની રસશાળા ને તેને અંગે આયુરવેદ શીખવા માટેની પાઠશાળા . દેશી ઉત્તમ ઔષધો બનાવવાં એ રસશાળાના કામની પહેલ તો એમની જ ! ને તે પ્છી આજ તો ગુજરાત કાઠિયાવાડમાં ઠેકઠેકાણે ફાર્મસીઓ ઉભરાય છે. આ રસશાળા ની શાખાઓ મુંબઇ, ચૂડા, મોરબી અને રાજકોટ વગેરે સ્થળોએ સ્થાપવામાં આવી ને ત્યાં એ જ કકુટુંબના માણસો ભટ્ટજીની પદ્ધતિથી આયુર્વેદની ઉપાસના કરતા. દવાઓ આપવી, પણ તે બદલ પૈસા ન માંગવા, ગરીબ દર્દીને તો દવા ઉપરાંત દૂધ ને ખાધ ખોરાકી પણ પૂરી પાડતા. આમ કરીને તેમને જરૂર આપણે સામાન્ય માણસ કરતાં ઊંચી કક્ષામાં મૂકવા જોઇએ. અસાધારણ મમતા ને ઔદર્યને લીધે તેમને માથે ઘણું જ કરજ થયું. એમની ઉદારતા માટે એટલું જ કહેવું પડશે કે વિદ્વાન બ્રાહ્મણો કે સાધુસંતો,ઉસ્તાદો કે પછી કોઇ કોઇ વખત તાયફાઓ સુદ્ધાં મહારાજ જામસાહેબ પાસે પ્રથમ જવાને બદલે એમને ત્યાં એમની દાવવૃત્તિથી આકર્ષાઇ આવતા. ને આવનાર હસતો ચહેરો લઇને જ વિદાય થતું. એમનું વૈદિક જ્ઞાન કેવું હતું તે ઉપર કહેવાઇ ગયું. એમ છતાં નિરભિમાનપણું પણ જાણવાજોગ છે. જામસાહેબને મોઢે તેઓ ઘણી વખત કહેતા, સાહેબ, મારા કરતાં ડાકટરસાહેબોનું જ્ઞાન ઘણું વધારે હોય છે. મારું જ્ઞાન  તો કાચું છે. કોઇ વખત આંધળાનો ઘા પાંસરો થઇ જાય.”

એક વખત જામનગરમાં મોટી ખટપટ થવાથી પોતાના સર્વ ભાયાતોને નગરમાંથી નીકળી જવાનો જામસાહેબે હુકમ કાઢ્યો. આવી સ્થિતિમાં કોઇ પણ માણસ જો એકાદ પણ ભાયાતને ત્યાં જાય, તો જામસાહેબની તેના પર ખફા ઊતરતી ને નવ્વાણું ટકા તેને ઘેર કડી દેવાતી. ભાવસિંહજીભાઇના કુંવર ફલજીભાને ક્ષયરોગ હોવાથી ભટ્ટજી, દરદીને રોજ બે વાર જોવા જતા. એક વખત  ભાવસિંહજીભાઇએ કહ્યું” અમારે તો હવે નગર છોડવું પડશે, ને કુંવરની સ્થિતિ આવી છે. એન ઔષધનું શું થશે ?

“એમાં શું? ભટ્ટજીએ કહ્યું, “એમાં હરકત ક્યાં આવે ? કહો તો હું સાથે આવું નહીં તો મણિશંકરભાઇ આવે ?” ભાવસિંહભાઇએ તરત કહ્યું કે, “આ શું બોલો છો ? “ આ વખતે અમારી દશા એવી છે કે અમારી સાથે આવવાની વાત તો દૂર રહી પણ તમે અમારે ઘેર આવો છો એવી પણ નામદાર જામસાહેબને ખબર પડશે કે તરત તમારી ઉપર તેઓ ગુસ્સે થશે.

ભટ્ટજીએ હિંમત ને આશ્વાસન આપતાં કહ્યું.”રાજા કોઇનું બૂરું કરતો નથી. કુમારની તબિયતને ચિંતા આપે ન કરવી. હું એ નામદારની રજા લઇ એક જણને તમારી સાથે મોકલીશ.”

પછી જામસાહેબ પાસે જઇને જ્યારે ભટ્ટજી આ વાત કરી ત્યરે તેઓથી કહેવાઇ ગયું , “ભટ્ટજી ખાનદાની એકલા તમે જ દેખાડી. આ વખતે ભાવસિંહજીભાઇના હજારો રૂપિયા ખાઇ જનારા આશ્રિતો રાજની બીકે તેમઈ શેરીએ પણ જતા નથી.”

ભટ્ટ્જીએ ત્રણેક વર્ષ સુધી જામનગરની મ્યુનિસિપાલિટીના પ્રેસિડેંટ તરીકે પણ કાર્ય કર્યું. આ કારકીર્દી દરમિયાન તેમણે ઘણાં જ સારાં કાર્યો કરી શહેર સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરેલો.

ભટ્ટજી  માત્ર 25 કોરીથી નોકરી શરૂ કરેલી. તેમનો પગાર પાછળથી 700 કોરી સુધી વધરવામાં આવેલો . જામસાહેબ ને ભટ્ટજી વચ્ચેનો સંબંધ અદ્વિતીય –અનન્ય હતો. ભટ્ટજી ની ચિકિત્સા સર્વોત્તમ હોવાથીઘણીવાર કાઠિયાવાડના રાજાઓ જામસાહેબ પર પરબારા તાર મોકલાવી ભટ્ટજીને સેવા માંગી લેતા.

આગળ ખ્યું તેમ ઉદાર સ્વભાવને લીધે અને દવાના પૈસા ન લેવાના નિશ્ચયને લીધે ભટ્ટજી ઉપર લગભગ 10 હજાર રૂપિયાનું કરજ થયું હતું.એ જમાનામાં એ ઘણું જ વધારે કહેવાય. પણ ભટ્ટજીને સાચ્ચે સ્વરૂપે ઓળખનારપણ જગતનિયંતાએ તૈયાર જ રાખ્યા હતા. મહારાજા જામસાહેબે 50 હજાર કોરી,  ભાવસિંહજીભાઇએ પણ મોટી રકમ ભટ્ટજી પાસે લેણી હતી તે તેઓએ મૂકી દીધી હતી.

વૈદ્યરાજ બાવાભાઇ અચળજી ઝંડુભટ્ટ પાસે લગભગ રૂ. 15 હજાર માગતા હતા, જે ગુરુ પાસે  લીધેલ જ્ઞાનને લીધે તેઓ સમૃદ્ધિશાળી થયા તેમનું ઋણ વાળવાની તેમને તીવ્ર ઇચ્છા રહેતી. અવસાન કાળે તેમણે પોતાના પુત્રોને પાસે બોલવીને કહ્યુંકે આપણી પાસે જે પંદર હજાર રૂપિયા માટે ગુરુપુત્ર ભટ્ટજી ને ચિઠ્ઠીઓ , ભટ્ટજી નાણું વ્યાજે લઇ કાંઇક અંશે પ્રોમીસરી નોટના ધોરણ પર ચિઠ્ઠીઓ આપતા તે છે તમે તેમની રજા લઇ ફાડી નાખજો. ભટ્ટજીએ ઘણી આનાકાની  કરીને પૈસા ભરી દેવાનું જણાવ્યું પણ મોટા પુત્રે ખાસ આગ્રહ કરી તેમની રજાથી  ચિઠ્ઠીઓ, ફાડી નાખી. આમ પંદર હજાર રૂપિયાનો બોજો ઊંચકાઇ ગયો. ભટ્ટજીના જીવનમાં આ બનાવ ખાસ ધ્યાન ખેંચે એવો છે. એમાં ગુરુભક્તિ, આવી મૈત્રીનો અદ્ ભુત   નમૂનો પણ આવી ગયો ને ભટ્ટજીના ઉત્તમ ગુણોની કદર પણ એમાં દેખી શકય છે.

આ રીતે ભટ્ટજીનું દેવું ઘણુંખરું પતી ગયું. બાકી નાના લેણદારોને ચૂકતે નાણું

આપી દેવામાં આવ્યું. કેટલુંક તેમના  વખતમાં ને પાછળથી તેમના સુપુત્ર શંકરપ્રસાદભાઇએ આપી દીધું.

ભટ્ટજીની માન્યતા કંઇક આ પ્રમાણે હતી “જ્યારે અમારે માથે કરજથી ચિંતા નહીં હોય અને પૈસાનો સંગ્રહ  કરવા તરફ અમારી વૃત્તિ થશે ત્યારે અમારી પડતી થશે, એમ હું માનું છું. મેં ને મારા ભાઇઓએ જે કાંઇ કર્યું છે તે અમારી સ્થિતિ તંગીવાળી હોવાથી જ થઇ શક્યું છે. જ્યારે અમારી પાસે પૈસો થશે ત્યારે એમાંનું કશું અમારાથી બનવાનું નથી.” એણે ધાર્યું હોત તો દોલતના ડુંગરા બનાવી શકત પણ એને તો ફકીરી જ વહાલી હતી.

સાક્ષરવર્ય ગોવર્ધનભાઇએ સરસ્વતીચંદ્રમાં કલ્પેલા કલ્યાણગ્રામ જેવું જ એક આદર્શ ગ્રામ રચવાની ભટ્ટજીની આકાંક્ષા હતી. પોતાની જ્ઞાતિમાં ને કુટુંબમાં ઐક્ય કેમ વધે અને સૌ હળીમળી સાથે કેમ રહી શકે એ તેમનું હંમેશનું ચિંતન હતું. તેમના જીવન દરમ્યાન ભટ્ટજીને ત્યાં આગળ કહ્યું  તેમ સવાશેર મીઠું વાપરવું  પડે એટલાં કુટુંબો રહેતાં. રોગ થયા પછી ઉપચાર કરવા કરતાં રોગ થાય જ નહીં એવા ઉપાયો શોધવા સંબંધમાં તેઓની ઘણી વિશેષ  કાળજી રહેતી.

એક વખત રાતના દસ વાગે ભટ્ટજી જામસાહેબ પાસેથી ઘર તરફ ચાલ્યા આવતા હત. ત્યાં તળાવની પાછળ આગળ ઘણાં વૃક્ષોની વચ્ચે એક કૂવા પાસે  કોઇ એક સ્ત્રી ભટ્ટજીના જોવામાં આવી.અષાઢ માસની અંધારી રાત્રિ, વૃક્ષોની ગીચ ઘતા ને આસપાસ નિર્જનતા. આવા સંયોગોમાં એક સ્ત્રીને કૂવા પાસે જોઇને ભટ્તજીને વહેમ પડ્યો કે નક્કી આ બાઇ કૂવામાં પડવા આવી છે. પાસે જઇને તેમણે એ બાઇને પૂછ્યું:

”બાઇ તમે કોણ છો ?”

“ ભાઇ હું કોણ છું એનું તમારે શું કામ છે ?તમે તમારા રસ્તે જાઓ.” બાઇએ કહ્યું

 “એ વાત સાચી, ”  ભટ્ટજીએ કહ્યું, “મારે કામ નથી પણ આવે વખતે તમે કૂવા પાસે ઊભાં છો તેથી તમારો ઇરાદો કૂવામાં પડવાનો લાગે છે. મારા અહીં આવ્યા પહેલાં તમે કૂવામાં પડી ગયા હોત તો જુદી જ વાત હતી. પણ હવે તમને બચાવવાં એ મારો ધર્મ છે. માટે તમારે જે દુ:ખ હોય તે મને કહેજો, તો તેનો હું મારાથી બનતો ઉપાય કરીશ. ”

હિન્દુ સંસારમાં ઘણી વખત બને છે તેમ આ બાઇ વિધવા હતી અને ગર્ભ રહ્યો હતો, અને સાસરિયા અને પિયરે એને ત્યજી દીધી હતી ને કોટવાલના ત્રાસથી ત્રાસી રહી હતી. આ હકીકત એ બાઇએ ભટ્તજીને કહી દીધી. ભટ્ટજી તેને પોતાને ત્યાં તેડી ગયા. છેવટે જામસાહેબને મોઢે વાત કરી. તેમની પણ દિલસોજી ખેંચી. જામસાહેબે કહ્યું, “ભટ્ટજી, ભટ્ટજી,   તમે શું કર્યું તે હું સમજું છું . એ બાઇને કોટવાળના કબજામાં આપવની જરૂર નથી. તમે એનો છૂટકો થાય ત્યાં સુધી તમારે ઘેર જ રાખજો. તેનું જે ખર્ચ થાય તે દરબાર આપશે.” કલાપીએ દોરેલ મહાત્મા મૂળદાસનું ચિત્ર યાદ છે ને ?

એક  વખત ભટ્તજી બહારથી ઘેર આવતાં પોતાની સાથે એક અનાથ બાળક લઇ આવ્યા. ઘરનાં માણસો એ જોઇને તાજુબ થઇ ગયા. એ બલક કાં તો તેમને રસ્તામાંથી મળ્યું હતું અથવા જામસાહેબ પસે રજૂ થતાં તેમની પાસેથી એ લઇ આવ્યા હતા. બાળક માટે તેમણે એક ધાવ રાખી, તે મોતો થયા પછી તેને ભણાવ્યો. એને ધવરાવનારી સતવારી હોવાથી એ નાતની કન્યા સાથે ભટ્ટજીએ તેને પરણાવ્યો, બંને વચ્ચે પિતાપુત્ર જેવો સંબંધ ચાલુ રહ્યો. એનુ નામ હરિશંકર હતું. આ માણસ જેતપુરમાં વૈદું કરતા. ને પોતાનું નામ હરિશંકર કરુણાશંકર ઝંડુ લખતા. વિભાજામનું અવસાન થયા પછી તેમને સખત આઘાત લાગ્યો. તે પછી  તેમને ઘણીવાર છાતીનો દુ:ખાવો ઊપડતો. સંવત 1954ના ફાગણમાં તેઓ ભાવનગર જવા ઊપડ્યા. ત્યાં તબિયત બીમાર ચાલુ રહ્યા કરી. આ સ્થિતિમાંય  ગરીબ દર્દીઓનાં ટોળેટોળાં તેમને ઠેકાણે આવ્યાં જ કરતાં હતાં. એવામાં નડીયાદથી દેસાઇ વિહારીદાસના કુટુંબમાં કોઇ દરદી હોવાથી તેમને બોલાવવા માટે તાર આવ્યો. નાદુરસ્ત તબિયત છતાં ભટ્ટજી નડીયાદ જવા ઊપડ્યા. નડીઆદમાં સ્વારના આઠ વાગે દરદીઓને દવા આપવા છેવટે આપણે જઇએ છીએ. છાતીમાં એકદમ દુ:ખાવો ઊપડ્યો, દવા લીધી ને પ્ગે તેલ ઘસાવ્યું. એટલે જરા આરામ થયો. પછી શંકરપ્રસાદભાઇ(તેમના પુત્ર) ને બોલવવા માટે તાર કર્યો. થોડીવાર પછી ફરી દુ:ખાવો ઊપડ્યો ને જે આરામ ખુરશીમાં પોતે બેઠા હતા ત્યાં જ એમની જીવનજ્યોત બુઝાઇ.

દેશી દવાઓનો પ્રચાર કરવાની ને આયુર્વેદનો ઉદ્ધાર કરવાની જે ધગશ તેમનામાં હતી તેને તેમના પૌત્ર જુગતરામભાઇએ પૂન: કરી. કેમ તે પૂછશો નહીં. ઝંડુ ફાર્માસ્યુટિક્લ વર્કસ લિ. નો ઇતિહાસ જોઇ જાઓ.

માણસ ગયો પણ એની અદ્ ભુત   ભાવના રહી. એ ભાવના ઘણાએક મહનુભાવો મરફત કામ કરી ગઇ છે. માત્ર એ જોવા શ્રદ્ધાળુ આંખો જોઇએ.

===========================================                                                                                                                                                                      

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in વ્યક્તિવિશેષ
One comment on “ઝંડુ ભટ્ટજી
  1. Jayendra Thakar કહે છે:

    ઝંડુ ભટ્ટજી માટેની આ પ્રેરણાદાયક અને રસદાયક માહિતિ પીરસવા બદલ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓગસ્ટ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: