ગાંધીજીના પૂણ્યપ્રતાપે

ગાંધીજીના પૂણ્યપ્રતાપે/   અમાસના તારા/કિશનસિંહ ચાવડા/પ્રકરણ:60મું

પાના233 થી 237

   ઇ.સ.1947નો પંદરમી ઑગસ્ટનો દિવસ ચાલ્યો ગયો છે. હિંદુસ્તાનના ભાગલાની ગમગીની દિલમાં સમાવીને લાલા ફીરોઝચંદ ઊભો છે. પશ્ચિમ પંજાબના મોંટેગોમેરી જિલ્લામાં આવેલા હડપ્પાના અવશેષના એ ચોકીદારે પોતાની સગી આંખે પોતાની માલમિલકતની લૂંટ, પોતાની સ્ત્રીના શીલનો વધ અને પોતાનાં નિર્દોષ બાલકોની કતલ જોઇ છે. એના જિગરમાં ભાગલાને પરિણામે ખડકાયેલા મુડદાના ઢગલા ઉપર ઊગેલા આઝાદીના આનંદની કશી જ અસર નથી. એક દિવસ અક્સ્મા પાકિસ્તાન સરકારના પ્રતિનિધિએ આવીને એમની પાસેથી એ અવશેષો ઉપરની હિંદુસ્તાનની માલિકી આંચકી લીધી. અને ફીરોઝચંદ પોતાની ગમગીનીના અવશેષ જેવો એક વળાવિયાની સાથે હિઝરતના લાખો માનવીઓની વણઝારનો અંશ બનીને દિલ્હી આવી પહોંચ્યો. એણે આવીને પોતાની આ અનાથતાની દિલ્હીના મધ્યસ્થ આર્કિયોલૉજિકલ ખાતામાં જાન કરી અને પોતાની આપવીતી પણ અચકાતે અચકાતે એક પન આંસુ પાડ્યા વિના કહી. ખાતાએ એની નોંધ લીધી, પન ન  તો નોકરી આપી કે ન તો ખાવાનું આપ્યુ6. ફિરોઝચંદ્એ બીજા હિઝરતીઓની જેમ મહેનતમજૂરી કરીને પોતાનુ6 ગુજરાન કરવા માંડ્યું.

લંડન ગયેલું ભારતનું કલાપ્રદર્શન દિલ્હીના સરકારી મહેલમાં ખુલ્લું મુકાવાનું છે એ વાત જાણીને ફીરોઝચંદના દિલમાં કલાના અવશેષો સાથીની મહોબત સળવળી. એણે ફરીથી આર્કિયોલૉજિકલ ખાતામા6 જઇને પોતાના ભૂતકાલનાં અનુભવ અને સેવાને આધારે કામની માંગણી કરી. જાણે દાનનો એક ટુકડો ફેંકતા હોય તેમ એ ખાતાના એક ઉપરીએ એને એ (195)કલાપ્રદર્શનનો તાત્કાલિક ચોકીદાર નીમી રૂ.60નો માસિક પગાર કરી આપી પોતાના કર્તવ્યપાલનનો સંતોષ અનુભવ્યો.

    1948ના ડિસેમ્બરનું બીજું અઠવાડિયું હતું. હું મારા એક કલાકાર અને એંજિનિયર એમ બે મિત્રો સાથે પ્રદર્શન જોવા ગયો હતો. મુખ્ય દ્વાર ઉપર એક ચોકીદાર ઊભો હતો. જાણે સરકારી મહેલમાં ગોઠવાયેલા આ પ્રદર્શનનો પોતે જ સંરક્ષક છે એવું એના ચહેરા ઉપર ઉત્તરદાયિત્વ હતુ6 અને આત્મશ્રધ્ધા પણ હતી. એ માણસની આંખો અસાધારણ હતી, પણ એમાં રંજની ગમખ્વારી હતી કે રોષની ચિનગારી  એ કહેવું મુશ્કેલ હતું. જે હોય તે, પણ એ આદમીએ આકર્ષણ કર્યું.પ્રદર્શનમાં ઘણું જોયું પણ આ ચોકીદાર જોયો અને મનમાં કોરાઇ ગયો.

     ફેબ્રુઆરીમાં પાછું જ્યારે દિલ્હી જવાનું થયું ત્યારે પહેલી તકે જ પ્રદર્શન જોવા ગયો. મુખ્ય દ્વાર ઉપર એ જ ચોકીદારને જોઇ આનંદ થયો. અજાણ્યો હતો છતાં એ  માણસ ઓળખીતો લાગ્યો.અંતરમાં એને વિષે સમભાવ તો એને પ્રથમ જોયો હતો ત્યારે જ જન્મ્યો હતો. એ સમભાવના છોડ ઉપર હેતનું કુસુમ બેઠું. પ્રદર્શન જોઇને પાછો આવ્યો ત્યારે આ ચોકીદાર સાથે વાત કરવાની ઇચ્છા મારાથી રોકાઇ નહીં.

   મેં વાત શરૂ કરી: “લાલા, યહ યક્ષણીકી મૂર્તિ હમેં બહુત પસંદ આઇ.”

”ક્યા કહેં ભૈયા, હમેં તો જિતની દફે ઉસે દેખતે હૈં, નઇ દિખાઇ દેતી હૈ.” લાલાનું વાક્ય સાંભળ્યું ત્યારે એ ચોકીદાર કરતાં કવિ જેવો લાગ્યો.

મેં કહ્યું: “ભાઇ, મુઝે ઐસા લગતા હૈ, કિ કોઇ અદ્ ભુત  સ્ત્રી અપને પુરુશકી રાહ દેખતી કઇ સમયસે ખડી હૈ, પરંતુ વહ પુરુષ આયા નહીં. શાયદ આયગા ભી નહીં.”

”કહાં સે આય? હો તબ આય ન?” લાલાની આંખોમાં હવે રોશ અને રંજ બન્ને સ્પષ્ટ

થયાં. મેં વાત બદલી. “લાલા, આપ કહાં કે હો?’03:44/440

”બાશિન્દે તો પંજાબ કે હૈં, લેકિન બસતે હૈં દેહલી મેં.” લાલાને આગળ કહેવું હતું પણ  જાણીજોઇને બોલ્યો નહીં.

  એટલે મેં એની લાગણીને સ્પર્શ કર્યો: “લાલા, બાલબચ્ચેં કિતને હૈં?’

“એક જમાનેમેં થે, અબ નહીં હૈં. અકેલા હું.” લાલાએ જાને પોતાની આંખ આગળ ઊપસી આવતી ગઇ કાલને જોરથી ધક્કો માર્યો અને બન્ને હાથ મસળીને એની સ્મૃતિને પણ ખંખેરી નાંખી.

“માફ કરના ભાઇ, અગર આપ કો કુછ દુ:ખ હુઆ હો તો,” મેં સહૃદયતાથી ક્ષમા માગી.

એટલામાં અમેરિકન એમ્બેસીની એક શાનદાર મોટર આવીને ઊભી રહી અને એમાંથી અધિકારી જેવા દેખાતા ચાર માનસો ઊતરીને ચપળતાથી પગથિયાં ચઢી આવ્યા. ચોકીદારે ટિકિટ માંગી. ટિકિત કોઇની પાસે નહોતી. એક અમેરિકને હસતાં હસતાં પાટલૂનના ગજવામાંથી પાંચ રૂપિયાની નોટ કાધીને ચોકીદારના હાથમાં મૂકી અને કંઇ સંજ્ઞાભર્યું સ્મિત કરીને એ ચાલતો થયો. ચોકીદાર બોલ્યો નહીં મુખ્ય દ્વારની બાજુમાં કલાપ્રદર્શનની તસવીરોની દુકાન છે. એના વેચનારને ઘડીભર દરવાજો સોંપીને ચોકીદાર પગથિયાં ઊતરી પડ્યો. જતાં જતાં મને કહ્યું: “ભાઇસાહબ, અભી આયા, માફ કરના.”

     ચોકીદાર જઇને ચાર ચાર આનાની (અત્યારના 25 પૈસા) ચાર ટિકિટ ખરીદી લાવ્યો અને પાછો પોતાને સ્થાને આવીને ઊભો. મારા આશ્ચર્યનો પાર નહોતો. મેં ધાર્યું હતું કે આ ચોકીદાર પાંચ રૂપિયાની નોટ  ખિસ્સામાં મૂકી દેશે અને એવું બનતાં અનેક વાર જોયું છે. પણ મારી ધારણાથી હું પોતે છોભીલો પડ્યો.

  ત્યાં લાલાએ આગળ ચલાવ્યું અને કોણ કોણ આ પ્રદર્શન જોવા આવ્યા અને કોણે કેવી કેવી ટીકા કરી તેના થોડા નમૂના પેશ કર્યા:

  એક પ્રૌધ માણસ આવે છે. એના હાથમાં જાડી નોટબુક હોય છે. બસ લખ્યા જ કરે છે. ક્યારેક મૂર્તિઓ પાસે ઊભો રહે છે  ને ક્યારેક ચિત્રો જોયા કરે છે અને પાછો લખે છે. કેટલાય દિવસથી બસ આવે છે અને આવું કર્યા જ કરે છે. કોઇ વિદ્વાન હોવો જોઇએ.

    એક જુવાન આવે છે. એનો પહેરવેશ, એમા6થી દેખાતી એની બેપરવા અને તેજ્સ્વી આંખો, ચહેરા પરની ગમગીની એ બધું કહે છે કે એ કલાકાર છે. એની ગમતી મૂર્તિઓ પાસે ઊભો રહીને, બેસીને કંઇક ચીત્ર્યા કરે છે. થાકે છે ત્યારે મૂર્તિઓ ભણી જોયા કરે છે.

પરમદિવસે એક જુવાન જોડું આવ્યું હતું : પરણેલાં લાગતાં નહોતાં. નહીં તો આટલો ઉલ્લાસ અને અપેક્ષા હોય નહીં. આ પેલી ભુવનેશ્વરીની મૂર્તિ આગલ પેલા જુવાને એની સાથેની યૌવનાને ચુંબન ભરી લીધું.કોણે જોયું ને કોણે ના જોયું એની પરવા કરી નહીં. પ્રેમીઓ ખરાં ને !

થોડા દિવસ પહેલા6 એક કુટુંબ આવ્યું હતું. સ્ત્રી, પુરુષ અને બાળક. અંદર ગયાં ત્યાં જ બાળકે  રડવા માંડ્યું. પુરુષ પોતાના બાળકને લઇને બહાર આવ્યો અને મોટા લાંબા ઓટલા ઉપર એને સમજાવીને ફરવા માંડ્યું. સ્ત્રી થોડીવારમાં આંટો મારીને પાછી આવી. બન્ને  જણાં બગીચામા6 ઊભેલા પથ્થરના એક મોટા પોઠિયાને જોઇને હસતાં  હસતાં ચાલતાં થયાં.

   એક નમણો જુવાન આવે છે. આંખોમાં કાજળ આંજે છે. એનો ચુડીદાર પાયજામો તમીજથી પહેરે છે. સફેદ પહેરણ ઉપર રેશમી જવાહર જેકેટ હોય છે. ઘડીઘડીમા6 પગનો ઠમકો કરે છે. કમર લચકાવે છે. હાથની મુદ્રા કરે છે અને આંખો નચાવે છે. નૃત્યકાર હશે. એ જુવાન મૂર્તિઓ કે ચિત્રો જોવાને બદલે પ્રદર્શન જોવા આવનારી ખૂબસૂરત સ્ત્રીઓને જ જોયા કરે છે. નટરાજોના ઓરડામાં ઊભેલી એક સુંદરી સાથે સ્મિતની આપ-લે કરીને ચાલ્યો જાય છે.

     આવી વાતો એ કરતો હતો, એટલામાં પેલા અમેરિકનો બહાર નીકળ્યા.એટલે ચોકીદારે તરત જ જેણે પાંચ રૂપિયાની નોટ આપી હતી, તેના હાથમાં ટિકિટોના ચાર અડધિયાં મૂક્યા6 અને બાકીના ચાર રૂપિયા પણ. પેલો સજ્જન પહેલા6 તો નવાઇ પામ્યો પણ પછી એના હોઠ પર સ્મિત આવી ગયું. પણ આ વખતે સંજ્ઞા જુદી હતી. એને પેલા રૂપિયામાંથી એક રૂપિયો ચોકીદારને આપવા માંડ્યો. ચોકીદારે નમ્રતાથી ના પાડી. જતાં જતા6 પેલા અમેરિકને કહ્યું: “Gandhi still lives in this country—ગાંધીજી હજી આ દેશમા6 જીવે છે. અને મારા અંતરાત્માએ સાદ દીધો: And he will live till truth lives—અને સત્ય છે ત્યાં સુધી એ જીવશે.

દિલ્હીમા6 ગાંધીજીના અત્માને રહેંસી નાંખવાન જાણ્યે-અજાન્યે અનેક પ્રયત્નો થાય છે એવી વાત સંભળાય છે. એમના સેવકો અને સાથીઓ આવું કમનશીબ કામ કરે છે એવી લોકવાયકા પણ  છે. એવા વાતાવરણમાં સત્યના આવા અજાણ્યા ચોકીદાર ગાંધીજીની ચેતનાની પણ ચોકી કરે છે એ વાત આપણા પાપને કારણે આપણને ખબર પડતી નથી. પણ ગાંધીજીના પુણ્યપ્રતાપે બને છે ખરી.

***********************************************************************

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,191 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: