સુવાક્યો

સુવાક્યો
> બીજાનું સુખ જોઈ રાજી થવું એ સહેલું છે, પણ જિગરમાં જીરવવું કઠિન છે
>
>
> અને જો એ તમે જીરવી શકો તો એનું નામ ખરો પ્રેમ..!!
>
>
> **************************
>
>
> બીજાના ગળે તમારી વાત સડસડાટ ઉતારવાનો સરળ કીમિયો દેખાડું?
> તમે જીભ નહીં, તમારો કાન વાપરો…
> થોડી વાર સામેવાળાની વાત સાંભળો પછી એને તમારી વાત ફટાફટ ગળે ઊતરી જશે..!!
>
>
> **************************
>
>
> મન પર માનવીનો કાબૂ એટલે વિકાસ…
> માનવી પર મનનો કાબૂ એટલે વિનાશ..!!
>
>
> **************************
>
>
> તકરાર અને છાશ વચ્ચે એક સામ્ય છે. બંને જેટલો લાંબો સમય રહે તેટલી ખાટી બને..!!
>
>
> **************************
>
>
> મોટા ભાગના લોકો કજિયો એટલા માટે કરતા હોય છે કે એમને વ્યવસ્થિત રીતે
> સચોટ દલીલ કરતાં નથી આવડતી..!!
>
>
> **************************
>
>
> જેના વહીવટ પાછળ વધુ કાગળ અને વધુ શાહી વપરાય એ લોકશાહી..!!
>
>
> **************************
>
>
> રાતે ઘસઘસાટ નિદ્રા જોઈતી હોય તો નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું
> એકેય નથી..!!
>
>
> **************************
>
>
> સવાલઃ મહાત્માની વ્યાખ્યા શું?
> જવાબઃ મતભેદ હોવા છતાં બે મન વચ્ચે જે ભેદ સર્જાવા ન દે એનું નામ મહાત્મા..!!
>
>
> **************************
>
>
> આવડત હંમેશાં નમ્રતાનાં વસ્ત્રોમાં જ શોભે, અભિમાનનાં સૂટ-બૂટમાં નહીં..!!
>
>
> **************************
>
>
> બે સમસ્યામાંથી એકની પસંદગી કરવાની હોય, છતાં જે વ્યક્તિ બંને પર પસંદગી
> ઉતારે તેનું નામ નિરાશાવાદી..!!
>
>
> **************************
>
>
> ચર્ચામાં ઊતરવું એ સારી વાત છે, પણ ચર્ચા દરમિયાન ક્યારે ચુપકીદી સાધી
> લેવી એ તો તેના કરતાં પણ સારી વાત છે..!!
>
>
> **************************
>
>
>
> **************************
>
>
> બે જ વ્યક્તિ ક્યારેય એના વિચાર બદલતી નથી. એક, મૂર્ખ અને બીજી, મડદું..!!
>
>
> **************************
>
>
> ઉંમર ગમે તે હોય, પણ તમે હંમેશાં ભવિષ્યનો જ વિચાર કરનારા હો તો તમે બાળક જ છો…
> સતત ભૂતકાળ જ વાગોળ્યા કરતા હો તો તમે વૃદ્ધ જ છો
> અને જિંદગીની પ્રત્યેક પળ જો તમે વર્તમાનકાળમાં જ જીવતા હો તો તમે ચીર
> યુવાન જ ગણાવ..!!
>
>
> **************************
>
>
> ઘરસંસાર સુખી રાખવો છે? તો પતિએ પત્નીને કદી સવારે શબ્દોથી છેડવી નહીં…
> અને પત્નીએ સાંજે પતિને શબ્દોથી છેડવો નહીં..!!
>
>
> **************************
>
>
> આપણામાં જે ખૂટે છે એની પૂર્તિ માટે ઈશ્વરે આપણને કલ્પનાશક્તિનું વરદાન આપ્યું છે,
> પરંતુ આપણામાં જે ખોટ છે એનું આશ્વાસન મેળવવા માટે રમૂજવૃત્તિ તો આપણે જ
> કેળવવી પડે..!!
>
>
> **************************
>
>
>
>
>
>
>
>
> પ્રશ્નઃ ઈન્સ્યોરન્સ અર્થાત્ વીમો એટલે શું?
> ઉત્તરઃ ભવિષ્યમાં ત્રાટકનારી આફતોનો હપ્તાથી સામનો કરવાની વ્યવસ્થા એટલે વીમો..!!
>
>
> **************************
>
>
> મેરેજ અને મિલિટરી વચ્ચે એક સામ્ય છે. બન્ને વિશે ઘણા બધાને ઘણી બધી
> ફરિયાદ હોય છે,
> પરંતુ બન્નેમાં જોડાવા માટે ન ધાર્યા હોય એટલા લોકો ઉત્સુક હોય છે..!!
>
>
> **************************
>
>
> જેના હાથમાં પુસ્તક છે એ દુનિયાના કોઈ પણ ખૂણે ખુશ અને સુખી જ રહેવાનો..!!
>
>
> **************************
>
>
> એક ગરીબ માની ઝૂંપડીમાં પાંચ પુત્ર સમાઈ જાય,
> પરંતુ પાંચ પુત્રોના બંગલામાં એક મા નથી સમાતી..!!
>
>
> **************************
>
>
>
>
>
>
>
>
> સપનાં સાચાં પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે..!!
>
>
> **************************
>
>
>
>
>
>
>
>
>
>
>
>
> સરકારી કર્મચારી અને દાંત વચ્ચે એક સામ્ય છે: બન્ને મોડા આવે અને વહેલા
> જતા રહે છે..!!
>
>
> **************************
>
>
>
>
> કરવા જેવી એક આદર્શ પ્રાર્થનાઃ
> હે પ્રભુ, બીજા ભલે અપ્રમાણિક હોય, પણ મને તો તું પ્રમાણિક બનાવજે,
> જેથી આ દુનિયામાંથી એક રાસ્કલ તો ઓછો થાય..!!
>
>
> **************************
>
>
>
>
>
>

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “સુવાક્યો
 1. Himmatlal K Joshi કહે છે:

  dukh nu osad dahada e sau lok kahe chhe
  sukh dukh ne sam samjo shana lok kahechhe

  nahin saach ko aanch e shana lok kahe chhe
  chhoot thi aapo laanch to dharya kaam sare chhe

  rookhi sukhi khai ke thanda paani peev
  paadosi no bunglow nirkhee balto jeev

Himmatlal K Joshi ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: