કરવા જેવું અનોખું કામ==અખંડઆનંદ

14/09/2008 ને રવિવાર ભાદરવા સુદ ચૌદશ (અનંત ચતુર્દશી)2064
મા-ગૂર્જરીના ચાહકોને ખુશ કરે તેવી અખંડઆનંદ/સપ્ટેમ્બર08”માંથી એક ખૂબ જ રસપ્રદ માહિતી
પાનું નંબર:100 તથા 101

કરવા જેવું અનોખું કામ
દિવસે દિવસે લોકોમાં વાચનવૃત્તિ ઘટતી જાયછે. જે લોકો વાંચે છે તે વધુ વાંચવા પ્રેરાય,આજની આવી પરિસ્થિતિમાં પણ જેઓ નથી વાંચતા તેઓ પણ વાંચતા થાય તે
માતે દાહોદના રહેવાસી આબિદભાઇ કરીમભાઇ ખાનજીછેલ્લાં29 વર્ષથી
એકલા હાથે કોશિશ કરી રહ્યા છે. જેનું સારું પરિણામ ધીરે ધીરે નજરે પડી રહ્યું છે. તેઓએ આ સેવાકાર્યની શરૂઆત અખંડાઅનંદમાસિકથી કરેલી ભણો અને ભણાવો ,વાંચો અને વંચાવોને જીવનમંત્ર બનાવી, દર માસે તેમને મળતા અખંડ આનંદના દરેક અંકને, પ્રથમ ચારે બાજુ ટ્રાંસપેરેંટ સેલ્ફ એડહેસિવ ટેપ લગાવી દે છે. જેથી તેની આવરદા વધી જાય,સાથે સાથે જોવામાં આકર્ષક પણ લાગે,પછી તેમાં પીરસાયેલા સાહિત્યને વાંચતાજાય છે. સાથે સાથે ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા લોકો પણ વાંચવા પ્રેરાય એવાં ભાગોને લાલ શાહીવાળી પેનથી ચોકઠું (ચોરસ) બનાવી વાંચવા માટે અન્યને આપે છે. એક પાસેથી વંચાઇને આવે એટલે બીજાને ,ત્રીજાને એમ વાંચવા આપતા રહે છે . છેલ્લે દાહોદમાં,ગુજરાતમાં, ભારત બહાર પણ વાંચીને વંચાવતા રહેવાની અપીલ સાથે ભેટ મોકલી આપે છે. આમ તેમના હાથનો સ્પર્શ પામેલ આ અંકો ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી, ડિસ્પેચ કલાર્કથી ડૉકટર સુધી, પટાવાળાથી માંડીને આઇ.આઇ.એમના પ્રોફેસર ધોળકિયા જેવા મહાનુભાવો સુધ્ધાં વાંચી ચૂક્યા છે. તા. 01/01/80થી અત્યાર સુધીમાં તેમની મહેનતથી અખંડાઅનંદના 350’ચિત્રલેખાસાપ્તાહિકના 786, ‘ અભિયાન’ 396 અને નવનીત-સમર્પણના 72 અંકોને ઉપર જણાવેલ માવજતમળી છે.ઉપરાંત કોઇ-સગા-સંબંધી ઓળખીતાઓને ત્યાં શુભ-પ્રસંગ આવે ત્યારે તેમને જીવન ઉપયોગી પુસ્તકો ખરીદી લાવી,ઉપરોક્તમાવજતઆપી, ભેટ આપે છે.સાથે તેમના બને તેટલા વધુ લોકોને વાંચતા રહેવાની તસ્દી લેતા રહેવાની વિનંતિપણ કરતા રહે છે. તા. 03/10/1978 થી તા. 02/08/1990સુધીનાં મુમ્બઇ સમાચારદૈનિકનાં તા. 15/03/1991 થી તા.31/08/1993સુધી,‘સંદેશદૈનિકનાં, તા. 01/01/1994 થી 22/01/2002 સુધી,’ગુજરાત સમાચારદૈનિકનાં
અનેતા.01/04/2004થી દિવ્ય ભાસ્કરદૈનિકનાં બધાં પાનાં સાથે રાખી, તેમની સાઇડમાં સિલાઇ લગાવી, વાંચીને, ખાસ વાંચવા યોગ્ય લખાણોને લાલ શાહીથી અંકિત કરી, રોજ તેમના પડોશી દુકાનદારો અને તેમને ત્યાં આવતા ગ્રાહકો અને મુલાકાતીઓ માટે આ દૈનિકોનું વાચન સુલભ કરાવી ચૂક્યા છે. અને સુલભ કરાવી રહ્યા છે.
વધુમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર-અમદાવાદ દ્વારા આબિદભાઇના જન્મવર્ષ—1951માં પુનઃપ્રકાશિતઆર્યભિષકસુબોધવૈદકનામનો દળદાર ગ્રંથ જર્જરિત હાલતમાં 1997માં એક મિત્ર પાસેથી તેમને ભેટ મળ્યો હતો.તેની ફાટી ગયેલી સંપૂર્ણ અનુક્રમણિકા ફરીથી બનાવડાવી, આ ગ્રંથને બાઇંડિંગ કરાવી, તેનાં બચી ગયેલાં બધાં જ 782+15=797 પૃષ્ઠો પર ત્રણે બાજુ પારદર્શક સેલોટેપ લગાવી દીધી છે. જેને બિમારી થતાં પહેલાં જ અટકાવવાના ઇચ્ચુકો વાંચવા લઇ જઇ રહ્યા છે. આટ્લેથી ન અટકતાં આબિદભાઇએ તા. 21/07/2006ના રોજ દાહોદ નગરસેવા સદનના ગુમાસ્તાધારા અધિકારીને એક અરજી આપી. તેઓ આ સેવાકાર્યનું ફલક વિસ્તારી શકે તે માટે, તેમની દુકાન, અઠવાડિક રજા-રવિવારના રોજ ફકત વાંચન અને લેખનકાર્ય કરવા માટે ખોલવા દેવાની પરવાનગી આપવાની વિનંતી કરી છે.
આબિદભાઇ આર્થિક રીતે ઘણા સધ્ધર છે,એવું કોઇ રખે માનતા! તેઓએ સિલાઇકામની ટાંચી આવકમાંથી ખર્ચમાં કાપ મૂકી, ‘ભણો અને ભણાવો, વાંચો અને વંચાવોઉક્તિને સાર્થક કરી બતાવી છે.
કે.આર.પરમાર/બી-22, પંકજ સોસાયટી,દાહોદ 389151

 •   
વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in પ્રેરણાદાયક લેખો
2 comments on “કરવા જેવું અનોખું કામ==અખંડઆનંદ
 1. GIRISH PARIKH કહે છે:

  Sara kam karvani itch thavi enu nam sanskar ane sadbhagya
  Tame bhayashali chho
  Ataksho nahi
  Girish

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: