નવી વર્ષા / સોના-નાવડી /સમગ્ર કવિતા/ઝવેરચંદ મેઘાણી

Manamor

નવી વર્ષા

[ સોના-નાવડી /સમગ્ર કવિતા/ઝવેરચંદ મેઘાણી/ ગૂર્જર ]

પાનું:325

મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે

ઘનઘોર ઝરે ચંહુ ઑર,મારું મન મોર બની થનગાટ કરે.

બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને

બાદલસું નિજ નેનન  ધારીને

મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.

મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે.

નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,

નદીયું નવજોબન ભાન ભૂલે.

નવ દીન કપોતની પાંખ ખૂલે.

મઘરા મઘરા મલકાઇને મેડક મેહસું નેહસું બાત કરે.

ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગટ કરે

મારાં લોચનમાં મદઘેન ભરે.

વન-છાંય તળે હરિયાળી પરે

મારો આતમ લ્હેર-બિછાત કરે

સચરાચર શ્યામલ ભાત ધરે.

મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,

ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે

ઊંચી મેઘ-મહોલ અટારી પરે !

અને ચાકચમૂર બે ઉર પરે

પચરંગીન બાદલ-પાલવડે

કરી આડશ કોણ ઊભેલ અરે !

ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,

ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે !

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,

પટકૂળ નવે પાણી-ઘાટ પરે !

એની સૂનમાં મીટ સમાઇ રહી,

એની ગાગર નીર તણાઇ રહી,

 એને ઘેર જવા દરકાર  નહીં.

મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !

પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે !

ઓલી કોણ હિંડોળ ચગાવત એક્લ ફૂલ બકુલની ડાળ પરે !

વિખરેલ અંબોડાના વાળ ઝૂલે,

દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,

શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.

એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે.

ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ ધરે !

મોર બની થનગાટ કરે

આજે મોર બની થનગાટ  કરે

મન મોર બની થનગાટ  કરે.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,

નવ બાદલને ઉર આગ બૂઝે,

નદીપૂર જાણે વનરાજ ગૂંજે.

હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,

ઘનઘોર ઝરે ચંહુ ઑર,મારું મન મોર બની થનગાટ કરે.

મન મોર બની થનગાટ કરે.

***********

શબ્દાર્થ

ચંહુ ઑર= ચારે બાજુ, મઘરા મઘરા =ધીરે રવે. નેહસું= સ્નેહથી, બાત=વાત. ઘેઘૂર= ચકચૂર, ઓલી =પેલી, મોકળિયું =મોકળી, છુટ્ટી, (બહુવચન) ચાકમચૂર બે ઉર =મસ્ત બે સ્તનો. સૂન =શૂન્ય, નીંડોળ = ઠેલો, ગૂંજે =ગરજે. દેવડીએ =દરવાજે.

*************************

1944 કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય  મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષા-મંગલ’માં ઘણું કરીએ 1920માં સાંભળેલું: અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઊતરેલ હોવાનું જાણ્યું છે. આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ઉત્સવો ઊજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે. અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઇ છે.

ઝવેરચંદ મેઘાણી.

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,815 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: