કાળજા કેરો કટકો મારો(કવિ ‘દાદ’)

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,

મમતા રુએ જેમ. વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…..

કાળજા કેરો કટકો મારો….

છબતો નઇ જેનો ધરતી ઉપર,પગ આજ થીજી ગ્યો;

ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, માંડ રે ઓળંગ્યો….

કાળજા કેરો કટકો મારો…

બાંધતી નઇ અંબોડલો, ભલે હોય ઇ  છૂટી ગ્યો;

રાહુ થઇ ઘૂંઘટડો મારા,ચાંદને ગળી ગ્યો-

કાળજા કેરો કટકો મારો…

આંબલી  પીપળ ડાળ બોલાવે, એક વાર સામું જો;

ધૂબકા દેતી જે ધરામાં, ઇ આરો અણોહરો-*

કાળજા કેરો કટકો મારો…

ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;

ધારથી હેઠી ઊતરી ધીડી, સૂરજ ડૂબી ગ્યો-

કાળજા કેરો કટકો મારો…

લૂંટાઇ ગ્યો મારો લાડ ખજાનો, ‘દાદ’ હું જોતો રયો;

જાન ગઇ જાણે  જાન લઇ; હું તો સૂનો માંડવડો-

કાળજા કેરો કટકો મારો.

.

*અણહોરો  એટલે આઘો, દૂર,

હોરો= નજીક, અણ= નહીં.

તમે જોજો, આપણી ઓસરીમાં કોઇ રંગારો રંગ પૂરતો હોય તે ચિત્ર જોજો. તે એક ઝાડનું થડ કરે,પછી ડાળીઓ કરે, અને પછી પાંદડાં કરે. તમે જોજો, રંગ બદલતી વખતે વાટકો ને પીંછી ધોઇ નાખેછે. એમ દીકરીને પણ આજ રંગ બદલવાનો  વખત આવ્યો છે. રંગારો જો રં ગ બદલતી વખતે વાટકો ને પીંછી બેય જો ધોતો હોય તો દીકરી એની જિંદગીનો રંગ બદલતી વખતે કાળજું કેમ ન ધૂએ? આંસુડે  તે કાળજું વીછળી નાખેછે.  અત્યાર સુધી એને પિયરના રંગ પુરાણા છે. એ પુરાણા (જુના) રંગ ધોઇ નાખેછે.મારો બાપ… મારી મા… મરો ભાઇ… મારી બહેન… જે પિયરના રંગ પુરાણા છે તેને આંસુડાથી ધોઇ નાખેછે.

શ્રી ભીખુદાન ગઢવી//દીકરીવિદાય એ કરુણમંગળ ઘટના છે//દીકરી વહાલનો દરિયો//અભિયાન પ્રેસ

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
2 comments on “કાળજા કેરો કટકો મારો(કવિ ‘દાદ’)
 1. Imran Khan કહે છે:

  મારી દીકરી માટે લખેલી મારી કવિતા

  મેરી છોટી સી બેટી

  કૈસે કરૂગા બિદા મેરી ફૂલ સી બચ્ચી કો,
  જિસકી માસુમ સી મુસ્કુરાહટ મુજે જીને કી ઉમ્મીદ દેતી હૈ.

  જિસકે હસને સે મેરા ઘર ચહેકતા હૈ
  જિસકે હોને સે મેરા દિલ ધડકતા હૈ

  જિસકે પૈરો કી પાયલ જબ છમ-છમ કરતી હૈ
  તો મેરી ઝીંદગી કા ગુલિસ્તાન મહેકતા હૈ

  જબ વો મુસ્કુરા કે મેરે કાંધે સે લિપટ જાતી હૈ
  તો ઐસા લગતા હૈ જૈસે મુજે કુછ સમજાતી હૈ

  બોલ નહિ સકતી ફિર ભી બહોત કુછ કેહ જાતી હૈ
  મેરી છોટી સી બચ્ચી બસ મેરા સ્પર્શ ચાહતી હૈ

  કૈસે કરૂગા બિદા મેરી ફૂલ સી બચ્ચી કો,
  જિસકી માસુમ સી મુસ્કુરાહટ મુજે જીને કી ઉમ્મીદ દેતી હૈ.

  છોટી સી ભી તકલીફ ઉસકી મેં દેખ નહિ સકતા
  વો રોતી હે તો મેં ભી અપને આંસુ રોક નહિ સકતા

  જબ થકા હારા ઘર જાતા હું, મેરી ગોદ મેં વો ખેલને લગતી હૈ
  પૂરે દિનકી થકાન કો વો મુજે પલ મેં ભૂલા દેતી હૈ

  ઉસકે છોટે છોટે હાથ જબ વો મેરે ગાલોપે સેહલાતી હૈ
  ઐસા લગતા હૈ જેસે મેરે થકને કી વજહ વો જાનતી હૈ

  ઉસકી છોટી સી આંખોમેં, મેં પુરા જહાન દેખ લેતા હું
  જબ વો સોઈ હોતી હૈ તો મેં ઉસકે સપને બુનતા રેહતા હું

  ખીલૌનોસે ઝ્યાદા વો મુજસે ખેલા કરતી હૈ
  અપની ઝીદ માનવાને કો વો ઐસે હી રોયા કરતી હૈ

  જબ મેં બહાર જાતા હું, મેરે સાથ વો આના ચાહતી હૈ
  કુછ ઓર વો ચાહતી નહિ બસ મેરે સાથ વો રેહના ચાહતી હૈ

  ઉસકે મુંહસે પાપા સુનને કો મેરે કાન તરસતે રેહ્તે હૈ
  ઉસકે છોટે છોટે પેર હરદમ દોડને કી ઝીદ પે રેહ્તે હૈ

  દિલ કેહતા હૈ કાશ વો હમેશા છોટી હી રહે
  મેરી ગોદમેં ખેલે હરદમ મેરે સાથ હી રહે

  પર દુનિયા મુજે યે દસ્તુર સમજાતી રેહતી હૈ
  કે બેટીયાઁ બાપકે ઘર હમેશા નહિ રેહતી હૈ

  જિસ બેટી કે આંસુ ભી મેં દેખ નહિ સકતા
  જિસકી ઉદાસી કો મેં બર્દાશ્ત નહિ કર સકતા

  મેં ઉસ દિન કી કલ્પના માત્ર સે ઠહર સા જાતા હું
  બહોત મુશ્કિલ સે અપને આંસુઓકો છિપા પાતા હું

  મુજે દેખ કર મેરી બચ્ચી ખીલ ઉઠતી હે
  ઔર મેરી ગોદમેં આનેકો તડપ ઉઠતી હે

  માસુમ સી ઉસકી હસી મેં હર દૌલત કો મેં પા લેતા હું
  ઉસકે બચપન મે કહી મેં ખુદ કો ભી પા લેતા હું

  ખુશનસીબ હોતે હૈ વો બાપ જિનકે ઘર બેટીયા હોતી હૈ
  ચાહતી કુછ નહિ બસ બલિદાન કી મુરત હોતી હૈ

  બેટી – બહેન, માં, પત્ની બનકર જીવન કે હર મોડ પર
  કદમ કદમ પર બલિદાન દે કર જીવન સમર્થ બનાતી હૈ

  બદનસીબ હોતે હે વો જો બેટી કા તિરસ્કાર કરતે હૈ
  બેટીકા નહિ વો ઈશ્વર કા અપમાન કરતે હૈ

  બેટી અભિશાપ નહિ બલ્કી વરદાન હોતી હૈ
  પર યે સત્ય વહી જાને જિનકે ઘર બેટી હોતી હૈ

  યે કવિતા એક કવિ નહિ પર પિતા ને લિખી હૈ
  પ્રેરણા કોઈ ઓર નહિ પર મેરી છોટીસી બેટી હૈ

  હે પ્રાર્થના અંત મેં ઇસે માત્ર કાવ્ય ન સમજના
  એક પિતા કા દિલ હે ઇસે ઝરા સંભલ કર પઢના

  કવિ (એક પિતા)
  I.M.Khan ©

 2. ghparekh414 કહે છે:

  ભાવ સભર હ્રદયને હલાવી નાખે એવી કવિતા, આભાર ખાન સાહેબ.

  ગોપાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: