અવિનાશ વ્યાસ

Avinash vyas

21મી જુલાઇએ અવિનાશભાઇનો જન્મ દિવસ.

બંધ આંખે, પલાંઠી વાળીને કાન અવિનાશભાઇ ને ધરી દઇએ,

જુઓ, પછી કેવી મજા આવે છે.

અવિનાશ વ્યાસ

(1) ગલાલ વહુ

ગલાલ વહુ ગરબે રમવા જાય, હોં કે ! હોં  કે!

સાદ એમનો સાકર જેવો,

આભે જઇ અફળાય.

હોં કે ! હોં કે !

હાથે શોભે બાજુબંધ ને

કનકતણો તણો તણો  કંદોરો કેડે,

મુખે પાન તંબોળી ચાવે,

વરણાગી વીંછિયા વેઢે,

ઘુમ્મટો તાણી તાલી દેતાં મુખલડું મલકાય.

હોં કે ! હોં કે !

રાખી ન રહેતી લાજ લાખેણી

અંગે અંગે રંગે,

ગલાલ વહુનો ગરબો ચગતો

રમતાં સહિયર સંગે.

પહેર્યું પટોળું પાટણ કેરું વહુનું રૂપ રેલાય.

હોં કે ! હોં કે !

===================================================================

(2) ચરર ચરર મારું……

ચરર ચરર મારું ચકડોળ ચાલે,

ચાકડચું ચીંચીં ચાકડચું ચીંચીં તાલે,

આજે રોકડા ને ઉધાર કાલે.      ચરર ચરર…..

ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !

ઓ કરસન કાકા કાળા !ઓ ભૂરી બંડીવાળા !

મારું ચકડોળ ચાલે, ચાકડચું ચીંચીં, ચાકડચું ચીંચીં.   ચરર ચરર….

અદ્ધર પદ્ધર હવામાં સદ્ધર, એનો હીંચકો હાલે,

નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;

અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.

ચાકડચું ચીંચીં તાલે.  ચરર ચરર…..

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,

ઘડીમાં ઉપર, ઘડીમાં નીચે, ભાગ્ય એવું સૌનું ફરતું;

દુ:ખ ભૂલીને, સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,

ચાકડચું ચીં  ચીં તાલે,

આજે રોકડા ને ઉધાર કાલે.   ચરર ચરર….

===================================================================

(3) ભાભી તમે….

તમે થોડાં થોડાં થાઓ વરણાગી ઓ ભાભી !

તમે થોડાં થોડાં થાઓ વરણાગી.

નવી ફેશનની ધૂન બધે લાગી,ઓ ભાભી !

તમે થોડાં થોડાં થાઓ વરણાગી.

વરણાગી વીરાની વરણાગી વહુ બનો,

થોડું બંગાળીને અંગ્રેજી બહુ ભણો;

મારા ભાઇ કેરો ભ્રમ જાય ભાંગી.

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો,

જુઓ લટકાળી લલનાઓ જાગી.

કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો,

ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો;

હવે જૂના બધા વેશ દ્યો ત્યાગી.

બંગાળી સાડીનાં લહેરણિયાં લહેરાવો,

ઊંચી ઊંચી એડીની બૂટ જોડી મંગાવો;

હવે નવયુગની વાંસલડી વાગી.

===================================================================

(4)તારી બાંકી રે…

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે,

આતો કહું છું રે પાતળિયા, તને અમથું ! તારી….

તારા પગનું પગરખું, ચમચમતું રે,

અને અંગનું  અંગરખું તમતમતું રે.

મને ગમતું રે, આ તો કહું છું તે પાતળિયા, તને અમથું ! તારી…..

પારકો જાણીને તને ઝાઝું શું બોલવું?

ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું?

તને છેટો ભાળીને મન ભમતું રે !

આ તો કહું છું રે પાતળિયા, તને અમથું ! તારી…

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,

હરિયાળો ડુંગરો આવતો રે હાલી,

લીંબુની ફાડ જેવી આંખડિયું ભાળી,

શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.

તારા રૂપનું તે ફૂલ મઘમઘતું રે, મને ગમતું રે,

આ તો કહું છું રે પાતળિયા તને અમથું !  તારી….

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું,

કે એક મને ગમતો આભનો ચાંદલો, ને બીજો ગમતો તું !

ઘરમાં, ખેતરમાં કે ધરતીના થરમાં,

તારા સપનનમાં મન મારું રમતું રે, મને ગમતું રે,

આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !  તારી…….

===================================================================

(5) રામ તમે….

દયાના સાગર થઇને કૃપારે નિધાન થઇને

છોને ભગવાન કહેવડાવો;

પણ રામ, તમે સીતાજીની તોલે  ન આવો.

સોળે શણગાર ધરીને મંદિરને દ્વાર તમે

ફૂલને ચંદનથી પૂજાઓ;

પણ રામ, તમે સીતાજીની તોલે ન આવો.

કાચા રે કાન, તમે ક્યાંના ભગવાન ?

તમે અગ્નિપરીક્ષા કોની કીધી?

તારો પડછાયો થઇ જેણે વગડો રે વેઠ્યો

 એને લોકોની વાતે ત્યાગી દીધી ?

પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી ?

છોને ઘટઘાટના જ્ઞાતા થઇ ફુલાઓ,

પણ રામ, તમે સીતાજીને તોલે ન આવો.

તમથીયે પહેલા અશોકવનમાં

સીતાજીએ રાવણને હરાવ્યો;

દૈત્યોની વચમાં એ એકલડી નાર

તોયે દશમાથાળો ત્યાં ન ફાવ્યો.

મરેલાને માર્યો, એમાં કર્યું શું પરાક્રમ?

અમથો વિજયનો લૂંટો લ્હાવો.

પણ રામ, તમે સીતાજીની તોલે ન આવો.

 

===================================================================

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in geeto

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: