લોક –ગીતા-સ્વામી આનંદ

લોક ગીતાસ્વામી આનંદ

અધ્યાય પહેલો—- અર્જુન વિષાદ યોગ
ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે ઉભો અર્જુનનો રથ સારથી ક્રૂષ્ણ સાથે એ નિહાળે બેઉ સૅનને………….1
ત્યાં દીઠા અર્જુને ઉભા મારવા મરવા સહુ કાકા મામા ગુરુ દાદા ભાઇ પિતરાઇ સૌ સગા…….2

જોઇ અર્જુન ઊઠ્યો ધ્રૂજી કહે, હે ક્રૂષ્ણ! આ બધા વડીલો ગુરુઓને હું મારીને રાજ શું કરું…………….3

કુળનો નાશ કરનારું આવું જુદ્ધ નહીં કરુંએથી તો ભીખ માંગીને જીવવું હું ગણું રુડું…………4
આમ અફસોસ ઉદ્વેગે છોડી ધનુશબાણને રથમાં બેસી ગયો રોતો, “નૈ લડું” કહી અર્જુન……..5

અધ્યાય બીજો———સાંખ્ય યોગ

કહે ક્રૂષ્ણ, અરે! આ શું સૂઝ્યું આવે સમે તને? લડવાનો ધર્મ છે તારો, તેમાં તું થી ડગાય નૈ………6
ન કૅવાના વૅણ કૅશે સૌ, તું ભાગ્યો જુદ્ધથી ડરી અકીર્તિ, કીર્તિવંતાને મૉતથી આગળી નકી………….7
તું, હું ને આ બધા રાજા હતાં પહેલાં અને હશું, હું જાણું, તું ન જાણે એ બધુંયે; માન નિશ્ચિત…………8
આત્મા તો અવિનાશી છે, હણ્યો કોઇથી હણાય નૈ, મરનારું મારનારું કો’ મૂળમાં નથી આ જગે………….9
વસ્ત્ર જીરણ કે ફાટયાં છોડીને માનવી નવાં પૅરૅ છે તેમ આ આત્મા દેહ બદલી નવા ધરે………10
વળી માનીએ કે એ મરે જન્મે ફરી ફરી જન્મ્યું તે મરશે નિશ્ચે; મોત કોને ટળ્યું કદી?……….11
માટે જે જિંદગીમાંથી કદી ટાળ્યું ટળાય નૈ તે તણો શોક છે મિથ્યા, આવે-જાય બધું જગે………12
હક તને કર્મનો માત્ર, ફળતો હરિ હાથમાં મેલ્ય તું ફળની આશા, મેલ્ય વેન “ન લડું” તણું…..13
સુખદુઃખ લાભ ને હાણ, હાર કે જીત ભૂલીને નિરલેપ રહીને ઝૂઝ્ય; પાપ નથી એમાં કશું……..14

અધ્યાય ત્રીજો—-કર્મયોગ
કિરતારે પ્રાણી સાથે જ કર્મને સૃષ્ટિમાં ઘડ્યું એનાથી દેહ આ ચાલે, બધા વહેવાર આપણા……15
આવું આ ચક્ર જે મૂજી ચાલવે નહી તેનું જીવ્યું વૃથા જાણ;– ચોર એ નકરો જગે……16
વિદેહી ને બીજા મોટા જે મૉર્ય થૈ ગયા એ બધાયેય પોતાનાં બજાવ્યાં કર્મ આમ જ…….17
જોને કરવા કમાવાનું મારે જગમાં નથી કશુંતૉય તું જુવેછે હું છું સદા કર્મમાં મચ્યો………….18
કાં કે જો ન કરું કર્મ જાતે આળસ છાંડીને સૌ કરે તેમ; ને કર્તા હું બનું લોક્નાશનો………..19
કર્મ ક્યારેક પોતાનું દિસે હીણું, બીજું રુડું. તોય એ ધર્મ પોતાનો; આચરતાં મરવું ભલું …..20

અલેખે ના કશું જાય એવા નિશ્કામ-ધર્મમાં થોડો યે આચર્યે મોટા ઉગારે ભયથી નકી……….21
તોય હે ક્રૂષ્ણ ! એવો આ ધર્મ માણસ કાં તજે? ઇચ્છા ન્હોય છતાં જાણે ધકેલે કોક માંહ્યથી……..22
હે અર્જુન ! લાંઠ વેરી એ કામ ને ક્રોધ આપણા પાપી ખૌધરા,- એને વશન થા; હણ તું સદા……23

અધ્યાયચોથોજ્ઞાન કર્મ સંન્યાસ યોગ

આવો આ કર્મનો મર્મ, પુરાણો યોગ શ્રેષ્ઠ જે આવ્યો છે ચાલતો જૂના કાળથી; મેં તને કહ્યો……..24
ધર્મની પડતી થાય, વાધે જોર અધર્મનું ત્યારે ત્યારે લઉં જન્મ, હું આવી પર્થમી પરે………25
દુશ્ટોને ડામવાને ને રક્ષવા સંત-સજ્જન ધર્મને થાપવા પાછો અવતરું હું ફરી ફરી…………26
સમર્પી પ્રભુને એવા કરે નિસઃકામ કર્મ જે પાપથી ન લેપાય, જળમાં જેમ પોયણું…………….27
તેથી તું રહી નિર્લેપ, તારાં જે કર્મ, જા કર્યે જીવ્યાની શ્રેષ્ઠ સિદ્ધિનો કીમિયો આ જગે…………28


(
અધ્યાય છઠઠો-આત્મ સંયમ યોગ)

શ્રી ભગવાન બોલ્યા:
શાણે ઓધ્ધરવું જાતે, મનથી ના હારવું કદી
આપણે આપણા મિત્ર, આપણે શત્રુ આપણા…………..29

પણ ચંચળ મન;–એને નાથવું કેમ? હે પ્રભુ !
પોટલે બાંધવો વાને, એથી યે કામ આકરું…………….30
હે અર્જુન ! તો ય એ મનને લૈ ખીલે બાંધવું રહ્યું
વારેવારે મથીને યે વળી વૈરાગને બળે…………………31
અર્જુન પૂછે છે; પણ એવા યત્નવાળો, જો ચળે અધવચ
હે પ્રભુ ! તો એના હાલ શા? એનાં બે ય શું બગડે નહિ?……..32

ભગવાન કહે છે:
ના બાપુ !જગમાં કો યે સત્ત માર્ગે વળેલની
દુર્ગતિ ના કદી થાય; નિશ્ચે આગળ એ જશે……………33
મનની સમતાવાળા જ્ઞાની યોગી તપસ્વીમાં
શ્રધ્ધાથી સર્વદા હું માં લીન, -તે સહુ થી વડો………..34

(અધ્યાય સાતમોજ્ઞાન વિજ્ઞાન યોગ)

લાખોમાં કોઇ એકાદ પામવા મુજને મથે
મથનારા મહીં યે પાછા જાણે મર્મથી કોક જ………….35
મારાથી અદકું કો ય તત્વ આ જગમાં નથી
એકદોરે પ્રોવ્યું સૌ હું માં, માળાના મણકા સમું…………36
જગનાં મોહ માયા તે કોયથી ન તરાય આ ભક્ત,
જે શરણે આવે મારે,– તે એકલા તરે………….37
(અધ્યાય આઠમોઅક્ષરબ્રહમ યોગ)

તેથી તું સદા મુજમાં પ્રોવીને લડ જુધ્ધ
આ બધો ભાર મને સોંપી; નિશ્ચે તું પામશે મને………….38

(અધ્યાય નવમોરાજ વિદ્યા રાજગુહ્ય યોગ)

વળી સાંભળ બીજું યે ગુપિત શ્રેશ્ઠ તને કહું
બધા ધર્મ તણો સાર, મોંઘેરી સમજણ નકી…………..39
મને જે માનવી રુપે વિચરતો અવગણે જગે
ન જાણે મૂઢ તે મારો મહિમા જે વિશ્વ ચાલવે………..40
જાણે એ મહિમા ભક્તો, જે જીવે વળગી મને
પ્રભુને જ બધે દેખે; સંત એ દોહ્યલા જગે…………….41
એવા અનન્ય ભક્તોના ઘર વહેવારની બધી
ચિંતા વેંઢારું હું પોતે; એમને રાખું મોકળા…………..42
પત્ર ફળ ફૂલ કે નકરું પાણી યે જે ધરે મને
ભક્તનું ભાવથી આપ્યું, એ બધું લઉં હું સુખે…………43
લેખાતાં હોય જે હલકાં, ને મારું શરણું ગ્રહે થાપું
ઊંચાં કરી વહાલા પામે એ સૌ પરમ ગતિ……..44
હોય મોટો દુરાચારી, થૈ અનન્ય ભજે
મને તે ય ઝટ ધર્માત્મા, તો જનતાજન કાં નહિ?……..45

 (અધ્યાય નવમો)
ત્યાં ધ્યાની કર્મયોગી રાજરુશિનું પૂછવું જ શું? જાણ નિશ્ચે કરી મારા ભક્તનો નાશ ના કદી……46

જે જે કૈં ખાય આપે કે જપતપ ધ્યાન તું કરે કરવાના કામ તે સરવે મને જ કર અર્પણ…….47

અધ્યાય દશમો(વિભૂતિ યોગ) ન જાણે મહિમા મારો મહર્ષિ દેવ કે મુનિ મૂળ હું સર્વ સ્રૂષ્ટિનું, જાણે તે સૌ ભજે મને……………..48
મનપ્રાણે હું જ એવા એ, બોધ લે દે પરસ્પર રહે સંતોશ આનંદે સૌ ભીના મુજ કીર્તને……………….49
એવા રંગાયલા ભીના ભક્ત પ્રીતે ભજે મને એવાને સમજણ શ્રેષ્ઠ દઇને હું મળું નકી……………….50
મહિમાવંત પ્રભુ ! કેમ ઓળખું મહિમા તુજ, તારી કૈં કૈં વિભૂતિનું કરવું ધ્યાન ચિંતન………………..51
ભલે, લે સાંભળી અર્જુન ! થોડી મારી વિભૂતિઓ અંત ના’વે કદી એનો, વિગતે વદવા જતાં…………….52
વસું છું આત્મરુપે હું જીવમાત્ર તણા રુદે સચરાચર સર્વેનું આદિ ને અંત, મધ્ય હું………………..53
આદિ ઉચ્ચાર ૐ કાર, અક્ષરોમાં અ’કાર હું કીર્તિ લક્ષ્મી બુધ્ધિ નારીમાં, સ્મ્રૂતિ વાણી ધારણા ક્ષમા.54
જ્યોતમાં જ્યોત હું સૂર્ય, નક્ષત્રોમાં હું ચંદ્રમા નદીઓમાં છું હું ગંગા, સ્થાવરોમાં હિમાલય……………..55
ઐરાવત હાથીઓમાં હું ધેનુમાં કામધેનુ હું મ્રૂગોનો રાજ હું સિંહ પક્ષીઓમાં ગરૂડ હું………………….56

શસ્ત્ર અસ્ત્ર મહીં વજ્ર, જમ નામે મ્રૂત્યું હું જ છું ક્રૂષ્ણ અર્જુન હું પોતે, વ્યાસ નારદ હું મુનિ……………….57

જે જે કૈં મહિમાવંતું શ્રેષ્ઠ શ્રીવંતું વિશ્વમાં મારા જ તેજનું તે તે એક કિરણ જાણ તું………………….58

અથવા શું કહું? મારા મહિમાનો અંત છે નહિ જાણે એક જ અંશે થી વિશ્વને વ્યાપી હું વધ્યો !…………59

અધ્યાય અગિયારમો-(વિશ્વરૂપ દર્શન યોગ)
વળી લે જોઇ જાતે જ, જે બધું આ ઘડી કહ્યું કહીને રૂપ વૈરાટ,દેખાડ્યું પ્રભુ યેં પછી……………………60
તત્ક્ષણે અર્જુને જોયું રૂપ આકાશ જેવડું હજારો હાથપગ જેને, હજારો આંખ મસ્તક !……………..61

હજારો સૂર્યનાં તેજ આભમાં પ્રગટે ભલે ન આવે તો ય એ તોલે એના અંબાર તેજને………..62

ત્યાં જોયા અર્જુને સર્વે સ્રૂષ્ટિનાં સચરાચર રોમે રોમે દંગ થૈ ઉભો, કહે આશ્ચર્યથી પછી:…………..63
અર્જુન બોલ્યા:
હે દેવ! ભાળું તુજ દિવ્ય રૂપ
તારાં ઉદર નેત્ર ન ગણાય એમાં
ન આદિ કે મધ્ય ન ક્યાંય છેડે
અંજાય આંખો તુજ તેજથી આ……………………………..64
આ આભ ધરતી ભરીને ઊભો
તું દસે દિશા દેવ ! તેં વ્યાપી લીધી
આવું નિહાળી તુજ ઉગ્ર રૂપ
ભાળું ત્રણે લોક ગભરાઇ ઊઠ્યાં…………………………..65

વિકરાળ મુખથી તું અગ્નિ ઓકે
જીભોની ઝાળો ત્રણ લોક ચાટે
હું યે પરેશાન તુજ તાપથી પ્રભુ !
ધરે ન હૈયું ક્ષણ એક ધીર………………………………66

વિકરાળ દાઢો મહીં આ ચવાય
ભીશમપિતા,દ્રોણગુરૂ, કર્ણવીર
કુરુ પાંડવોનો ન કરે તું ટાળો
ભાળું બધા જોધ ભેળાં ચવાતા !……..67

ધસે નદીનાં પૂર જેમ સાગરે
દીવે ધસે જેમ પતંગ ટોળાં
ભભૂકતાં તેમ તુજ આ મુખોમાં
જોધ્ધા બધાને ધસતા હું ભાળું……….68
આવા કહો કોણ તમે ભયાનક?
ક્રૂપા કરો દેવ ! નમું, ન કોપો;
હું જાણવા આતુર આદિદેવ !
પ્રવર્તિ સમજાય ન આ તમારી………69
ભગવાન કૅછે:

 હું કાળ પોતે છું સંહાર સૌનો
ઉઠ્યો ભરખવા જગ આજ આખું
નાંખ્યા છ સૌને હણી ક્યારના મેં
તારે તો થાવું છે નિમિત્ત માત્ર………70
અર્જુન બે હાથ જોડી સ્તુતિ કરેછે:
હે દેવ !તું તાત ચરાચરોનો
તું પૂજ્ય સૌ નો, ગુરૂ દેવતા તું
તારા સમો કોય ન મળે ત્રિલોકે
ત્યાં તુંથી સરસો પછી હોય કોણ?…..71
તું દેવ, આદિ,તું પુરાણ પુરશ્ચ
તું વિશ્વ આખાનું શરણું નકી છે.
નમું નમું તુંને હજાર વાર
ફરી ફરી લળી લળીને નમું હું……….72

જાણ્યો ન મહિમા તુજ આવડો મેં
હે ક્રૂષ્ણ ! હે જાદવ ! એમ કહેતો
મારો બધો એ અવિનય અમાપ
થયો અજાણ્યે, કરજે ક્ષમા તું………..73
કદી ન જોયેલું તે જોઇ હરખ્યો
છતાં ભયે વ્યાકુળ હજીયે
હવે ખમૈયા કર હે વિરાટ !
થા તું ભલો થૈ ફરી વાર નાનો……..74
ભગવાન કે’છે:
ભાળ્યું ને રૂપ તેં મારું? જેનું દર્શન દોહ્યલું
લે હવે રૂપ લઉં પાછું, જાણીતું જે તને સદા……75

જે મારાં કામમાં લીન, ભક્તિભીનો ય તેટલો
જગે નિર્લેપ નિર્વેર તે જંપે મુજમાં નકી………76

:

અધ્યાય બારમો (ભક્તિ યોગ)
આમ જે ભક્ત મારા થઇ સગુણ રૂપે ભજે મને તે સરસ નિરગુણિયાથી નિર્સ્ગુણની ભક્તિ આકરી….77
કોયનો કરે દ્વેષ મૈત્રી ને કરુણાભર્યો હું મારું ના ગણે, સાંખે, સુખદુઃખે ક્ષમાબળે………….78
સંતોશીથિર હૈયાનો ભક્ત જે દ્રઢ નિશ્ચયી મનબુધ્ધિ મારામાં વસે, તે વહાલો મને…………….79
અકારું લોક ના જેને, અકારો લોક્ને ન જે હરખશોક ભય ક્રોધ, નૈં જેને, તે મને પ્રિય…………80
ટાઢો કાબેલ ખંતીલો, નિસ્પ્રુહી મન નિર્મળો અધૂરાં નૈં આદર્યાં જેનાં, ભક્ત એ વહાલો મને…….81
લાભે ફૂલાય ના મનથી ઝંખે શોચે બળે નહિ, શુભાશુભ ગણી સરખાં, ભજે તે વહાલો મને……….82
શત્રુ મિત્ર સમા જેને, માન કે અપમાનયે દુઃખસુખ શીત કે ઉશ્ણ, સમ જેને, તે મને પ્રિય……..83
મળે તેનાથી સંતોશી સ્તુતિનિંદા ગણે નહિ મૂંગો, સાબૂત બુધ્ધિનો, ઘરવૉણો તે મને પ્રિય………84
મારામાં મન પ્રોવીને શ્રધ્ધાથી ધર્મસાર આ આચરે નિત્ય તે ભક્ત મને છે અતિશે પ્રિય…………..85
દૈવી ને આસુરી માયાવાળા જીવ બધા જગે દૈવી સંપતવાળો તું, ખાતાનો જીવ, શોચ મા………86
નિર્ભયતા, નિર્મળાં,સત્વ,દાન તપ ત્યાગ સંયમ નૈં લલુતા,કરુણા જીવેં, મર્યાદા મ્રૂદુતા ક્ષમા………..87
અહિંસા સત્ય અક્રોધ, ધૈર્ય નિશ્ઠા તેજ નમ્રતા એ બધી સંપદા દૈવી, લૈ આવે ભાગ્યવંત જે……..88
આસુરી જન જાણે નૈં શું કર્યાજોગ,શું નહિ ન જાણે નિર્મળું મૅલું, ફૅર શૉ સાચજૂઠમાં………..89
કૅશે દુનિયા બધી જૂઠી, ઇશ-આધાર કૈં નથી નીપજ્યું એકબીજાથી, બીજું કારણ શું વળી?……90

આશા ખાઉધરી ઝાઝી, દંભ માન મર્દ ભર્યા મૂઢ મોહે દુરાચારે, રે’સદાય રચ્યાપચ્યા………..91
ઉધામા પેંતરા એના ને છેડો નૈં મૂવા લગી ભોગમાં જ બધું આવ્યું, નિશ્ચે એમજ માનતા…….92
આશાને ફાંસલે બાંધ્યા, પર્ઠેલા કામક્રોધને ભોગ ને ધન માટે થૈ, ન જુવે ધર્મનીતિને……..93
આટલું મેળવ્યું આજે, બીજુંયે મેળવીશ હું થશે સંધુંય મારું જ, કરે એવા મનોરથ…………94
આ વૅરીને કર્યો પૂરો, બીજાનેય હણીશ હું માણીગર, મૉજી, ધણિયામો, બાજંદો, બળિયોય હું..95
કુળધનમાં સહુથી ઊંચો, મારો જોટો જડે નહિ દાનધર્મ કરું યજ્ઞ, એવા બકવાદ નિત્યના !…….96
ભમેલા ચિત્તવાળા ને ફસેલા મોહજાળમાં ડૂબેલા વિશયે દ્વેશે,નિશ્ચે નરકના ધણી !………97
કામ ક્રોધ તથા લોભ ભાતાં આતમઘાતનાં નાશના એ ત્રણે ઝાંપા, તરીને ચાલવું સદા……98
તપ સામર્થ્યની જેના, વિશ્વ આ વિસ્તર્યું બધું તેને સ્વકર્મથી પૂજી, માનવી સિધ્ધિ મેળવે…….99
કર્તાભાવ, મનબુધ્ધિ જેનાં નિરલેપ, તેહથી થ્યો કદિક નાશ પ્રથમીનો, નૈં તેનું પાપ બઁધન..100
ન છોડવું કર્મ પોતાનું, ખામીવાળું ભલે દીસે, ધુમાડો અગ્નિમાં તેમ દોશ સૌ કર્મમાં રહ્યો……..101
લે ઊણો છતાં નરવો, ધર્મ કર્તવ્યનો જગે ઠર્યું જે કર્મ પોતાનું, કર્યાનું પાપ છે નહિ……….102
હૈયે હૈયે હરિ બેઠો નિશ્ચે આ જગમાં બધે માયાથી ફેરવે જીવો, ચડાવ્યા જેમ ચાકડે……..103
વિકલપ શંધાય મેલીને માની લે વાત તું મુજ શોચ મા;– સર્વપાપેથી છોડાવી લૈશ હું તને….104
ગૂઢમાં ગૂઢ આ ભેદ જિંદગીનો મેં તને કહ્યો પૂરું સમજી વિચારીને કર હવે જે તને ગમે…….105
ધ્યાનથી સાંભળ્યું કે? જે મેં તને આટલે કહ્યું? મોહ ને મૂંઝવણ તારાં ટળ્યાં કે ન ટળ્યાં હજુ?….106
ટળ્યો મોહ, સમજ આવી, પ્રભુ ! તારી ક્રૂપા થકી હવે તૈયાર ઊભો હું, આજ્ઞા તારી ઉઠાવવા……….107
આમ જ્યાં ક્રૂષ્ણ ભગવાન, જ્યાં બાણાવળિ અર્જુન જિંદગીની જીત ત્યાં નિશ્ચે, ધર્મ, શ્રી ન્યાય, વૈભવ…..108

*અમથાની લોકગીતા આ સુણીવાંચી વિચારશે જીવ્યાનો જાણશે ઇલ્મ, છૂટશે ભવબંધથી.

સ્વામી આનંદ

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,204 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: