એક વિનંતી પત્ર

આદરણીય શ્રી _________________________________________________

Project Gutenberg – http://www.gutenberg.org પર અંગ્રેજી ભાષાના 36,000 થી વધુ પુસ્તકો એક સાથે વિવિધ ફોર્મેટમાં વાંચી શકાય તેવા સ્વરૂપોમાં અપલોડ થયા છે (જેમાં કોપીરાઈટનો સવાલ નડતો નથી કારણકે મોટા ભાગના પુસ્તકોના કોપીરાઈટ પૂરા થઈ ગયા છે) એવી માહિતી મળી ને પછી તેમાંથી પ્રેરણા થઈ કે ગુજરાતી ભાષામાં પણ પુસ્તકો અપલોડ કરવાનો નમ્ર પ્રયત્ન શા માટે ન કરવો? એના પરીણામ સ્વરૂપ માર્ચ 2010 થી આજ (જૂન 2011) સુધીમાં નીચે જણાવેલ પુસ્તકો વેબસાઈટ ‘અક્ષરનાદ.કૉમ’ પર મૂળ પુસ્તકોમાંથી ટાઈપ કરી, ઈ-સ્વરૂપ આપીને તદ્દન મફત ડાઊનલોડ કરી શકાય તે રીતે મૂક્યા છે. આ પ્રવૃત્તિનો હેતુ એ જ કે જે સાહિત્યપ્રેમીઓ પુસ્તક સુધી કોઈપણ કારણસર (વિદેશ વસવાટ, ગામમાં પુસ્તક વિક્રેતાનો અભાવ, પુસ્તકાલયનું દૂર હોવું કે પુસ્તકાલયનો સમય અનુકૂળ ન હોવો) પહોંચી શકતા નથી તેમને કોમ્પ્યુટરના પડદે પુસ્તક વાંચવાની સગવડ કરી આપવી અને ઈચ્છા હોય તો તે પ્રીન્ટ આઉટપણ કાઢી શકે તેમ કરવું.

કુલ : 21 પુસ્તકો, 40,200 ડાઊનલોડ

આ પ્રવૃત્તિને વધુ વિસ્તૃત સ્તરે લઈ જવા, વધુ વિકસાવવા અને મહત્તમ લોકો સુધી તેનો લાભ પહોંચાડવાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. આ અંગે આપના પ્રતિભાવો – વિચારો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે. કોપીરાઈટ પૂરા થયેલ પુસ્તકો અંગે જાણ અથવા લેખકની પરવાનગી સાથે અહીં મૂકી શકાય તેવા સદવાંચનનો, મનનીય સાહિત્યનો ફેલાવો કરતા પુસ્તકો અંગે મદદની આવશ્યકતા છે. તો ટાઈપ કરવા સમય ફાળવી શકે તેવા મિત્રોની પણ આવશ્યકતા છે.

અથવા આ પ્રવૃત્તિ વિશે આપના મિત્રમંડળમાં જાણ કરી ઉપક્રમનો મહત્તમ લોકો સુધી લાભ પહોંચે, ગુજરાતી જાણતી પ્રજા તેનો વિના મૂલ્યે લાભ લઈ શકે તે માટે મદદ પણ જોઈએ છે. આપ જો કોઇ પ્રકાશન સંસ્થા જોડે સંકળાયેલા હો તો આપના પ્રકાશનમાં પણ આ વિશે માહિતી આપો તો એ તમારી મોટી મદદ ગણાશે. તા. 3 જુલાઈ 2011 સુધીની કુલ ડાઉનલોડની સંખ્યા નીચે મુજબ છે,

લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર પ્રકાશિત ખીસાપોથીઓ જેના સંપાદક શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી છે.

ક્રમ પુસ્તકનું નામ અને લેખકનું નામ ડાઊનલોડ સંખ્યા
1 મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા 2665
2 એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ 2968
3 પરમ સખા મૃત્યુ – કાકા કાલેલકર 2511
4 મારી જીવનયાત્રા – બબલભાઇ મહેતા 1531
5 આઝાદી કી મશાલ – સંકલિત 1636
6 રઢિયાળી રાતના રાસ ગરબા 2061
7 ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ 829
8 સુદામા ચરિત્ર અને હુંડી – રમેશ જાની 902
9 માણસાઈના દીવા (સંક્ષિપ્ત) – ઝવેરચંદ મેઘાણી 470
  કુલ ડાઊનલોડ 15573

પ્રસારભાવનગર પ્રકાશિત

ક્રમ પુસ્તકનું નામ અને લેખકનું નામ ડાઊનલોડ સંખ્યા
1 રસધારની વાર્તાઓ – 1 (સંક્ષિપ્ત)ઝવેરચંદ મેઘાણી 2517
2 રસધારની વાર્તાઓ – 2 (સંક્ષિપ્ત)ઝવેરચંદ મેઘાણી 1930
3 વાંચન – 2010ના વાંચવાલાયક ગુજરાતી પુસ્તકોની સૂચી 926
  કુલ ડાઊનલોડ 5373

અન્ય પ્રકાશનો

ક્રમ પુસ્તકનું નામ અને લેખકનું નામ ડાઊનલોડ સંખ્યા
1 શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક 2614
2 જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક 2406
3 મારું વિલ અને વારસો – પં.  શ્રીરામ શર્મા આચાર્ય 2103
4 સર્વે નંબર શૂન્ય – કચકડે અગારિયાઓનું જીવન 1272
5 ગંગાસતીના 52 ભજનો 1584
6 સંતવાણી એવોર્ડ 2010 વિચારગોષ્ઠી, (તલગાજરડા) 864
7 વર્ડપ્રેસની મદદથી તમારી વૅબસાઇટ  બનાવો 4354
8 વિવાહ સંસ્કાર 3061
9 હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શેરનો સંગ્રહ 1006
  કુલ ડાઊનલોડ 19264

 

અંતે અમારા આ પ્રયાસમાં આપના આશીર્વાદ આપવા નમ્ર અરજ છે.

 

www.aksharnaad.com વતી,

જિજ્ઞેશ અધ્યારૂ / ગોપાલ પારેખ

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: