બાનીવાતું // શરીફાબેન વીજળીવાળા // ઇમેજ

BAA NI VAATU

હાં રે પુતર ગાંગા

બાનીવાતું // શરીફાબેન વીજળીવાળા // ઇમેજ

પાનું:28 અને 29

એક હતો  કણબી. નામ એનું ગાંગો. ઉપરાઉપર્ય બે વરહ દુકાળ પડ્યો ને ખેતરમાં કાંય પાક્યું નહીં. તે એણ્યે એની   ઘરવાળીને કીધું: ‘હું હવે ક્યાંક કમાવા જાવ… આંયાંને આંયાં પડ્યા રહેવાથી કાંય દિ’ નંઇ વળે. હજી બે મઇના હાલે એટલાં દાણોપાણી સે… ન્યાં લગણમા તો હું પાસો આવી જાશ… પણ જોજ્યે હોં, એક વાતનું ધ્યાન રાખજે. મારી માનું ધ્યાન રાખજે. ડોહી હવે સાવ ખખડી ગ્યા સે. ઇ પાકું પાન કેવાય. એને સોકરાંની જેમ હાંસવજ્યે.’ બાય ક્યે કે ‘ઠીક, તમતમારે જાવ… માને હું સોકરાંવની જેમ જ રાખીશ…!’ ને પટેલ તો ભાય બગલમાં બસકું દબાવીને હાલી નીકળ્યો. પટલાણી હતી જરાક જાડી બુદ્ધિની. એણ્યે તો ડોશીને ખાટલામાંથી ઊભી કરી, હજામને બોલાવીને માથે કરાવ્યો ટકો, વશમાં રાખી સોટલી. પશી સોકરાં જેવાં જ લૂગડાં પેરાવ્યાં ને પશી ક્યે કે લ્યો માડી રમવા જાવ. ખાવાનું થાશે એટલે હું હાદ પાડીશ… તે ધોડ્યા આવજો. ડોશી તો બશારી હાથમાં હોટી લયને કદુક કદુક કરતીકને શેરીમાં વય ગય.. બપોર થ્યાં ને પટલાણીએ હાદ પાડ્યો:

’એ હાથમાં હોટી, માથે સોટી,

નાના કરતાં મોટી હાલજ્યે ખાવા..’

તે ભાય, સોકરાંવ ભેગી ડોશીય તે ડગુમગુ થાતી ખાવા ધોડી…પશે તો આ રોજ્યનો ખેલ થઇ ગ્યો. ઇ ભાય, ડોશીના તો જે વેહ કર્યા સે પટલાણીએ કાંય.. જોયીંને તો દાંત જ આવે… પણ ડોશી બશારીથી કાંય બોલાય એમ તો હતું નંઇ. એમ કરતાં કરતાં બે મઇના થય ગ્યા. કણબી તો પરદેહથી લાટ બધું કમાયને પાસો આવ્યો. આવીને બેઠો. પાણીબાણી પીતા પરબારું પૂશ્યું, ‘મારી મા ક્યાં? કેમ ખાટલી ઢાળેલી નથી? ક્યાંય બેહવા ગ્યાં સે ?’ વઉ ક્યે, ‘મા તો રમવા ગ્યાં સે…’ પટેલ તો ઘડીક ફાટ્યા મોંએ વઉને જોઇ ર્ યો., ‘એલી અક્કલમઠી… મા તે કાંય નાનું સોકરું સે તે રમવા જાય ? તેં કાંય ભાંગ્ય-બાંગ્ય તો નથી પીધીને ?’ બાઇ ક્યે. ‘ લે વળી, તમે નો’તું કીધું કે માને સોકરાંની જેમ રાખજ્યે? તે તમે માને પૂશી જોજ્યો. મેં એને સોકરાંની જેમ જ રાખ્યાં સે !’ તે ભાય પટેલને તો ફાળ પડી હો… આ રાંડની જણીએ મારી માના ખબર્ય નંઇ કેવા હાલહવાલ કર્યાં હશે ? ઇ તો રોજ્યની જેમ રાડ્ય નાખી…

‘એ હાથમાં હોટી, માથે સોટી,

નાના કરતાં મોટી હાલજ્યે ખાવા…’’

ને સોકરાંવની વાંહે વાંહે ડગુમગુ થાતી, હાથમાં હોટો લઇ ઠક ઠક કરતીકને ડોશી આવી. દીકરો તો ભાય માના દરહણ જોઇને ઠરી જ ગ્યો. માથે મૂંડો, વચમાં સોટલી. સોકરાં જેવા લૂગડાં, હાથમાં હોટી ને ધ્રૂજતા ટાંગા…. ડોશીય દીકરાને ભાળીન ઢીલી થય ગઇ. આંખ્યું પાણીથી સલકાવા માંડી. તાં પટલાણીએ ટઉકો કર્યો, ‘જુવો, તમારા કેવા પરમાણે જ તમારી માને હાંસવ્યાં સે ને ? પૂસો એને ખાવું-પીવું, રમવું બધું સોકરાંવની હાર્યોહાર્ય રાખ્યું સે.. કરાકેય વારોતારો રાખ્યો હોય તો પરભુ મને પૂસે..’ ડોશી તો દીકરા હામું ટગર ટગર જોતી જાય ને ગાતી જાય…

’હાં રે પુતર ગાંગા

નાસે સે ડોશી ને ધરુજે સે ટાંગા

હાં રે પુતર ગાંગા.’

પટેલ તો ભાય ઘા ખાય ગ્યો હોં… વઉંને ડાસામાં એક ધોલ દેતોક પરોણો લઇને ફરી વળ્યો, ‘અક્ક્લમઠી, મારી માની આવી દશા કરી ? સોકરાંની જેમ રાખવાનું ક્યું’તું અટલે હારી રીત્યે હાંસવજે એમ મારા કેવાનો અરથ થાતો’તો. પણ તારા જેવી મીઠા વન્યાની બાયડી હોય પશી મારે કોને રોવું ?’ પટેલે તો ભાય માંને પાંહે બેહાડી… આંખ્યું લૂશીને લૂગડાં બદલાવ્યાં. ખાટલી ઢાળી, ગોદડી પાથરીને માને હુવડાવી… વઉને તો કાંય કેવાનો અરથ જ નો’તો. મા દીકરો બેય ઇ વાત સમજતાં’તાં એટલે પશી માદીકરો ધરાયને રોયાં.    

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “બાનીવાતું // શરીફાબેન વીજળીવાળા // ઇમેજ
  1. ashvin કહે છે:

    mane mari ba bhu game hu mari ne khub khushi deva magu chu

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,414 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: