એક સંઘર્ષ કથા: નિકેતા ઘીયામળવા જેવા માણસ /પૂજા શાહ્ /મુંબઇ સમાચાર.

M.S.280611

મળવા જેવા માણસ /પૂજા શાહ્

મુંબઇ સમાચાર. મંગળવાર. 28/06/2011

એક સંઘર્ષ કથા: નિકેતા ઘીયા

[12મી જુને અમદાવાદની પ્રકાશ સ્કૂલ ઑડિટોરિયમમાં રજત જયંતી ઉજવાઇ, લાલિત્ય મુંશા , અમૃતા શોધન અને બિજોય શિવરામની પ્રસ્તુતિ સાથેનો આ સમારંભ એટલા માટે અદ્વિતિય હતો કારણકે આ કોઇ જન્મ, લગ્ન કે સંસ્થાની સ્થાપના જયંતિ ન હતી, પરંતુ કુદરત સામે બાથ ભીડીને તેને મહાત કરનારી એક બહાદુર સ્ત્રીએ પોતાના જીવનના સંઘર્ષના 25 વર્ષ ઉજવ્યા હતા.

સૌની આંખોના ખૂણા ભીના કરનારી આ સંઘર્ષ કથા અને તેની મુખ્ય નાયિકા નિકેતા ઘીયા સાથે મુંબઇ સમાચારે કરેલી વાતોના અમુક લાગણી ભીના અંશો:]

1986માં 11મા ધોરણની પરીક્ષા આપીને મામાને ઘરે અમદાવાદથી મુંબઇ આવેલી 15 વર્ષીય નિકેતાને ખબર પડી કે તેની બન્ને કિડની ફેલ થઇ ગઇ છે. ગમે તેવા કઠણ કાળજાના માણસના હોશ ઊડી જાય તેમ 10 વર્ષની વયે પિતા ગુમાવનાર નિકેતાના અને તેના પરિવારજનોના પણ હોશ ઊડી ગયા. ભારતનાટ્યમ નૃત્યમાં પારંગત નિકેતાને તો જાણે પગના ઘુંઘરું નો એક ઘુંઘર  છૂટો પડ્યો હોય તેવો ઝાટકો લાગ્યો, પરંતુ દીકરી આટલી બહાદુર હોય તો માતા ક્યાંથી પાછી પડે?નિકેતાની માતાએ તેને એક કિડની આપી અને નિકેતાનું જીવન પાછું થોડું ઘણું પાટે ચડ્યું. ક્યારેક એકલા પડી રહેવું, ક્યારેક જીવનથી હતાશ થઇ જવું નિકેતાએ દિવસોના દિવસો આમ કાઢ્યા.

જોકે ભણવાનું ચાલુ રાખ્યું. બાળકો પ્રત્યે પ્રેમ હોવાથી તેણે બી.કોમ પૂરું કરી બૉમ્બેમાં અર્લી ચાઇલ્ડહુડ કેર ઍંડ ઍજ્યુકેશનનો ડિપ્લોમા કૉર્સ કર્યો. પણ મનમાં એક ખૂણામાં ઘુંઘરુંનો રણકાર જાણે છમછમ કરી તેને બોલાવતો હોય તેમ નિકેતા જ્યારે પણ કોઇ નૃત્ય જુએ એટલે તેનામાંની નર્તકી જાગી ઉઠતી.

પણ ઇશ્વરને કાંઇ ઓર જ મંજૂર હોય તેમ નિકેતાને તેમના માતા પાસેથી મળેલી કિડનીએ 10 વર્ષ બાદ એટલે કે 1996માં કામ કરવાનું બંધ કરી દીધું. શરીરમાં ત્રણ-ત્રણ કિડની પણ એકેય કામ ન કરે. નિકેતાના શરીરમાં અન્ય ડોનરની કિડની પણ પ્રત્યારોપણ થઇ, પણ 22 દિવસ નડિયાદ હૉસ્પિટલમાં રહ્યા બાદ જણાયું કે આ કિડની તેને માફક નહીં આવે. બસ હવે શરૂ થયો એક નવો સંઘર્ષ-ડાયાલિસિસ. 1997 થી નિકેતા અઠવાડિયામાં બે કે ત્રણ વાર નડિયાદ ડાયાલિસિસ માટે જાય છે. જો કે છેલ્લા અમુક સમયથી તે અઠવાડિયામાં એક વાર જ હૉસ્પિટલ જાય છે.

સમસ્યાઓ જેમ વધતી ગઇ તેમ નિકેતાની બહાદુરી પણ જાણે વધતી ગઇ. એક વાર આરંગેત્રમ જોતા જ તેમણે મનમાં નિર્ધાર કર્યો કે તેઓ હવે ફરી આ નૃત્ય

શીખશે. 1986-99સુધી તેમનો નૃત્ય સાથે સંપર્ક ન રહ્યો હોવા છતા આ કળા પ્રત્યેના તેમનો પ્રેમ તેમને કલાગુરુ બીજોય શીવરામ પાસે લઇ ગયો. બન્ને કિડની ફેલ અને ડાયાલિસિસ પર જીવતી આ યુવતીની ભારતનાટ્યમ જેવી નૃત્યકળા શીખવાની ઇચ્છા જાણી તેમના ગુરુ પાણી પાણી થઇ ગયા. શરૂઆતમાં સતત ના પાડ્યા બાદ નિકેતાની લગન અને આત્મવિશ્વાસ જોઇ બીજોય શીવરામે તેમને શિષ્યા તરીકે  સ્વીકારી.

નૃત્યએ નિકેતાના શરીરમનમાં અનેરી શક્તિ અને આનંદનો સંચાર કર્યો અને નિકેતાએ વર્ષો બાદ મુળજી પટેલ યુરોલોજીકલ હૉસ્પિટલમાં (અમદાવાદ)માં નૃત્યનો કાર્યક્રમ આપ્યો.

નિકેતાએ પોતાને મળેલી કળાની ભેટને માત્ર પોતાના શોખ પુરતી સીમિત ન રાખતા સમાજકાર્ય માટે ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો. કિડનીના દરદીઓ જે શારીરિક-માનસિક યાતના ભોગવે  તે તો અલગ, પરંતુ સાથે સાથે આર્થિક રીતે પાયમાલી ભોગવતા હોય છે તે જેના પર વિતે તે જ સમજી શકે.

નડિયાદની કિડની હૉસ્પિટલ ખાતે માત્ર સારવાર જ નહીં, પરંતુ પિતાસમાન ડૉ.મોહનરાજા પુરકર પણ મળ્યા. ત્રણ ત્રણ વાર બાય પાસ સર્જરી કરાવનાર ડૉ.પુરકરની જીવંતતા, આંતરિક શક્તિ અને નિકેતા સાથેનો ઉર્મિસભર વ્યવહાર તેની માટે ટોનિકનું કામ કરી ગયો. આ સાથે પરિવાર અને અનેકો લોકે તેના આ સંઘર્ષમાં તેનો અવિરત સાથ આપ્યો.

સંઘર્ષના 25 વર્ષ પૂરાં કર્યા બાદ તેને ઉજવવાનો આશય પણ અલગ હતો. નિકેતાને કોઇ સામે પોતાના દુ:ખડા નહોતા રોવા કે દુનિયાને પોતાની મહાનતા વિશે જણાવવું, પણ પોતાના સંઘર્ષના લાંબા સમય ગાળા દરમિયાન તેમને સતત ને સખત મદદરૂપ થનારા અને તેમનો સહારો બનનારા નાનાથી મોટા તમામનો તેમણે આભાર માનવો હતો. તેમના આ કાર્યક્રમમાં મશહૂર ભજનગાયિકા નમ્રતા શોધન, લાલિત્ય મુંશા અને નિકેતાના ગુરુ બીજોય શીવરામે પ્રતુતિ આપી હતી.

કિડનીની બીમારીના વધતા જતા કેસથી વ્યથિત નિકેતા જાગૃતિ માટેના કાર્યક્ર્મોમાં ભાગ લે છે અને કિડનીના દરદીઓ માટે પોતાનાથી બનતી તમામ મદદ કરવા માગે છે. આખરી શ્વાસ સુધી જીવી લેવામાં અને ખાલી પોતાની જાત માટે નહીં, પરંતુ અન્યના જીવનમાં જિંદગી ઉમેરવાની ઇચ્છા ધરાવતા નિકેતાની ખુમારી અને બહાદુરીને સલામી કરતા કવિ રાજેન્દ્ર શુક્લનો એક શેર યાદ આવે છે[મૂળ પંક્તિમાં કવિએ ‘બદલતો નથી’ એમ કહ્યું છે.]

સફર અટકતી નથી  કંઇ તુફાન ટકરાતાં,

દિશા બદલતી નથી હું જહાજ બદલું છું.

[પંક્તિમાં ફેરફાર કરવા બદલ કવિશ્રીની માફી માગીએ છીએ] 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “એક સંઘર્ષ કથા: નિકેતા ઘીયામળવા જેવા માણસ /પૂજા શાહ્ /મુંબઇ સમાચાર.
  1. dr.rajnikantpatel કહે છે:

    I think you missed one important point niketa has donated a very big money to nadiad kidney hospital which is a great gesturedr rajnikantpatel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,412 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: