અંધ ધૃતરાષ્ટ્ર /લોક્ભારત: પુસ્તક6 -[નાનાભાઇ ભટ્ટ]

લોક્ભારત: પુસ્તક -6/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર

અંધ ધૃતરાષ્ટ્ર

લોક્ભારત: પુસ્તક -6/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર

અંધ ધૃતરાષ્ટ્ર

 

લોક્ભારત: પુસ્તક -6/નાનાભાઇ  ભટ્ટ/સંસ્કાર સાહિત્ય મંદિર

અંધ ધૃતરાષ્ટ્ર

એક દિવસ મધરાતે ધૃતરાષ્ટ્ર પથારીમાં સફાળા બેઠા થયા ને બોલ્યા:’સંજય, દેવીને બોલાવ તો.’ એટલામાં તો ગાંધારીને કુંતી બંને ત્યાં આવી પહોંચ્યાં. સંજયે કહ્યું: ;ગાંધારી, આટઆટલી ચાકરી કરવા છતાંય મહારાજ નિરાંતે ઊંઘતા નથી. આપણે આશ્રમમાં પગ દીધો ત્યારથી એક રાત પણ બરાબર ઊંઘ આવી હોય એમ મને સાંભરતું નથી.’

ધૃતરાષ્ટ્ર બોલ્યા: ‘દેવી ! બિચારો સંજય શું સમજે? ઊંઘ એમ કેમ આવે? ઊંઘ તો મારાથી નાસતી ફરે છે. સંજય, ઊંઘ તો લઇ ગયો મારો દુર્યોધન; ઊંઘ તો લઇ ગયો મારો દુ:શાસન; ઊંઘ તો લઇ ગયા ભીમસેન ને શ્રીકૃષ્ણ. તેર તેર વર્ષો સુધી કુંતીની આંખે મટકું માર્યું નથી; તેર તેર વર્ષો સુધી દ્રૌપદી ધરતી પર સૂતી; આ બધાં વર્ષો હું છત્રીપલંગમાં પોઢ્યો. એ ઊંઘ, આજે  મારી વેરણ ન થાય?’

સંજય બોલ્યો: ‘ મહારાજ, હવે તો દેહ પડું પડું થઇ રહ્યો છે.’

તરત જ ધૃતરાષ્ટ્રે જવાબ વાળ્યો:‘ આ દેહ શું એમ પડવાનો હતો? એમ મોત આવે તો ભાગ્યશાળી થઇ જાઉં ના? પણ આજે મોત પણ મોંઘું થયું છે. મોત તો માનવી પર પ્રભુનો આશીર્વાદ છે.’

’મહારાજ, હવે તમે એ બધું ભૂલી જાઓ.’ કુંતી બોલી.

ધૃતરાષ્ટ્ર ગાંધારી તરફ વળીને બોલ્યા:’ગાંધારી, હું તો ઘણો ય ભૂલું પણ એ બધાં ભુલાવાની ના પાડે છે. દેવી, ખરું કહું? આજે એ બધાં વીંછીનાં બચ્ચાં માફક મને ચટકા ભરે છે. ‘

ધૃતરાષ્ટ્ર ઘડીભર શાંત થયા, ને વળી બોલ્યા:’કુંતી ક્યાં છે?’

’અહીં જ બેઠી છું. તમે અમારા સૌના શિરછત્ર થઇને આજે આવું શું બોલો છો?’

વળે ધૃતરાષ્ટ્રે ચલાવ્યું:’સંજય, હું તો ભાડિયો કૂવો; ઉપર લીલુંછમ ઘાસ દેખાય, પણ પગ મૂકો એટલે મૂઆ સમજો. ઉપર ઉપરથી પાંડવોનો કાકો, પણ અંદર પાંડવોનો કટ્ટર દુશ્મન.’

કુંતી બોલ્યા:’મહારાજ ! એમ તો આપણે સૌ માટીનાં માનવીઓ છીએ ના?’

ધૃતરાષ્ટ્ર બોલી ઊઠ્યા:’ કુંતી એમ મારી વાતને ઉડાવી ન દ્યો. કુંતી, હું તો અંદરથી એક ને બહારથી બીજો. મારી જીભ બેવડી ,મારી આંખ બેવડી, મારું જીવન બેવડું-આ મારા જીવતરનો સાર. અમને બધાય રાજપુરુષોને આવા સમજ. આવા બેવડા જીવનનું –ઢોંગનું અમે તો આખુંય શાસ્ત્ર નિપજાવી કાઢ્યું છે.’

ગાંધારી બોલ્યાં: ‘મહારાજ, તમે હૈયાને ધરાઇ ધરાઇને ખાલી કરો.’

ધૃતરાષ્ટ્રે ચલાવ્યું:’ખાલી તો કરવું છે, પણ કેમ જાણે કોઇ મને પકડી રાખે છે ! મારા પુત્રો હાર્યા પછી હસ્તિનાપુરમાં મને ઉકળાટ થયો ને હું અહીં આવ્યો. પણ આ આશ્રમની શાંતિ તો મને વધારે ચટકા ભરે છે. મને કલ્પનામાં પણ ન આવે એવા વિચારો અંદરથી ફાટી નીકળે છે ત્યારે ઘડીભર થાય છે કે ગંગામાં ડૂબી નરું તો છૂટું ! પણ ના, ના, આ બધાં તો મારો જીવ જ્યાં જશે ત્યાં મારી પાછળ આવશે. કુંતી, હું આવો ધુતારો છું છતાં તમારી દયાનો ભૂખ્યો છું. કુંતી તમે અને તમારા પુત્રો હસ્તિનાપુરમાં આવ્યાં અને મારા ભાઇઅના મરણ ની વાત કહી ત્યારે મેં કેવી મોટી પોક મૂકી હતી? પણ સા….વ જૂઠી. મારા કોઠામાં  તો તે દિવસે દીવા પ્રક્ટ્યા. અરેરે ! મારો ભાઇ પાંડુ મારી સામે ઊભો ઊભો આ હસે ! પાંડુ ગયો, મારા પુત્રો ગયા, રાજ્ય ગયું; બાકી નફામાં રહ્યો મારો ઢોંગ. આ ઢોંગ મને કોરી ખાય છે.

’ગાંધારી, તમને યાદ હશે. દુર્યોધનની દુષ્ટતા ખાતર એનો ત્યાગ કરવાનું તમે મને ઘણી વાર કહેલુ6. પણ એનો ત્યાગ મારાથી કેમ થાય ?કારણકે હું પોતે જ દુષ્ટ હતો .દુર્યોધન ગમે તેવો દુષ્ટ હતો તોપણ એ ગાંધારીનો દીકરો, એટલે ઉઘાડી દુષ્ટતા કરે, એની દુષ્ટતામાં પણ વીરતા. પણ હું તો છુપો દુષ્ટ.’

સંજય બોલ્યો :’મહારાજ, અમને તો એક્મ જણાતું હતું કે પુત્રસ્નેહને વશ થઇને તમે દુર્યોધનને કશું કહી શકતા નથી.’

’સંજય, સંજય,’ ધૃતરાષ્ટ્ર બોલ્યા:’તારી વાત થોડી સાચી. શરૂઆતમાં મને દુર્યોધનનાં કામો નઠારાં લાગેલાં અને મેં એને ખાનગીમાં ઠપકો પણ આપેલો.દુર્યોધને ભીમને લાડુમાં ઝેર ખવરાવ્યું એની મને ખબર પડી, ત્યારે મેં દુર્યોધનને ધમકાવી કાઢ્યો. પણ મારી ધમકી જ પોલી  ત્યાં શું થાય? પછી તો ધીમે ધીમે મારા પુત્રોની દુષ્ટતા મને મીઠી લાગવા માંડી અને સારાં કામોમાંથી મારી શ્રદ્ધા કેમ જાણે ઊઠી ગઇ; ને હું કેમ જાણે જીવતરનો મોટો સટોડિયો બની ગયો.

’પણ કુંતી, હું આડી વાતે ચડી ગયો. કોણ પુરોચન ? જરા સબૂર કર. તારી વાત હું જરૂર કુંતીને કહીશ. દુષ્ટ ! પછી તો મારો કે તો મારો કેડો છોડીશ ના? કુંતી, તમને વારણાવતના મહેલમાં મોકલ્યાં તેની વાત છે. દ્રોણાચાર્યની વિદ્યામાં પાંડવો મારા પુત્રો કરતાં વધારે તેજસ્વી નીકળ્યા એટલે મારા પુત્રોએ પાંડવોને મારી નાખવાનો ઘાટ ઘડ્યો અને તમને વારણાવતમાં મોકલવાની માગણી મારી પાસે મૂકી. કુંતી, સાચું કહું છું, મારી છાતી પર હાથ મૂકીને કહું છું,8.   આ માગણીની પાછળ ઘણી ગોઠવણી છૂપી પડી હતી. કુંતી, અમ રાજપુરુષોની ખૂબી જ એ, કે બોલ્યા ચાલ્યા વિના આવી આવી ગોઠવણો અમારી પીઠ પાચાળ થયા જ કરે . અમે સૌ વગર બોલ્યે એકબીજાના પગમાંથી સમજી જઇએ.કુંતી, તમે સય વારણાવતમાં જવાના માટે તૈયાર થયાં, મારી રજા લેવા આવ્યાં, ને મેં તમારા વિયોગ માટે આંખમાં ઝળઝળિયાં આણ્યાં. વિદુર, વિદુર, મારા પાપમાંથી મને બચાવવા માટે તેં કેટલા પ્રયત્નો કર્યા ! આપણે ત્રણભાઇઓ. પાંદુ તો સ્વર્ગે ગયો; તેં મારા વૈભવમાં જરા ય ભાગ ન પડાવ્યો, પણ ઊલટું મને દીવો બતાવતો રહ્યો. કુંતી, તમને મોકલતો હતો ત્યારે વિદુરે મને વાર્યો. મારા પુત્રોની દાનત વિદુર કળી ગયો હતો. પણ મેં તો તમને મોકલ્યાં. કુંતી, થોડા દિવસમાં ખબર આવ્યા કે વારણાવતનો મહેલ બળી ગયો ને તમે છ યે બળી મૂઆં. તે દિવસે હું કેવી પોક મૂકીને રોયો ! મને થયું કે આજે છેલ્લું ખોટું રડી લેવું છે, એટલે લાવને પૂરા જોરથી રડી લઉં! મને થયું કે પાંડવો ગયા, એટલે હવે જીવનમાં શાંતિ મળશે: પણ એટલામાં તો સમાચાર આવ્યા કે દ્રૌપદી અર્જુનને વરી છે. આ સમાચારથી મને જબ્બર આંચકો લાગ્યો. પણ કુંતી, મારા મનને દબાવી મેં શહેરમાં સાકર વહેંચાવી, મહેલમાં ચોઘડિયાં વગડાવ્યાં ને આખા મહેલને રોશની કરાવી. પણ મારા હ્રદયમાં તો વળી પાછો કાંતો ખૂંચવા લાગ્યો. કુંતી, હું તો દિવસે દિવસે પાપમાં વધારે ને વધારે ખૂંચવા લાગ્યો; બહાર આવવાની મહેનત કરું તેમ તેમ  વધારે ઊંડો ઊતરતો જાઉં. કુંતી, દ્રૌપદીને લઇને તમે હસ્તિનાપુરમાં આવ્યાં એટલે મારી ચિંતા વધી. કોઇ કોઇ વાર વિદુર આવે ને ધર્મની વાતો કરે, ત્યારે બે ઘડી સાચું લાગે, પણ દુર્યોધન આવ્યો કે જોઇ લ્યો મને. ગાંધારી, તો આ પતિતપાવની ગંગા પણ વધારે પવિત્ર થાય. આવી તમારી પવિત્રતા મારે પડખે પડી હતી છતાં, દુર્યોધન કહે તે જ મને સાઅચું લાગે એમ શા માટે? દેવી, તમને તમારી પવિત્રતામાં શ્રદ્ધા છે તેના કરતાં વધારે દુર્યોધનને પોતાના પાપમાં હતી, એટલે એ મને જીતી જતો.

’હુતો આજ સુધી મારી જાતને ધર્મિષ્ઠ જ માનતો હતો. મને લાગતું હતું કે રોજ ધર્મની ક્રિયાઓ કરવી, ને બાકીના વખતમાં કોઇને બહુ આંચકો ન લાગે એવી રીતે છાનામાના પોતાનો સ્વાર્થ સાધ્યે જવો એ સારા માણસનું લક્ષણ છે. દેવી, આ બધાં કાળાં કામ કરનારું મારું મન આજે મને ચટકા ભરે છે.

’કુંતી, સાંભળો છો કે? તમે સૌ દ્રૌપદીને લઇને હસ્તિનાપુર આવ્યાં ત્યારે હું રાજી તો થયો અને તમને રાજ્યનો અર્ધો ભાગ પણ કાઢી આપ્યો, પણ કુંતી, સાચું કહું? મારો જીવ તો બળીને બેઠો થતો હતો. મારા પુત્રોનું તેજ વધતું ગયું તેમ તેમ મારી ઇર્ષા વધતી ગઇ. પણ એમાં યે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ શરૂ કર્યો ત્યારે તો હું આભો બની ગયો !

’અને યુધિષ્ઠિરનો રાજસૂય એટલે શું? યુધિષ્ઠિરે માનવીમાં શ્રેષ્ઠ તરીકે શ્રીકૃષ્ણનું પૂજન કર્યું ને વાંધો લેનાર શિશુપાલનું માથું ધડથી જૂદું થયું; શ્રીકૃષ્ણે રાજામહારાજાઓના પગ ધોયા ને મહેમાનોની પાતળો ઉઠાવી; રાજામહારાજાઓએ યુધિષ્ઠિરના પગમાં માથાં નમાવ્યાં ને કીમતી ભેટો પગે મૂકી. આ બધું મેં સાંભળ્યું ત્યારે મારા કાન સડસડી ગયા; પણ મેં ધીરજ રાખી. પણ અ જ્યારે મેં સાંભળ્યું કે દ્રૌપદીએ દુર્યોધનને મહેણું માર્યું કે, ‘આંધળાના તો આંધળા જ હોય,’ ત્યારે તો એનો ચોટલો વીંખી નાખું એવી મને દાઝ ચડી.

’દ્રૌપદી ! હવે તારો અંબોડો વાળ. દ્રૌપદી ! જગદંબા ! તારે ચોટલે મારા દુ:શાસનને ભરખી લીધો. દ્રૌપદી, આવ, મારે ખોળે બેસવું છે? ના, ના. તારા જેવી પવિત્ર સ્ત્રીનો સ્પર્શ થાય તો તો ખોળો તૂટી પડે.’

સંજય બોલ્યો: ‘મહારાજ ! અહીં દ્રૌપદી ક્યાં છે? આપણે તો શતયૂપના આશ્રમમાં છીએ.’

ધૃતરાષ્ટ્રે ચલાવ્યું: ‘હું ભૂલ્યો.કુંતી, પછી તો મારા જીવનનું કાળામાં કાળું કામ ! વિદુર, તારું એક એક વચન લાખના મૂલનું હતું, પણ હું અધર્મી હતો તેથી મારો વિનાશ શી રીતે દેખું?પછી….પછી…. પછી બીજો દિવસ; પછી જુગાર. મારો પુત્ર દુર્યોધન જુગારમાં જીત્યો. હેં?ના, ના, હાર્યો. કુંતી, કેટલીક જીત હાર કરતાંયે વધારે બૂરી હોય છે. દુર્યોધન યુધિષ્ઠિરની લક્ષ્મી જીત્યો, તેનું રાજ્ય જીત્યો,તેનાં દાસદાસીઓને જીત્યો, દ્રૌપદીને પણ જીત્યો, પણ ખુદ માણસાઇને હાર્યો.

‘પણ કુંતી, તે દિવસે આ બધું કેવું મીઠું લાગ્યું હશે ! મેં મારી દીકરી જેવી દ્રૌપદીની લાજ લૂંતાવા દીધી. એમહાપાપમાંથી હું ક્યારે છૂટીશ? પણ સંજય, હું જ ખોટો ત્યાં શું થાય ? મારાં કરેલાં હું ન ભોગવું તો બીજું કોણ ભોગવે? કુંતી, મને તે દિવસે ન સમજાયું કે પવિત્ર સ્ત્રીનો ચોટ્લો પકડનારને એ ચોટલાનો ફૂંફાડો ભસ્મ કરી શકે છે.

’કુંતી, ગાંધારી, આજે મારે તો ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે એવું થયું છે.’

’પણ હજી એક વાત રહી. પછી હું સભામાં દોડ્યો. દ્રૌપદીને ખોળામાં લીધી ને વરદાનો આપ્યાં.

કેવો મારો ઢોંગ ! આજે મારી દુષ્ટતાના પડદા એક પછી એક ઊપડે છે ત્યારે મને આ બધું સમજાય છે. પણ આજે આ સમજણ શા કામની? મારાં પાપો, આવો. તમે એક પછી એક શા માટે આવો છો? બધાં સાથે આવો ને મને ચટકા ભરો છો તેથી અનેકગણા વધારે ચટકા ભરો: દુનિયાભરના વીંછી સર્પોનાં તમામ ઝેર તમારા આંકડામાં મૂકો; હે પાપો, મને કરડો, મને બાળો, સંજય, મને હિમાલય પર લઇ જઇશ? હિમાલયની ટોચ પર બેઠો બેઠો હું આખાય દેશને કંઇક કહેવા માગું છું.

‘વળી આ જયદ્રથ કેમ આવ્યો? બેટા, મારે તો તું ય દીકરો. મારા પાપના છાંટા તને ય

ઊડ્યા ! નહિતર, મારી દુ:શલાને છોડીને તારી નજર દ્રૌપદી પર શા માટે જાય? તું ય અર્જુનને હાથે મૂઓ ના? જયદ્રથ, મારી સામે શું જુએ છે?

‘કુંતી, વળી હું આડો ચડી ગયો. કુંતી, વનવાસમાં પાંડવો કેમ વધારે દુ:ખી થાય એ જ મારા મનમાં. તેર વર્ષના વનવાસથી પાંડવોનો દાળવાટો થઇ જશે એવી મારી કલ્પના હતી; ત્યાં તો તેરમે વર્ષે પાંડવો વિરાટમાં ઝળક્યા. તે દિવસથી મેં ઊંઘ ગુમાવી, તે હવે ક્યારે પાછી મેળવીશ તે કહી શકતો નથી.

’ગાંધારી, પછી તો લડાઇ ને સંધિ,સં%ધિ ને લડાઇ એવી એવી વાતો ચાલી. કૃષ્ણ આવ્યા ને ગયા; તેમના એક હાથમાં સંધિ હતી ને બીજા હાથમાં યુદ્ધ હતું. તેમણે તો સંધિવાળો હાથ મારી સામે ધર્યો પણ હું આંધળો એ હાથને પકદી ન શક્યો. શ્રીકૃષ્ણ! તે દિવસે જ મારા પુત્રોના મૃત્યુલેખ લખાઇ ચૂક્યા. તમે આ યુગના યુગપુરુષ છો, એ મને તે દિવસે ન સમજાયું. શ્રીકૃષ્ણ, આજે તમે યાદ આવો છો. કુંતી, અમે પાંડવોને પાંચ ગામો આપવાની પણ ના પાડી !એ જ ના પાડનારો મારો દીકરો આખું રાજ્ય છોડીને એક ધરાના કાંઠા પર સૂતો ના ? પણ સભામાં કહે, ‘સોયની અણી ઊભી રહે તેટલી જમીન પણ પાંડવોને નહિ મળે !’ આજે હું અહીં બેઠો બેઠો મોતને તેડાં મોકલું છું પણ તે દિવસે મને ય કોણ જાણે કેવો લોભ લાગ્યો !

’પણ ના, ના, સત્તા એ જ બૂરી ચીજ છે. સત્તા મળી એટલે કેફ ચડવાનો જ. શક્તિ આવે તેની સાથે શક્તિને પચાવવાની હોજરી ક્યાં આવે છે?’

’સંજય ! શી વાત કરું? મેં તો છેવટ સુધી આશા રાખેલી, કે દુર્યોધન યુદ્ધમાં જીતીને ઘેર આવીને મને પગે પડશે ને ગાંધારીના ખોળામાં માથું મૂકશે.પણ એણે તો પૃથ્વી માતાના ખોળામાં માથું મૂક્યું!’

‘ગાંધારી ! શ્રીકૃષ્ણે આવીને જ્યારે મને આપણા નાશના સમાચાર આપ્યા ત્યારે હું તો છેક જ ભાંગી ગયો. મારું હ્રદય પથ્થર જેવું થઇ ગયું; હું રોઇ પણ શક્યો નહિ.

’પણ કુંતી ! આખરે હું ધૃતરાષ્ટ્ર ખરોને? મારા પુત્રો બધા મરી પરવાર્યા, એ જાણતાં છતાં ય હું મનમાં તમારા પુત્રોને શાપ આપવા લાગ્યો.

‘કુંતી ! પછી તો હસ્તિનાપુરના મહેલમાં આ બધી ભૂતાવળો મારી સન્મુખ ખડી થ ઇ. એ જ મહેલ, એ જ ઓરડાઓ, એ જ કોચ, એ જ પલંગ, એ જ આસન, એ જ સરંજામ—આ બધાંય મને કરડવા લાગ્યાં.

’કુંતી, યુધિષ્ઠિરે મારી સેવા કરવામાં મણા ન રાખી, પણ એ સેવા જ મને વધારે ખૂંચવા લાગી; એટલે હું વનમાં ચાલી નીકળ્યો.

 ‘ કુંતી, નીકળ્યો ત્યારે મનમાં હતું કે હસ્તિનાપુર છોડીશ એટલે આ બધું ભુલાઇ જશે, ને મન તપશ્ચર્યામાં પરોવાશે. પણ પાળીપોષીને ઉછરેલા આ વિચારો મને કેમ છોડે?

 ‘કુંતી, હા….શ હવે દિલ કાંઇક હળવું થયું. હવે હું હતો તેવો તમારી પાસે ખડો થયો. આ બધું તમને કહ્યા વિના મરી ગયો હોત, તો તમે બાળત ત્યારે શરીર આખું બળી જાત પણ આ મૂઠી જેવડું હૈયું કેમે કરીને બળત નહિ. આજે હવે હું નિરાંતે મરી શકીશ.’

કુંતી બોલ્યાં: ‘તમે હવે ઘણી વાર થયાં બોલ્યા કરો છો એટલે થાક ચડ્યો છે. હવે ઘડીક સૂઇ જાઓ.’

ધૃતરાષ્ટ્રે ચલાવ્યું:’હજી તો અંદરથી એવાં એવાં ઊભાં થાય છે કે હું પોતે યે તેમને ઓળખતો નથી. બસ, થયું. હવે તમે ત્રણેય સુખેથી સૂઇ જાઓ.’

’એમ કહી ધૃતરાષ્ટ્રે પથારીમાં પાસું ફેરવ્યું. કુંતી, ગાંધારી ને સંજય એ ત્રણેય પથારીમાં પડ્યાં. એવામાં એકાએક બૂમ આવી:’નાસો રે નાસો. જંગલમાં દાવાનળ લાગ્યો છે. નાસો રે નાસો.

સંજય ચમક્યો: ‘ દેવી દાવાનળની રાડ આવે છે આપણે કેમ કરીશું?’

તરત જ ધૃતરાષ્ટ્રપાસું બદલીને બોલ્યા:’એમાં દેવીને શું પૂછે છે? પૂછ મને, આ દાવાનળને તો ઇશ્વરે ધૃતરાષ્ટ્ર માટે મોકલ્યો છે. કુંતી, પરમાત્માએ મારા પર દયા કરી. અગ્નિદેવ, પધારો, પધારો. સંજય, તું ગાંધારી-કુંતીને લઇને ચાલ્યો જા.’ગાંધારી બોલ્યાં: ‘મહારાજ, તમે મને ન ઓળખી. જ્યાં તમે ત્યાં ગાંધારી. ગાંધારની દીકરીઓને જીવતાં ય આવડે છે ને મરતાંય આવડે છે.’તરત જ કુંતી બોલ્યાં:’મહારાજ, મારે સંજયની સાથે જવું જ હોત,તો મારા પુત્રોને છોડીને તમારી સાથે આવત જ નહિ. મહારાજ ! હું તો વૃષ્ણીકુળ્ની દીકરી. તમે ને ગાંધારી આજે મોતને સામે પગલે વધાવો છો, તો હું ક્યાં પાછી હઠું તેવી છું? જગતના તડકાછાંયા મેં જોયા  છે. હવે મને કશીયે અબળખા નથી રહી. હું તમારી સાથે જ

મોતને ભેટવાની છું.’

આ પ્રમાણે વાતો કરે છે, ત્યાં દાવાનળના કડાકા વ્હડાકા સંભળાવા લાગ્યા.

’મહારાજ, અગ્નિ તો આવ્યો.’

’પધારો, અગ્નિદેવ, પધારો. કુંતી, ગાંધારી પ્રાર્થના કરો કે મને અડતાં અગ્નિદેવ ઠરી ન જાય. દેવ !તમે ને ગંગા જગતને પાવન કરનારાં છો.

ગંગાથી આ હૈયું ન ધોવાયું. હવે તમે પણ જો મને છોડશો તો હું હતભાગી ક્યાં જઇશ?’

’મહારાજ, મને ઝાળ લાગી છે. તમને ગાંધારીના છેલ્લા પ્રણામ. કુંતી…..કુંતી.’

’મને ય આ ઝપટ લાગી. મહારાજ, આપને કુંતીના છેલ્લા પ્રણામ.’

’બંને ગયા. ગાંધારીથી તો અગ્નિદેવ પોતે પણ પવિત્ર થયા હશે. પણ આ ધૃતરાષ્ટને પમે પકડો તો સાચા. આવ્યા, આવ્યા ! ધીમે ધીમે શા માટે આવો છો? આવ્યા, આવ્યા ! ભલે આવ્યા ! બેટા દુર્યોધન ! ઊભો છો કે ? આ હું આવ્યો… આ….વ્યો.’

ત્રણેયનાં શરીરો દાવાનળમાં બળીને ખાખ થઇ ગયાં !

 =================================================

  

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,213 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: