(1)સંબંધોની છાંયડી // માલિની પાઠક +

a.anand apr11

(1)સંબંધોની છાંયડી // માલિની પાઠક

જોયેલું ને જાણેલું વિભાગ //પાનું:92

અખંડ આનંદ, એપ્રિલ2011

મારી સખી સાથે તિરુપતિ બાલાજી ગયેલી. અમારી ધરમશાળા સામે ઝૂંપડીમાં રહેતાં માજી ધરમશાળાનું સફાઇકામ કરી પેટવડિયું

કાઢતાં. ‘જયશ્રીકૃષ્ણ’ બોલી અમને કહેલું: ‘દીકરીઓ, તમે અજાણી. મારા લાયક કામકાજ હોય ત્યારે પોતાની જાણી અડધી રાત્રે પણ મને બોલાવજો.’ તે દરમિયાન મારી સહેલીની બેબીને ન્યુમોનિયા થવાથી મોડી રાત્રે હૉસ્પિટલમાં દાખલ કરવી પડેલી, માજીને, ખબર પડતાં જ આવ્યાં. મૌન ભાવે બેબીની સારવાર કરવા લગ્યાં. અમે બેબીની ગંભીર માંદગીમાં ભાંગી પડેલાં. સહેલીના પતિને પહોંચતા ત્રણ દિવસ લાગ્યા.દવામાં દુવા મળે તે માટે માજી બેબી પાસે સવાર-સાંજ  ગદ્ ગદ કંઠે ‘વિષ્ણુસહસ્ત્ર નામાવલિ’ના પાઠ તમિળ ભાષામાં ધીમે સ્વરે લલકારતાં. પોતાનાપણાનો પ્રેમાળ વ્યવહાર તથા ઘરડાંનું અનુભવભાથું અમને એકલપણું સાલવા દેતું નહોતું. થોડા સમયમાં બેબી ‘મારા દાદીમા ‘ બોલી તેમની સાથે ગેલ કરી હસતી, રમતી થઇ ગઇ. માડીની છાતી ઠરી.

સંકટના સમયમાં ભાગીદાર બનવા પોતાનો સ્વાર્થછોડી સેવા, પ્રેમભાવનાથી માડી સાચું સુખ અનુભવતાં હોય તેમ લાગતું હતું. ભીની આંખે ઉપકાર માની સારી એવી રકમ માડીને આપી તો તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. સહજભાવે બોલ્યાં: ‘તમે અને હું માણસજાત, કુટુંબનાં ભાંડરું, સુખદુ:ખનાં ભાગીદાર. થોડી ફરજ બજાવી તેમાં ઉપકાર માનવાનો કે રકમ આપવાની ન હોય.’

મૂલ્યો સામે ભૌતિક કિંમત શું? અનુભવતાં ખરેખર લાગી આવ્યું કે, જીવન જીવવાનું સાચું સુખ પ્રેમ, સેવાભાવનાથી બીજાના સુખમાં આપણું સાચું સુખ સમજવા કાર્યશીલ બનતાં રહેવામાં છે. આ ઘટના સ્વપરિવર્તન જગાડવા મન ઢંઢોળવા પ્રેરણા આપ્યા કરે છે.

                  

27/2 નીલકંઠ, ભગીરથ સોસાઇટી,

છાણી જકાતનાકા પાસે, વડોદરા—390 002

                   ========

moolya (2)મૂલ્ય અને સંસ્કારનું જતન //વર્ષા ત્રિવેદી

જોયેલું ને જાણેલું વિભાગ //પાનું:99

અખંડ આનંદ, એપ્રિલ2011

થોડાં વર્ષો પહેલાં મારાઘરમાંથી પાંચ હજાર રૂપિયાની ચોરી થયેલી. પોલીસ થાણે ફરિયાદ નોંધાવેલી નહોતી. છ માસ પછી મારા ઘરે કામ કરતી રાધાનો ટપાલ મારફત એક પત્ર મળ્યો, હું તેને ગામડે ગઇ. તે ન મળી પણ તેનો પતિ મારા પગ પકડી ધ્રુસકે ધ્રુસકે રોતાં બોલ્યો : ‘જુગારની રકમ ચૂકવવા વિશ્વાસઘાત કરી મેં ચોરી કરેલી, મને કશો પણ ઠપકો આપ્યા વગર મૂંગે મોઢે મજૂરી કરી, રાધા તેના જીવનમાં કરકસર કરી તમને આપવાની રકમ બચાવતી. મારી ખોટી દાનતના લીધે હું તેને પૈસા ન મોકલવા સમજાવતો. તે સહજ ભાવે બોલતી. ‘મારે પ્રાયશ્ચિત્ત કરવું છે. મારામાં પરિવર્તન સહજ ભાવે જાગે તે માટે ભીષણ સંજોગો વચ્ચે મૂલ્ય સંસ્કારનું જ્તન કર્યું છે રાધાએ, મને પસ્તાવો થયો.સમાજના બોજારૂપ થવાને બદલે નિર્વ્ય્સની બની,  સમાજના ઉપયોગી બનવાના મારામાં સંસ્કાર જાગ્યા. છૂટીછવાઇ મજૂરી કરી, પાપકર્મો ધોતો રહું છું.’ રાધાને બિરદાવી હું પાછી ફરી.

 

ભ્રષ્ટાચારનુ સામાજિક પ્રદૂષણ હળવે હળવે ‘સ્વપરિવર્તન’ કેળવતા જવાથી દૂર થઇ શકે તે આસ્થા મારામાં પણ દૃઢ બની. સરકારી બાંધકામ માટે ટેન્ડર  મંજૂર કરાવવા કૉન્ટ્રાક્ટર તરફથી મને મોટું પ્રલોભન મળેલું પણ જાગતી માનવ નબળાઇ વચ્ચે, ફાઇલમાં સહી કરુ તે પહેલાં, રાધાવાળી ઘટના લાલટેન બની ગઇ. ભીની આંખે મેં રાધાનો આભાર માન્યો.

 Regional College,Kotra Teja Chowk, Ajmer.305004 (Raj.)

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in પ્રેરણાદાયક લેખો
2 comments on “(1)સંબંધોની છાંયડી // માલિની પાઠક +
  1. […] મને બોલાવજો.’ તે દરમિયાન મારી સહેલીની […] મા ગુર્જરીના […]

  2. […] મને બોલાવજો.’ તે દરમિયાન મારી સહેલીની […] મા ગુર્જરીના […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 369,671 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   જૂન »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: