‘હું આવ્યો છું, બહારવટું શીખવવા—’

m.diva


 ‘માણસાઇના દીવા’ (સંક્ષેપ)//ઝવેરચંદ મેઘાણી


‘હું આવ્યો છું, બહારવટું શીખવવા—’


વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે


દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં.


એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી  દાયાભાઇ ફોજદારની—એવી ત્રણ લૂંટારું ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાયો બહારવટિયો પોતાને ‘ડાયોભાઇ  ફોજદાર’ કહેવરાવતો.


એવી એક રાતનો ઘાટો અંધાર—પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો એક પોતડીભર અને એક ટોપીભર. ઉમર હશે ચાલીશેક.


આમ તો એને વહાણું વાયાથી રાતે સૂવા—વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતા ખેડૂત લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરકડા ગામ ભણી પાછા વળતાં લોકોનું  આ રાતનું વર્તન કંઇક વિચિત્ર હતું.


કદી ન દીઠેલી તેવી કંઇક આકળવીકળતાભરી ઉતાવળ આ રાતે મરદો—ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા’ડે તો મધ્યાન્હના ધખતા ધોમ—ટાણેય જો આ ‘મહારાજ’ સામા મળે, તો પોતા—માંહ્યલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઊભાડી  એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઇક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? ‘પાછા વળો ને !’ એવું કહેવામાં પણ કેમ પોતાના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે ? એમના એ બોલવામાં સચિંતપણાની સાથે પાછું કાંઇક દબાઇ જવા જેવું અને ગળું રૂંધાઇ જવા જેવું કેમ હશે? –એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરો; પણ આવ્યા ભેળો તરત પસાર થઇ ગયો.’હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાની ઉતાવળમાં હશે. ને હું એક વાર ઊપડ્યો તે પાછો ન વળું, એ તો તેમને સર્વને જાણીતી વાત છે.’


પછી તો લોકો મળતાં બંધ પડ્યાં, સીમ છેક ઉજ્જડબની ગઇ, અને આથમણી વહેતી ઊંડી વાત્રકનાં ચરાં તેમ જ બીજી તરફ ખેતરાં—એ બેઉની વચ્ચે ચાલી જતી રસ્તાની નાળ્યવધુ ને વધુ ઊંડી થતી ગઇ . અંધારું એટલું ઘાટું બન્યું કે મુસાફરને પોતાનો હાથ પણ કળાતો બંધ પડ્યો.


એકાએક એની છાતી ઉપર કશોક સ્પર્શ થયો, કોઇ જીવતા માણસના હાથ એને પાછા ધકેલતા જણાયા; અને તેણે પૂછ્યું:  કોણ છો, લ્યા !


પાછા વરો ! સામો ફક્ત એટલો જ જવાબ આવ્યો. કાનમાં કહેતો હોય તેવો ધીરો અને ભયભર્યો અવાજ.


કોણ—પૂંજો ? મુસાફરે, પોતાના પ્રત્યેક પશુનો અવાજ પિછાનનાર માલધારીની રીતે, એ દબાઇ ગયેલ સ્વરને પકડી લીધો.


હા, ચાલો પાછા. મુસાફરની છાતીને પાછી ધકેલનારે પોતાના સ્વરને વિશેષ ધીરો પાડ્યો; પણ મુસાફરે તો પોતાના કાયમના એકધારા ઝીણા અવાજને વધુ હળવો પાડવાની જરૂર જોયા વિના પૂછ્યું:


 પણ શું છે, ‘લ્યા ?


આગર્ય નકામાં લોકો સે, મહારાજ ! (આગળ નકામાં લોકો –એટલે હરામખોરો—છે.)


કોણ—બહારવટિયા ?


હા,નામદારિયો.


ફિકર નહીં, પૂંજા ! હું એમની જ શોધમાં છું. બ્રાહ્મણના મોંમાં ટપ દેતો એ બોલ નીકળી પડ્યો.


અહીંથી  શરૂ કરીને આ બ્રાહ્મણ મુસાફર, આ ધારાળા—ઠાકરડાના ગોર, પોતે જે કંઇ બોલતા ગયા તેમ જ વર્તન કરતા ગયા તેમાં પૂરેપૂરો વિચાર હતો કે કેમ, પરિણામોની ગણતરી અને ભાન હતાં કે કેમ, તે તો એ મુસાફર જો તમને કોઇને આજે મળશે તો પણ કહી શકશે નહીં. કદાચ એ એમ જ કહેશે કે આ ક્ષણથી  એમણે કરેલ વર્તનનો કાબૂ એમના નહીં પણ કોઇક બીજાના હાથમાં હતો. એ બીજું કોણ? તો એનો સંતોષપ્રદ જવાબ એ આજે પણ આપી શકશે નહીં.


એણે ફરીથી કહ્યું: હું એમની જ શોધમાં છું, પૂંજા ! મારે એમને મળવું છે.


બોલોના, બાપજી ! હેબતાઇ ગયેલ પૂંજાએ અંધારે અંધારે માંડ જીભ ઉપાડી : એ લોકો તમારી ઇજ્જત લેશે.


 


મારી ઇજ્જત ! પૂંજા ! મારી ઇજ્જત તેઓ ન લઇ શકે તેવી છે. ચાલ, મને તેમનો ભેટો કરાવ.


બોલશો ના, બાપજી ! હું તમને જવા પણ દઉં નહીં ને સાથે આવું પણ નહીં. એ લોકો તમારા પર કંઇક કરે. તો હું તમને બચાવી શકું નહીં, એટલે મારે મરવું પડે. પાછા હીંડો – કહું છું ;એવા એ તમને બાન પકડી રોકી રાખશે.


‘બાન પકડી…!’  આ શબ્દોએ મુસાફરના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો.અત્યાર સુધી એને એ જ ઓસાણ જ નહોતું ગયું. પણ બાન પકડવાની વાતે એને જાગ્રત કર્યા : બાન પકડે છે, બાનને છોડવા બદલ મોટી મોટી રકમો માગે છે અને મુદતસર એ માગ્યાં મૂલ ન મળે તો આ લૂંટારા બાનને ઠાર મારે છે ! જાન ગુમાવવાનો તો શો  ડર હોય ! પણ—પણ.. … એકાએક એને યાદ આવ્યું કે પોતાની કને કોઇક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે ડાકુઓના હાથમાં વેડફી દેવાય નહીં. પોતાના પ્રાણ અત્યારે એના પોતાના નહોતા રહ્યા.


પોતાની જિંદગીને એણે એક બીજે ઠેકાણે હોડમાં મૂકી દીધી હતી;


ત્યારે નહીં, પણ ત્યારથી જ બેમહિના પછી એ પ્રાણનો ભોગ બીજે ઠેકાણે ચડાવવા માટે કોલ-દસ્તાવેજ થઇ ચૂક્યા હતા. માથું તો બારડોલીના મેદાનને અર્પણ બની ગયું હતું. 1922ની એ સાલ હતી. મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકારને બે માસની મહેતલ આપી હતી. હિંદને બે મહિનામાં જો સરકાર સ્વરાજ્ય નહીં આપે, તો ગાંધી બળવો પોકારવાના હતા. ગુજરાત એ બળવાનો પહેલો બલિ બનવાનું હતું; દેશવ્યાપી લડતમાં પહેલાં તોરણ બારડોલીને બારણે  બંધાવાનાં હતાં અને ત્યાં સરકારની  બંદૂકોની ધાણી ફૂટવાની હતી, એ વિશે તો કશો શક નહોતો. એ બંદૂકોની ગોળીઓ ખાવા માટે બે હજાર ઉમેદવારોએ પોતાનાં નામ નોંધાવ્યાં હતાં, તેમાં બે નામો જરા વધુ લાડીલાં હતાં: એક મોહનલાલ કામેશ્વર પંડ્યાનું ને બીજું આપણા બ્રાહ્મણ  મુસાફરનું. 


 


માથું તો ત્યાં જમા થઇ ગયું હતું. તે ઉપરાંત મૃત્યુનો એ મોકો કેટલો મંગળ, કેટલા થનગનાટ કરાવનારો, કેટલો અપૂર્વ લહાવ લેવાને હિલોળે ચડાવનારો હતો !


સપાટાબંધ આ મુસાફરની કલ્પનામાં એક દૃશ્ય અંકાયું: પાંચ જ દહાડા પર મહીકાંઠાના ખાનપુર ગામમાં ‘બારડોલી સંગ્રામ’નો સંદેશ સંભળાવતી જાહેર સભા મળી હતી. સભા પૂરી થઇ. ગામનો યુવાન મુખી પરશોતમ, સરકારી નોકર, આ બ્રાહ્મણની પાસે આવ્યો; એમને પોતાને ઘેર લઇ ગયો. ઘેર જઇને જુએ તો એણે પોતાના બે નાના દીકરાનાં નામ શોકતઅલી—મહમદઅલી  પાડેલાં—એક જાડિયો ને એક પાતળો હતો તેથી જ તો ! આ બ્રાહ્મણે કહ્યું કે, પરશોતમ ! ત્યારે હવે નોકરી છોડો ને ! મુખી કહે કે, એ તો મારું શું ગજું ! પણરાત પૂરી થઇ; સવારે એણે મહેમાનને જમાડીને કહ્યું:આંહીં બેસો. બૈરી સાથે બેસીને આખી રાત સંતલસ કરેલ છે ને તે પછી આ રાજીનામું લખેલ છે. તે વાંચો. બ્રાહ્મણ વાંચતા ગયા તેમ તેમ તો ઊછળતા ગયા. રાજીનામું અતિ કડક હતું. એણે મુખી સામે જોયું. મુખી એ કહેવા માંડ્યું :રાજીનામું હમણાં ને હમણાં સરકારમાં મોકલું છું—પણ એક શરતે : કે બારડોલીમાં  જ્યારે ગોળીઓ ચાલે ત્યારે પહેલી ગોળી મને ખાવા દેવી, ને હું ‘જય ભારતમાતા !’ કહી પડું તે પછી જ બીજાનો વારો ગોળી ખાવાનો આવે—તે પૂર્વે નહીં. છે આ શરત કબૂલ ?


એ પ્રસંગ યાદ આવ્યો. દિલ બોલ્યું : આવા રોમાંચક અને રાષ્ટ્ર મંગલ મૃત્યુપર્વને મેં અર્પણ કરેલી જિંદગી અહીં ડાકુઓના હાથમાં રોળાયે શો લાભ ! ચાલને, જીવ, પાછો ! ફરી જા પાછો… ચાલ પાછો… ચાલ પાછો–


એ જ ક્ષણે એક બીજું દૃશ્ય બ્રાહ્મણની નજર સામે ઊભું થયું:ત્રણ જ દિવસ પરની રાતે વાસણા ગામના ચોકમાં બનેલો એ પ્રસંગ હતો. સેંકડો માણસોની ઠઠ હતી. ડાકુઓના રંજાડ વિશેની એ સભા હતી. પોતે લોકોને બહારવટિયાની સામે પ્રાણ પાથરવા હાકલ્યા હતા. અને તે વખતે મહેમદાવાદ તાલુકાનો એક પાટીદાર ત્યાં પોતાની કથની કહેવા હાજર હતો. એણે કહેલી કથની આ હતી :


બહારવટિયા અમારા ઘર પર આવ્યા : મારી કને બે-જોટાળી બંદૂક હતી, તો પણ હું નાઠો : પાછળથી સુવાવડમાં પડેલી મારી બૈરીને તેમ જ આંધળી, બુઢઢી માને બહારવટિયા માર મારી ગયા છે તેવા મને ખબર પડ્યા છે. ભરી સભામાં આવું વર્ણન કરનાર એ ભીરુ પાટીદારને આ બ્રાહ્મણે તે જ વખતે કહ્યું હતું કે, વાહ વા ! ત્યારે હવે તો તમને મરકી, કોગળિયું કે કુદરતી મોત કદી નહીં જ આવે, ખરુંને ! શરમ નથી આવતા ? –કે તમારે કારણે સુવાવડમાં પડેલી તમારી સ્ત્રીને અને નવ મહિના જેણે ભાર વેઠ્યોતે માને તમે ડાકુઓને હાથે પિટાતી મૂકીને નાસી છૂટ્યા—બે-જોટાળી બંદૂક રાખતા હોવા છતાં ! એમ કહીને આ લોકોને બહારવટિયાનો મરણાંત સુધીનો સામનો કરવા પડકાર્યા હતા.


એટલે આજે જો હું પોતેજ પાછો ફરું તો ! તો લોકો શું કહેશે  ! એ પાટીદાર શું કહેશે ! બારડોલીની બે મહિના પછી આવનારી લડતની વાતો કોણ સમજશે !


એ ઝપાટાબંધ આવેલ બે વિચારોનો નિકાલ પણ એક સપાટે આણી મૂકી એણે કહ્યું :પૂંજા, તું છો ના આવે, પણ મને બતાવ : ક્યાં છે એ લોકો ?


ઘડીભરની ચૂપકીદી. પૂંજાના કોઠામાં એક મોટો નિ:શ્વાસ પડ્યો, તે મુસાફરને સંભળાયો. અને પછી પૂંજો ફક્ત એટલું જ બોલી શક્યો :


  ત્યારે શું તમે નક્કી ત્યાં જવાના !


હા, પૂંજા; કહે મને – ક્યાં છે એ લોકો ?


જુઓ, આ બાજુના જ ખેતરમાં પડ્યા છે. પૂંજાએ ઉગમણી દિશાએ ઊંચી જમીન પરનું ખેતર ચીંધાડીને લાચાર અવાજે ઉમેર્યું: પણ જોજો હો, બાપજી ! – આ મેં  તમને કહ્યાની વાત કોઇને કહેશો નહીં. નહીં તો બહારવટિયા જાણશે તો એવા એ મને પીંજી નાખશે ને પોલીસ જાણશે તો એવા એ મારું લોહી પીશે.


 


વારુ; જા તું તારે .


અંધારામાં પૂંજો જાણે ઓગળી ગયો, અને મુસાફર એ કેડાની ઊંડી નાળ્યમાં  આગળ વધ્યો. થોડે છેટે જતાં એણે નાળ્યને કાંઠે એક ખેતરમાં ઝાંપલીની પાછળથી એક પડછંદ આદમી ચૂપચાપ ઊભો થયો. હાથમાં બંદૂક હતી. તારોડિયાને અજવાળે સ્પષ્ટ વરતાયો.


 


ખડ—ખડ—ખડ—ખડ—ખડ: મુસાફર આ બંદૂકિયાને જોતાંની વાર ખડખડાટ હસી પડ્યો, અને એણે પૂછ્યુ: કેમ? તમે એકલા કેમ છો? બીજા બધા કંઇ (ક્યાં)છે ?


આ ખડ-ખડહાસ્ય અને તેની પછી તરત આવેલો આ વિચિત્ર પ્રશ્ન એ બંદૂકદારને હેબતાવવા બસ હતો. જવાબ એણે વાળ્યો નહીં, એટલે મુસાફરે ઝાંપલી ખોલીને અંદર જઇ ખેતરમાં ચાલવા માંડ્યું. બંદૂકદાર ચૂપચાપ એની પાછળ ચાલ્યો.


થોડે છેટે ગયો હશે ત્યાં તો મુસાફરે બીજા બે બંદૂકદારોને પોતાની સામે ખડા થયેલા દીઠા. તેઓ પણ મૂંગા હતા.


તમે બેજ કેમ?બીજાઓ ક્યાં છે? મુસાફરના મોંમાંથી આપોઆપ એનો એજ સવાલ સરી પડ્યો.


જવાબ કોઇએ વાળ્યો નહીં. પાછો મુસાફર આગળ વધ્યો. એટલે એ બન્નેમાંથી અક્કેક બંદૂકદારે મુસાફરની ડાબી ને જમણી બાજુએ ચાલવા માંડ્યું. ત્રીજો બંદૂકદાર તો એની પાછળ જ ચાલતો હતો. એવામાં એકાએક સામેથી અવાજ છૂટ્યો :


’ખબરદાર ! ત્યાં જ ઊભો રે’જે; નીકર ઠાર થશે.


તરત મુસાફર થંભી ગયો. બોલનારને એણે થોડે દૂર દીઠો—ઘોડે બેઠેલો.


કુણ સે તું? ‘ઘોડાની પીઠ પરથી સવાલ આવ્યો.


બહારવટિયો છું. મુસાફરે જવાબ વાળ્યો.


અંઇ ચ્યમ આયો સે ?


થોડીક વાતો કરવા. તમારા સર્વ જણને મળી લેવા. ક્યાં છે એ બધા?


જવાબમાં ઘોડેસવાર કંઇ બોલ્યો નહીં. પણ આઠ-દસ નવા માણસો આવીને સામે ખડા થઇ ગયા. થોડી વારની ચૂપકીદી પછી મુસાફરે કહ્યું :છેટે કેમ ઊભા છો ? પાસે આવો, બેસો.


આજ્ઞાનું પાલન થતું હોય તેમ એ આઠ-દસ જણા મુસાફરની સામે ભોંય પર બેસી ગયા.


ફરી પાછો દૂરથી ઘોડેસવારે પ્રશ્ન કર્યો :કુણ સે તું?


કહ્યું નહીં કે હું બહારવટિયો છું !


કોની ટોરીનો ?


ગાંધી મહાત્માની ટોળીનો.


સામે કોઇ પ્રશ્ન આવ્યો નહીં. ટોળીવાળાનું નામ સાંભળતાં ડાકુઓ  મૂંગા બન્યા. અને મુસાફરની જીભ એની મેળે જ આગળ ચાલી :


હું ગાંધી મહાત્માની ટોળીનો છું. ને તમને સાચા બહારવટાની રીત શીખવવા આવ્યો છું. કહેવા આવ્યો છું કે એમણે અંગ્રેજ સરકારની સામે બહારવટું માંડ્યું છે. આપણાં બધાં દુ:ખોનું મૂળ આ પરદેશી સરકાર છે. સાચું બહારવટું એમની સામે કરવાનું છે. તમારાં નાનાં બહારવટાંથી કશો દા’ડો વળે તેમ નથી. આજથી બે મહિને બારડોલીમાં સરકાર ગોળીઓ ચલાવશે. તમારે સાચું બહારવટું કરવું હોય તો ચાલો ગાંધી મહાત્મા કને.


મુસાફર બોલી રહ્યો ત્યાં સુધી બારમાંથી કોઇએ શબ્દ સરખો યે ઉચ્ચાર્યો નહીં. પછી ઘોડેસવારે પ્રશ્ન મૂક્યો :


ગાંધી માત્મ્યાએ લોકોનું શું સારું કર્યું છે ?


જોયું નહીં અમદાવાદમાં? મુસાફરને હોઠે એક એવી હકીકત હાજર થઇ કે જ્વે ડાકુઓ સમજી શકે : મિલના શેઠિયા મજૂરોની રોજી વધારતા નહોતા. તે માટે ગાંધી માત્મ્યાએ લાંઘણો ખેંચી; અંતે વધારો અપાવ્યે જ રહ્યા.


આ વખતે સામે ભોંય પર બેઠેલાની ચૂપકીદી તૂટી, અને તે માંહેલા એકે સામો પ્રશ્ન પૂછ્યો :


 “ એમાં ગાંધી માત્મ્યાએ લોકોનું શું ભલું કર્યું? વિશેષ બૂરું કર્યું. શેઠિયા તો કાપડ પર એટલા ભાવ ચડાવશે; આપણને કાપડ વિશેષ મોંઘું મળશે.


ઘડીભર તો મુસાફર ગમ ખાઇ ગયો. ડાકુના મોંમાંથી અણકલ્પી ચોટદાર દલીલ આવી હતી. પચી લોકસમૂહની આંતરવેદના સમજનારા મુસાફરની જીભે જવાબ આવ્યો :


શેઠિયાના હાથમાં ન પડવું પડે તે માટે તો ગાંધી માત્મ્યાએ રેંટિયો બતાવ્યો છે. છો ને શેઠિયા કાપડ મોંઘું કરે. આપણે રેંટિયે કાંતીને પહેરી શકીએ.


 


નહીં રે નહીં, મહારાજ ! ટોળીમાંનો બીજો એક બોલ્યો(‘મહારાજ’એવો શબ્દ ઉચ્ચારતાં તો મુસાફરે જાણી લીધું કે પોતે ઓળખાયેલ છે): નહીં , મહારાજ !એમ શું લોકો ગાંધી માત્મ્યાનો રેંટિયો કાંતવાના ?—એ તો કાંતશે અમારી બંદૂકો દેખશે ત્યારે !


 


તમે ચાલો ગાંધી માત્મ્યા કને. હું તમને તેડી જવા આવ્યો છું. એ તમને બધી વાત સમજાવશે. ચાલો, તમને મારામાં વિશ્વાસ ન હોય, તો તમારામાંથી એક જણ ચાલો. જો હું દગો રમું, તો તમે બાકી રહેલા મારા પર વેર લેજો.


ગાંધી માત્મ્યા આપણા મલકમાં આવે ત્યારે વાત, મહારાજ ! ત્યારે અમે મળીશું, હમણાં નહીં. ઘોડેસવારે જવાબ દીધો :અમે ક્યાં ગરીબોને પીડીએ છીએ? તમે જ બતાવો : પૈસાવાળા અથવા ગરીબોને પીડનારા સિવાયના કોઇને પણ અમેમાર્યો—લૂંટ્યો છે ?


 “ તમને શી ખબર ?મુસાફરે કહ્યું: તમારા આવવાન ખબર થાય કે તમામ લોકો ફફડી ઊઠે છે, નાસે છે, છુપાય છે; ખેડધંધો કરી શકતા નથી. અને તેમને સરકારી પોલીસ રંજાડે છે, એ તો જૂદું, તમારા ત્રાસની તમને ખબર નથી.


પેટ માટે કરવું જ પડે તો ! એક ડાકુએ કહ્યું.


પેટ માટે ? પેટ તો તમારું પ્રત્યેક મહિને પોણો મણ દાણો માગે છે. પણ અતમારે હજારોની લૂંટો કરવી પડે છે, કારણ કે તમારે તમારા આશરાવાળાઓને દેવું પડે છે; સિપાઇઓને પણ દેતા હશો. તમારે ફક્ત પેટ ભરીને બેસવું પાલવે નહીં.


ડાકુઓ પાસે આનો જવાબ નહોતો. તેઓ મૂંગા રહ્યા. થોડી વાર રહીને એક આદમીએ મુસાફરને પૂછ્યું(અવાજ પરથી એ જુવાન જણાતો હતો): સીસાપેનનો કકડો હશે તમારી કને ?


હા.


કાગર ?


છે.


તો આલશો ? તમારા ગામના બામણ સોમા માથુર પર અમારે ચિઠ્ઠી લખવી છે.


શું?


—કે રૂપિયા પાંચસે પોગાડી જાય; નહીંતર ઠાર માર્યો જાણે. એ ચિઠ્ઠી સોમા માથુરને આલી આવજો.


અત્યાર સુધીના વાર્તાલાપમાં એકધારો મીઠો અને સુરીલો , કોઇ કુલીન વહુઆરુના કંઠ સમો ધીરો ચાલ્યો આવતો મુસાફરનો અવાજ આ વખતે સહેજ ઊંચો થયો. એણે કહ્યું:


એવી ચિઠ્ઠીઓ લખવાને માટે મારાં સીસાપેન—કાગળ નથી; અને એવી ચિઠ્ઠીઓ પહોંચાડવા માટે હું આવ્યો નથી. હું તો મારા ગામ જઇને ગામલોકોને તૈયાર કરવાનો કે, ખબરદાર બનો. બહારવટિયાઓ આવે છે, તેમની સામે આપણે લડવાનું છે. તેઓ ગામ પર હાથ નાખે તે પૂર્વે આપણે મરવાનું છે.


માર હારા ભાન વન્યાના ! બીજાઓ પેલાને એકી સાથે ઠપકો આપી ઊઠ્યા:મૂંગો મરી રે’ને, મહારાજને તે આવું કહેવાતું હશે! હારો મૂર્ખો નઇ તો–’’


પછી એક જણે મુસાફર તરફ ફરીને કહ્યું: એ તો હારો હેવાન છે. મનમાં કંઇ લાવશો ના, હો મહારાજ ! અને તમે હવે જવું હોય તો જાઓ, મહારાજ.


**************************************************************


 


 


 


 


 


 


    


 


 


    


 


 


 


 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
4 comments on “‘હું આવ્યો છું, બહારવટું શીખવવા—’
 1. સ્કુલમાં છટ્ઠા ધોરણની ગુજરાતીના પાઠમાં આ ચેપ્ટર આવતું. આજે વર્ષો પછી પાછુ તાજું થઇ ગયું. આભાર.

 2. Gadhvi Mansi કહે છે:

  cchanda gita ne sortha;
  sorath sarvani…
  roya khub rata paniye
  martayn Meghani…KAVI “KAG”
  shat shat vandan Rashtriya Sayar Meghani..

 3. pragnaju કહે છે:

  પૂ રવિશકર મહારાજના મોંઢે આવી વાતો સાંભળવાની મઝા તો કાંઇ ઔર
  અને આપણા આદરણિય ઝવેરચંદ મેઘાણીને આવી વાતોના પ્રેરણાદાયક સંકલન માણતા આંખ ભીની થાય…
  બન્ને વિભૂતિઓને શત શત વંદન

 4. […] ‘હું આવ્યો છું, બહારવટું શીખવવા—’  ‘માણસાઇના દીવા’ (સંક્ષેપ)//ઝવેરચંદ મેઘાણી ‘હું આવ્યો છું, બહારવટું શીખવવા—’ વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં. એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી  દાયાભાઇ ફોજદારની—એવી ત્રણ લૂંટારું ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાયો બહારવટિયો પોતાને ‘ડાયોભાઇ  ફોજદાર’ કહેવરાવતો. એવી એક રાતનો ઘાટો અંધાર—પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો એક પોતડીભર અને એક ટોપીભર. ઉમર હશે ચાલીશેક. આમ તો એને વહાણું વાયાથી રાતે સૂવા—વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતા ખેડૂત લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરકડા ગામ ભણી પાછા વળતાં લોકોનું  આ રાતનું વર્તન કંઇક વિચિત્ર હતું. કદી ન દીઠેલી તેવી કંઇક આકળવીકળતાભરી ઉતાવળ આ રાતે મરદો—ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા’ડે તો મધ્યાન્હના ધખતા ધોમ—ટાણેય જો આ ‘મહારાજ’ સામા મળે, તો પોતા—માંહ્યલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઊભાડી  એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઇક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? ‘પાછા વળો ને !’ એવું કહેવામાં પણ કેમ પોતાના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે ? એમના એ બોલવામાં સચિંતપણાની સાથે પાછું કાંઇક દબાઇ જવા જેવું અને ગળું રૂંધાઇ જવા જેવું કેમ હશે? –એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરો; પણ આવ્યા ભેળો તરત પસાર થઇ ગયો.’હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાની ઉતાવળમાં હશે. ને હું એક વાર ઊપડ્યો તે પાછો ન વળું, એ તો તેમને સર્વને જાણીતી વાત છે.’ પછી તો લોકો મળતાં બંધ પડ્યાં, સીમ છેક ઉજ્જડબની ગઇ, અને આથમણી વહેતી ઊંડી વાત્રકનાં ચરાં તેમ જ બીજી તરફ ખેતરાં—એ બેઉની વચ્ચે ચાલી જતી રસ્તાની નાળ્યવધુ ને વધુ ઊંડી થતી ગઇ . અંધારું એટલું ઘાટું બન્યું કે મુસાફરને પોતાનો હાથ પણ કળાતો બંધ પડ્યો. એકાએક એની છાતી ઉપર કશોક સ્પર્શ થયો, કોઇ જીવતા માણસના હાથ એને પાછા ધકેલતા જણાયા; અને તેણે પૂછ્યું:  “કોણ છો, લ્યા !” “પાછા વરો !” સામો ફક્ત એટલો જ જવાબ આવ્યો. કાનમાં કહેતો હોય તેવો ધીરો અને ભયભર્યો અવાજ. “કોણ—પૂંજો ?” મુસાફરે, પોતાના પ્રત્યેક પશુનો અવાજ પિછાનનાર માલધારીની રીતે, એ દબાઇ ગયેલ સ્વરને પકડી લીધો. ”હા, ચાલો પાછા.” મુસાફરની છાતીને પાછી ધકેલનારે પોતાના સ્વરને વિશેષ ધીરો પાડ્યો; પણ મુસાફરે તો પોતાના કાયમના એકધારા ઝીણા અવાજને વધુ હળવો પાડવાની જરૂર જોયા વિના પૂછ્યું:  “પણ શું છે, ‘લ્યા ?” આગર્ય નકામાં લોકો સે, મહારાજ !” (આગળ નકામાં લોકો –એટલે હરામખોરો—છે.) “ કોણ—બહારવટિયા ?” “હા,નામદારિયો.” “ફિકર નહીં, પૂંજા ! હું એમની જ શોધમાં છું.” બ્રાહ્મણના મોંમાં ટપ દેતો એ બોલ નીકળી પડ્યો. અહીંથી  શરૂ કરીને આ બ્રાહ્મણ મુસાફર, આ ધારાળા—ઠાકરડાના ગોર, પોતે જે કંઇ બોલતા ગયા તેમ જ વર્તન કરતા ગયા તેમાં પૂરેપૂરો વિચાર હતો કે કેમ, પરિણામોની ગણતરી અને ભાન હતાં કે કેમ, તે તો એ મુસાફર જો તમને કોઇને આજે મળશે તો પણ કહી શકશે નહીં. કદાચ એ એમ જ કહેશે કે આ ક્ષણથી  એમણે કરેલ વર્તનનો કાબૂ એમના નહીં પણ કોઇક બીજાના હાથમાં હતો. એ બીજું કોણ? તો એનો સંતોષપ્રદ જવાબ એ આજે પણ આપી શકશે નહીં. એણે ફરીથી કહ્યું: “હું એમની જ શોધમાં છું, પૂંજા ! મારે એમને મળવું છે.” ”બોલોના, બાપજી !” હેબતાઇ ગયેલ પૂંજાએ અંધારે અંધારે માંડ જીભ ઉપાડી : “ એ લોકો તમારી ઇજ્જત લેશે.”   “મારી ઇજ્જત ! પૂંજા ! મારી ઇજ્જત તેઓ ન લઇ શકે તેવી છે. ચાલ, મને તેમનો ભેટો કરાવ.” ”બોલશો ના, બાપજી ! હું તમને જવા પણ દઉં નહીં ને સાથે આવું પણ નહીં. એ લોકો તમારા પર કંઇક કરે. તો હું તમને બચાવી શકું નહીં, એટલે મારે મરવું પડે. પાછા હીંડો – કહું છું ;એવા એ તમને બાન પકડી રોકી રાખશે.” ‘બાન પકડી…!’  આ શબ્દોએ મુસાફરના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો.અત્યાર સુધી એને એ જ ઓસાણ જ નહોતું ગયું. પણ બાન પકડવાની વાતે એને જાગ્રત કર્યા : બાન પકડે છે, બાનને છોડવા બદલ મોટી મોટી રકમો માગે છે અને મુદતસર એ માગ્યાં મૂલ ન મળે તો આ લૂંટારા બાનને ઠાર મારે છે ! જાન ગુમાવવાનો તો શો  ડર હોય ! પણ—પણ.. … એકાએક એને યાદ આવ્યું કે પોતાની કને કોઇક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે ડાકુઓના હાથમાં વેડફી દેવાય નહીં. પોતાના પ્રાણ અત્યારે એના પોતાના નહોતા રહ્યા. પોતાની જિંદગીને એણે એક બીજે ઠેકાણે હોડમાં મૂકી દીધી હતી; ત્યારે નહીં, પણ ત્યારથી જ બેમહિના પછી એ પ્રાણનો ભોગ બીજે ઠેકાણે ચડાવવા માટે કોલ-દસ્તાવેજ થઇ ચૂક્યા હતા. માથું તો બારડોલીના મેદાનને અર્પણ બની ગયું હતું. 1922ની એ સાલ હતી. મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકારને બે માસની મહેતલ આપી હતી. હિંદને બે મહિનામાં જો સરકાર સ્વરાજ્ય નહીં આપે, તો ગાંધી બળવો પોકારવાના હતા. ગુજરાત એ બળવાનો પહેલો બલિ બનવાનું હતું; દેશવ્યાપી લડતમાં પહેલાં તોરણ બારડોલીને બારણે  બંધાવાનાં હતાં અને ત્યાં સરકારની  બંદૂકોની ધાણી ફૂટવાની હતી, એ વિશે તો કશો શક નહોતો. એ બંદૂકોની ગોળીઓ ખાવા માટે બે હજાર ઉમેદવારોએ પોતાનાં નામ નોંધાવ્યાં હતાં, તેમાં બે નામો જરા વધુ લાડીલાં હતાં: એક મોહનલાલ કામેશ્વર પંડ્યાનું ને બીજું આપણા બ્રાહ્મણ  મુસાફરનું.    માથું તો ત્યાં જમા થઇ ગયું હતું. તે ઉપરાંત મૃત્યુનો એ મોકો કેટલો મંગળ, કેટલા થનગનાટ કરાવનારો, કેટલો અપૂર્વ લહાવ લેવાને હિલોળે ચડાવનારો હતો ! સપાટાબંધ આ મુસાફરની કલ્પનામાં એક દૃશ્ય અંકાયું: પાંચ જ દહાડા પર મહીકાંઠાના ખાનપુર ગામમાં ‘બારડોલી સંગ્રામ’નો સંદેશ સંભળાવતી જાહેર સભા મળી હતી. સભા પૂરી થઇ. ગામનો યુવાન મુખી પરશોતમ, સરકારી નોકર, આ બ્રાહ્મણની પાસે આવ્યો; એમને પોતાને ઘેર લઇ ગયો. ઘેર જઇને જુએ તો એણે પોતાના બે નાના દીકરાનાં નામ શોકતઅલી—મહમદઅલી  પાડેલાં—એક જાડિયો ને એક પાતળો હતો તેથી જ તો ! આ બ્રાહ્મણે કહ્યું કે, “પરશોતમ ! ત્યારે હવે નોકરી છોડો ને !” મુખી કહે કે, “ એ તો મારું શું ગજું !” પણરાત પૂરી થઇ; સવારે એણે મહેમાનને જમાડીને કહ્યું:”આંહીં બેસો. બૈરી સાથે બેસીને આખી રાત સંતલસ કરેલ છે ને તે પછી આ રાજીનામું લખેલ છે. તે વાંચો.” બ્રાહ્મણ વાંચતા ગયા તેમ તેમ તો ઊછળતા ગયા. રાજીનામું અતિ કડક હતું. એણે મુખી સામે જોયું. મુખી એ કહેવા માંડ્યું :”રાજીનામું હમણાં ને હમણાં સરકારમાં મોકલું છું—પણ એક શરતે : કે બારડોલીમાં  જ્યારે ગોળીઓ ચાલે ત્યારે પહેલી ગોળી મને ખાવા દેવી, ને હું ‘જય ભારતમાતા !’ કહી પડું તે પછી જ બીજાનો વારો ગોળી ખાવાનો આવે—તે પૂર્વે નહીં. છે આ શરત કબૂલ ?” એ પ્રસંગ યાદ આવ્યો. દિલ બોલ્યું : આવા રોમાંચક અને રાષ્ટ્ર મંગલ મૃત્યુપર્વને મેં અર્પણ કરેલી જિંદગી અહીં ડાકુઓના હાથમાં રોળાયે શો લાભ ! ચાલને, જીવ, પાછો ! ફરી જા પાછો… ચાલ પાછો… ચાલ પાછો– એ જ ક્ષણે એક બીજું દૃશ્ય બ્રાહ્મણની નજર સામે ઊભું થયું:ત્રણ જ દિવસ પરની રાતે વાસણા ગામના ચોકમાં બનેલો એ પ્રસંગ હતો. સેંકડો માણસોની ઠઠ હતી. ડાકુઓના રંજાડ વિશેની એ સભા હતી. પોતે લોકોને બહારવટિયાની સામે પ્રાણ પાથરવા હાકલ્યા હતા. અને તે વખતે મહેમદાવાદ તાલુકાનો એક પાટીદાર ત્યાં પોતાની કથની કહેવા હાજર હતો. એણે કહેલી કથની આ હતી : ”બહારવટિયા અમારા ઘર પર આવ્યા : મારી કને બે-જોટાળી બંદૂક હતી, તો પણ હું નાઠો : પાછળથી સુવાવડમાં પડેલી મારી બૈરીને તેમ જ આંધળી, બુઢઢી માને બહારવટિયા માર મારી ગયા છે તેવા મને ખબર પડ્યા છે.” ભરી સભામાં આવું વર્ણન કરનાર એ ભીરુ પાટીદારને આ બ્રાહ્મણે તે જ વખતે કહ્યું હતું કે, “વાહ વા ! ત્યારે હવે તો તમને મરકી, કોગળિયું કે કુદરતી મોત કદી નહીં જ આવે, ખરુંને ! શરમ નથી આવતા ? –કે તમારે કારણે સુવાવડમાં પડેલી તમારી સ્ત્રીને અને નવ મહિના જેણે ભાર વેઠ્યોતે માને તમે ડાકુઓને હાથે પિટાતી મૂકીને નાસી છૂટ્યા—બે-જોટાળી બંદૂક રાખતા હોવા છતાં !” એમ કહીને આ લોકોને બહારવટિયાનો મરણાંત સુધીનો સામનો કરવા પડકાર્યા હતા. એટલે આજે જો હું પોતેજ પાછો ફરું તો ! તો લોકો શું કહેશે  ! એ પાટીદાર શું કહેશે ! બારડોલીની બે મહિના પછી આવનારી લડતની વાતો કોણ સમજશે ! એ ઝપાટાબંધ આવેલ બે વિચારોનો નિકાલ પણ એક સપાટે આણી મૂકી એણે કહ્યું : “પૂંજા, તું છો ના આવે, પણ મને બતાવ : ક્યાં છે એ લોકો ?” ઘડીભરની ચૂપકીદી. પૂંજાના કોઠામાં એક મોટો નિ:શ્વાસ પડ્યો, તે મુસાફરને સંભળાયો. અને પછી પૂંજો ફક્ત એટલું જ બોલી શક્યો :  “ ત્યારે શું તમે નક્કી ત્યાં જવાના !” “હા, પૂંજા; કહે મને – ક્યાં છે એ લોકો ?” “જુઓ, આ બાજુના જ ખેતરમાં પડ્યા છે.” પૂંજાએ ઉગમણી દિશાએ ઊંચી જમીન પરનું ખેતર ચીંધાડીને લાચાર અવાજે ઉમેર્યું: “પણ જોજો હો, બાપજી ! – આ મેં  તમને કહ્યાની વાત કોઇને કહેશો નહીં. નહીં તો બહારવટિયા જાણશે તો એવા એ મને પીંજી નાખશે ને પોલીસ જાણશે તો એવા એ મારું લોહી પીશે.”   “વારુ; જા તું તારે .” અંધારામાં પૂંજો જાણે ઓગળી ગયો, અને મુસાફર એ કેડાની ઊંડી નાળ્યમાં  આગળ વધ્યો. થોડે છેટે જતાં એણે નાળ્યને કાંઠે એક ખેતરમાં ઝાંપલીની પાછળથી એક પડછંદ આદમી ચૂપચાપ ઊભો થયો. હાથમાં બંદૂક હતી. તારોડિયાને અજવાળે સ્પષ્ટ વરતાયો.   ખડ—ખડ—ખડ—ખડ—ખડ: મુસાફર આ બંદૂકિયાને જોતાંની વાર ખડખડાટ હસી પડ્યો, અને એણે પૂછ્યુ: “ કેમ? તમે એકલા કેમ છો? બીજા બધા કંઇ (ક્યાં)છે ?” આ ખડ-ખડહાસ્ય અને તેની પછી તરત આવેલો આ વિચિત્ર પ્રશ્ન એ બંદૂકદારને હેબતાવવા બસ હતો. જવાબ એણે વાળ્યો નહીં, એટલે મુસાફરે ઝાંપલી ખોલીને અંદર જઇ ખેતરમાં ચાલવા માંડ્યું. બંદૂકદાર ચૂપચાપ એની પાછળ ચાલ્યો. થોડે છેટે ગયો હશે ત્યાં તો મુસાફરે બીજા બે બંદૂકદારોને પોતાની સામે ખડા થયેલા દીઠા. તેઓ પણ મૂંગા હતા. “તમે બેજ કેમ?બીજાઓ ક્યાં છે? “ મુસાફરના મોંમાંથી આપોઆપ એનો એજ સવાલ સરી પડ્યો. જવાબ કોઇએ વાળ્યો નહીં. પાછો મુસાફર આગળ વધ્યો. એટલે એ બન્નેમાંથી અક્કેક બંદૂકદારે મુસાફરની ડાબી ને જમણી બાજુએ ચાલવા માંડ્યું. ત્રીજો બંદૂકદાર તો એની પાછળ જ ચાલતો હતો. એવામાં એકાએક સામેથી અવાજ છૂટ્યો : ’ખબરદાર ! ત્યાં જ ઊભો રે’જે; નીકર ઠાર થશે.” તરત મુસાફર થંભી ગયો. બોલનારને એણે થોડે દૂર દીઠો—ઘોડે બેઠેલો. ”કુણ સે તું? ‘ઘોડાની પીઠ પરથી સવાલ આવ્યો. ”બહારવટિયો છું.” મુસાફરે જવાબ વાળ્યો. ”અંઇ ચ્યમ આયો સે ?” ”થોડીક વાતો કરવા. તમારા સર્વ જણને મળી લેવા. ક્યાં છે એ બધા?” જવાબમાં ઘોડેસવાર કંઇ બોલ્યો નહીં. પણ આઠ-દસ નવા માણસો આવીને સામે ખડા થઇ ગયા. થોડી વારની ચૂપકીદી પછી મુસાફરે કહ્યું :”છેટે કેમ ઊભા છો ? પાસે આવો, બેસો.” આજ્ઞાનું પાલન થતું હોય તેમ એ આઠ-દસ જણા મુસાફરની સામે ભોંય પર બેસી ગયા. ફરી પાછો દૂરથી ઘોડેસવારે પ્રશ્ન કર્યો :કુણ સે તું?” ”કહ્યું નહીં કે હું બહારવટિયો છું !” ”કોની ટોરીનો ?” ”ગાંધી મહાત્માની ટોળીનો.” સામે કોઇ પ્રશ્ન આવ્યો નહીં. ટોળીવાળાનું નામ સાંભળતાં ડાકુઓ  મૂંગા બન્યા. અને મુસાફરની જીભ એની મેળે જ આગળ ચાલી : ”હું ગાંધી મહાત્માની ટોળીનો છું. ને તમને સાચા બહારવટાની રીત શીખવવા આવ્યો છું. કહેવા આવ્યો છું કે એમણે અંગ્રેજ સરકારની સામે બહારવટું માંડ્યું છે. આપણાં બધાં દુ:ખોનું મૂળ આ પરદેશી સરકાર છે. સાચું બહારવટું એમની સામે કરવાનું છે. તમારાં નાનાં બહારવટાંથી કશો દા’ડો વળે તેમ નથી. આજથી બે મહિને બારડોલીમાં સરકાર ગોળીઓ ચલાવશે. તમારે સાચું બહારવટું કરવું હોય તો ચાલો ગાંધી મહાત્મા કને.” મુસાફર બોલી રહ્યો ત્યાં સુધી બારમાંથી કોઇએ શબ્દ સરખો યે ઉચ્ચાર્યો નહીં. પછી ઘોડેસવારે પ્રશ્ન મૂક્યો : ”ગાંધી માત્મ્યાએ લોકોનું શું સારું કર્યું છે ?” “જોયું નહીં અમદાવાદમાં? મુસાફરને હોઠે એક એવી હકીકત હાજર થઇ કે જ્વે ડાકુઓ સમજી શકે : “મિલના શેઠિયા મજૂરોની રોજી વધારતા નહોતા. તે માટે ગાંધી માત્મ્યાએ લાંઘણો ખેંચી; અંતે વધારો અપાવ્યે જ રહ્યા.” આ વખતે સામે ભોંય પર બેઠેલાની ચૂપકીદી તૂટી, અને તે માંહેલા એકે સામો પ્રશ્ન પૂછ્યો :  “ એમાં ગાંધી માત્મ્યાએ લોકોનું શું ભલું કર્યું? વિશેષ બૂરું કર્યું. શેઠિયા તો કાપડ પર એટલા ભાવ ચડાવશે; આપણને કાપડ વિશેષ મોંઘું મળશે.” ઘડીભર તો મુસાફર ગમ ખાઇ ગયો. ડાકુના મોંમાંથી અણકલ્પી ચોટદાર દલીલ આવી હતી. પચી લોકસમૂહની આંતરવેદના સમજનારા મુસાફરની જીભે જવાબ આવ્યો : ”શેઠિયાના હાથમાં ન પડવું પડે તે માટે તો ગાંધી માત્મ્યાએ રેંટિયો બતાવ્યો છે. છો ને શેઠિયા કાપડ મોંઘું કરે. આપણે રેંટિયે કાંતીને પહેરી શકીએ.”   “નહીં રે નહીં, મહારાજ !” ટોળીમાંનો બીજો એક બોલ્યો(‘મહારાજ’એવો શબ્દ ઉચ્ચારતાં તો મુસાફરે જાણી લીધું કે પોતે ઓળખાયેલ છે): “નહીં , મહારાજ !એમ શું લોકો ગાંધી માત્મ્યાનો રેંટિયો કાંતવાના ?—એ તો કાંતશે અમારી બંદૂકો દેખશે ત્યારે !”   “તમે ચાલો ગાંધી માત્મ્યા કને. હું તમને તેડી જવા આવ્યો છું. એ તમને બધી વાત સમજાવશે. ચાલો, તમને મારામાં વિશ્વાસ ન હોય, તો તમારામાંથી એક જણ ચાલો. જો હું દગો રમું, તો તમે બાકી રહેલા મારા પર વેર લેજો.” ”ગાંધી માત્મ્યા આપણા મલકમાં આવે ત્યારે વાત, મહારાજ ! ત્યારે અમે મળીશું, હમણાં નહીં.” ઘોડેસવારે જવાબ દીધો :”અમે ક્યાં ગરીબોને પીડીએ છીએ? તમે જ બતાવો : પૈસાવાળા અથવા ગરીબોને પીડનારા સિવાયના કોઇને પણ અમેમાર્યો—લૂંટ્યો છે ?”  “ તમને શી ખબર ?”મુસાફરે કહ્યું: “તમારા આવવાન ખબર થાય કે તમામ લોકો ફફડી ઊઠે છે, નાસે છે, છુપાય છે; ખેડધંધો કરી શકતા નથી. અને તેમને સરકારી પોલીસ રંજાડે છે, એ તો જૂદું, તમારા ત્રાસની તમને ખબર નથી.” ”પેટ માટે કરવું જ પડે તો !” એક ડાકુએ કહ્યું. ”પેટ માટે ? પેટ તો તમારું પ્રત્યેક મહિને પોણો મણ દાણો માગે છે. પણ અતમારે હજારોની લૂંટો કરવી પડે છે, કારણ કે તમારે તમારા આશરાવાળાઓને દેવું પડે છે; સિપાઇઓને પણ દેતા હશો. તમારે ફક્ત પેટ ભરીને બેસવું પાલવે નહીં.” ડાકુઓ પાસે આનો જવાબ નહોતો. તેઓ મૂંગા રહ્યા. થોડી વાર રહીને એક આદમીએ મુસાફરને પૂછ્યું(અવાજ પરથી એ જુવાન જણાતો હતો): “સીસાપેનનો કકડો હશે તમારી કને ?” ”હા.” ”કાગર ?” ”છે.” ” તો આલશો ? તમારા ગામના બામણ સોમા માથુર પર અમારે ચિઠ્ઠી લખવી છે.” ”શું?” ”—કે રૂપિયા પાંચસે પોગાડી જાય; નહીંતર ઠાર માર્યો જાણે. એ ચિઠ્ઠી સોમા માથુરને આલી આવજો.” અત્યાર સુધીના વાર્તાલાપમાં એકધારો મીઠો અને સુરીલો , કોઇ કુલીન વહુઆરુના કંઠ સમો ધીરો ચાલ્યો આવતો મુસાફરનો અવાજ આ વખતે સહેજ ઊંચો થયો. એણે કહ્યું: “એવી ચિઠ્ઠીઓ લખવાને માટે મારાં સીસાપેન—કાગળ નથી; અને એવી ચિઠ્ઠીઓ પહોંચાડવા માટે હું આવ્યો નથી. હું તો મારા ગામ જઇને ગામલોકોને તૈયાર કરવાનો કે, ખબરદાર બનો. બહારવટિયાઓ આવે છે, તેમની સામે આપણે લડવાનું છે. તેઓ ગામ પર હાથ નાખે તે પૂર્વે આપણે મરવાનું છે.” “માર હારા ભાન વન્યાના !” બીજાઓ પેલાને એકી સાથે ઠપકો આપી ઊઠ્યા:”મૂંગો મરી રે’ને, મહારાજને તે આવું કહેવાતું હશે! હારો મૂર્ખો નઇ તો–’’ પછી એક જણે મુસાફર તરફ ફરીને કહ્યું:” એ તો હારો હેવાન છે. મનમાં કંઇ લાવશો ના, હો મહારાજ ! અને તમે હવે જવું હોય તો જાઓ, મહારાજ.” **************************************************************                                   […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 369,671 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   જૂન »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: