ghazal

  

વેણીભાઇ પુરોહિત  

અટકળ બની ગઇ જિન્દગી

 

 

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ…

બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઇ જિન્દગી !

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,

ફક્ત શ્વાસોચ્છ્ વાસની અટકળ બની ગઇ જિન્દગી ! 

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું.

હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઇ જિન્દગી !

વિશ્વમાં કો સાવકું સરનામું લઇ આવી ચડ્યો,

કાળની અબજો અજીઠી પળ, બની ગઇ જિન્દગી !

ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો— 

ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઇ જિન્દગી  !

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો !

આપ આવ્યા ? હાય ! દાવાનળ બની ગઇ જિન્દગી !

****************************************************** 

 

એ રાત હતી ખામોશ

 

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,

તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઇ પાયલનો ઝંકાર હતો.

એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી, 

મેડીમાં દીપક જલતો’તો, એ દીપક નહિ પણ પ્યાર હતો. 

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,

ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને જુંજાર હતો.

ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો ? 

નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો તહેવાર હતો.

જ્યાં કોઇ વસી જ શકે નહિ, પણસ જ્યાં અવરનવર સંગ્રામ થતા,

બે સરહદની વચ્ચેનો ટુકડો એવો આ અવતાઅર હતો.

આ દિલ પોતાને ડંખી ડંખી હાય રે ચટકા ભરતું’તું,

એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો !

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઇ હતી,

કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો.

ઊર્મિનું કબૂતર બેઠુંતું નિજસ ગ્અભરુ દર્દ છુપાવીને,

આંખોમાં જીવનસ્વપ્ન હતા, પાંખોમાં જીવનભાર હતો.

ભરતી ને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો ;

મન ભીનું ભીનું જલતું’તું, એ આતશનો આધાર હતો.

***********************************************************

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in gajhal
One comment on “ghazal

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 362,160 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   જૂન »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: