મળવા જેવા માણસ

Mumb.sm05/0મળવા જેવા માણસ/પ્રિયંકા વિસરીયા-નાયક

મુંબઇ સમાચાર, 5 એપ્રિલ,2011/મેટ્રો વિભાગ, પાનું બીજું

એક ક્લિકે બનાવ્યા માનવતાના મસીહા: પોચા દંપતી

[ ઓપરેશન થિયેટરમાં દર્દી કણસી રહ્યો છે, પરિવારજનો મૂંઝાઇ રહ્યા છે, કોઇ રસ્તો સૂઝતો નથી, બ્લડગ્રુપ મેચ થતું નથી, પૈસા પાણીની જેમ વેરવા તૈયાર તોય મેળ પડતો નથી, જો સમયસર લોહીના બાટલા ના પહોંચે તો કદાચ એ વિલંબની કિંમત દર્દીના જીવથી ચૂકવવી પડશે… આવા સમયે તેમની વહારે આવે છે ‘ઇંડિયન બ્લડ ડોનર્સ ડોટ કોમ’ અજાણ્યા રક્તદાતાઓને અજાણ્યા દર્દી સુધી પહોંચતી કરનારી આ ‘વેબસાઇટના જનક ખુશરુ પોચા અને એમનાં પત્ની ફરમીન પોચા સાથે થયેલી વાતચીતના કેટલાક અંશ તમારા માટે…]

‘ઘરે પહોંચીને મને એસએમએસ કરી દેજે.’

’તમારા ફેવરિટ સ્ટારને જિતાડવા અત્યારે જ એસએમએસ કરો.’

’શેરમાર્કેટ અને ક્રિકેટનો સ્કોર જાણવા માત્ર એક એસએમએસ કરો.’

‘સ્પર્ધામાં સહભાગી થવા રજિસ્ટ્રેશન માટે કરો એક એસએમએસ.’

આ છે આપણા મોબાઇલમાં એક એસએમએસનું સ્થાન, પરંતુ નાગપુરના એક દંપતીએ એસએમએસ નું મૂલ્ય ‘જીવન’ જેટલું આંકવા માટે આપણને મજબૂર કરી દીધા છે. ભારતના ગમે તે ખૂણામાં વસતા હો, જો તમને લોહીની જરૂર ઊભી થાય તો કોઇ પણ ખર્ચ વિના માત્ર એક એસએમએસ થી રકતદાતા સુધી પહોંચી શકાય એવું નેટવર્ક વિકસાવ્યું છે પોચા દંપતીએ. નાગપુરનિવાસી ખુશરુ પોચા અને તેમનાં પત્ની ફરમીન પોચાએ માઠા અનુભવોથી પ્રેરણા લઇને ભારતભરના રક્તદાતાઓને એક ક્લિક પર ઉપલબ્ધ કર્યા છે. તેમની આ અદ્ ભુત સેવાની કદર રૂપે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ‘અશોકાઝ ચેંજમેકર્સ એવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે. ચાલો, આજે વાતચીત કરીએ માનવતાના મસીહા ખુશરુ પોચા સાથે.

મધ્ય રેલવેમાં ઓફિસ સુપરિંટેન્ડંટ તરીકે ફરજ બજાવતા ખુશરુ પોચાએ 16 વર્ષની વયે જ પિતાજીની છત્રછાયા ગુમાવી દીધી હતી.

માતાને ઘરકામમાં મદદ કરવા માટે 16 વર્ષની વયે જ તેમણે એક બેકરીમાં નોકરી કરવાનું શરૂ કર્યું.’બે—ત્રણ વર્ષ નોકરી કર્યા બાદ વર્ષ 1986માં ભારતીય રેલવેમાં જોડાયો.વર્ષ 1993ની વાત છે.મારા દાદીમા બીમાર હતા, કોમામાં હતા. હોસ્પિટલમાં એમની પાસે રાત્રે હું રહેતો હતો. એક રાત્રે બે-અઢી વાગ્યે અચાનક હોસ્પિટલમાં શોરબકોર થવા લાગ્યો. કેટલાક લોકો ડોકટરની મારપીટ કરી રહ્યા હતા. એ ગ્રામીણ પરિવારની મહિલા હોસ્પિટલમાં દાખલ હતી અને પરિવારજનોનું માનવું હતું કે ડોકટરે તેની સમયસર સારવાર ન કરતા તેનું મૃત્યુ થયું હતું. ડોકટરનું કહેવું હતું કે બે દિવસથી તેમને લોહીના બાટલા લાવવાનું કહ્યું હતું , પરંતુ કુટુંબના લોકો લોહીના બાટલાની વ્યવસ્થા ન કરી શક્યા એટલે મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રસંગ તો પૂરો પણ થઇ ગયો, પરંતુ મારા માનસપટ પર એ અંકિત થઇ ગયો હતો. વર્ષ 1999માં જાણીતી ફરનિચરની દુકાનના માલિક સાથે વાતચીત થઇ.એ ખૂબ વ્યસ્ત હતા, કારણકે  એમના કોઇ સંબંધી હોસ્પિટલમાં દાખલ હતા અને ત્રણ—ચાર દિવસથી બધી બ્લડબેંકમાં’ ઓ-નેગેટિવ’ બ્લડ શોધી રહ્યા હતા, મેં પણ સહાય કરવાની કોશિષ કરી, પરંતુ યોગ્ય સમયે બ્લડ બ્લડ ન મળતા તેમનું મૃત્યુ થઇ ગયું. માનવી બધી શોધ કરી શક્યો, પરંતુ લોહી બનાવી શકતો નથી, ગરીબ હોય કે તવંગર જો યોગ્ય સમયે લોહી ના મળે તો બાજી હાથમાંથી જતી રહે છે,’ કડવા છતાંય પ્રેરક બની ગયેલા બે પ્રસંગ યાદ કરતા કહે છે ખુશરુ પોચા.

ખરેખર, ખૂબ પોચા હ્રદયના સંવેદનશીલ ઇન્સાન  એવા ખુશરુ અને તેમના પત્ની ફરમીનની ઇશ્વર પણ પરીક્ષા  કરવાના ‘મૂડ’માં હતો.વર્ષ 2000-01 દરમિયાન ફરમીન ગર્ભવતી બન્યા એટલે પોચા પરિવાર ખુશીઓથી ઝૂમી ઊઠ્યો, પરંતુ પ્રભુને એ મંજૂર નહોતું. આઠ મહિનાના તેમના સંતાનનું અકાળે અવસાન થયું અને દુ:ખના ઘેરા વાદળ છવાઇ ગયા. આનંદને બદલે ઉદાસી છવાઇ ગઇ. સ્મિતનું સ્થાન આંસુએ લઇ લીધું.’જોકે હું અને મારી પત્ની હાર માનનારાઓમાં નથી. અમારા સંતાનને અમે ના બચાવી શક્યા, પરંતુ અન્યના સંતાનો માટે કશુંક કરી છૂટવાનો ઇરાદો અમારો પાક્કો થયો. બસ, એ ટ્રેજેડીમાંથી જ જન્મ થયો ‘ઇંડિયન બ્લડ ડોનર્સ ‘ વેબસાઇટનો,’ ખુદ્દારીથી છલકાય છે ખુશરુ પોચા.

એ સમયે ભારતમાં ઇંટરનેટનું બહુ ચલણ નહોતું, પરંતુ નેટ સર્ફિંગ કરતી વખતે રક્તદાતાઓ માટે પણ વેબસાઇટ બનાવવાનો વિચાર એમને આવ્યો. વેબસાઇટ પર રક્તદાતાઓમ પોતાનું નામ રજિસ્ટર કરાવે છે અને જ્યારે પણ કોઇને લોહીની જરૂર હોય ત્યારે દર્દી રક્તદાતાનો સીધો સંપર્ક સાધી શકે છે. ‘એક વખત અમદાવાદ—આઇઆઇ એમમાં અમારી વેબસાઇટ સંબંધે લેકચર આપવાનું આમંત્રણ મળ્યું. આ લેકચર દરમિયાન જ મને એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે’ ગ્રામિણ વિસ્તારના લોકો માટે વેબ સાઇટ એક્સેસ કરવી શક્ય નથી હોતી. પેશન્ટ મરણપથારીએ હોય ત્યારે સંબંધી સાઇબર કેફે શોધવા ક્યાં જાય ? ‘ રક્તદાતાઓની સુવિધાને વધુ સરળ બનાવવી જોઇએ, એવો વિચાર મનમાં ઘોળાવા લાગ્યો. એક વખત ક્રિકેટનો સ્કોર એસએમએસથી મળતા મને વિચાર આવ્યો કે રક્તદાતાઓની ડિટેઇલ પણ એસએમએસથી મળવી જ જોઇએ,’બસ, ફરી ખુશરુ પોચાના ઉદ્યમી મગજે ઓવરટાઇમ કરીને આ સમસ્યાનો પણસ ઉકેલ શોધી કાઢ્યો. અત્યારે દેશભરમાંથી 50,000 રક્તદાતા આ વેબસાઇટ પર રજીસ્ટર્ડ છે.એસએમએસ—વેબસાઇટનું આખું સર્વર—નેટવર્ક તેમણે વર્ષ 2009માં ઇનહાઉસ વિકસાવ્યું છે. રક્તદાતાએ પોતાનું નામ રજિસ્ટર માટે એક એસએમએસ કરવાનો હોય છે. સામે પક્ષે જેમને લોહીની જરૂરિયાત હોય તેમણે પણ શહેર અને ક્યા બ્લડગ્રુપની જરૂર છે એનો એસએમએસ કરવાનો રહે છેતરત જ રક્તદાતાઓની માહિતી એસએમએસથી તેમને પહોંચાડવામાં આવે છે. ગણતરીની પળોમાં રક્તદાતાઓ અને દર્દી વચ્ચે કો-ઓર્ડિનેશન થાય છેઅને માનવતાની દિશામાં મંડાય છે એક ડગલું . અત્યાર સુધી વેબસાઇટ અને એસએમએસના માધ્યમે 40-50હજાર લોકોના જીવ બચાવી શકાયા છે. માત્ર એસએમએસને માધ્યમે એક વર્ષમાં 11,500 દર્દીને રક્તદાતા પહોંચાડીને ઉગારી શકાયા છે. નજીકના ભવિષ્યમાં તેઓ માનવતાના આકાર્ય માટે ભારતના તમામ મોબાઇલ ઓપરેટર સાથે ટાય-અપ કરવાની ઇચ્છા ધરાવે છે.’અશોકાઝ ચેંજમેકર્સ એવોર્ડ’માં પ્રાપ્ત થયેલા આશરે 4.5 લાખની રકમ તેઓ ગ્લોબલ બ્લડ હેલ્પલાઇન શરૂ કરવા માટે વાપરવાની તમન્ના રાખે છે. જેથી માત્ર ભારતના લોકો નહીં, વિશ્વભરના લોકો આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે. આગામી એકાદ વર્ષમાં ગ્લોબલ બ્લડ હેલ્પલાઇન શરૂ કરવાનું તેમનું લક્ષ્ય છે. ‘લોકોએ અમારી ખૂબ મશ્કરી કરી છે, તેઓ અમને આજે પણ બેવકૂફ –મૂર્ખ ગણે છે. આજે પણ અમારે લોકોના ઉપહાસનો ભોગ બનવું પડે છે. અજાણ્યા લોકો શા માટે મારા અભિયાનમાં જોડાશે ? મારે અજાણ્યા લોકોને શા માટે મદદ કરવી જોઇએ ? એવા સવાલો ઉઠાવે છે, પરંતુ  મને મારામાં વિશ્વાસ છે. માણસાઇમાં વિશ્વાસ છે. લોકો પૈસા જુએ છે, હું માણસાઇ જૌં છું. મને કોઇ એવાર્ડની ખેવના નથી.અમારા દોનર જ્યારે નિ:સ્વાર્થભાવે અજાણ્યા દર્દી માટે રક્તદાન કરે છે, એજ મારા માટે સૌથી મોટો એવોર્ડ છે,’ વિના કોઇ ડોનેશન, ગાંઠના ગોપીચંદન ખર્ચીને સમાજસેવા કરી રહેલા ખુશરુ પોચા ખુમારીપૂર્વક કહે છે.

’હું તો બવ નલ્લો માણસ ચાંવ, આ બધું ઉપરવાલો કરી રીયો છે, જે દિવસે હું વિચારીશ કે આંય હું કરું ચાંવ, એ દિવસે બધુંજ ખલ્લાસ થઇ જશે,’ ખૂબ જ નિસ્પૃહભાવે પોતાની તમામ પ્રવૃત્તિ અને સફળતાનું શ્રેય ઇશ્વરના ચરણોમાં ધરી દે છે પોચા દંપતી. લોકોના આંસુ નહીં, આંસુનું કારણ લૂછતા આ પ્રેમાળ દંપતી માટે એટલું જ કહેવું છે કે,

’તમે સાચું કહેજો, સ્વર્ગ તો સાથે નથી લાવ્યાને ?

મને લાગી રહ્યું છે, આજ ધરતી પર ગગન જેવું…’

ડાયરીમાં નોંધી રાખો

જો તમને રક્તદાન કરવું હોય તો…

BLOOD< space> STDcode<space>Blood group

દા.ત.          Blood 022 B+ve ટાઇપ કરીને 09665500000 નંબર પર એસએમએસ મોકલી આપો.

 

જો તમે રક્તદાતાની શોધમાં હો તો…

DONOR<space> STD Code< space> Blood group

દા.ત.Donor<space> 022 B+ve      ટાઇપ કરીને 09665500000 નંબર પર એસએમએસ મોકલી આપો.

વેબસાઇટ :

http://www.indianblooddonors.com

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
4 comments on “મળવા જેવા માણસ
 1. Arvind Adalja કહે છે:

  આપે અંતમા આપેલી બે પંક્તિઓ શ્રી ખુશરૂ પોચા અને ફરમીન બહેન માટે ખરા અર્થમાં પ્રયોજી છે.
  ’તમે સાચું કહેજો, સ્વર્ગ તો સાથે નથી લાવ્યાને ?

  મને લાગી રહ્યું છે, આજ ધરતી પર ગગન જેવું…’

  આ દંપતિનો પરિશ્રમ અન્ય લોકોને પણ પ્રેરણા દાઈ બને તેવી શુભેચછાઓ સાથે ખુશરૂ પરિવારને હાર્દિક ધન્યવાદ !

 2. v.k.mehta કહે છે:

  eshvar nu kam ghanu hlvu kro cho.

 3. સુરેશ કહે છે:

  પારસી બાવાને હજાર સલામ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 637,280 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 276 other followers

તારીખીયું
એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: