માણસ ++/વેણીભાઇ પુરોહિત

Vnb70

 માણસ/વેણીભાઇ પુરોહિત

 [ “સહવાસ/સં: સુરેશ દલાલ/નવભારત” માંથી]

કરવતથી વહેરેલાં

ઝેરણીથી ઝેરેલાં,

 કાનસથી છોલેલાં

, તોય અમે લાગણીનાં માણસ.

બોમબોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,

તોપ તોપ ઝીકેલાં, આગ આગ આંબેલાં,

ધણધણ ધુમાડાના

બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :

તોય અમે લાગણીનાં માણસ.

ખેતરનાં ડૂંદામાં

 લાલ લાલ ગંજેરી,

 શ્યામ શ્યામ સોનેરી,

ભડકે ભરખાયેલ છે : દાણા દૂણાયેલ છે :

 ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં –

 તોય અમે વાવણીનાં માણસ.

 ભૂખરાં ને જાંબુડિયાં… દૂધિયાં પિરોજાં,

 દીઠાં ને અણદીઠાંદરિયાનાં મોજાં,

માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં:

કાંઠેથી મઝધારે

 સરગમના સથવારે ,

 તોય અમે આવણીને જાવણીનાં માણસ.

ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.

 કરવતથી…

****************************************

 પાનું 72

અમારા મનમાં

 અમારા મનમાં એવું હતું કે—

તમને ઓરતા થાશે;

-કે નેણલાં ન્હાશે;

 -વીંઝણલા વાશે;

કે લાગણી ધીમું ધીમું ગાશે

 હો રસિયા, અમારા મનમાં.

 અમારા મનમાં એવું હતું કે—

આવશે ઘેર હલકારો;

–કે વાતવણજારો; ‘

ખબરની ખારેકડી દઇ જાશે

 હો રસિયા, અમારા મનમાં.

 અમારા મનમાં એવું હતું કે—

ગોઠડી કરશે ચીલા;

 –કે રથના ખીલા;

 –કે વનની લીલા;

ને પગલાં આઘેથી પરખાશે

 હો રસિયા, અમારા મનમાં.

અમારા મનમાં એવું હતું કે—

ડુંગરિયે પડઘા પડશે;

 –કે સીમમાં ઢળશે;

–કે મેડીએ ચડશે;

‘કે હીંચકે જાદુઇ ઝોલાં ખાશે

 હો રસિયા, અમારા મનમાં.

 *********************************************************

 પાનું:80

 સાયુજ્ય

 હ્રદયમાં ટહુક્યા રાસબિહારી

 સખીરી ટહુક્યા રાસબિહારી :

તુલસીદલની પુનિત પ્રસાદી,

 જમુનાજલની ઝારી :

હ્રદયમાં ટહુક્યા રાસબિહારી.

અપલક ઝપલક હોવત ઝાંખી, અપલક ઝપલક ટેરો,

સાવ ટણક ને ટેડો ઠાકુર, ક્યા તેરો ક્યા મેરો ?– —

અને મેં મન લીધું મીંચકારી.

 સખીરી, ટહુક્યા રાસબિહારી..

 રંગભવનમાં આડે પડખે ગુપચુપ રહી’તી લેટી,

 ત્યાં આવ્યા ઘનશ્યામ, નયનથી લીધી મને લપેટી;

ધડકતી ઝબકી અંગ ધ્રુજારી

, સખીરી, ટહુક્યા રાસબિહારી..

બડભાગી બંસી છેડી’તી, હરકત તાને તાને,

 જીવન ઘેલું, જીવ બહાવરો, હાય, કહ્યું ના માને :

મધુરતા અણપ્રીછી, અણધારી !

સખીરી, ટહુક્યા રાસબિહારી..

ગોપી કોઇ નથી પરણેલી, કોઇ જ નથી કુંવારી,

જીવ-બ્રહ્મની અકલિત માયા, નહિ જીતી નહિ હારી;

 મિલનની મંગલ ઘડી પધારી :

 સખીરી, ટહુક્યા રાસબિહારી..

સપનાંનો છે સભર સમંદર અભરંભર થઇ રાચે,

કૃષ્ણગગનમાં ચંદ્ર જોઇને નિજાનંદમાં નાચે,

પ્રીતની બુંદ બુંદ બલિહારી સખીરી,

ટહુક્યા રાસબિહારી..

નહિ ચરણામૃત, નહિ મિલનામૃત, અધરામૃત નહિ માગું,

સૂરબ્રહ્મનું સંજીવન પી તંદ્રિત તંદ્રિત જાગું

કે નટવર નર નહિ : હું નહિ નારી;

સખીરી, ટહુક્યા રાસબિહારી.

**************************************************************

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
3 comments on “માણસ ++/વેણીભાઇ પુરોહિત
 1. pragnaju કહે છે:

  v તારી આંખના અફીણીવાળા વેણીભાઇની આ રચના રંગદર્શી, વ્યંગ- વિનોદવાળી છે.

  તેમા શબ્દ અને લયનું માધુર્ય, ભાવની સચ્ચાઇ અને કલ્પનાની ચારુતા પ્રગટ થયેલી છે.

  તેમા આ પંક્તીઓ

  ગોપી કોઇ નથી પરણેલી, કોઇ જ નથી કુંવારી,

  જીવ-બ્રહ્મની અકલિત માયા, નહિ જીતી નહિ હારી;

  મિલનની મંગલ ઘડી પધારી :

  સખીરી, ટહુક્યા રાસબિહારી..

  ભાગવતસાર

 2. mrudula parekjh કહે છે:

  venibhai purohit ni aa rachan bahu gami

 3. […] માણસ ++/વેણીભાઇ પુરોહિત […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 627,730 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: