મોટાં ખોરડાં++

R.rat 94

મોટાં ખોરડાં

રઢિયાળી રાત /સં: ઝવેરચંદ મેઘા[ણી/પ્રસાર ]

પાનું:94

[ગામમાં જ પિયર હતું. દુખિયારી વહુએ માતાની પાસે જઇને સાસરિયાનાં દુ:ખો સંભળાવ્યાં. જાસૂસ બનીને પાછળ આવેલી નણંદે આ વાત ઘેર જઇને કહી. સાસરિયામાં સહુને થયું કે વહુએ આપણાં મોટાં આબરૂદાર ઘરની નિંદા કરી ! વરને સહુએ ઉશ્કેરી મૂક્યો. સોમલ ઘૂંટીને એણે સ્ત્રીને કહ્યું કે, કાં તું પી, કાં હું પીઉં ! ‘મોટાં ખોરડાં ’ની આબરૂ ખાતર સ્ત્રીએ ઝેર પી લીધું]

ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું રે લોલ,

દીકરી કે’જો સખદખની વાત જો

કવળા સાસરિયામાં જીવવું રે લોલ.

સખના વારા તો, માતા, વહી ગયા રે લોલ.

દખના ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો,

કવળા સાસરિયામાં જીવવું રે લોલ .

પછવાડે ઊભી નણદી સાંભળે રે લોલ,

વહુ કરે છે આપણાં ઘરની વાત જો !

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ .

નણદીએ જઇ સાસુને સંભળાવિયુંરે લોલ.

વહુ કરે છે આપણાં ઘરની વાત જો !

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ .

સાસુએ જઇ સસરાને સંભળાવ્યું રે લોલ,

વહુ કરે છે આપણાં ઘરની વાત જો !

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ .

સાસરે જઇ જેઠને સંભળાવિયું રે લોલ,

વહુ કરે છે આપણાં ઘરની વાત જો !

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ .

જેઠે જઇ પરણ્યાને સંભળાવિયું રે લોલ,

વહુ કરે છે આપણાં ઘરની વાત જો !

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ .

પરણ્યે જઇતેજી ઘોડો છોડિયો રે લોલ,

જઇ ઉભાડ્યો ગાંધીડાને હાટ જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

અધશેરો અમલિયાં તોળાવિયાં રે લોલ ,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ .

સોનલા વાટકડે અમલ ઘોળિયાં રે લોલ,

પીઓ ગોરી, નકર હું પી જાઉં જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ .

ઘટક દઇને ગોરાંદે પી ગયાં રે લોલ,

ઘરચોળાની ઠાંસી એણે સોડ્ય જો.

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

આટકાટનાં લાકડાં મંગાવિયાં રે લોલ,

ખોખરી હાંડીમાં લીધી આગ જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

પે’લો વિસામો ઘરને ઉંબરે રે લોલ,

બીજો વિસામો ઝાંપા બા’ર જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

ત્રીજો વિસામો ગામને ગોંદરે રે લોલ,

ચોથો વિસામો સમશાન જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

સોનલા સરખી વહુની ચે’ બળે રે લોલ.

રૂપલા સરાખી વહુની રાખ જો,

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

બાળી ઝાળીને જીવડો ઘેર આવ્યો રે લોલ,

હવે માડી મંદિરિયે મોકળાણ જો.

ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ.*

*બીજો પાઠ:

હવે મોડી દેજો દોટાદોટ જો.

સહુનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ.

*****************************************************************************

પાનું: 86

ટીલી

[ટીલી પહેરવાના કોડ ધણીએ તો ન પૂર્યાં, એટલે વહુ પિયરમાંથી ટીલડી ઘડાવી લાવી; પહેરી પહેરીને સાસુને ખીજવવા લાગી. એમાં ટીલી પાણીમાં પડી ગઇ. ઘણી મહેનત કરીને કાઢી આપે તે લુચ્ચી સ્ત્રીએ ટીલી જડે તો નણંદબાને આપવાની માનતા માની અને પછી અંગૂઠો બતાવ્યો ! ]

અધમણ સોનું ને અધમણ રૂપું,

તેની અમને ટીલડી ઘડાવો રે, જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

કાકે કોરાવી મારે મામે મઢાવી,

વીરે મારે હીરલે જડાવી રે, જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

ટીલડી ચોડીને અમે સાસુજી ઘેર ગ્યાં’તાં !

સાસુડીએ મોઢડાં મચકોડ્યાં, હો જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

કાં રે સાસુજી તમે મોઢડાં મચકોડો,

નથી તારે દીકરે અલાવી, હો જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

કાકે કોરાવી મારે મામે મઢાવી,

વીરે મારે હીરલે જડાવી હો, જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

ટીલી ચોડીને હું  તો જળ ભરવા ગઇ’તી

ટીલી ઊંડા જળડામાં બૂડી, હો જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

ટીલી જડે તો પાંચ બરામણ જમાડું,

નણદોઇને ધોતિયાં બંધાવું, હો જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

ટીલી જડે તો મારી નણદીને આલું,

ભાણેજને કેડિયાં સિવડાવું, હો જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

જાણા તે પુરના જોશીડા તેડાવો,

ટીલડીના જોશ જોવરાવો રે, જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

ઊંડા તે જળમાંથી ટીલડી ઝબૂકી,

ટીલી હવે નણદીને આલો, હો જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

કાકે કોરાવી મારે મામે મઢાવી,

નણદીને ટીલી શેની આલું, રે જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

ટીલી ચોડીને રાધા મંદિરે પધાર્યાં,

સાસુજીને પાય લાગ્યાં, હો જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

ઠાર્યાં એવાં ઠરજો ને બાળ્યાં એવાં બળજો.

સાસુડીએ આશખ ત્યાં દીધી, રે જાદવરાય !

એ રે ટીલીની અમને બહુ રઢ્યું લાગી.

ચાંદલિયો

પાનું: 102

[શરદ પૂનમની રૂપાળી રાત્રિએ રમતાં ભાવની ભરતી ચડી છે. આદર્શ સાસર-વાસની કલ્પના ઊછળી છે. પૂર્વ ભવનાં પિતામાતા સમ સાસર-યુગ, આષાઢી મેઘ-શો સમૃદ્ધિદાતા ને શીળો જેઠ, ઘરમાં આનંદે અને ઉદ્યમે ચપળ બની ઝબક ! ઝબક ! હરતી ફરતી જેઠાણી વગેરેનું ભાવ-દર્શન મીઠું બની રહ્યું છે.]

આસો માસો શરદ પૂનમની રાત જો,

ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.

સસરો મારો ઓલ્યા જલમનો બાપ જ,

સાસુ ઓલ્યા જલમની માવડી.

જેઠ મારો આષાઢીલો મેઘ જો.

જેઠાણી ઝબૂકે વાદળ વીજળી.

દેર મારો ચાંપલિયાનો છોડ જો,

દેરાણી ચાંપલિયા કેરી પાંદડી.*

નણંદ મારી વાડી માયલી વેલ્ય જો,

નણદોઇ મારો વાડી માયલો વાંદરો.

પરણ્યો મારો સગી નણંદનો વીર જો.**

તાણીને બાંધે રે નવરંગ પાઘડી.

*બીજો પાઠ:

દેર મારો દેરાસરનો દેવ જો,

દેરાણી દેરાસર કેરી પૂતળી.

**બીજો પાઠ:

પરણ્યો મારો ચતુર સુજાણ જો.

*************************************************************************************

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
One comment on “મોટાં ખોરડાં++

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 637,279 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 276 other followers

તારીખીયું
માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: