મે’માન આવ્યા +

R.rat 244

 

મે’માન આવ્યા

મે’માન આવ્યા તો ભલે આવ્યા !

કે’દુની જોતી’તી વાટ, મે’માન આવ્યા.

હેલ્ય ભરી જાઉં ઉતાવળી રે,

હૈડે હરખ ન માય, મે’માન આવ્યા.

 

મે’માનને ઉતારા ઓરડા રે,

રાજાને મેડીના મો’લ, મે’માન આવ્યા.

મે’માનને દાતણ દાડમા રે,

રાજાને કણેરી કાંબ, મે’માન આવ્યા .

મે’માનને ભોજન લાપસી રે,

રાજાને કઢિયલ દૂધ , મે’માન આવ્યા,

મે’માનને મુખવાસ એલચી રે, રાજાને પાન પચાસ, મે’માન આવ્યા.

મે’માનને પોઢણ ઢોલિયા રે,

રાજાને હિંડોળા ખાટ, મે’માન આવ્યા.

************************************

પાનું: 246

સોણૅઍ વૅઍટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા,

લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે રે કડલાં દોંઇ, વાલમિયા,

ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા .

ડોક પરમાણે રે ઝરમર સોંઇ, વાલમિયા.

તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણે રે ઠોળિયાં સોંઇ, વાલમિયા.

વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

નાક પરમાણે   રે નથડી સોંઇ, વાલમિયા.

ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

******************************************************

ગિરધારી

પાનું: 251

[આ ગીતમાં મુખ્ય ઉદ્દેશ સ્ત્રીનાં અંગોને ઉપમાઓ દેવાનો જ છે.]

 

હાં હાં ઘડૂલિયો ચડાવ્યને ગિરધારી;

ઘરે વાટ્યું જુએ છે મા મોરી રે

બેડલું ચડાવ્ય રે ગિરધારી રે !

તારા માથાનો અંબોડો રે ગિરધારી રે !

જાણે છૂટ્યો તેજી ઘોડો રે—બેડલું…

તારી આંખનો ઉલાળો રે ગિરધારી !

જાણે દરિયાનો હિલોળો રે.—બેડલું

તારા નાકડિયાની ડાંડી રે ગિરધારી !

જાણે દીવડીએ શગ માંડી રે .—બેડલું.

તારા હાથની કળાયું રે ગિરધારી !

જાણે સોનાની શરણાયું રે.—બેડલું…

તારા હાથની હથેળી રે ગિરધારી !

જાણે બાવલપરની  થાળી રે .—બેડલું…

તારા  હાથની આંગળિયું રે ગિરધારી !

 જાણે ચોળામગની ફળિયું રે.—બેડલું…

તારા પેટડિયાનો ફાંદો રે ગિરધારી !

જાણે પૂનમ કેરો ચાંદો રે.—બેડલું…

તારા વાંસાનો વળાકો રે ગિરધારી !

જાણે સરપનો સળાકો રે –બેડલું…

**********************************************

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
1 comments on “મે’માન આવ્યા +

Leave a comment

વાચકગણ
  • 772,913 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો