વાઘરીવાડની રૂડકી//સુંદરમ્

વાઘરીવાડની રૂડકી//સુંદરમ્
વાઘરીવાડની રૂડકી એના લટિયે લટિયે લીંખ અંગે અંગે ઓઘરાળા એના લૂગડાં પીંખાપીંખ
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે..
એક કાંખે એક છોકરું,બીજું હાથે ટીંગાતું જાય, માથે મેલ્યા ટોપલા ઉપર માંખો બણબણ થાય
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
રૂડકીને ઘેર બોરની વાડી, વાઘરી જવાન જોધ વાઘરી લાવ્યો વહુ બીજી ને રૂડકી રૂવે ધોધ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે….
રૂડકી લેતી ટોપલો માથે, નાનકાં લેતી બાળ, હાથે પગે એ હાલી નીકળે, રામ માથે રખવાળ. ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…..
રૂડકી વેચે કાંસકી સોયા,દામમાં રોટલા છાશ. છાશનું દોણું કાંસકી સોયા, એજ એનો ઘરવાસ, ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
કોઇનો ઓટલો ચોતરો ચૌટું રાત પડે એના વાસ, દિન આખો તે શેરીએ શેરીએ ભમતી રોટલા આશ,
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
નાગરવાડે નાત મળીને ગૌરી ગીતો ગાય, ધીંગડવાગે ઢોલ પિપૂડી, ગામ આખું લહેરાય. ભૂખી ડાંસ રૂડકી રે….
ધાવણી છોડીને તાવ ચડ્યોને નાનકી ભૂખી થાય, છોકરાં લઇને રૂડકી બંને, નાગરવાડે જાય,
ભૂખી ડાંસ રૂડકી રે…
શેરીમાં બેસી નાત જમે ને ચૂરમા ઘી પીરસાય, શેરી નાકે ભંગિયા,ઢેડાં,વાઘરાં ભેગાં થાય
ભૂખી ડાંસ રૂડકી રે…
રૂડકી ઊભે એક ખૂણામાં છોકરાં બઝાડી હાથ, વાઘરાં કેરા થાય કોલાહલ, ખોલકાં ભૂંકે સાથ,
ભૂખી ડાંસ રૂડકી રે…
નાત જમી ત્યાં ઊઠે આખી, પાન સોપારી વહેંચાય, વાઘરાં તૂટ્યાં પતરાળાં પર એઠું ઉપાડી ખાય, ભૂખી ડાંસ રૂડકી રે…
રૂડ્કી દોડે વાઘરાં ભેળી,લૂંટાલૂંટ થાય, અર્ધી ખાધેલ પતરાળી એક, હાથ આવી હરખાય,
ભૂખી ડાંસ રૂડકી રે…
ચોર્યું,ફેંદ્યુ ચુરમું શાક, ને ધૂળ ભરેલી દાળ, રૂડકી કોળિયો છોકરાંને દે, ઉપરથી દે ગાળ,
ભૂખી ડાંસ રૂડકી રે…
નાતના વાળંદ લાકડી લઇ ને મારવા સૌને ધાય, એ ધમાલમાં રૂડકીના થાળ કૂતરાં તાણી જાય, ભૂખી ડાંસ રૂડકી રે…
પાનબીડાં લઇ નાત ઊઠે ને રૂડકી ખંખે રે હાથ, દુનિયા કેરી દોરંગી લીલા દેખે દીનનો નાથ,
ભૂખી ડાંસ રૂડકી રે…

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
One comment on “વાઘરીવાડની રૂડકી//સુંદરમ્

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,738 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: