દો નેનાં મતવારે તિહારે, હમ પર જુલમ કરેં….

દો નેનાં મતવારે તિહારે, હમ પર જુલમ કરેં….

દો નેનાં મતવારે તિહારે , હમ પર જુલમ કરેં, હમ પર જુલમ કરેં_2

નેંનોં મેં રહેં તો સુધ બુધ ખોએં-2, છિપેં તો ચેન હરેં,

દો નેનાં, દો નેનાં મતવારે તિહારે,હમ પર જુલમ કરેં, હમ પર જુલમ કરેં

તન તન કે ચલાએં તીર, નસ નસ મેં ,નસ નસ મેં ઉઢાએં પીર

તન તન કે ચલાએં તીર, નસ નસ મેં ઉઢાએં પીર

મદભરે રસીલે નિઢુર બડે, ના ડરેં ન ધીર ધરે,

દો નેનાં મતવારે તિહારે, હમ પર જુલમ કરેં, હમ પર જુલમ કરેં

જબ હોતી હો, જબ હોતી હો તુમ ઉસ પાર,

મન કી, મન કી બીના કે બજ ઉઢતે હેં જોર જોર સે તાર-2

પાસ આઈ-2 તો એસે ફુલ ગએ, પલ છિન મેં, પલ છિન મેં સબ કુ છ ભુલ ગએ

પાસ આઈ તો એસે ફુલ ગએ, પલ છિન મેં સબ કુછ ભુલ ગએ

ખુશિયોં કે સોતે ઉબલ પડે, હર અંગ મે રંગ ભરે.

દો નેના મતવારે તિહારે , હમ પર જુલમ કરેં, હમ પર જુલમ કરેં

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in geeto
2 comments on “દો નેનાં મતવારે તિહારે, હમ પર જુલમ કરેં….
 1. pragnaju કહે છે:

  એક જમાનો હતો કે જયારે કુંદનલાલ સાયગલના ગીતોની ધૂમ મચી હતી. લોકો ગલીગલીમાં તેમના ગીતોને ગણગણતા હતા. એક તવાયફ પાસે સંગીત શીખેલા કુંદનલાલ અનેક નવા ગાયકોના આદર્શ હતા.
  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કુંદનલાલ એક માત્ર વ્યકિત હતા જે ગાયક પણ હતા અને અભિનેતા પણ એટલે કે ફિલ્મમાં પોતાના અભિનયમાં ગીત પણ પોતે જ ગાતા હતા. તેમના આઘ્યાત્મિક ગુરુ પીરબાબા સલમાન યુસુફના આશીર્વાદથી સાયગલને આ સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી.
  કુંદનલાલે પોતાના ચૌદ વર્ષના ફિલ્મી જીવનમાં લગભગ ૬૦૦ ગીત ગાયા હતા અને ૨૭ ફિલ્મોમાં અભિનય કર્યોહતો. જે ફિલ્મમાં તેમણે અભિનય કર્યોતેવી ફિલ્મોનાં લગભગ ૧૩૦ ગીતો ગાયાં હતાં. તેમની ખાસ ફિલ્મ હતી ‘પરવાના’ અને ‘શાહજહાં’. સૌની માનીતી ગાયિકા પણ કુંદનલાલ પર ફિદા હતી.
  કુંદનલાલનો જન્મ ૪ એપ્રિલ, ૧૯૦૪ને દિવસે જમ્મુના મસ્તગઢ નામના ગામમાં થયો હતો. કુંદનલાલે શાસ્ત્રીય સંગીતની વિધિવત્ તાલીમ લીધી ન હતી. છતાં પણ તેમનાં ગીતો શાસ્ત્રીય સંગીત પર આધારિત હતાં.
  સંગીત શીખવા માટે કુંદનલાલ સાયગલ કાનપુરની એક તવાયફની પાસે ગયા હતા અને સંગીત ઝીણવટથી શીખ્યા હતા. કુંદનલાલના ગીતો દર્દથી ભરેલાં હતાં.
  એક દિવસ મુરાદાબાદ રેલવે સ્ટેશન પર ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં પાસેથી સાંભળેલો રાગ ઝીંઝોટી ગણગણતા સાયગલ બેઠા હતા. ત્યાં અચાનક ખાં સાહેબના સંગીતકાર સારંગીવાદક ઇમ્તીયાઝ અહેમદ ખાં ત્યાંથી પસાર થયા. સાયગલને ગણગણતા સાંભળીને તેમને પોતાને ધેર લઇ ગયા. સાયગલ પાસેથી તેમણે રાગ અભોગી કાનડામાં ગાલિબની ગઝલ ‘દાયમ પડા હુવા તેરે દર પર નહીં હૂં મૈં’ સાંભળી પણ તેમને વિશ્વાસ નહોતો થતો કે સાયગલે સંગીતની ટ્રેનિંગ લીધી નથી.
  થોડા સમય પછી સાયગલના જીવનમાં એક સુખદ વળાંક આવ્યો. હરિશ્ચંદ્ર બાલિના આગ્રહ પર રાયચંદ બોરાલ સાયગલને બી.એન. સરકાર પાસે ન્યૂ થિયેટરના સ્ટુડિયોમાં લઇ ગયા. આ સમયે કે.સી.ડે. સહિત આખું યુનિટ ત્યાં હાજર હતું. બધાની ફરમાઇશ પર સાયગલ ગઝલ, ભજન અને ખયાલ સંભળાવતા રહ્યા. ત્યાર પછી બી.એન. સરકારે સાયગલની સાથે ન્યૂ થિયેટર માટે કરાર કરી લીધો.
  અનેક ફિલ્મો કર્યા બાદ ૧૯૩૫માં આવેલી દેવદાસ ફિલ્મથી તેમને નામના મળવાની ચાલુ થઇ. તેમના યાદ કરવા જેવાં ગીતો ‘બાલમ આયે, બસો મોરે મન મૈં’ અને ‘દુ:ખ કે દિન અબ બીતત નાહીં’હતાં. એક રીતે કહીએ તો આ સમય કુંદનલાલ સાયગલ માટે ‘ગોલ્ડન પિરિયડ’ હતો. વર્ષ ૧૯૩૮માં ઇલાહાબાદ યુનિવર્સિટીના સેન્ટ્રલ હોલમાં પ્રયાગ સંગીત સંમેલનનો કાર્યક્રમ હતો.
  આ પ્રસંગે ઉસ્તાદ ફયાઝ ખાં, ઓમકારનાથ ઠાકુર, ડી.વી.પલુસ્કર, નારાયણ રાવ વ્યાસ, વિનાયકરાવ પટવર્ધન અને કુમાર ગાંધર્વ જેવા દિગ્ગજ ગાયકો ઉપસ્થિત હતા. સાયગલનો પ્રવેશ થતા જ પ્રેક્ષકોએ તેમને તાળીઓથી વધાવી લીધા. સાયગલે સંગીતનો એવો સમા બાંઘ્યો કે તેમના ગાયા પછી ઉસ્તાદ ફૈયાઝ ખાંએ રાગ જૈજૈવંતી ગાયો પણ દરેકના દિલોદિમાગ પર સાયગલનું સંગીત જ હાવી હતું.
  આ એ જ કુંદન હતો જેને ફૈયાઝ ખાંએ કહી દીધું હતું કે મારી પાસે એવું કશું નથી જે હું તને શીખવી શકું અને આ જ કુંદન હતો જેના સ્વરમાં અબ્દુલ કરીમ ખાં પોતાની જ કમ્પોઝ કરેલી બંદીશ ‘પિયા બિના નહીં આવત ચૈન’, (દેવદાસ) સાંભળીને પોતે થિયેટરમાં જ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડયા હતા. ‘જયથી’ પત્રના સંપાદક કિરીટ ઘોષને સાયગલે બિંદાસ કહ્યું હતું કે મેં સંગીતની કોઇ તાલીમ લીધી નથી. હું માત્ર શબ્દો પર વિચાર કરું છું. તેના ભાવને આત્મસાત્ કરું છું. અને મારા અંતરથી સૂર આપમેળે નીકળી જાય છે. સાયગલના ગાયેલા ‘મૈં કયા જાનુ કયા જાદૂ હૈ ઇન દો મતવાલે નયનોમેં’, ‘દો નેના મતવાલે તિહારે, હમ પર જુલ્મ કરે’, ‘ઔર છુપો ન છુપો હમારી સજનીયા’ દરેક યુવા, પ્રૌઢ વ્યકિતઓના હૃદયમાં વસેલા છે.
  ૧૮મી જાન્યુઆરી ૧૯૪૭ ને દિવસે ફકત ૪૨ વર્ષની વયે કુંદનલાલ સાયગલ આ દુનિયામાંથી વિદાય થઇ ગયા. તેમણે ફિલ્મી ગીતો સાથે ગેર ફિલ્મી ગીતો પણ ગાયાં. જાણીતા ગાયક મહોમ્મદ રફી તેમની ફિલ્મી કરિયર શરૂ કરતા પહેલાં કુંદનલાલ સાયગલનાં ગીતો જ ગાતા હતા. આજે કુંદનલાલ આપણી વરચે નથી પણ તેમના જેવા અભિનેતા અને ગાયક તેમ મિશ્રિત વ્યકિતત્વ આજે શોધવા જતા પણ નહીં મળે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 627,732 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: