રસભીનાં રાધા-કાવ્યો

ફરી ફરી માણવા ગમે એવા

કેટલાંક રસભીનાં રાધા-કાવ્યો

 સ્ત્રોત:ચાંદની તે રાધા રે/સંપાદક: નીતિન વડગામા/વ્યંજના/સાહિત્યિક અભિગમની સંસ્થા-રાજકોટ

[1] તો કે’રાધિકા !/પાનું:22

બીજ બની ઊગે અંકાશે તે કોણ?

 તોકે’રાધિકા !

ને અંતે પૂનમ થઇ પ્રકાશે તે કોણ?

 તોકે’ રાધિકા !

 વેલ પરે કળી બને ડોલે તો કોણ?

તોકે’ રાધિકા !

ને હૈયાં સગંધ ભર્ય ખોલે તે કોણ ?

તોકે’ રાધિકા !

 યમુનાની લ્હેર મહીં વાયે તે કોણ ?

તોકે’ રાધિકા !

ને કાંઠાની મર્મરમાં ગાયે તે કોણ?

 તોકે’રાધિકા !

બંસીમાં મીઠું મીઠું વાજે તે કોણ?

તોકે’ રાધિકા !

ને આભના ગોરંભ મહીં ગાજે તે કોણ?

 તોકે’ રાધિકા !

ધરતીને ચીરી અંકુરે તે કોણ?

તોકે’ રાધિકા !

ને કળિઓને ચિત્ત સંસ્ફુરે તે કોણ?

તોકે’ રાધિકા !

********************************

 [2] રાધાનો શ્યામને સંદેશ/શૈલેષ ટેવાણી/પાનું:59

 રુક્મિણીને એકવાર કૈ દેજો શ્યામ,

’મને રાધા ન કદી યાદ આવતી’

સ્મરણોને ભૂલીને બેઠો છું દ્વારકા,

વનની વ્યથા ન મને સાલતી

. હું તો બેઠીછું યમુનાને તીરે એમ,

 રેતીમાં ગોકળિયું ભાળતી,

 સ્પર્શું છું મોરપીંછ, ફૂંકું છું બંસીને,

રેતીમાં મુખડું રિઝાવતી.

રુક્મિણીને કે’જો કે તારું પીતાંબર,

 નેતારા આ માખણ નીતારતી,

 રુક્મિણીને કે’જો કે તારું પીતાંબર,

ને તારા આ માખણ નીતારતી,

ગોરસ લઇ જાવ અને મટકી લઇ જાવ

હું તો કાનાના સુખને સંભારતી.

 ક્હાન, ગાયોની સંગ હવે ટળવળતી આંખ,

રહી વનમાં વિસામાઓ શોધતી,

રેણુમાં પગલાં સંભાળતી,

હું એકલડી કૈં કૈં છું ધારતી.

*************************

 [3] મોહનકી//સુંદરમ્ //પાનું:66

સબ અપની અપની ગતમેં,

 મૈં ગતમેં અપને મોહનકી,

વહ મુરલી બાજત, મૈં નાચત,

 નાચત રાધા મોહનકી,

વહ મેરા હૈ કૃષ્ણ કનૈયા,

મૈં ઉસકી દોહત હું ગૈયા,

 હમ દોનો જમુના કે તટ પર

ખેલત હોરી ફાગુનકી.

 લાલ મેં લાલ મિલ્યો મન મેરો,

ગરજ ગરજ ઘન આયો ઘેરો

, મૈં અપને ઘનશ્યામ કી

બરસત બરસત બદરી સાવનકી

. *************************

 [4] મારી બલ્લા//હરીંદ્ર દવે//પાનું:70

એક જશોદાના જાયાને જાણું એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા.

 હોય ગોરસ તો પરસીને નાણું આ નીરના વલોણાને તાણે મારી બલ્લા

. નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા આ તો ગોકુળનં ગમતીલું ગામ,

વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી હવે હોઠને તો હસવાથી કામ.

 હોય વાંસળીનો સૂર તો પિછાણું આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.

રાધાનું નામ એક સાચું,ઓધાજી બીજું સાચું વૃંદાવનનું ઠામ,

મૂળગી એ વાત નહીં માનો કે કોઇ અહીં વારેવારે બદલે ના નામ.

એક નંદના દુલારાને જાણું વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.

 ***************************

 [5] ગોકુળમાં આવો તો–//માધવ રામાનુજ/પાનું:45

ગોકુળમાં કોકવાર આવો તો કાન, હવે રાધાને મુખ ના બતાવશો;

ગાયોનું ધણ લઇને ગોવર્ધન જાવ ભલે, જમનાને કાંઠે ના આવશો.

તાંદુલનીપોટલીએ પૂનમની રાત ભલે બાંધીને આવો ગોકુળમાં,

 અડવાણે નૈં દોડે કોઇ હવે, વિરહીના રાજ નહિ જીતો ગોકુળનાં;

 સમરાંગણ તમને તો શોભે હો શ્યામ, વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો !

પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં, લખી લખી આંખ હવે ભરીએ,

જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ માધવને દ્વારકાના દરિયે:

લખિતંગ રાધાના ઝાઝા જુહાર…. શ્યામ,

 અંતરમાં ઓછુ ના લાવશો !

 ++++++++++++++++++++++++

[6] ગોકુળિયેગામ નહીં આવું/મહેશ શાહ/પાનું:43

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું ,

 જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું.

 જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ

, લીલેરી લાગણીઓ ક્યાંય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ.

ફૂલની સુવાસ તણા સોગન લઇ કહી દો કે શમણાંને સાદ નહિ આપું.

આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો,

આખરી યે વાર કોઇ મટુકીમાં બોળીને આંગળીનું માખણ તો ચાખો

એકવાર નીરખી લે ગામ, પછી કહી દો કે પાંપણને પાન નહિ આવું.

 ===========================-

[7] અલ્લક દલ્લક/બાલમુકુન્દ દવે/પાનું:33

અલ્લ્ક દલ્લ્ક, ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક,

એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !

આભે પૂનમ ચાંદ ઊગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક !

ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !

રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક !

 બધાં જડ્યાં પણ એક ખૂટે છે, રુએ રાધિકા છલ્લક છલ્લક !

 લીધું હોય તો આલને કાના ! મોતી મારું ચલ્લક ચલ્લક !

તારાં ચરિતર છે ક્યાં છાનાં? જાણે આખો મલ્લક મલ્લક !

કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજનવલ્લ્ભ,

કદમ્બછાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ ઝલ્લપ !

રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રહ્યો છે અલ્લક દલ્લક !

સૂર વણાયે ધીરે ધીરે ! ઉર તણાયે પલ્લક પલ્લક !

અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક: રધિયાળો જમનાનો મલ્લક,

 એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક

! ////////////////////////

[8] કૃષ્ણ—રાધા/પ્રિયકાંત મણિયાર/પાનું:31

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે.

આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે.

 આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે.

 આ પરવત શિખર તે કાનજી ને કેડી ચડે તે રાધા રે.

આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે.

 આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે.

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે.

આ લોચન મારા ઇ કાનજી ને નજરું જુએ તે રાધા રે.

//////////////////////////////////////

[9] રાધાને પૂછો/નાથાલાલ દવે/પાનું:27

પ્રીત શું કહેવાય, રાધાને પૂછો.

 દિલ કેમ દેવાય, રાધાને પૂછો.

ધીરા સમીરે યમુનાને તીરે પ્રણ

ય કેમ ઝીલાય, રાધાને પૂછો. મ

હા રાસ-આનંદ અબ્ધિમાં ડૂબી જવું કેમ ખોવાઇ, રાધાને પૂછો.

કાલિંદી કાંઠે કદંબોની કુંજે હૃદય કેમ ભૂલાય, રાધાને પૂછો.

 પ્રભુ શ્યામસુંદર તણા એ અધરનું મધુ કેમ પીવાય, રાધાને પૂછો.

ગોકુલ તજી જાય મથુરા મુરારિ, કેવી એ વિદાય, રાધાને પૂછો.

 ભમે બાવરી શ્યામની બંસરી લઇ વિરહ કેમ સહેવાય, રાધાને પૂછો.

હૃદયેશ કેરું હૃદય જીતનારી વૃષભાન દુલારી !

કલા તારી ન્યારી, જીવન કેમ જીવાય, રાધાને પૂછો.

સર્વસ્વ તે સ્નેહ કાજે સમર્પી જવું કેમ લોપાઇઅ, રાધાને પૂછો.

—————————————- [

10] ગોકુળમાં કોણ હતી રાધા?/ઇસુદાન ગઢવી/પાનું: 06

દ્વારકામાં કોઇ તને પૂછશે કે, કાન !

ગોકુળમાં કોણ હતી રાધા? તો શું જવાબ દૈશ, માધા?…

. તારું તે નામ તને યાદે નો’તું તેદિ’ રાધાનું નામ હતું હોઠે,

ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોય રાધા રમતી’તી સાત કોઠે.

રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા?

 તો શું જવાબ દૈશ, માધા?… રાધાના પગલામાં વાયું વનરાવન,

 તું કાજળ બનીને શીદ ઝૂલ્યો?

રાધાના એક એક શ્વાસ તણે ટોડલે તું આષાઢી મોર બની ફૂલ્યો,

ઇ રાધા ને વાંસળી આઘાં પડી ગયાં, આવાં તે શું પડ્યાં વાંધા?

તો શું જવાબ દૈશ, માધા?….

ઘડીકમાં ગોકુળ,ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મ્હેલ,

ઘડીકમાં રાધા ને ઘડેકમાં ગોપીયું, ઘડીકમાં કુબજાના ખેલ !

હેતપ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ, કાન !

સ્નેહમાં તે હોય આવા સાંધા? તો શું જવાબ દૈશ, માધા?….

ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા,

 ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા,

રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ,

નહીંતર રાખું આઘા. સઘળો સંસાર મારો સોળે શણગાર,

 મારા અંતરનો આતમ છે રાધા… કોઇ મને પૂછશો મા,

કોણ હતી રાધા.

કોણ હતી રાધા… કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધ

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “રસભીનાં રાધા-કાવ્યો
  1. kaushik patel કહે છે:

    If Krishna n Radha would charge for using their nams,,,,,,it would be very very difficult for ny poet to write a poem……..such is “Radha Krishna”…ever enchanting and thrilling….

    Jai Radha Krishna

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 617,441 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: