ઊડી જાઓ, પંખી ! dula kaag

Vyp210

ઊડી જાઓ, પંખી !

વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ 

પાનું: 210 

વનમાં આગ લાગી છે. એક વડલા પર પોપટ-પોપટીનું જોડલું ઘણાં વર્ષોથી વસતું. તેને વડલો કહે છે: “હે પક્ષીઓ !તમે ઊડી જાઓ, કારણકે જંગલમાં લાગેલો દાવાનળ મને હમણાં બાળી મૂકશે. મારે તો પાંખો નથી,માટે બળી જઇશ. પણ તમે તમારા પ્રાણ બચાવો. હે પક્ષીઓ, ઘણાં વર્ષો સુધી તમારા સુંદર ગાયનો સાંભળ્યાં, તે હૈયામાં વસી ગયેલ છે, જેથી અહીં મારી રાખ પર આવી કદીક એકાદ ટૌકો કરી જજો. “

ત્યારે બંને પક્ષી બોલે છે: ‘હે વડરાજ ! તારા આશરે અમે ઘણાં  વર્ષો આનંદથી રહ્યાં, તારાં મીઠાં ફળો ખાધાં અને આજે મરણ વખતે અમે તારો સથ છોડી દઇએ તો અમારાં મોઢાં કાળાં થાય. હવે તો આપણે સાથે જ મરશું. સાથે જ ફરી  જન્મશું અને તારે માથે, તું મોટો થઇશ ત્યારે, અમે માળો બાંધશું.”

આ  તો લોકકલ્પનાની જૂની વાત છે.

 

ઊડી જાઓ પંખી ! પાંખુવળાં… જી,

વડલો કહે છે, વનરાયું  સળગી, મૂકી દિયો જૂના માળા,

આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં આ દશ ઢાળાં જી;

આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા.

બોલ તમારા હૈયામાં બેઠા, રૂડા ને રસવાળા જી;

કોક દી આવી ટૌકી જજો, મારી રાખ ઉપર રૂપાળા…

આશરે તારે ઇંડાં ઉછેર્યાં, ફ્ળ ખાધાં રસવાળાં જી;

મરવા ટાણે સાથ છોડી દે,  ઇ મોઢાં મશવાળાં.

ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી;

‘કાગ’ કે આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા !

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: