m.m.samachaar. 15feb. મળવા જેવા માણસ /કિરણ કાણકિયા/મુંબઇ સમાચાર,15 ફેબ્રુઆરી,2011 મેટ્રો વિભાગ/પાનું:2 ગુજરાતના મધર ટેરેસામુક્તાબેન પી.ડગલી [સુરેન્દ્રનગર સ્થિત’સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ’ ના પ્રાંગણમાં 150 અંધ બહેનો વાનગી સ્પર્ધામાં ભાગ લઇ રહી છે. રોટલી, બટાટાનું શાક, શીરો, પાપડ, સલાડ વગેરે .આ બધી અંધ બહેનોને રસોઇ કરતી જોઇ અમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય છે અને પછી બપોરે થઇ અંધ બહેનોની શક્તિ અને સૌંદર્ય સ્પર્ધા. આ સ્પર્ધામાં 33 બહેનોએ ભાગ લીધો. પોતાની મેળે જાતે તૈયાર થઇ મેકઅપ કરી, સ્ટેજ પર કેટવોક કરતી બહેનોને જોઇ વળી પાછી અમારી આંખો વિસ્ફારિત થઇ જાય છે. બીજે દિવસે લગ્નોત્સવમાં આઠ અંધ યુવતીના લગ્ન આઠ અંધ યુવકો સાથે થતાં જોવાનો અનેરો લહાવો મળ્યો. આ બધી વાત માંડીને કરવાનું કારણ એક જ છે કે આ આખાય આયોજનના સૂત્રધાર કર્તાહર્તા શ્રીમતી મુક્તાબેન પંકજભાઇ ડગલી જેઓ પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે. ઇશ્વરના અન્યાયને પડકારતા ગુજરાતનાં ‘મધર ટેરેસા’ સાથે કરેલી ગોષ્ટિના થોડા અંશો ] મુક્તાબેન ચક્ષુ કેવી રીતે ગુમાવ્યા અને ત્યારપછીની મનોદશા જણાવતાં તેઓ કહે છે કે ‘હું સાત વર્ષની હતી મને ખૂબ તાવ આવ્યા કરતો. અને મેનેંજાઇટિસમાં મરી આંખોની રોશની સાવ ચાલી ગઇ. મેં ચીસ પાડી, મને કાંઇ દેખાતું નથી. સૌ ભેગા થઇ ગયા. આમ પણ અમારું આંકડિયા નાનું સરખું ગામ અમરેલી પાસે આવેલું છે. કેટલાક આંખોના ડૉકટરોને બતાવ્યું, પરંતુ સૌનો મત એક જ હતો. રેટિનાની ટ્રાન્સપરન્સી ચાલી ગઇ હવે કદી જોઇ નહીં શકે. એ વખતે હું મનથી ભાંગી ગઇ કે હું આંધળી થઇ ગઇ.હવે ચોપડી કેવી રીતે વાંચે શકીશ? મારે તો ખૂબ ખૂબ ભણવું છે. મારા બાપુને કહ્યું કે મને ખૂબ ભણાવો. ઘરમાં ઘણી ચર્ચા વિચારણા ચાલી. છેવટે મન મક્કમ કરી મને ભણવાની રજા આપી. કે.કે. પારેખ અંધવિદ્યાલય—ભાવનગર, બ્લાઇન્ડ વેલ્ફેર ટ્ર્સ્ટ-વડોદરા અને અંધ કન્યા પ્રકાશગૃહ, અમદાવાદ ખાતે હું બી.એ. બીએડ. અંધજનોના સ્પેશિયલ સબ્જેક્ટ્સ સાથે પાસ કર્યું. આ દરમિયાન વકતૃત્વ સ્પર્ધા, રમત ગમત સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા વગેરે અનેક સ્પર્ધામાં પારિતોષિકો જીત્યા.વેકેશનમાં કોઇની પણ મદદ વગર એકલી બસ-ટ્રેનમાં ઘરે આવવા લાગી. મારો આત્મવિશ્વાસ દૃઢ બન્યો. આંતરચેતના સતેજ બની જાણે ભીતર આંતરચક્ષુઓનો પ્રકાશ ઝળાંહળાં થવા લાગ્યો. ત્યારબાદ અંધજન ઉત્કર્ષ મંડળ-અમરેલીમાં શિક્ષિકા તરીકે જોડાઇ બાર વર્ષ કામ કર્યું.’ મુક્તાબેનનું લક્ષ હતું કે અંધજનો માટે કંઇક કરવું છે. કેમ કે અંધ વ્યક્તિ જ અંધની મુશ્કેલીઓ સમજી શકે, તેમણે સેવાને જીવનનું ધ્યેય બનાવ્યું. દેવામાં સતત કશુંક આપતા રહેવાનું અને અન્યનું શ્રેય કરવાની ભાવનાનો ભેખ લીધો. તેમણે અંધ બહેનોની સંસ્થા શરૂ કરી અને આજે અમારે ત્યાં 190 અંધ બહેનો છે. ખાવા,પીવા, રહેવા, કપડાલતા, શિક્ષણ, મેડિકલ તમામ ખર્ચ સંસ્થા ઉપાડે છે. આ બહેનોને તમામ પ્રકારની તાલીમ આપીએ છીએ. તેમનું ઘડતર સંસ્કારોનું સિંચન, શિસ્ત, વિવેક, સભ્યતા, સંસ્કારિતા વગેરેની તાલીમ આપીએ છીએ. અમારી દીકરીઓ ઉન્નત મસ્તકે જીવે અને જીવનમાં આગળ વધે એ જ અમારું લક્ષ્ય છે. અલબત્ત, મૂળમાં તેમની અંદર રહેલી નકારાત્મકતા દૂર કરીએ છીએ.આ બાબતમાં હું બહુ કડક વલણ ધરાવું છું. દરેક બહેને બારમાં ધોરણ સુધી ફરજિયાત શિક્ષણ લેવાનું રહે છે. આ સાથે રસોઇ, તળવું, ઇસ્ત્રી કરવી, સાફસફાઇ, ઘરકામ, સોય પરોવવી વગેરે પાયાના કામ શીખવીએ છીએ.’ મુક્તાબેન સંસ્થા વિશે જણાવે છે: હાલ સંસ્થાની 80,000 સ્ક્વેરફીટ બીલ્ટઅપ એરિયા એટલે કે પાંચ એકર જમીન છે અને તે માટે પણ મુક્તાબેન સરકારી અધિકારીઓ સાથે ખૂબ ઝઝૂમ્યા છે. મુક્તાબેનના લગ્ન પ્રજ્ઞાચક્ષુ પંકજભાઇ ડગલી સાથે ‘84ની સાલમાં થય. તેમણે શરત રાખી કે લગ્ન કરે, પરંતુ બાળક ન થવું જોઇએ, કેમ કે સંસ્થાની આ બધી બહેનોનાં તેઓ મા છે. મુક્તાબેનને અનેક એવાર્ડસ, સર્ટિફિકેટસ, માનપત્ર મળ્યાં છે. 1995માં નીલમ કાંગા નેશનલ એવોર્ડ, 2010માં માતા જીજાબાઇ સ્ત્રી શક્તિ એવાર્ડ, 2010 માં અપંગતા સાથે પર્સનલ ચેલેંજ એવોર્ડ, અમદાવાદમાં ધરતી રત્ન એવોર્ડ અને તાજેતરમાં મુંબઇમાં રૂસ્તમજી મેરવાનજી અલ્પાઇવાલા મેમોરિયલ એવોર્ડ વગેરે. તેમના જીવન પર બે નવલકથા લખવામાં આવી છે, એક, ‘અંજલિ ભરી અમે આંસુ પીધા’ –પ્રમોદ ત્રિવેદી અને બીજી ‘નેણમાં નવલ સૂર’- બકુલ દવે જે ખરેખર રસપ્રદ છે. સંસ્થા’વૃક્ષ’ નામની માસિક પત્રિકા બહાર પાડે છે તથા ‘દીદી’ નામની પત્રિકા બ્રેઇલ લીપિમાં બહાર પાડે છે. બહેનોનું આત્મબળ વધારવાની સાથે બ્રેઇલ લિપિમાં વાંચતા લખતા શીખવે છે. સંગીત વિશારદ ડીગ્રી, તબલાં, હાર્મોનિયમ વગેરે વગાડવા, કમ્પ્યુટર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક ફિટિંગ અને વાયરમેનના કોર્સ શીખવાડે છે. વળી અંધ બહેનોનાં લગ્ન કરાવી આપે છે. આ સંસ્થામાં બધા જ ધર્મ,પંથની બહેનોને પ્રવેશ મળે છે. કોઇ આંધળી બાળકી છાનીમાની મૂકી જાય, કચરાપટ્ટીમાં નાખી દીધી હોય તેવી બહેનોને સંસ્થા અપનાવે છે. મુક્તાબેનને કામ કરવામાં આનંદ આવે છે તેઓ ખે છે કે’ કામથી મને સ્ફૂર્તિ મળે છે, ઊલટું કામ ન હોય તો મને થાક લાગે .મુક્તાબેન તથા પંકજભાઇ બંને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આટલું ભગીરથ કામ કરી રહ્યા છે જે અન્યો માટે પ્રેરણાદયક છે.સંસ્થને સારા કામને કારણે ડોનેશન મળે છે. મુક્તાબેનની ભીતર ચેતનાનો અખંદ દીવો બળે છે. તેના ઉજાસમાં તેઓ કેટકેટલું જોઇ શકે છે. તેઓ જીવનરસથી સમૃદ્ધ છે વળી તેઓ વાણી, વર્તન અને કાર્યથી સહજ અને સ્પષ્ટ છે તેથી જ તેઓને ગુજરાતના ‘મધર ટેરેસા’ કહે છે. વાચકોને સંદેશ આપતાં મુક્તાબેન કહે છે, માણસ પાસે કોઇ એક અંગ ન હોય કે કોઇ નબળાઇ હોય તો હારી જવાની જરૂર નથી. મનોબળ મજબૂત રાખે તો દરેક કામમાં જરૂર સફળ થાય છે. નકારાત્મક વલણ ન રાખતા પોઝિટિવ થિંકિંગ રાખે તો સો ટકા સફળતા તેના ચરણ ચૂમશે. મુક્તાબેન માટે એક પંક્તિ યાદ આવે છે : ‘દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી’ –(ભાનુપ્રસાદ પંડ્યા) samachaar. 15feb. મળવા જેવા માણસ /કિરણ કાણકિયા/મુંબઇ સમાચાર,15 ફેબ્રુઆરી,2011 મેટ્રો વિભાગ/પાનું:2 ગુજરાતના મધર ટેરેસામુક્તાબેન પી.ડગલી [સુરેન્દ્રનગર સ્થિત’સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ’ ના પ્રાંગણમાં 150 અંધ બહેનો વાનગી સ્પર્ધામાં ભાગ લઇ રહી છે. રોટલી, બટાટાનું શાક, શીરો, પાપડ, સલાડ વગેરે .આ બધી અંધ બહેનોને રસોઇ કરતી જોઇ અમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય છે અને પછી બપોરે થઇ અંધ બહેનોની શક્તિ અને સૌંદર્ય સ્પર્ધા. આ સ્પર્ધામાં 33 બહેનોએ ભાગ લીધો. પોતાની મેળે જાતે તૈયાર થઇ મેકઅપ કરી, સ્ટેજ પર કેટવોક કરતી બહેનોને જોઇ વળી પાછી અમારી આંખો વિસ્ફારિત થઇ જાય છે. બીજે દિવસે લગ્નોત્સવમાં આઠ અંધ યુવતીના લગ્ન આઠ અંધ યુવકો સાથે થતાં જોવાનો અનેરો લહાવો મળ્યો. આ બધી વાત માંડીને કરવાનું કારણ એક જ છે કે આ આખાય આયોજનના સૂત્રધાર કર્તાહર્તા શ્રીમતી મુક્તાબેન પંકજભાઇ ડગલી જેઓ પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે. ઇશ્વરના અન્યાયને પડકારતા ગુજરાતનાં ‘મધર ટેરેસા’ સાથે કરેલી ગોષ્ટિના થોડા અંશો ] મુક્તાબેન ચક્ષુ કેવી રીતે ગુમાવ્યા અને ત્યારપછીની મનોદશા જણાવતાં તેઓ કહે છે કે ‘હું સાત વર્ષની હતી મને ખૂબ તાવ આવ્યા કરતો. અને મેનેંજાઇટિસમાં મરી આંખોની રોશની સાવ ચાલી ગઇ. મેં ચીસ પાડી, મને કાંઇ દેખાતું નથી. સૌ ભેગા થઇ ગયા. આમ પણ અમારું આંકડિયા નાનું સરખું ગામ અમરેલી પાસે આવેલું છે. કેટલાક આંખોના ડૉકટરોને બતાવ્યું, પરંતુ સૌનો મત એક જ હતો. રેટિનાની ટ્રાન્સપરન્સી ચાલી ગઇ હવે કદી જોઇ નહીં શકે. એ વખતે હું મનથી ભાંગી ગઇ કે હું આંધળી થઇ ગઇ.હવે ચોપડી કેવી રીતે વાંચે શકીશ? મારે તો ખૂબ ખૂબ ભણવું છે. મારા બાપુને કહ્યું કે મને ખૂબ ભણાવો. ઘરમાં ઘણી ચર્ચા વિચારણા ચાલી. છેવટે મન મક્કમ કરી મને ભણવાની રજા આપી. કે.કે. પારેખ અંધવિદ્યાલય—ભાવનગર, બ્લાઇન્ડ વેલ્ફેર ટ્ર્સ્ટ-વડોદરા અને અંધ કન્યા પ્રકાશગૃહ, અમદાવાદ ખાતે હું બી.એ. બીએડ. અંધજનોના સ્પેશિયલ સબ્જેક્ટ્સ સાથે પાસ કર્યું. આ દરમિયાન વકતૃત્વ સ્પર્ધા, રમત ગમત સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા વગેરે અનેક સ્પર્ધામાં પારિતોષિકો જીત્યા.વેકેશનમાં કોઇની પણ મદદ વગર એકલી બસ-ટ્રેનમાં ઘરે આવવા લાગી. મારો આત્મવિશ્વાસ દૃઢ બન્યો. આંતરચેતના સતેજ બની જાણે ભીતર આંતરચક્ષુઓનો પ્રકાશ ઝળાંહળાં થવા લાગ્યો. ત્યારબાદ અંધજન ઉત્કર્ષ મંડળ-અમરેલીમાં શિક્ષિકા તરીકે જોડાઇ બાર વર્ષ કામ કર્યું.’ મુક્તાબેનનું લક્ષ હતું કે અંધજનો માટે કંઇક કરવું છે. કેમ કે અંધ વ્યક્તિ જ અંધની મુશ્કેલીઓ સમજી શકે, તેમણે સેવાને જીવનનું ધ્યેય બનાવ્યું. દેવામાં સતત કશુંક આપતા રહેવાનું અને અન્યનું શ્રેય કરવાની ભાવનાનો ભેખ લીધો. તેમણે અંધ બહેનોની સંસ્થા શરૂ કરી અને આજે અમારે ત્યાં 190 અંધ બહેનો છે. ખાવા,પીવા, રહેવા, કપડાલતા, શિક્ષણ, મેડિકલ તમામ ખર્ચ સંસ્થા ઉપાડે છે. આ બહેનોને તમામ પ્રકારની તાલીમ આપીએ છીએ. તેમનું ઘડતર સંસ્કારોનું સિંચન, શિસ્ત, વિવેક, સભ્યતા, સંસ્કારિતા વગેરેની તાલીમ આપીએ છીએ. અમારી દીકરીઓ ઉન્નત મસ્તકે જીવે અને જીવનમાં આગળ વધે એ જ અમારું લક્ષ્ય છે. અલબત્ત, મૂળમાં તેમની અંદર રહેલી નકારાત્મકતા દૂર કરીએ છીએ.આ બાબતમાં હું બહુ કડક વલણ ધરાવું છું. દરેક બહેને બારમાં ધોરણ સુધી ફરજિયાત શિક્ષણ લેવાનું રહે છે. આ સાથે રસોઇ, તળવું, ઇસ્ત્રી કરવી, સાફસફાઇ, ઘરકામ, સોય પરોવવી વગેરે પાયાના કામ શીખવીએ છીએ.’ મુક્તાબેન સંસ્થા વિશે જણાવે છે: હાલ સંસ્થાની 80,000 સ્ક્વેરફીટ બીલ્ટઅપ એરિયા એટલે કે પાંચ એકર જમીન છે અને તે માટે પણ મુક્તાબેન સરકારી અધિકારીઓ સાથે ખૂબ ઝઝૂમ્યા છે. મુક્તાબેનના લગ્ન પ્રજ્ઞાચક્ષુ પંકજભાઇ ડગલી સાથે ‘84ની સાલમાં થય. તેમણે શરત રાખી કે લગ્ન કરે, પરંતુ બાળક ન થવું જોઇએ, કેમ કે સંસ્થાની આ બધી બહેનોનાં તેઓ મા છે. મુક્તાબેનને અનેક એવાર્ડસ, સર્ટિફિકેટસ, માનપત્ર મળ્યાં છે. 1995માં નીલમ કાંગા નેશનલ એવોર્ડ, 2010માં માતા જીજાબાઇ સ્ત્રી શક્તિ એવાર્ડ, 2010 માં અપંગતા સાથે પર્સનલ ચેલેંજ એવોર્ડ, અમદાવાદમાં ધરતી રત્ન એવોર્ડ અને તાજેતરમાં મુંબઇમાં રૂસ્તમજી મેરવાનજી અલ્પાઇવાલા મેમોરિયલ એવોર્ડ વગેરે. તેમના જીવન પર બે નવલકથા લખવામાં આવી છે, એક, ‘અંજલિ ભરી અમે આંસુ પીધા’ –પ્રમોદ ત્રિવેદી અને બીજી ‘નેણમાં નવલ સૂર’- બકુલ દવે જે ખરેખર રસપ્રદ છે. સંસ્થા’વૃક્ષ’ નામની માસિક પત્રિકા બહાર પાડે છે તથા ‘દીદી’ નામની પત્રિકા બ્રેઇલ લીપિમાં બહાર પાડે છે. બહેનોનું આત્મબળ વધારવાની સાથે બ્રેઇલ લિપિમાં વાંચતા લખતા શીખવે છે. સંગીત વિશારદ ડીગ્રી, તબલાં, હાર્મોનિયમ વગેરે વગાડવા, કમ્પ્યુટર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક ફિટિંગ અને વાયરમેનના કોર્સ શીખવાડે છે. વળી અંધ બહેનોનાં લગ્ન કરાવી આપે છે. આ સંસ્થામાં બધા જ ધર્મ,પંથની બહેનોને પ્રવેશ મળે છે. કોઇ આંધળી બાળકી છાનીમાની મૂકી જાય, કચરાપટ્ટીમાં નાખી દીધી હોય તેવી બહેનોને સંસ્થા અપનાવે છે. મુક્તાબેનને કામ કરવામાં આનંદ આવે છે તેઓ ખે છે કે’ કામથી મને સ્ફૂર્તિ મળે છે, ઊલટું કામ ન હોય તો મને થાક લાગે .મુક્તાબેન તથા પંકજભાઇ બંને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આટલું ભગીરથ કામ કરી રહ્યા છે જે અન્યો માટે પ્રેરણાદયક છે.સંસ્થને સારા કામને કારણે ડોનેશન મળે છે. મુક્તાબેનની ભીતર ચેતનાનો અખંદ દીવો બળે છે. તેના ઉજાસમાં તેઓ કેટકેટલું જોઇ શકે છે. તેઓ જીવનરસથી સમૃદ્ધ છે વળી તેઓ વાણી, વર્તન અને કાર્યથી સહજ અને સ્પષ્ટ છે તેથી જ તેઓને ગુજરાતના ‘મધર ટેરેસા’ કહે છે. વાચકોને સંદેશ આપતાં મુક્તાબેન કહે છે, માણસ પાસે કોઇ એક અંગ ન હોય કે કોઇ નબળાઇ હોય તો હારી જવાની જરૂર નથી. મનોબળ મજબૂત રાખે તો દરેક કામમાં જરૂર સફળ થાય છે. નકારાત્મક વલણ ન રાખતા પોઝિટિવ થિંકિંગ રાખે તો સો ટકા સફળતા તેના ચરણ ચૂમશે. મુક્તાબેન માટે એક પંક્તિ યાદ આવે છે : ‘દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી’ –(ભાનુપ્રસાદ પંડ્યા)

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,812 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: