બાળપુસ્તકાલયો દ્વારા વાચનયજ્ઞ

Sh.bor.51

 

 શબરીનાં બોર/ડો.પ્રફુલ શાહ /રંગદ્વાર પ્રકાશન

સંપર્ક: ડૉ.પ્રફુલ શાહ /‘પ્રશાંત’ ગાંધી સોસાયટી, સાવરકુંડલા ફોન:02845-224635

બાળપુસ્તકાલયો દ્વારા વાચનયજ્ઞ

 પાનું: 95

 

 આજે બાળકો પર ભણતરનો ભાર ઘણો છે. એક થેલો ભરીને પુસ્તકો લઇને બાળકોને શાળાએ જવાનું હોય છે. ટ્યૂશનો વ્યાપ વધવાથી શાળાઓમાં શિક્ષણ પૂરતુંન મળે; એટલે મા-બાપે બાલકોને માટે ત્યૂશ્નો ફરજિયાત રાખવાં પડે. દરેક બાળકને એકથી વધારે ટ્યૂશ્નો હોય છે. બાળક શાળાએથી ઘરે આવે એટલે તુરાત ટ્યૂશનમાં જવા દોડવાનું. બાળક સાંજના ઘરે આવે ત્યારે લોથપોથ થૈ ગયો હોય.થાકેલો બાળક પુસ્તક વાંચવાને બદલે ટીવી સામે બેસી જાય અને મા-બાપનું કહ્યું પણ ગણકારે નહિ. અપણે સૌ જાણીએ છીએ ક ટીવીમાં આજકાલ શું જોવા જેવું હોય છે ! ભારતીય સંસ્કૃતિને ન છાજે તેવું ઘણું બતાવાય છે. આ કારણે બાળકના વિચારોમાં પણ પરિવર્તન આવે છે.

આ પરિસ્થિતિને સમજીને અમારાં મોટાં બહેન વિનોદિનીભેન—(તેઓ સુરેન્દ્રનગાર એજ્યુકેશન સોસાઇટીના પ્રમુખ છે.) ને વિચાર આવ્યો કે બાળકોને ટીવીથી દૂર કરવાં, સારા વિચારો કરતાં કરવાં અને જ્ઞાન મળે તે માટે પ્રાથમિક ધોરણથી ઇતાર વાચનની ટેવ પાદવી. આમ થાય તો જ આ દૂષણમાંથી બાળકો બહાર નીકળી શકશે. તેમણે તો સુરેન્દ્રનગરમાં ધૂણી ધખાવી. સુરેન્દ્રનગરનાં જુદાંજુદાં સ્થળોએ મારા પિતાશ્રી શાંતિલાલ ગીરધરલાલ શાહના નામે પુસ્તકાલયો શરૂ કર્યાં. તેમ્ને ભેનોનો સાથ સરસ મળ્યો.

 બહેન ઘરે પુસ્તકાલાય ચલાવે. બાળકો હોંશે હોંશે પુસ્તકો લેવા આવે. ક્યું પુસ્તક વધારે ગમે છે, તે બરાબર જુએ, વાંચે અને પછી પસંદ કરીને લઇ જાય. આજે બહેનને 8 વર્ષ થયાં છે, પરંતુ બાળકોને પુસ્તકો અપવામાં ગૂંથાયેલાં જ હોય. અમને મન્માં વિચાર આવે કે આ કામ કરવા જેવં છે. અપ્રંતુ હિંમત ચાલે નહિ. ડૉકટર હોવાને નાતે આવી જવાબદારી લેવી તે મુશ્કેલ કાર્ય લાગે.

 એક વખત અમે સુરેન્દ્રનગર ગયાં ત્યારે બહેને બાળમેળાવડો યોજેલો. અને જે બાળકોએ વધારે પુસ્તકો વાંચેલાં તેમને ઇનામો અપાતાં જોયાં. મારાં પત્ની ઇન્દિરાને મન થઇ ગયું કે આવું કાર્ય અમારે સાવરકુંડલામાં શરૂ કરવું. બહેનને વાત કરી. બહેન ખૂબ રાજી થયાં.

 અમારા મિત્ર સત્યમુનિ, સાહિત્યપ્રેમી અને બાળકોની પ્રવૃત્તિમાં રસ લેનારા, તેમને વાત કરી. અમારા બીજા એક મિત્ર બાલાભાઇ વણજારા, તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક છે, તેમને વાત કરી કે બાળકો માટે પુસ્તકાલય કરવું છે, પરંતુ બાળકો કેવી રીતે ભેગા કરવા? બાલાભાઇએ બીડું ઝડપ્યું અને એક અઠવાડિયામાં 150 ફૉર્મ ભરાયાં. તા. 13એપ્રિલ 1997 ના સત્યમુનિના હસ્તે બાળપુસ્તકાલયની શરૂઆત કરી. 80 થી 1000 જેટલાં પુસ્તકો ખુલ્લાં મૂકેલાં. 125 બાળકો પ્રથમ દિવસે પુસ્તકો લેવા આવ્યાં. સુંદર વાતાવરણ અને બાળકોના કિલ્લોલ વચ્ચે અમારું પુસ્તકાલય શરૂ થયું.

 મંગળવાર અને શુક્રવારે પુસ્તકો આપવાનો સમય રાખેલો. ઇન્દિરાએ પુસ્તકાલય ચલાવવાની જવાબદારી સ્વીકારેલી, એટલે સાંજના 4થી 7 સુધી, થાકી જાય ત્યાં સુધી બાળકોની લાઇન રહેતી. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ચાલી.અમે પણ તેમનો ઉત્સાહ વધે એટલે જુદા જુદા કાર્યક્રમો આપતાં રહ્યાં: વકતૃત્વ સ્પર્ધા, વાર્તા(લેખન, બોલવાની) ચિત્રકામ, રંગપૂરણી, એક મિનિટ, ઉદ્યોગ, અંતાક્ષરી, રમતગમત, તહેવારોની ઉજવણી, જેમાં હોળીના દિવસે બાળકો સાથે રંગે રંગાયા, નાસ્તા કર્યાં. બેસતા વર્ષના દિવસે સ્નેહમિલન ગોઠવેલું, મકાર સંક્રાંતિ વખતે પતંગ વગેરે…

દરેક હરીફાઇમાં બાળકોને ઇનામો મળે, જે બાળકોએ ભાગ લીધો હોય તે બધાં બાળકોને નાનું-મોટું ઇનામ તો આપવાનું જ. બાળક નિરાશ થઇને ઘરે તો ન જ જવો જોઇએ. તે પછી સૌ મોં મીઠાં કરે પછી જ ઘરે જય

. બાળકોને તેમના જન્મદિવસના દિવસે પત્ર મળે, તે પ્રયોગ સૌથી ઉત્તમ રહ્યો. બાળકને અમે શુભેચ્છા, આશીરવાદ આપતો પત્ર લખીએ, બાળક તે દિવસે પૉસ્ટમૅનની રાહ જોઇ બારણે ઊભો હોય. જેવો પત્ર મળે કે ઝડપથી પત્ર લઇને વાંચે અને કુટુંબને વંચાવે. ઘરમાં ખુશીનો માહોલ ઊભો થાય. સાંજના બાળક અમારે ત્યાં આવી, જાતે રૅપર ખોલી અમારા મોંમા ચૉક્લેટ મૂકે. કોઇક વાર તેમના વાલી અમને નાસ્તા માટે ઘરે બોલાવે, અમે જઇએ, કુટુંબ સાથે પરિચય થાઅય, એક સંબંધ બંધાય.

 એક ઘરે અમે ગયેલાં, અને વાતો કરતાં દીકરીનાં દદીમાએ હરખ વ્યક્ત કર્યો કે “તમે આ દીકરીને શું પાયું છે કે ઘરમાં સાફસૂફી કરતાં પણ તેના હાથમાં પુસ્તક તો હોય જ !’ તે દીકરીએ તેના અભ્યાસ દરમિયાન 1700 પુસ્તકો વાંચેલાં, હાલમાં તે ડૉકટરી લાઇનમાં ( M.B.B.S.)માં અભ્યાસ કરે છે. તેનો ભાઇઅ કે જે ચિત્રકામમાં હંમેશાં પ્રથમ આવતો તે આજે દાંતનો ડૉકટર છે

. બાલકોને અમે જન્મદિનની ટપાલ લખીએ. તેનો પ્રત્યુત્તર પણ બાળકો અને તેનાં માતા-પિતા આપે. તે પત્રમાં તેમનો પ્રેમ નીતરતો અમે જોઇ શકીએ. આ પ્રેમની લૂંટાલૂંટ અમે માણી શકીએ છીએ. બાળકોને પ્રસંગોપાત્ત શિખામણ પણ આપીએ. એક દિવસ બાળકોને બેસાડી વાત કરી કે જેમ આપણાં ઘરમાં કોઇ બીમાર પડે તો તેમની સેવા-ચાકરી કરીએ છીએ, તેમ અહીં તમે બધાં બાળકો આવો છો. તે પણ તમારું કુટુંબ જ છે. તમારામાંથી કોઇવાર કોઇ બીમાર પડે તો તમારે તેની ખબાર કાઢવા જવું જોઇએ. તેને માટે એક સુંદર ફૂલ લઇને જવું. અને તેને ગમે તેવી તેની સાથે વાતો કરવી. શાળાના અભ્યાસમાં પાછળ ન રહી જાય એ માટે તેમાં પણ તેને મદદ કરવી.

આ વાત કરીને થોડા દિવસમાં અમને ખબર પડી કે,અમારી એક દીકરીને લોહીનું કૅંસર (Leukaemia) થયું છે. પથારીમાંથી ઊભી થઇ શકતી નથી, અને દિવસો ગણાય છે. બાળકોને આ વાત કરી એટલે સૌ બાળકો દીકરીને ત્યાં જવા તૈયાર થયાં. સૌને કહ્યું કે અમારા ઉદ્યાનમાંથી સૌ એકએક ફૂલ લઇને જજો. દીકરી તો પથારીમાંથી ઊભી થઇ શકતી ન હતી અને પડખું પણ ફરી શકતી ન હતી. એક સાથે આટલાં બધાં બાળકો એના ઘરે ગયા અને તેની પથારી ફૂલોથી ભરી દીધી. તેથી તેના ચહેરા પર સ્મિત રેલાયું, ચેતના આવી.

 અમે તે પહેલાં તેને ત્યાં જિ આવેલાં. તેની અ સ્થિતિ જોઇને અમને દુ:ખ થયું. તેના માટે કાંઇ થઇ શકે તો કરવાની અમારી તૈયારી હતી. ઘરે આવીને ડૉક્ટર મિત્રોને ફોન જોડ્યા. અમદાવાદથી ડૉકટરે શુભ સમાચાર આપ્યા કે અત્યારે Lymphatic Leukaemia માં સારું થઇ શકે છે. અમને આશા બંધાઇ . દીક્રીને 600 સી.સી. જેટલું લોહી અહીં અમારા ડૉકટર વડેરાસાહેબે ચડાવ્યું અને દીકરીને ચાલતી કરી. આ સમય દિવાળીનો હતો. બેસતા વર્ષન્સ્સ બીજે દિવસે અમારે ત્યાં સ્નેહમિલન ગોઠવ્યું. દીક્રીને લેવા માટે ગાડી મોકલી. બાલકો શિસ્તબદ્ધ રીતે બેસી ગયાં. દીકરી અમારા દરવાજાથી ઝૂલા સુધી ચાલતી આવી. સૌએ તેને આવકારી અને ખુશી વ્યક્ત કરી. બાળકોએ ગીતો ગાયાં. જોક્સ કહી એટલે વતાવરણ સુંદાર મજાનું ખડું થયું. સૌ નાસ્તો ક્રી છૂટા પડ્યા.

 ધીમે ધીમે બાળકોની સંખ્યા 550 સુધી પહોંચી. ઇન્દિરા બાળકોને વહાલ કરતાં જાય અને પુસ્તકો આપતાં જાય. ઘરે મહેમાન આવે તોપણ તેમનું કામ છોડવાની વાત નહિ,મહેમાનને બેસવું પડે. મહેમાન પણ વાતાવરણ જોઇને ખુશ થાય.

દર વર્ષે વાલીસંમેલન યોજાય. અમારો ઉદ્યાન ભરાઇ જાય. સૌના ચહેરા પર ખુશાલી હોય, કારણ કે આજે તેમનાં બાળકોને ઇનામો મળવાનાં હોય. સભ્યપદ દરમ્યાન સૌથી વધારે પુસ્તકો વાંચ્યાં હોય તેવાં બાળકો અને તે વર્ષે વધારે પુસ્તકો વાંચ્યાં હોય તેમને ઇનામો મળે. અને જે બાળકોનાં નામ રજિસ્ટર પર હોય તે બધાં બાળકોને નાનું-મોટું ઇનામ તો આપવાનું જ.

અમને મનમાં વિચાર આવ્યા કરતાં કે કુંડલાના બાળકોને તો ઇતર વાચનનો લાભ મળે છે.પરંતુ મોટા ફલક પર કામ થઇ શકે તો કેમ ! પરંતુ કોઇ વિચાર ચોક્કસ આકાર લેતો ન હતો.

 એક દિવસ રાતના એક વાગ્યે સુધબેન મૂર્તિનું પુસ્તક ‘સંભારણાંની સફર’ હાથમાં આવ્યું .જેનો અનુવાદ સોનલબહેન મોદીએ કર્યો છે અને આખું પુસ્તક વાંચ્યું. તેમાં એક વર્તા મને સ્પર્શી ગઇ. સુધાબહેનના દાદા પ્રાથમિક શાળાના શિક્ષક હતા. દાદા સુધાબહેનને દરરોજ એક વાર્તા કરે પછી જ તેમને ઊંઘ આવતી. સમય જતાં દાદા પાસે વાર્તાનો ભંડાર ખાલી થઇ ગયો. પહેલાં કહેલી વાર્તા દાદાએ ફરીથી કહી, એટલે બહેને કહ્યું કે આ વારતા તમે મને કરી છે. દાદાને થયું કે હવે મારે સુધાને પુસ્તકાલયમાં લઇ જવી પડશે .બીજા દિવસથી દાદાએ બહેનને પુસ્તકાલયમાં લઇ જવાનું શરૂ કર્યું . અમુક પુસ્તકો દાદા કાઢી આપે અને દીકરી વાંચે. દાદા બહાર આવી એક ઝાડ નીચે બેસી બાળકોને એકઠાં કરી વારતા કહે. દીકરી વાંચી લે પછી દાદા–દીકરી ઘરે જાય. સમય વીતતો ગયો. દીકરી કૉલેજમાં દાખલ થઇ. અહીં દાદાનો અંતકાળ નજીક આવ્યો. દાદાએ દીકરીને બોલાવી વહાલથી એટલું જ કહ્યું કે બેટા, મારા અવસાન પછી મને યાદ કરી એક પુસ્તકાલય કરજે. સુધાબહેને કર્ણાટકમાં 10,000 પુસ્તકાલયો કર્યાંછે.

મને તુર્ત વિચાર અવ્યો કે સુધાબહેને તો ઇંફોસિસના ચૅરમૅન નારાયણમૂર્તિનાં પત્ની છે અને પોતે પણ સમાજસેવિકા છે.આપણે બે મીંડાં કઢી નાખીએ અને અમરેલી જિલ્લામાં 100 પુસ્તકાલયો કરીએ તો કેમ? મારાં પત્નીને તુરત જગાડી ને વાત કરી. તેઓ તુરત જ સહમત થયાં. બીજા દિવસે પેપરમાં જાહેરાત આપી. થોડા દિવસમાં અમરેલી જિલ્લાની શાળાઓમાંથી શિક્ષકોના પત્રોનો ઢગલો થઇ ગયો. કલ્પના નહોતી તેવો પ્રતિસાદ મળ્યો.

 સારી એવી મહેનત લઇને ધોરણ એકનું બળક વાંચી શકે ત્યારથી ધોરણ 7 સુધીનાં બાળકો વાંચી શકે તેવાં શ્રેષ્ઠ પુસ્તકોની પસંદગી ક્રી. અમારા અંદજે 400 પુસ્તકો રૂ.7000/-, આસપાસનાં થતાં હતાં .જુદ જુદા બુકસેલરોની સાથે ફોન પર ચર્ચા થઇ અને અમને 30 %થી 50 % વળતર સાથે પુસ્તકો આપવા સહમત થયા.ચાર મહિનામાં તો અમે 100 પુસ્તકાલયો ખોલી શક્યાં . મોટાભાગની શાળાઓમાં અમે જાતે પુસ્તકાલયો ખોલવા જતાં હતાં .સ્કૂલમાં નાનાં બાળકો સુંદર કાર્યક્રમ આપે. ગીત, નૃત્ય, ગરબા અમને ઝૂબ ગમે.ગામડામાં સારી એવી સંખ્યામાં લોકો આવતા.

 અમરેલી જિલ્લાનાં 630 ગામડાં ઓ અને તેની મોટી પ્રાથમિક શાળાઓ 650 જેટલી અને નાની 100 જેટલી. શિક્ષકોના પત્રો આવતા જ ગયા. પરંતુ 650 સ્કૂલોને પુસ્તકો આપવા એટલે ખર્ચ 35-40 લાખ સુધી પહોંચે. તે મેળવવાનુ6 કપરુ6 કામ હતું. પરંતુ અમે વિચાર્યું કે, આ તો પ્રભુનું કાર્ય છે. આ કાર્ય બતાવનાર ઇશ્વર જ છે. એટલે તે પૂરું કરશે. એમ માનીને બીજે દિવસે મારા ભાઇઅ હસમુખભાઇઅને ફોન કરીને વાત કરી, ભાઇએ કહ્યું કે,” ભાઇ, આ સુંદર કાર્ય છે. તમે આગળ વધો આપણે પહોંચી વળીશું.” મને પણ શાયર નાઝીરનો શેર યાદ આવી ગયો:

પ્રબુનું કાર્ય પલટાટાં કદી મેં જોયાં નથી

 અને આંસુઓને આંખમાં પાછા જતાં કદી જોયાં નથી.

 ગગનમાંથી ખરતાં નિહાળ્યા છે ઘણાં તારલા

પણ એ તારલાને પાચા ગગનમાં જતા જોયા નથી.

 બસ, કાર્ય આરંભી દીધું. શિક્ષકોના પત્રો આવવા લાગ્યા. અનેક સ્કૂલમાંથી બાળકોને પત્રો પણ આવવા લાગ્યા. ત્યાં અમને એક વિચાર સ્ફુર્યો કે સંત શ્રી મોરારીબાપુને બોલાવીએ. તેઓ સાહિત્યના જીવ છે અને પૂ. બાપુ શિક્ષકોને સંબોધન કરશે તો શિક્ષકોમાં એક નવી ચેતના જાગશે અને આપણું કાર્ય સફળ બનશે.

 પૂ. મોરારીબાપુને મળવા ગયા. એક જ ક્ષણમાં આમંત્રણનો સ્વીકાર કર્યો. 18/01/2007 તારીખ નક્કી થઇ. અહીં બાપુને સત્કારવા શિક્ષકમિત્રો તૈયાઅર હતા. દરેક શાળામાંથી 5 બાળકોને અને 2 શિક્ષકોને આવવા કહેવામાં આવેલ. 500 બાળકો અને 200 શિક્ષકમિત્રો આવે તેમ ગોઠવાયું. દરેક બાળક અલગાલગ પોશાકમાં આવે તેમ સમજાવવામાં આવેલું.

તા.18મી એ બાપુ પધાર્યા. અમારા ઉદ્યાનમાં જ કાર્યક્રમ યોજવામાં આવેલો.બાળકોએ દોરેલાં સુંદાર મજાનાં ચિત્રોનું પ્રદર્શન ગોઠવેલું. તેમાં શબરી –રામનું જીવન પણ બતાવવામાં આવેલું. દરેક સ્કૂલમાં પાંચ હરીફાઇ યોજવામાં આવેલી. જેમાં 7000 બાળકોએ ભાગ લીધેલો. બાપુની હાજરીમાં 7000 બાળકોમાંથી દરેક હરીફાઇ જેવી કે વાર્તા હરીફાઇ, વક્તૃત્વહરીફાઇ, બાળગીત, રંગપૂરણી, ચિત્રકામ વગેરે હરીફાઇ માં પ્રથમ આવેલ બાળકોનો કાર્યક્રમ રાખેલ. બાપુની હાજરીમં એક બાળકે જે વારતા કહી, તે સાંભળીને સૌ શ્રોતાજનો વાહ…. વાહ…. કરવા લાગ્યાં.પૂ. બાપુએ પણ બાળકને લાડ લડાવ્યાં. શાબાશી આપી. ઇનામ આપ્યું તે દૃશ્ય ભવ્ય અને સુંદર હતું. બાળકો જુદા જુદા પહેરવેશમાં આવેલં: જેવા કે રામ, લક્ષ્મણ, હનુમન, શિવાજી, નેતાજી, રાણી લક્ષ્મીબાઇ, ઋષિઓ વ્ગેરે. 500 બાળકોને આવા અલગ-અલગ વેશમાં જોઇને સૌ આશ્ચર્યચકિત થયાં. કાર્યક્રમ ત્રણ કલાક ચાલ્યો. પૂ.બાપુ આજે કકોઇ જુદા જ મૂડમાં હતા. તેમને ખૂબ આનંદ થયો અને શિક્ષકમિત્રોને સાચા શિક્ષક બનવાની શીખ આપી. બાળકો પર પ્રેમની વર્ષા કરી. પૂ. બાપુએ ‘સોનલ ફાઉન્ડેશન’ને એક તુલસીપત્ર રૂપે રૂ.5000/- એક પુસ્તકાલય માટે આપ્યા.

 પૂ.બાપુના આશીર્વાદે અમારું કામ સફળ થઇ ગયું. માર્ચ, 2008 સુધીમાં એટલે કે બે વર્ષમાં અમે 754 પુસ્તકાલયો આપી શક્યાં. અમરેલી જિલ્લની દરેક સરકારી પ્રાથમિક સ્કૂલને પુસ્તકાલય અપાયું.

 અમરેલી જિલ્લાના 630 ગામડાની પ્રાથમિક સ્કૂલોમાં આશરે 2,00,000 જેટલા વિદ્યાર્થીઓ છે. તેમને પુસ્તકો અપાયાં. તેઓ આપેલાં પુસ્તકો વાંચે તે માટે અમે આચાર્યોને સતત ફોન, પત્રો લખતા રહ્યાં, વાલી સંમેલનો યોજાયાં. અમારા પર પત્ર આવવા શરૂ થયા. મોટાભાગની શાળાઓમાં પુસ્તકો વંચાય છે. બાળકોને પુસ્તકો ઘેર વાંચવા આપવામાં આવે છે અને દર શનિવારે પ્રાર્થના હૉલમાં પ્રર્થના સ્મયે અમુક બાળકો તેમ્ણે વાંચેલા પુસ્તકમાંથી વાર્તા ખે છે. દરેક આચાર્યને અમે આગ્રહ કરીને લખેલ કે બાળકો અમને પત્ર લખે. તેમને કેવાં પુસ્તકો વાંચવાં ગમે છે, તે અમારી જાણવું છે.

અમારા પર બાળકોના પત્રો આવવા શરૂ થયા. તેમને પુસ્તકો વાંચવાની કેવી મજા પડે છે, પુસ્તકો વાંચવાથી તેમને શો બોધપાઠ મળ્યો અને કેવાં પ્રકારનાં પુસ્તકો વાંચવાં વધારે ગમે છે તે બધું બાળકો લખે છે. અમુક શાળાઓ તો એવી છે કે જયાંથી અમને તે શાળાના દરેક બાળકના પત્રો મળ્યા છે. અમારે ત્યાં પ્રતિદિન 30થી માંડીને 100 બાળકોના પત્રો આવે છે. દરેક પત્રના જવાબ મારાં પત્ની ઇન્દિરા આપે છે. તે પત્રો સ્કૂલના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે છે. દરેક બાળક પોતાનું નામ વાંચીને ખુશ થાય અને આમ પત્રોનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. આવા 12,000થી વધારે પત્રો અમને મળ્યા છે. અમે તેને સાચવીને રાખ્યા છે. અમારી આ મૂડી છે.

 અમરેલી જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં પુસ્તકાલયો અપાયાં. બાળકોના 12,000થી વધારે પત્રો અમને મળ્યા એટલે અમને વિચાર આવ્યો કે જિલ્લાના બે લાખ બાળકોની વકતૃત્વ હરીફાઇ અને વાર્તાહરીફાઇ યોજીએ તો બાળકોમાં ઉત્સાહ વધશે અને તેના કારણે વધારે બાળકો ઇતર વાંચન તરફ પ્રેરાશે.

 જિલ્લા શિક્ષણાધિકારી સાથે ચર્ચા થઇ અને તેઓ હરીફાઇ યોજવા તૈયાર થયા. જિલ્લામાં 11 તાલુકા છે. દરેક તાલુકામાં હરીફાઇ યોજાય અને પ્રથમ બે બાળકો પસંદ થાય. 11 તાલુકા હોઇ બંને સ્પર્ધામાં11-11 બાળકો નક્કી થયાં. તેમની વચ્ચે હરીફાઇ યોજવામાં આવી. પ્રોફેસરો અને સાહિત્યકાર નિર્ણાયક તરીકે રહ્યા. વકતૃત્વ અને વાર્તા હરીફાઇમાં દરેકમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને મોટાં ઇનામ અને બાકીના 16 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન-ઇનામો આપવાનું નક્કી કર્યું.

 આપણા આદરણીય સંતશ્રી ધર્મબંધુજીને આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે સહર્ષ સ્વીકાર્યું અને તા. 30/12/2008 ની સવારે કાર્યક્રમ યોજવામાં આવ્યો. તે દિવસે પુસ્તક રેલી કાઢવામાં આવી. કુંડલાની 40 થી વધારે પ્રાથમિક શાળાનાં બાળકો રેલીમાં જોડાયા. બે બળદગાડીને શણગારવામાં આવી. તેમાં પુસ્તકો મૂકવામાં આવ્યાં. રેલીમાં 9500 બાળક જોડાયાં. સૂત્રો પોકારતાં બાળકો ગામમાં ફર્યાં. ‘અમને પેપ્સી નહિ, પુસ્તક આપો.’ જેવાં અનેક સૂત્રો બાળકો બોલતાં હતાં. બાળકો અને શિક્ષકોનો ઉત્સાહ અનેરો હતો. તે દિવસે ગુલ્લાબી ઠંડી હતી.

 સ્વામી ધર્મબંધુજી સવારના 10:30 વાગ્યે પધાર્યા. બાળકો, શિક્ષકો, આમંત્રિતોથી મંડપ ખીચોખીચ ભરેલો હતો. બહારથી પણ ઘણા મહેમાનો આવેલા. કાર્યક્રમ શરૂ થયો. સ્પર્ધામાં પ્રથમ આવેલાં બંને બાળકો ખૂબ સુંદર બોલ્યા. સ્વામીજી અને સભાજનો ખૂબ પ્રભાવિત થયાં.

 સ્વામીજીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, “ હવે મંદિર-મસ્જિદોની જરૂર નથી. પુસ્તકવાચનની પરબો ખોલવાની જરૂર છે.” એક કલાકના પ્રવચનમાં સ્વામીજીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધાં.

 બાવીસે બાળકોને સ્વામીજીના હસ્તે ઇનામો આપવામાં આવ્યાં ત્યારે મંડપમાં બેઠેલાં બાળકો અને સૌએ બાળકોને તાળીઓના ગડગડાટ થી વધાવ્યાં.

 ભાવનગર જિલ્લામાં શિશુવિહાર દ્વારા અને અમારામિત્ર રસિકભાઇ હેમાણીની મદદથી 300થી વધારે પુસ્તકાલયો અપાયાં છે. ભાવનગર જિલ્લાના 1200 ગામડાની પ્રાથમિક શાળાઓને પુસ્તકાલયો આપવાની તેમની અભિલાષા છે.

 રાધનપુરમાં પણ શ્યામસુંદરભાઇ પુસ્તકાલયો ખોલવાનું કાર્ય કરી રહ્યા છે. અન્ય સ્થળે પણ પુસ્તકાલયો ખોલવાનું કાર્ય થશે તેવા સમાચાર અમને મળ્યા છે.

જો દરેક પ્રાથમિક શાળામાં પુસ્તકાલયો શરૂ થાય અને પહેલા ધોરણનાં બાળકો મૂળાક્ષર શીખે, ત્યારથી તેમને વાંચવાની તેવ પડે તો ક્રમશ: સાત ધોરણ સુધી ઇતર વાચન કરતાં રહેશે અને તેમને હંમેશને માટે ઉપયોગી ઇતર વાચન કરવાની ટેવ પડશે, તેમ અમારું માનવું છે.

 આજના દિવસે અમને 17,000 બાળકોના પત્રો મળ્યા છે. 80 % શાળાઓના બાળકોના પત્રો છે. બાકીની 20 % શાળાઓમાંથી પણ બાળકોના પત્રો તેવો અમારો પ્રયત્ન ચાલુ છે.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
One comment on “બાળપુસ્તકાલયો દ્વારા વાચનયજ્ઞ
  1. aakash કહે છે:

    waah…..good work….Adbhut

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: