કસુંબીનોરંગ+

Sona-naavadee

કાવ્ય-મંજૂષા 

(સોના-નાવડી/સમગ્ર કવિતા/ઝવેરચંદ મેઘાણી)માંથી કેટલીક કવિતાઓ

 

(1)

કસુંબીનોરંગ

લાગ્યો,કસુંબીનો રંગ – 

પાના:5 અને 6ઓતરાદા  

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!

જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં  

પીધો કસુંબીનોરંગ;  

ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ  

પામ્યો કસુંબીનો રંગ.—રાજ…

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં  

ઘોળ્યો કસુંબીનો રંગ;

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ  

ચોળ્યો કસુંબીનો રંગ.—રાજ… 

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં  

ભભક્યો કસુંબીનો રંગ;

સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં  

મહેક્યો કસુંબીનો રંગ.—રાજ…

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર  

ચાખ્યો કસુંબીનો રંગ;

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ

ગાયો કસુંબીનો રંગ;

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે

પાયો કસુંબીનો રંગ.—રાજ…

પીડિતની આંસુડાધારે –હાહાકારે

પાયો કસુંબીનો રંગ.—રાજ…

શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે

સળગ્યોકસુંબીનો રંગ.—રાજ…

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે

છલકાયો કસુંબીનો રંગ;

બિસ્મિલ બેટાઓની માતાને ભાલે

છલકાયો કસુંબીનોરંગ.—રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા: રંગીલાં હો !

પીજો કસુંબીનો રંગ;

દોરંગાં દેખીને ડરિયાં :ટેકીલાં હો !

લેજો કસુંબીનો રંગ !—રાજ…

રાજ,મને લાગ્યો કસુંબીનો રંગ-

લાગ્યો કસુંબીનો   રંગ.

બિસ્મિલ=કતલ થયેલ.

‘યુગવંદના ‘નું પ્રારંભ ગીત :1944.સોરઠમાં ને ગુજરાતમાં નવવધૂની કસુંબલ ચૂંદડી.શૌર્ય પ્રેમીની કસુંબલ આંખ.બહારવટિયાનાં ‘લાલ કસુંબલ લૂગડાં’ અને ‘ધ્વજ પ્રકાશશે ઝળહળ કસુંબી પ્રેમશૌર્ય-અંકિત’એકવિ નર્મદની ગીત પંક્તિપ્રચલિત છે.સુગંધે મહેકતો, ન ભડકા જેવો કે ન આછો,પણલાલપમાં કાળાશ ઘૂંટી કરેલોહોય તેવો આ કસુંબલ રંગ ઉત્તમ ગણાય છે.જીવનનોપણ એવો જ કસુંબલ રંગ :હ્રદયના સર્વ ભાવો જેમાં નિચોવાયા હોય તેવો રંગ જીવનકસુંબીનો. એવી સકલ ઊર્મિઓના રંગે રંગાયેલા કોઇ વિરલાને નિર્દેશી રચ્યું છે.

——————————————————————————————————-

(2) ઓતરાદા વાયરા,ઊઠો !

પાનું :12

ઓતરાદા વાયરા,ઊઠો ઊઠો હો તમે-

ઓતરાદા વાયરા,ઊઠો !

કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી

ઓતરાદા વાયરા,ઊઠો !

ધૂણંતાં શિવ-જોગમાયાને ડાકલે

હાકલ દેતા,હો વીર,ઊઠો !

ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે

પૂરપાટ ઘોડલે છૂટો !—ઓતરાદા…

ધરતીના દેહ પરે ચડિયા છેપુંજ પુંજ

સડિયેલાં ચીર,ધૂળ,કૂંથો;

જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગ:

ઝંઝાના વીર,તમે ઊઠો ! –ઓતરાદા…

કોહેલાં પાંદ- ફૂલ ફેંકી નાખો રે,ભાઇ !

કરમાતી કલીઓને ચૂંટો;

થોડી ઘડી વાર ભલે બુઝાતા દીવડા :

ચોર-ધાડપાડ ભલે લૂંટો !—ઓતરાદા…

છો ને છુંદાય મારી કૂણેરી કૂંપળો:

સૂસવતી શીત લઇ છૂટો;

મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,

ચીરો ચમકાટ એનો જૂઠો !—ઓતરાદા…

ઊઠો,કદરૂપ ! પ્રેતસૃષ્ટિના રાજવી !

ફરી એકવાર ભાંગ ઘૂંટો:

ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા 

હુહુહુકાર-સ્વરે કાલ,ઊઠો !—ઓતરાદા…

કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ !

રહેજે ચંદની ગોદ સૂતો;

નથી નથી પર્વ પુષ્પધંવાનું આજ :ઘોર

વિપ્લવના ઢોલડા ધડૂકો !—ઓતરાદા…

1934.બેસતા વર્ષને દિવસે રચાયું.કાર્તિક-માગશરથી પવન પલટાઇને ઉત્તર-દક્ષિણ વહે છે.વિશુદ્ધિકરણની  પાનખર ઋતુ મંડાય છે.નવરચનાને કારણે જીવનવાયરા પણ એવા જ સૂસવતા ને સંહારક જોઇએ છે.

——————————————————————————————————————–

(3)ધીમા ધીમાલોચન ખોલો

(‘ગરનારીના ઉતારા રે ભાઇ ! વેલાના ઉતારા’—એભજન-ઢાળ)

પાના:14 અને 15

હળવાં હળવાં  લોચન ખોલો

ધીમાં ધીમાં લોચન ખોલો રે

સંહારના સ્વામી ! થોડા ડોલજો હો જી.

ભમ્મરથી ભૂકમ્પોને ખેરજો હો જી ! 1

દેવા ! પાંપણ નેસૂંપડલે

સ્વામી ! પાંપણને સૂપડલે રે

સોજો ધરતીનાં કસ્તર ઝાટકી હોજી.

મીટુંમાં માંડો,માલિક !ત્રાજવાં હોજી.2

ત્રણે ખંડોને લ્યો તોળી

ચૌદે બ્રહ્માંડોને તોળી રે

સાંધણ  નવ રાખો એકે વાલનાં હોજી.3

દીઠે દાવાનળ ચેતાવ્યા

ચોગમ હુતાશન ચેતાવ્યા રે

સળગ્યા સિંધુ ને સળગ્યાં સાયરાં હોજી.

માથે  વીંટાળ્યા ધણીએ રાફડા હો જી 4

ભીતર ભોરિંગો ફૂંફાડે

જાગ્યા વાસંગી ફૂંફાડે રે

ભાગ્યા  વાદી ને ભાગ્યા ગારુડી હો જી.

ભીડી પલાંઠી અવધૂ બેસિયા હોજી.

એનાં અણચલ છે યોગાસન

એનાં મૂંગાં મૂંગાં શાસન રે

શબદ વિણ,હાકમ ! સત્તા હાલતી હોજી.

કેને નવ મેલ્યા કેને મેલશે હો જી.

સ્વામી સૌ નાં લેખાં લેશે

વારાફરતી લેખાં લેશે રે

ખાતાં સૌ સૌનાં ખતવી રાખજો હો જી.

સંહારના સ્વામી !તારો વાંક શો હો જી.

તમને ઢંઢોળી જગાડ્યા

ધૂણી ધફોડી જગાડ્યા રે

જગવણહારાને જુગતે ઝાલજો હોજી.

સંહારના સ્વામી !તુંને વંદના હોજી.

તું છો શિવ અને છો સુંદર

તું છો સત્ય અને છો મંગળ રે

આખર તો એવા રૂપે રાજજો હો જી.

ઘેરાં ઘેરાં લોચન ખોલો

ગાઢાં પાંપણના પડ ખોલો રે

સંહારના સ્વામી !થોડા ડોલજો હો જી.

—————————————–

1’ભમ્મર….’ સંહાર-સ્વરૂપ વિરાટનો ભ્રૂભંગ થાય તો ભૂકમ્પો ચાલે.એની પાંપણ હલે તો જાણે વિરાટનું સૂપડું સોવાઇને  સૃષ્ટિરૂપી અન્ન ઝટકાઇને મહીંથી પાપ-દુષ્ટતા રૂપી ફોતરી-કાંકરી ઝટકાઇ જુદી પડે.

2.’મીટુમાં માંડો…. ‘એની નયન-મીટને વિરાટ તુલા કલ્પી છે. એમાં ચૌદ બ્રહ્માંડોનું વજન તોળાય છે.સાંધણ= બેઉં પલ્લાં વચ્ચે અણસમતોલતા.

3 ‘ દૃગ રે ટાઢી ….’ : એની દૃષ્ટિ હિમાચલ શી શીતળ છે છતાં એ દૃષ્ટિપાત થતાં તો દરિયામાં પણ આગ લાગે છે.એ તો આજના મહાયુદ્ધનું તાદૃશ સત્ય છે.’

4. ધણી=માલિક.ભોરિંગો ને વાસંગી :લોકક્ષય કરનાર હિંસાવૃત્તિઓ રૂપી ફનીધર સાપો ને વાસૂકિઓ; એને વશ રાખવાનો દાવો કરનારા શાસકો ને રાજનીતિજ્ઞોરૂપી વાદીઓ ને ગારુડીઓ.

——————————————————————————————————————–

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
2 comments on “કસુંબીનોરંગ+
  1. શ્રી ગીરીશભાઈ,

    રાષ્ટ્રીય શાયરની ક્સુબ્લ કલમે રચાયેલ આઝાદી સગ્રામમાં

    ખુબ પ્રચલિત બનેલું ગીત મૂકી મેઘાણીજી ની યાદ તાજી કરવી દીધી.

  2. hardik gohel કહે છે:

    jai jai garvi gujarat

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,213 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: