શિક્ષણ અને ભાષા : સોનામાં સુગંધ

Blogspot

બ્લોગસ્પોટ/યશવંત કડીકર  

મુંબઇ સમાચાર /25મીજાન્યુઆરી,2011/મેટ્રો વિભાગ/પાનું બીજું

શિક્ષણ અને ભાષા : સોનામાં સુગંધ  

‘મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત 

ગુજરાત મોરી મોરી રે

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત  

ગુજરાત મોરી મોરી રે  

—કવિ શ્રી ઉમાશંકર જોષી

 

આપણું ગૌરવ એટલે આપણું ગુજરાત અને આપણી ગુજરાતી ભાષા.આપણીભાષાનું ગૌરવ વધારવા આપણે સર્વ કંઇ કરી છૂટવું જોઇએ.એ આપણી નૈતિક અને પ્રાથમિક ફરજ છે. છેલ્લા દસકામાં આવેલી આ જાગૃતિ પણ એક શુભ ચિહ્ન છે.

ગુજરાત સ્ત્રી સાક્ષરતામાં દેશમાં 21મા નંબરે છે.એમ મુખ્યમંત્રીશ્રીએ જાણ્યું,ત્યારે એમને ખૂબ જ દુ:ખ થયું અને શિક્ષણપ્રેમી આપણા મુખ્ય મંત્રીશ્રીએ દૃઢ નિર્ધાર કર્યોકે કેળવની તેમ જ શિક્ષણ ક્ષેત્રે ગુજરાઅત બીજા રાજ્યો કરતાં પાછળ ના રહેવું જોઇએ, તેમને અથાગ પ્રયત્નો આરંભ્યા.એક અભિયાન શરૂ કર્યું કે, ગુજરાત રાજ્યની એક પણ દીકરી અભણ ના રહેવી જોઇએ .એ માટે સ્ત્રી શિક્ષણ અભિયાનનો આરંભ કર્યો.દરેક ગામમાં પ્રાથમિક શાળા તો હોવી જ જોઇએ .અને ગુજરાતના લોકોમાં વાંચન ભૂખ જાગે એ માટે ‘વાંચે ગુજરાત’કાર્યક્રમ શરૂ કર્યો અને તે સફળ પણ રહ્યો .

હવે આપણા આ જાગૃત,નિષ્ઠાવાન મુખ્ય મંત્રીશ્રીના સક્રિય પ્રયત્નોથી આપણું ગુજરાત,સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે પાંચમા ક્રમે છે.અને આ વિકાસગાથાની નોંધ દેશના બીજા રાજ્યો ઉપરાંત રાષ્ટ્ર કક્ષાએ પણ લેવામાં આવી છે.

મુખ્ય મંત્રીશીએ ગંભીરતાથી વિચાર્યું કે,બાલકો ભણવાનું કેમ ટાળે છે. એમને પેલી કહેવત યાદ આવી.વર્ક વ્હાઇલ યુ વર્ક,પ્લે વ્હાઇલ યુ પ્લે’ બાળકને ભણતરના ભાર થી લાદી દઇશું,એમની મૂકતતાને છીનવી લઇશું  એ નહીં ચાલે,રમતાં રમતાં ભણવાનો આ અભિગમ શિક્ષણ જગતમાં વહેતો મૂક્યો, શાળાઓમાં ભણતર સાથે રમત-ગમતનું મહત્ત્વ હોવું જોઇએ.આમ એમને બાળકોને રમતગમત સાથે ઇત્તર પ્રવૃતિમાં વાળી અને એની સાથે શિક્ષણને જોડ્યું.

એક સેવાભાવી સંસ્થા દ્વારા દેશનાં ચાર મહાનગરોમાં રમવું અને ભણવું વિશે વ્યાપક અર્વેક્ષણ કરવામાં આવ્યું હતું .જેથી એ માન્યતા ખોટી સાબિત થઇ  કે રમવું  એ અભ્યાસમાં નડતરરૂપ છે.આસંસ્થાએ દિલ્હી,મુંબઇ,કલકતા અને મદ્રાસમાં લગભગ 5000 બાળકોનો આભ્યાસ કર્યો,જે પ્રાથમિકથી લઇને યુનિવર્સિટી કક્ષા સુધીના પ્રથમ વર્ગમાં પાસ થતા હતાં, એમાંથી 4316 બાળકોએ કહ્યું કે.પરીક્ષાના દિવસોમાં પણ થોડોક સમય રમવા માટે કાઢતા હતા.એટલે એમને એહકીકતને પૂષ્ટિ આપી કે રમવું એ પરીક્ષામાં રમત-ગમત ના ફક્ત મનનું મનોરંજન કરે છે,પરંતુ એમને પછીના પેપર માતે પ્રોત્સાહિત કરે છે.

રમત-ગમત આવે એટલે રમકડાં યાદ આવે જ.પણ સવાલ એ થાઅય કે બધાં જ બાળકો જેવાં કે ગરીબ બાળકો રમવા માટે રમકડાં લાવે ક્યંથી ?મા-બાપની આર્થિક સ્થિતિ નબળી હોય તો એ કેવી રીતે અપાવે ?

મુખ્ય મંત્રીશ્રીએ એનો પણ રસ્તો કાઢ્યો.એમને અમીરોને ‘ટહેલ’ નાંખી કે ‘તમારાં બાળકો પાસે જે વધારાના,નકામાં અને બીન ઉપયોગી રમકડાં હોય એ ગરીબોના બાળકોમાં વહેંચો.

 

  

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,414 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: