ગાંધીયુગના લોકશિક્ષકને પ્રણામ//ડો. કૌશિક જોષી

J oyelu a.anand jan

ગાંધીયુગના લોકશિક્ષકને પ્રણામ//ડો. કૌશિક જોષી

અ.આનંદ જાન્યુઆરી 2011 /પાના:99 થી101 

1966-67ની વાત હશે. હું ત્યારે સુરત જિલ્લાના કિલ્લે સોનગઢ ગામથી 17-18 કિલો મીટાર દૂર જંગલ વિસ્તારમાં આવેલ પ્રાઇમરી હેલ્થસેન્ટર 

જામખડીમાં મેડિકલ ઑફિસર તરીકે કામ કરતો હતો.

સુરત જિલ્લાના છેવાડેનું આ જંગલ ડાંગનાં જંગલ સાથે જોડાયેલ હતું. સોનગઢથી સાંજે 5.30 -6.00 વાગે એક જ એસ.ટી બસ રાનીઆંબા  ટોકરવા, ખોખસા, જામખાડી થઇ, ડુંગરાળ વિસ્તાર ચિમોર, વિરથવા થઇ મલંગદેવ ઓટા જતી; એ જ બસ સવારે સોનગઢ પાછી ફરતી. જંગલના કાચા રસ્તા પર   ત્યારે વાહનની બીજી કોઇ સગવડ નહોતી.

એ દિવસે હું ખોખસાથી ‘ઇમર્જન્સી વિઝિટ’ કરી સાંજે સાડાચારેક વાગ્યે જામખડી   પર પાછો ફરતો હતો.ખોખસાનું જંગલ એ સમયે એટલું તો ગીચ હતું કે ભરબપોરે પા એ રસ્તે ચાલતા જવું કાચાપોચા માણસનું કામ ન હતું.

મેં જીપમાંથી જોયું તો કોઇ ખાદીધારે ભાઇ ખભે બગલથેલો ભેરવી આ જંગલને રસ્તે આગળ ચાલ્યા જતા હતા. મેં ડ્રાઇવર કાદરખાનને ગાડી ધીમી પાડી થોભવા કહ્યું. મેં નજર કરી તો એ ભાઇ કોઇ નહીં પણ બબલભાઇ મહેતા હતા ! !

ગાડી અટકી, મેં ડોકું કાઢીને નમસ્તે કર્યાં. એમણે પણ હસતે મુખે સામે વંદન કર્યું. મેં પૂછ્યું “બબલભાઇ અત્યારે અહીં ક્યાં ?”

સાંજ થવાની તૈયારી હતી. જવાબ મળ્યો, “ગોપાળપુરા આશ્રમ.” અહીંથી ગોપાળપુરા આશ્રમ 6 થી 7 કિલોમીટર  જેટલો દૂર હશે; મેં બબલભાઇને કહ્યું “ગાદીમાં બેસી જાવ. “જરા ખંચકાઇને એમણે ગાડીમાં સંકોચપૂર્વક જગા લીધી.

મેં વાત શરૂ કરી, “આપ મને ન ઓળખો પણ હું તમને વર્ષોથી જાણું છું .” હસતાં હસતાં કહે, “એમ તમે અહીં ક્યાં જાવ છો ? શું કરો છો ?” મેં કહ્યું,”હું અહીં હેલ્થ સેન્ટર માં ડૉકટાર છું “ મેં જણાવ્યું કે પ્રબોધભાઇ જોષી મારા કાકા થાય અને મુ.ઝીણાભાઇ દરજી વડીલ સ્નેહી. આમ પણ બબલભાઇની વાતમાં સહજ સરળતા અને પ્રેમ હતાં અને ઓળખાન થતાં વધુ આત્મીયતા આવી. 

જામખડી   આવ્યું એટલે ગાડી ઊભી રખાવી હોર્ન માર્યો. પટાવાળો રામજી આવ્યો. પાણી મંગાવી જરૂરી સૂચના આપવા માંડી, એટલામાં જોયું તો બબલભાઇ ગાડીમાંથી ઊતરતા હતા. એટલે મેં કહ્યું “બેસો બેસો આપને હોપાળપુરા આશ્રમમાં જ જઇએ છીએ.એટલે બબલભાઇ સ્નેહથી બોલ્યા “ના, તમો મારા માટે ગાડી ખોટી ન દોડાવશો “ કહી થેલો ખભે ભેરવવા માંડ્યો. મેં એમને સમજાવ્યા કે “મારી ગોપાળપુરા આશ્રમમાં જ હમણાં જવાનું છે. હું ત્યાં નિયમિત વિઝિટ કરું છું અને સબસેન્ટર  ક્લિનિક ચલાવું છું. તમારે માટે ખાસ જવાનો સવાલ જ નથી. બેસી જાવ.” ફરી જરા ખચકાઇ એમને જગા લીધી.

ગોપાઅપુરા આશ્રમમાં બબલભાઇને ઉતારી હું ત્યાં જ મારા કામે લાગ્યો. કામ પૂરું થયું ત્યાં પ્રાર્થનાનો ઘંટ વાગ્યો બબલભાઇ જોડે અમે પણ પ્રાર્થનામાં જોડાયા.

પ્રાર્થના પછી ભોજનનો ઘંટ વાગ્યો એટલે આશ્રમના આચાર્યશ્રીએ મને કહ્યું કે , “તમે અહીં જમીને જ જજો.”મેં વિચાર્યું ચાલો બબલભાઇ જોડે ભોજનનો પ્રસંગ છે તો ઠીક છે; પૂછ્યું “ બબલભાઇ અહીં સાથે જ ભોજન લેશે ને ? “ “ “ એટલામાં એક જૂના શિક્ષક ભાઇએ મને બાજુ પર બોલાવી કહ્યું કે “બબલભાઇ આજે જમશે નહીં, કારણા એઓ તમારી જીપમાં બેસીને આવ્યા ! ! સરકારી વાહન એસ.ટી. બસમાં ભાડું આપી બેસે, નહીં તો પગપાળા ! ખાનગી વાહનમાં મફત બેસે તો ઉપવાસ “!

હું તો અવાક થઇ ગયો. ! ! સાંજના સમયે ગાઢ જંગલમાં પગપાળા જતા એક લોકસેવક, શિક્ષણવિદને સરકારી વાહનમાં બેસાડી સેવાનું સદ્  કાર્ય  

કર્યાના અહોભાવના આનંદમાં હતો ! !  

કેવાં હતાં આ ગાંધીયુગના ભેખધારીઓ ? ! !  

પૈસા આપ્યા વગર કોઇના વાહનમાં બેસવું એ એક અનધિકાર કૃત્ય ! ! એનો દંડ જાતે જ ભોગવવો રહ્યો ! ! મારા પ્રેમને વશ થઇ મને જરા પણ આંચકો ન લાગે એમ કરી એમને એ અનધિકાર કૃત્યનો દોષી થૈ જાતને પ્રેમથી દંડીત કરી ! !

વર્ષો વહી ગયા એ વાતને પરંતુ આજે પણ જ્યારે મને આ પ્રસંગ યાદ આવે ત્યારે એમ થાય કે મેં ખોટું કર્યું કે સાચું ? ? અને મનોમન આ ગાંધીયુગના લોકશિક્ષકને ભીની આંખે પ્રણામ કરી લઉં છું .(આ ટાઇપ કરતા મારી આંખો પણ ભીની છે)

તળાvવ્ની પાળ, જૈનમંદિરની પાસે, કોટ-વ્યારા  

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
One comment on “ગાંધીયુગના લોકશિક્ષકને પ્રણામ//ડો. કૌશિક જોષી
  1. bena shah કહે છે:

    aaj na samay pramane lakho pranam aava sat purushone karanej bharat desh taki rahyo cche bakito aaj na bhavadi rajkaranio to desh no ducho marva betha cche.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,834 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: