ગઝલો/રઇશ મનીઆર

Raish maniar

 ગઝલો/રઇશ મનીઆર

નિહાળતો જા…. /સાહિત્યસંગમ-સૂરત 

પાનું :6 

દરેક વાતે વિચારવાનુ ત્યજી દઇને નિહાળતો જા

સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઇને નિહાળતો જા

સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં

ન તોલ એને, મઠારવાનું ત્યજી દઇને નિહાળતો જા

પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી

તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઇને નિહાળતો જા

આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હ્રદય છે એક જ, હજાર દુ:ખ છે

દુ:ખે દુ:ખે આંસુ સારવાનું ત્યજી દઇને નિહાળતો જા

ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન

તું એની લટને નિખારવાનું ત્યજી દઇને નિહાળતો જા

તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે

સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઇને નિહાળતો જા

—————————————————————————————– 

 

પાનું :25 

શું કરું  હું ટેવવશ વેરાનને જોયા કરું

એ જ રીતે લીલાછમ મેદાનને જોયા કરું  

કેમ છો તસ્વીરની ચારે તરફ અકબંધ છું

શાંત હું મારી ભીતર તોફાનને જોયા કરું  

તું ઝરણ, ચટ્ટાન ચીરીને વહી નીકળી શકે

હું ચરણધારી, સતત વ્યવધાનને જોયા કરું  

ના, નથી ખપની મને આવી સભાનાવસ્થા, પણ  

જેમાં હું ભટકી રહેલા ભાનને જોયા કરું  

પાંપણો મારી ઢળી ગઇ, આ નજર ઊઠતી નથી

ટોચ ના જોઇ શકું સોપાનને જોયા કરું  

હું રઝળતો હોઉં છું બસ ખીણમાં સામાન્યત:  

વચ્ચે વચ્ચે પ્હાડ પર મુજ સ્થાનને જોયા કરું  

જીવતાં હોવાનો એક જ અર્થ છે, જોતો રહું

હું જીવું ને મારા આ અવસાનને જોયા કરું.

———————————————————————– 

પાનું :14

પ્રત્યેક વાતે, મિત્ર!  તને કેમ રોષ છે ?

દુનિયામાં જે જે વ્યાપ્ત છે, તારા જ દોષ છે

આ જળ છે કેવું જેમાં ગળાડૂબ છે બધા

ને ચીખતા રહીને કહે, કંઠે શોષ છે 

બોલે છે જે એ સૌ રમે બેચાર શબ્દમાં

જે મૌન બેઠા, એની જીભે શબ્દકોષ છે 

આગંતુક ! આ નગાર તને અવઢવમાં રાખશે

દુર્વાસા એ કદી, તો કદી આશુતોષ છે

ખોટું પડે, ખરું પડે, સપનું છે બીજું શું !

મનમાં રખડતાં ફાલતુ જોષીનું જોષ છે

હૈયાથી હોઠ લગની સફર જીવલેણ થઇ

ગૂંગળાઇ જે પડ્યો છે એ અંતરનો ઘોષ છે

વૈશાખથી છે રક્તમાં ઉકળાટ ક્યારનો

 અક્કડ આ આંગળીમાં હજી કેમ પોષ છે ?

પાનું :11

જે વ્યથાને અડકે નહીં એ કલા અધૂરી છે

જે કલમથી ટપકે નહીં એ વ્યથા અધૂરી છે

પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે !

એ ય ના વિચાર્યું કે વારતા અધૂરી છે

ભક્ત રઝળે અંધારે ને ઝળાંહળાં ઇશ્વર

આપણે તો કહી દીધું દિવ્યતા અધૂરી છે

સૌનું એ જ રડવું છે, જામ કેમ અડધો છે ?

સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે

બે જણા મળે દિલથી તો ય એક મિજલસ છે

એકલો છું હું આજે ને સભા અધૂરી છે.

મૃત્યુ આવવા માંગે આંગણે  અતિથિ થઇ

ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે

ઠેર ઠેર ડૂસકાં છે, ઠેર ઠેર ડૂમા છે

ને ‘રઇશ’ જગતભરની સાં

ત્વના અધૂરી છે

—————————————————————–

પાનું :12

માણસો મુશ્કેલ સંબંધો નિભાવી જાય છે

ડંખ દઇ થોડો જેમ પગરખાં જેમ ફાવી જાય છે

સુખ તો કેવળ બારણે તોરણ લગાવી જાય છે

દુ:ખ પછી અંદરથી આખું ઘર સજાવી જાય છે

એ પ્રસંગોને ગણી ક્ષુલ્લક તું વિસરી ગઇ ભલે,

મારી તો આખી કથા એમાં જ આવી જાય છે

સાવ એવું પણ નથી  કે થઇ ગયા છે એ વિદાય

આંસુ થઇને આંખમાં ક્યારેક આવી જાય છે

ને ઘણાં સાથે રહી ભીંતો વચાળે છત નીચે

પોતપોતાની જ એકલતા નિભાવી જાય છે

જિંદગીભર નહીં જીવાયેલી ક્ષણોના બોજને

છેવટે તો ચાર જણ કાંધે ઉઠાવી જાય છે

——————————————————————————————————————————–

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in gajhal
2 comments on “ગઝલો/રઇશ મનીઆર
 1. Daxesh Contractor કહે છે:

  સાવ એવું પણ નથી કે થઇ ગયા છે એ વિદાય
  આંસુ થઇને આંખમાં ક્યારેક આવી જાય છે

  જિંદગીભર નહીં જીવાયેલી ક્ષણોના બોજને
  છેવટે તો ચાર જણ કાંધે ઉઠાવી જાય છે.

  વાહ, મજાની ગઝલ. Thank you for sharing.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 522,414 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: