આજે યાદ કરીએ સાયગલને !

Kundanlal sehgal

 આજે યાદ કરીએ સાયગલને ! 

[બ્લોગ સ્પોટ/રવીન્દ્ર સાંકળિયા/મુંબઇ સમાચાર.મંગળવારને 18 જાન્યુઆરી2011/મેટ્રો વિભાગ /બીજું પાનું] 

વેસ્ટર્ન મ્યુઝિક—પશ્ચિમી સંગીતનું વિશ્વવિખ્યાત બેન્ડ જે ‘બિટલ્સ’ના નામે ઓળખાય છે તેનો એક સભ્ય ઝોન લેનન ખૂબ જ સરસ ગાતો અને ગીતો રચતો પન ખરો. સંગીતનો જાણે પર્યાય બની ગયો હતો. એનું મૃત્યુ થયું ત્યારે  ‘ટૂડે ધ મ્યુઝિક હેસ ડાઇડ’એવાં મથાળાથી એ સમાચાઅર લંડનના અખબારોમાં ચમકેલા. આપણા સૌના લાડીલા કુન્દનલાલ સાયગલના મૃત્યુ માટે પણ એમ કહી શકાય. સન 1935 થી છેક 1947 સુધી સાયગલે સેંકડો ગીતો ગાયાં. ફિલ્મી તેમ જ બિનફિલ્મી—જે ખૂબ લોકપ્રિય થયાં. એમના અવાજમાં એક ગજબનું દર્દ હતું અને એમની નકલ કરવાનો પ્રયત્ન ઘણા ગાયકોએ કર્યો. 

18મી જાન્યુઆરીએ સાયગલની પુણ્યતિથિ- ત્યારે તેને કઇ રીતે યાદ કરીશું ? એણે ગાયેલાં ગીતો યાદ કરીને—સાંભળીને અને ગાવાનો શોખ હોય તો ગાઇને—બીજી કઇ રીતે ?

સૌથી પહેલું ગીત યાદ આવે ચંડીદાસ ફિલ્મનું-સાયગલ અને ઉમાશશીએ ગાયેલું. આ જ ગીત કેમ યાદ આવે ? કારણ, એમાં પ્રેમનો ભારોભાર મહિમા કર્યો છે, જે ગીતના મુખડામાં ઉમાશશી ના સ્વરમાં પ્રગટ થાય છે :-‘પ્રેમનગર મેં બનાઉંગી ઘરમૈં તજ કે સબ સંસાર’. નદીકિનારે ઘાટ પર રામી ધોબણને કપડાં ધોતાં ધોતાં ગીત ગાતી બતાવી છે. કિનારા પર આવેલી વૃક્ષોની ઘટામાંથી ચંડીદાસ બહાર આવે છે અને રામીની પ્રેમનગરની કલ્પનામાં પોતાનો સૂર પુરાવે છે: ‘પ્રેમસખા હો પ્રેમપડોસી, પ્રેમમેં સુખ કા સાર, પ્રેમકે સંગ બિતાયેંગે જીવન, પ્રેમ હી પ્રાણાધાર’. પણ ફિલ્મને પરાકાષ્ટાએ પહોંચાડનાર ગીતના શિરમોરસમી એની આખરી પંક્તિ છે :

’પ્રેમ હી ધર્મ હૈ, પ્રેમ હી કર્મ હૈ, પ્રેમહી સત્યવિચાર’ જે સાંભળતાં રૂંવાડા ખડા થઇ જાય, રોમેરોમમાંથી એક ઝણઝણાટી પસાર થઇ જાય. થોડો વખત તો જાણે કોઇ બીજી જ  દુનિયામાં ખોવાઇ જઇએ. અદ્ ભુત ! સરસ ચિત્રીકરણવાળું બીજું ગીત ‘મન દરપન હૈ જગસારા’ દુશ્મન ફિલ્મનું. આમાં સાયગલ રેડિયોસિંગરની ભૂમિકામાં છે.

આ શ્રેણીમાં હું ત્રીજું ગીત મૂકું તાનસેન ફિલ્મનું ‘દિયા જલાઓ’ શાહજાદાની બીમારી દૂર કરવા તાનસેનને દીપક રાગ ગાવાની ફરમાઇશ થાઅય છે. જેમ જેમ દિયા જલાઓ ઊંચા ને વધુ ઊંચા સ્વરોમાં ગવાય છે તેમ તેમ રાજદરબારના બધા દીવા એક પછી એક સળગે છે. પ્રકાશ પ્રકાશ થઇ જાય છે . દરબારમાં બેઠેલા દરબારીઓ જેમ આશ્ચર્યથી દંગ થઇ જાય છે તેમ સિનેમા થિયેટરમાં બધા પ્રેક્ષકો પણ સ્તબ્ધ થઇ જાય છે. આ દૃશ્ય કોઇ દિવસ ભુલાઇ નહીં.

અર્થસભર શબ્દો અને સંગીતની ભાષા વપરાઇ હોય એવા ગીતોમાં સૌથી પહેલાં યાદ આવે ‘જીવન બીન મધુર ન બાજે’. ફિલ્મ સ્ટ્ર્રીટસિંગર’નું સાયગલ અને કાનનબાલા ભૂમિકા ભજવે છે.

આના પછી મને યાદ આવે ફિલ્મ તાનસેન’સપ્તસૂરન તીન ગ્રામ. કેવી સંગીતમય શરૂઆત છે ! ગુણીજનોને સમજાવે છે કે સાત સૂર, ત્રણ સપ્તક, એકવીસ મૂર્છના, ઓડવ-ષાડવ એવા રાગોના ભેદ, નાન અને અલંકારના ઉપયોગથી રાગની સજાવટ કેવી રીતે થાય :ખરી ફિલસૂફી તો હવે પછી આવે છે ? ‘સા સૂર સાધો મન, રે અપને રબ કો જાન, ગાંધાર નજો ગુમાન, મધ્યમ મોક્ષ પાઓ, પંચમપરમેશ્વર, ધૈવત ધરો ધ્યાન, નિસંદિન પ્રભુચરણ શીશ લાઓ… સપ્તસૂરન’ સા એટલે ષડ્જ થી એમ સમજ કે તારું મન તારે સાધુ જેવું રાખવાનું છે. નિર્મળ, નિષ્કલંક , રે એટલે રિષભથી તારા રબને એટલે કે આત્માને ઓળખવાનો છે ને ગાંધાર એટલે કે ‘ગ’ થી તારું ગુમાન તજી દેવાનું છે.અને આટલું કર્યું એટલે મ-મધ્યમથી મોક્ષ મળશે જ ને પછી પ એટલે પરમાનંદની—પરમેશ્વાર્ની પ્રાપ્તિ થશે જેનું તારે ધ્યાન ધરવાનું છે. ધ-ધૈવતથી અને છેલ્લે નિ એટલે નિષાદથી પ્રભુના ચરણોમાં શીશ નમાવવાનું છે. નિસદિન—રાત દિવસ, ચોવીસે કલાક ! પ્રભુને સંપૂર્ણ શરણાગતિ. આ તમારું જીવન સરગમ ! બીજા ક્યા ગીતમાં આખાયે જીવનની ફિલસૂફી મળે ? !

તો ‘આવાજકી દુનિયા કે દોસ્તો’ આ છે મારી અને તમારી આપણા બધાની શ્રદ્ધાંજલિ આપણા લાડીલા ગાયક સાયગલને.

==============================

સૈગલે ગાયેલા ગીતોમાંથી કેટલાક) ગીત-મંજૂષા

કે અબ દિન બીતત નાહીં,

દુ:ખકે અબ દિન બીતત નાહીં

 સુખકે દિન એક સ્વપન થા—3

અબ દિન બીતત નાહીં, મોરે અબ દિન બીતત નાહીં,

દુ: કે અબ દિન બીતત નાહીં.

 હૂં, હૂં, હૂં….(દુ:ખદ હંસી કા સ્વર)

ના મૈં કિસી કા, નાકોઇ મેરા,

ના મૈં કિસી કા ના કોઇ મેરા,

છાયા ચારો ઓર અન્ધેરા—2,

 અબ કછુ સૂઝત નાહીં,

મોરે અબ દિન બીતત નાહીં,

દુ:ખકે, દુ: કે, દુ: કે

==========================

 [3] નિસિદિન બરસત નૈન હમારે….

 ગીતકાર: દીનાનાથ મધોક સંગીતકાર :જ્ઞાન દત્ત

 નિસિદિન બરસત નૈન હમારે, નિસિદિન બરસત નૈન હમારે,

 સદા રહત પાવસ ઋતુ હમપે, સદા રહત પાવસ ઋતુ હમપે, જબ સે સ્યામ સિધારે,

જબ સે સ્યામ સિધારે નિસિદિન બરસત નૈન હમારે, નિસિદિન બરસત નૈન હમારે

================================================

 અંખિયાં ઢૂંઢ થકી મન થાક્યો, અંખિયાં ઢૂંઢ થકીં મન થાક્યો

ચલત ચલત પગ હારે

સૂર દાસજી (બુલાને કી આવાજ)

અંખિયાં ઢૂંઢ થકી મન થાક્યો, અંખિયાં ઢૂંઢ થકીં મન થાક્યો

ચલત ચલત પગ હારે

 સૂર શામ ભટકો મત દર દર,

 ખોલો મન કે દ્વારે સૂર શામ ભટકો મત દર દર,

 ખોલો મન કે દ્વારે ખોલો મન કે દ્વારે, ખોલો મન કે દ્વારે

 ===========================================================

GEET-MANJUSHA

સૈગલે ગાયેલા ગીતોમાંથી કેટલાક) ગીતમંજૂષા

[1]બાલમ આએ બસ્યો મેરે મનમેં

ગીતકાર:કેદાર શર્મા

 સંગીતકાર: તિમિર બરન ફિલ્મ: દેવદાસ/1935/ન્યૂ થિયેટર્સ

બાલમ આએ બસો મોરે મનમેં, બાલમ આએ બસો મોરે મનમેં,

 બાલમ બાલમ આએ બસો મોરે મન મેં,

બાલમ આએ બસો મોરે મન મેં

સાવન આયા તુમ આએ, સાવન આયા તુમ આએ.

તુમ બિન રસિયા કુછ ના ભાએ, તુમ બિન રસિયા કઉછ ના ભાએ,

મનમેં મોરે હૂક ઉઠત જબ, મનમેં મોરે હૂક ઉઠત જબ કોયલ કૂકત બન મેં

બાલમ આએ બસો મોરે મન મેં, બાલમ આએ બસો મોરે મન મેં.

========================================== 

સૂરતિયા જાકી મતવારી, સૂરતિયા જાકી મતવારી,

પતરી કમરિયા ઉમરિયા બાલી સૂરતિયા જાકી મતવારી,

પતલી કમરિયા ઉમરિયા બાલી,

એક નયા સંસાર બસા હૈ, એક નયા સંસાર બસા હૈ,

 .

 ============================

નૈનહીન કો રાહ દિખા પ્રભુ

નૈનહીન કો રાહ દિખા પ્રભુ, નૈનહીન કો રાહ દિખા પ્રભુ

 પગપગ ઠોકર ખાઉં મેં, નૈનહીન કો રાહ દિખા પ્રભુ

પગપગ ઠોકર ખાઉં મેં,

નૈનહીન કો તુમ્હારી નગરિયા કી કઠિન ડગરિયા—2

ચલત ચલત ગિર જાઉં મેં,

 પ્રભુ, નૈનહીન કો રાહ દિખા પ્રભુ પગપગ ઠોકર ખાઉં મેં,

નૈનહીન કો રાહ દિખા પ્રભુ

ચહૂં ઓર મેરે ઘોર અન્ધેરા,ભૂલ જાઉં દ્વાર તેરા,

ચહૂં ઓર મેરે ઘોર અન્ધેરા, ભૂલ જાઉં દ્વાર તેરા,

 એકબાર પ્રભુ હાથ પકડ લો—3

મન કા દીપ જલાઉં મેં,

પ્રભુ, નૈનહીન કો રાહ દિખા પ્રભુ

 પગપગ ઠોકર ખાઉં મેં, નૈનહીન કો

===================================================================

[5] દો નૈનાં મતવારે તિહારે, હમ પર જુલમ કરેં….

ગીતકાર :પં.ભૂષણ સંગીતકાર :પંકજ મલ્લિક ફિલ્મ:માય સિસ્ટરમેરી બહન/1944/ન્યૂ થિયેટર્સ

દો નૈનાં મતવારે તિહારે, હામપર જુલમ કરેં, હમ પર જુલમ કરેં-2

નૈંનોં મેં રહે તો સુધ બુધ ખોએં—2

છિપેં તો, છિપેં તો ચૈન હરેં,

દો નૈનાં, દો નૈનાં મતવારે તિહારે, હમ પર જુલમ કરેં, હમ પર જુલમ કરેં

તન તનકે ચલાએં તીર, નસ નસ મેં, નસ નસ મેં ઉઠાએં પીર

મદભરે રસીલે નિઠુર બડે, ના ડરેં ધીર ધરેં,

દો નૈનાં મતવારે તિહારે, હમ પર જુલમ કરેં, હમ પર જુલમ કરેં

જબહોતી હો, જબ હોતી હો તુમ ઉસ પાર,

મનકી, મન કી બીના કે બજ ઉઠરે હૈં જોર જોર સે તાર—2

પાસ આઇ—2 તો ઐસે ફૂલ ગયે,

પલ છિનમેં સબ કુછ ભૂલ ગયે પાસ આઇ તો ઐસે ફૂલ ગયે, પલ છિન મેં સબ કુછ ભૂલ ગયે

 ખુશિયાં કે સોતે ઉબલ પડે, હર અંગ મેં રંગ ભરે,

 દો નૈનાં મતવારે તિહારે, હમ પર જુલમ કરેં, હમ પર જુલમ કરેં.

 ======================================================================

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in વ્યક્તિવિશેષ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,839 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: