અષ્ટસખા-સુરદાસ

ASHTASAKHA-S

અષ્ટસખા-સુરદાસ

સુરદાસ (ઇ.સ.1478—1583)

(1)

જસોદા  હરિ પાલનૈ ઝુલાનૈ

હલરાવૈ, દુલરાઇ મલ્હાવૈ, જોઇ સોઇ  કછુ ગાવૈ.

મેરે લાલકૌં આઉ નીંદરિયા, કાહૈં ન આનિ સુવાવૈ.

તૂ કાહૈં નહિં બેગહિં આવૈ, તોકો કાન્હ  બુલાંવૈ.

કબહક પલક મુંદિ લેત હૈં, કબહુ અધર ફરકાવૈ.

સોવત જાનિ મૌન  હ્ વૈ રહિ, કરિ કરિ સૈન બતાવૈ..

ઇહિં અંતર અકુલાઇ ઉઠે હરિ, જસુમતી મધુરૈં ગાવૈં.

જો સુખ સુર અમર–મુનિ દુરલભ, સૌ નંદ ભામિની પાવૈ.  

જશોદા બાલકૃષ્ણને (હરિને) પારણામાં ઝુલાવી રહી છે. એને હિંચોળે છે, વહાલથી પસવારે છે એને સૂતેલો જોઇ કંઇક કંઇક ગાય છે. ‘હે ઊંઘ ,મારા લાલની પાસે તું આવ. તું આવીને કેમ એને ઉંઘાડતી નથી. તું કેમ જલદી આવતી નથી,હે ઊંઘ—તને કાન્હો બોલાવે છે.’ ક્યારેક હરિ આંખો બંધ કરી લે છે. ક્યારેક હોઠ ફફડાવે છે. તેમને સૂતા સમજીને મૌન રહીને ઇશારાથી બતાવે છે. એટલામાં  તો હરિ વ્યાકુળ થઇ ઊઠે છે અને જશોદા ફરી મધુર ગીત ગાવા લાગે છે. સુરદાઅસ કહે છે કે જે સુખ દેવતાઓ અને મુનિઓને પણ દુર્લભ છે, તે સુખ નંદ—ભામિની પામી રહીછે.  

——————————————————————————————–

                        (2)

સોભિત કર નવનીત લિયે

ઘુટુરુનિ ચલત રેનુ તન મંડિત, મુખ દધિ લેપ કિયે,

ચારુ કપોલ, લોલ લોચન, ગોરોચન—તિલક દિયે.  

લટ—લટકનિ મનુ મત્ત મધુપ-ગન માદક મધુહિં પિએ.

ક્ઠુલા—કંઠ, બજ કેહરિ—નખ, રાજત રુચિર હિએ.

ધન્ય સુર એકૌ પલ ઇહિં સુખ, કા સત કલ્પ જિએ.

હાથમાં માખણ લીધેલા (બાલકૃષ્ણ) શોભી રહ્યા છે. દેહે ધૂળથી સુંદર લાગતા મોઢે દહીંના લેપવાળા તે ઘૂંટણિયે ચાલી અર્હ્યા છે. સુંદર ગાલ છે, ચંચલ નેત્ર છે, ચંદનનું તિલક કરેલું છે. લટો એવી રીતે લટકી રહી છે, જાણે ઉન્મત્ત ભમરાનું વૃંદમાદક મધુપાન કરતું હોય. કંઠમાં હાંસડી છે અને છાતી પર સિંહનખનું (માદળિયું) શોભે છે. સુરદાસ કહે છે કે આ (છબી જોવાનું )એક ક્ષણનું સુખ પણ ધન્ય કરી દેનાર છે, અન્યથા સેંકડો યુગ જીવવાથી ય શું ? 

————————————————————————————————————

                (3)

મૈયા કબહિં બઢૈગી ચોટી ?

કિતી બાર મોહિં દૂધ પિયત ભઇ, યહ અજહૂં હૈ છોટી.

તૂ જો કહતિ બલ કી બેની જ્યૌં હ્ વૈ હૈ લાંબી મોટી.

કાધત—ગુહત ન્હવાલાત જૈહૈ નાગિનિ સી ભૂઇં લોટી.

કાચૌદૂધ પિયાવતિ પચિ—પચિ, દેત ન માખન-રોટી.

સુર ચિરજીવૌ દૌ ભૈયા, હરિ—હલધર કી જોટી.

બાલકૃષ્ન જશોદાને કહે છે–

મા મારી ચોટી ક્યારે લાંબી થશે ?

તેં કેટલી બધી વાર મને દૂધ પિવડાવ્યું, તે હજી પણ ટૂંકી જ છે.તું કહે છે કે બલરામની વેણીની જેમ તે પણ લાંબી અને ગુચ્છેદાર થશે.છોડતાં, ગૂંથતાં, સ્નાન કરતાં તે નાગણની જેમ ધરતી પર પથરાશે. તું મને વારંવાર માત્ર કાચું દૂધ પિવડાવે છે, માખણ-રોટલી આપતી નથી. એટલે મારી ચોટલી લાંબી થતી નથી.. (કૃષ્ણને માખણ ખાવું છે –એથી આ એક શિશુનું તર્ક, છલ.)

સુરદાસ કહે છે કે હરિ-હલધાર એ બે ભાઇ ચિરંજીવ થાઓ.

==========================================================================        

                        (4)

મૈયા મોહિં દાઉ બહુત ખિજાયૌ.

મોસોં કહત મોલ કૌ લીન્હૌ, તૂ જસુમતી કબ જાયૌ.

કહા કરૌં ઇહિ રિસ કે મારૈં ખેલન હૌં નહિં જાત.

પુનિ પુનિ કહત કૌન હૈ માતા, કો હૈ તેરો તાત.

ગોરે નંદ જસોદા ગોરી તૂ કત સ્યામલ ગાત.

ચુટકી  દૈ- દૈ ગ્વાલ નચાવત, હંસત સબૈ મુસકાત.

તૂ  મોહીં કૌં મારન સીખી, દાઉહિં કબહૂં ન ખીઝૈ.

મોહ્ન મુખ રિસ કી યે બાતૈં, જસુમતી સુનિ-સુનિ રીઝૈ.

સુનહું કાન્હ બલભદ્ર ચબાઇ, જનમત હી કો ધૂત.

સુર સ્યામ મોહિ ગોધન કી સૌં,હૌં માતા તૂ પૂત.

મા, મને મોટાભાઇ (બલરામે) બહુ ચિડાવ્યો. મને કહે છે કે તને તો વેચાતો લીધો છે. તું વળી જશોદાનો પુત્ર ક્યાં છે ? શું કરું – એ રીસને લીધે હું રમવા જતો નથી. વારે વારે મને પૂછે છે—તારાં ખરાં માતા-પિતા કોણ છે. નંદ ગોરા રંગના છે અને જશોદા પણ ગોરી છે. તો તું કેમ વાને કાળો છે? ચપટી વગાડી ગોવાળિયાઓને નચાવે છેઅને બધા હસે છે. તું તો મને એકલાને મારતાં શીખી છે. મોટાભાઇ પર તો ચિડાતીય નથી. મોહનને મોઢે આવી રીસભરી વાતો સાંભળીને જશોદા (મનોમન) રાજી થાય છે. (કહે છે ) સાંભળ કાન્હા, બલરામ તો છે જ ચાડિયો અને જનમથી જ ઠગારો છે. હું ગોધનના સોગંદ લઇ કહું છું કે હું જ તારી મા છું અને તું મારો દીકરો છે.

—————————————————————————————————————

                        (5)

પ્રથમ કરી માખન—ચોરી

ગ્વાલિનિ મન ઇચ્છા કરી પુરન, આપુ ભજે બ્રજ  ખોરી.

દેખિ તુહીં સીંકે પર ભાજન, ઊંચે ધરી લટકાયૌ.

હૌં જુ કહાત નન્હૈ કર અપનૈં મૈં કૈસેં કરિ પાયૌ.

મુખ દધિ પોંછિ, બુદ્ધિ ઇક કીન્હી,દોનો પીઠિ દુરાયૌ.

ડારિ સાંટિ મુસુકાઇ જસોદા, સ્યામહં કંઠ લગાયૌ.

બાલ-બિનોદ મોદ મન મોહ્યો, ભક્તિ પ્રતાપ દિખાયૌ.

સુરદાસ જસુમતી કૌ યહ સુખ, સિવ વિરંચે નહિં પાયૌ.

મા, મેં માખણ નથી ખાધું. આ બધા મિત્રો મારી પાછળ પડી ગયા છે અને બધાએ ભેગા થૈ મારે મોંએ (માખણ)

ચોપડી દીધું છે. તું જ જો, છીંકા પર વાસણ ઊંચે લટકાવેલું છે. હું ખું છું કે મારા આ નાનકડા હાથોથી હું કેવી રીતે ત્યાં સુધી પહોંચું ?કૃષ્ણએ બુદ્ધિ લડાવી, મોઢા પરથી દહીં (માખણ?) લૂછ્યું અને 9હાથમાં અર્હેલું )માખનનું પાત્ર પાછળ સંતાદી દીધું. (કૃષ્ણનું આ ભોળપણ  જોઇ )જશોદાએ હાથમાંની સોટી ફેંકી દઇ, હસી પડીને શ્યામને ગળે લગાડ્યો. ભગવને ભક્તિનો પ્રતાપ બતાવ્યો અને બાળક્રીડાના આનંદથી મનને મોહિત ક્રી લીધું. સુરદાસ કહે છે કે જશોદાનું આ જે સુખ, તે શિવ કે બ્રહ્માને પણ મળ્યું નથી.

—————————————————————————————————————–

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: