Makarand ane meeraa

Makarand-meera tran

દીવડા વિના 

દીવડા વિના રે અંધારું,  

મંદિરિયામાં ,દીવડા વિના રે અંધારું.  

ખળભળ્યું દેવળ, ઊભી રહી થાંભલી રે,  

ત્રાટું નહીં  ઝીલે ભારું— 

હાથમાં વાટકડી ને ઘરોઘર ઘૂમતી રે,  

કોઇ તો આલો જે ઉધારું— 

ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે, 

જમડા કરે છે ધિંગાણું —

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

આવતા જમડાને પાછા વાળું— 

મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું. 

આત્મજ્યોતિ વિના જીવનમાં કેવો ગાઢ અંધકાર છવાઇ જાય છે અને અંતે મૃત્યુની કરાળ દાઢમાં ઓરાઇ જવાનું આવે છે તેનું અહીં ચિત્ર છે. આપણા આ કાયાના મંદિરમાં પોતાનો દીવો સવેળા પેટાવી લેવા માટે આ ભજન દ્વારા જાણે પડઘા પડતા આવે છે. 

સંતો કેટકેટલા વિવિધ પ્રકારે દીવો પ્રગટાવવા માટે આપણને સાદ પાડતા આવ્યા છે !

દિલમાં દીવો કરો રે દીવો કરો.  

દયા દિવેલ, પ્રેમ પરણાયું લાવો,  

માંહી સુરતાની દિવેટ બનાવો,

માંહી બ્રહ્માગ્નિને ચેતાવો રે.  

——————

દિલ ખોજીને કરો દીવડો રે

તમે ખોજીને સુંદર શરીર,

મારા વીરા રે, જનમ પહેલાં પ્યાલા પીધા હો જી. 

—————————————-

સુન્ન મહલ મેં દિય ના બારિલે,  

આસનસોં મત ડોલ રે.

———————————–

દેહ નૈન બિન, રૈન ચન્દ બિન, મંદિર દીપ બિના,  

જૈસે પંડિત વેદ વિહીના, વૈસે પ્રાણી હરિનામ બિના,

સુમિરન કર લે મેરે મના.

——————————-  

અસંખ્ય ભજનોમાં અનેક રીતે એક આ દીવો પેટાવવાની ચાવીઓ રણઝણે છે. દયા—પ્રેમનો વિસ્તાર કરો. અંતરમાં સારાસારનો વિચાર કરો, મનને નિર્વિચાર કરી અડગ આસન જમાવો: આ દીવા વિના કેટલી મોટી ખોટ છે એ તો જરા તપાસી જુઓ ! હરિનામ વિના બધું જ તેજ ને સૌન્દર્ય હારી જશો.

આટઆટલા પુકાર છતાં આ જગતમાં આવીને પહેલું જ કરવાનું કામ આપણે વિસારે પાડીએ છીએ.પછી દેવળ ખળભળે અને જીવને ઊઠી જવાનું ટાણું આવે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.

માનવ-દેહને મંદિર કહીએ ત્યાં જ ભાવનો કેવો ચમત્કાર સર્જાય છે ! દેહ પાર્થી આપણો હક ઊઠી જાય અને ત્યાં દેવ બિરાજે. પછી માત્ર દેહમાં દીવો નહીં, દેહ એટાલે જ દીવો—પ્રમ સુંદરને નીરખવા માટે. દ્વીન્દ્રનાથે ગાયું છે :

આમાર એઇ દેહખાનિ તૂલે ધરો.

તોમાર ઓઇ દેવાલયેર પ્રદીપ કરો.

—————————–

વ્યથા મોર ઊઠબે જ્વલે ઊર્ધવ—પાને

આગુનેર પરશમણિ છોંઆઓ પ્રાણે.

‘મારા આ દેહને ઊંચકી લો, એને તમારા દેવાલાયનો  દીવો કરો. મારી વ્યથા ઊર્ધ્વ ભણી પ્રજ્વલી ઊઠશે. મારા પ્રાણને અગ્નિનો પારસમણિ અડાડો.’

કોને પોતાના મંદિરમાં દીવો કરવો ન હોય? પણ એ માટે તો અંદર આગ લગાડવી જોઇએ, પણ જરાક લાગી કે માનસ ભાગી છૂટે છે તે ભયમાંથી કદી મુક્ત થઇ શકતો નથી.

ખળભળ્યું દેવળ… નહીં ઝીલે ભારું

અવિનાશીના ઘરમાં  રહેવું હશે તો આ કાચા મનનાં ચણતર કામ નહીં આવે. ત્રાટું—વાંસની ચીપ-કે ખજૂરીનાં પાંદની પડદી કેટલો ભાર ખમી શકે ? આ તો કાયાનો કાચો કોટ છે. તેને ખળભળતાં શી વાર ? શરીરની શોભા ને મુખની કાંતિ ધૂળમાં મળી જશે અને રહેશે થાંભલી  જેવું હાડપિંજાર. સતનામની ભીંતો હશે તો ભાર ઝીલશે અને હરિપ્રેમના હીરા ઝગમગાટ કરી ઊઠશે. કબીર કહે છે :

આવો આવો દેશ અમાર રે ત્યાં તમે રહેજો નચિંત

-==                    ==                     ==                     ==                     ==

વિના બત્તીએ દીવડો જલે… નોબત વાગે હરિના નામની

ગુરુ રામાનંદનો બાળકો બોલ્યા દાસ કબીર.

બહારનાં સાધન ને સામગ્રીથી જે કાંઇ ઊભું થાય, તેમાં કાળની નોબત વાગે છે. જે સ્વયં પર્ગટી ઊઠે એમાં સનાતનનો નિવાસ. નાર્સિંહે પન કહ્યું:

બતી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી

અચળ ઝળકે સદા અનળ દીવો.

કાચી સામગ્રી અને ટાંચાં સાધનથી આ મંદિરમાં અજવાળું નથી થતું. અને હવે તો થાંભલી પણ  ઢળી પડશે, ત્યારે શું કરવું ? માણસ શું કરે છે?

હાથમાં વાટકડી…. આલો જે ઉધારું

 હમણાં  સાંજ ઢળશે, અંધારું ઘેરી વળશે એનું ભાન તો થયું. દીવો પેટાવવો જોઇએ એની જરૂર સમજાઇ ગઇ. પન એને માટે નજર તો  બહાર ભટક્યા કરે છે. કોઇ ગુરુમંત્ર આપે, કોઇ શક્તિપાત કરે, કોઇ સિદ્ધિનું પાવળું ભરી દે તો કામ થઇ જાય. કેટલી-કથા—વાર્તા, કેટલાં દેવ-દેરાં, કેટલાં તીરથ અને મહંત-મહાત્માનાં દર્શન માતે દોટ મેલી !પણ આ વાટે ઊછી-ઉધારાનો વહેવાર નથી ચાલતો. કબીર કહે છે:

ઘર ઘર દીપક જલૈ

લખે નહીં અંધ રે.

દીવો પેટાવો,જ્યોતિ કરો એ તો લૌકિક ભાષા છે. દીવો ક્યારે બુઝાયો છે કે કરવો પડે ? નેત્રોનું અંધારું એ જ તો ઘરનું અંધારું છે. પોતાના ઘરની ખબર લીધા વિના અહીંતહીં ભટકવાથી કાંઇ વળતું નથી.

મીરાંએ આ નિરંતર ઝળહળતો દીવો કેમ નજરે ચદે છે તેની જુક્તિ બતાવી છે :

સુરત નિરત દીવલો સજો લે, મનસા કી કર લે બાતી,

પ્રેમહટી કા તેલ મંગા લે, ઝગ રહ્યા દિન-રાતી

સુરત—પ્રભુમાં તલ્લીનતા અને નિરત—સંસાર વાસનામાંથી નિવૃત્તિ. બેઉ સાથે જ વણી દીવો સજાવી લે. એ માટે મન એ જ વાટ. જ્યાં સાટાં—દોઢાં, નફા-તોટા નથી ચાલતાં એ નિર્વ્યાજ પ્રેમની હાટનું તેલ પૂરો અંતરમાં. નિશદિન ઉજ્જ્વળ પ્રકાશતો દીવો નયને તરશે.

ઊઠી ગયો વાનિયો…. કરે છે ધિંગાણું.

પન જે કાંઇ મુશ્કેલી છે તે અહીં જ છે. મનુષ્યનું મન વેપાર છોડી શકતું નથી. એ પોતાના લાભ તરફ ત્રાજવાની દાંડી નમાવે છે ને માર ખાધા જ કરે છે. કબીરે આ દશા જોઇ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું :

મન બનિયા બનિજ ન છૌડે,

જનમ જનમ કા મારા બનિયા

અજહૂં ન પૂરા તૌલે રે.

વાણિયો મોટે મારગે ઊપડી જશે, જે કાંઇ ધાઇ—ધૂતીને ભેળું કર્યું તે પડ્યું રહેશે અને મૃત્યુના દૂતોને હાથે હજી બાકી રહેલી વાસનાના ચાબખા ખાવા પડશે. જીવ પરાણે, અવશ ઘસડાતો જશે, પણ એ ઘડી આવે તે પહેલાં દિલમાં દીવો નહીં કરે.

બાઇ મીરાં…. જમડાને પાછા વાળું

મીરાંએ ગોવાર્ધનધારી નટવર નાગર આગળ બેસી  નિરધાર કર્યો છે કે કદાચ યમદૂત આવે તોયે તેનું કાંઇ નહીં ચાલવા દે. મૃત્યુના ઘોર પડછાયા વચ્ચે પણ  તેનું આનંદ—નૃત્ય ઝાંખું નહીં પડે, તેને ખબાર છે કે કેવા સમર્થ ધણીના હાથ તેની રક્ષા કરવા હાજાર છે:

પ્રેમ કરીને હ્રદય—મંદિરે પધારો, વ્હાલા,

ન જોશો જાત, કુળ, વરણમાં, હો શામળિયાજી !

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વ્હાલા,

આડે આવજો મારા મરણમાં, હો શામળિયાજી !

—————————————————————————————————————–

Makarand  ane meeraa char

આંબલિયાની ડાળ 

સાંયા,મેં તો પકડી આંબલિયાની ડાળરે,

જંગલ બીચ એકલી હોજી— 

નદી રે કિનારે બેઠોએકબગલો,

હંસલોજાણીનેકીધોએનોસંગ રે,

મોઢામાં લીધી માછલી હો જી— 

ઊડી ગયોહંસલો,ગાજે એની પાંખડી,

બાઇ,મારોપિયુડોપરદેશ રે,

ફરુકે મારી આંખડી હો જી–

માલણગૂંથી લાવે,ફૂલ કેરા ગજરા,

બાઇ,મારો શામળિયો ભરાથાર રે,

બીજારે નરની આખડી હોજી–

બાઇમીરાં કે’છે પ્રભુ, ગિરધરના ગુણ વા’લા,

શરણુંમાં રાખો મારા શામ રે,

ભજન કરીએં ભાવથી હોજી–

આપણે ત્યાં મીરાંને નામે ગવાતાં ભજનોમાં આ ભજન પાંચ જ કડીમાં સાધકની સંપૂર્ણયાત્રાને ચિત્રાંકિત કરે છે.એના  પ્રલંબિત  ઢાળ અનેકરુણ—મધુર લય દ્વારા એ ઘણું લોકપ્રિય થયું છે.પણ સાધકની અનુભૂતિનાં પાંચ પગલાં પારખવામાં આવે તો એ સાધનાની વાટે મશાલ ચેતાવી શકે.

સાંયા,મેં તો….એકલી હો જી–

પહેલું ચિત્ર છે પરમ પ્રિયતમ કાજે  સર્વ કાંઇ તજીને નીકળી પડેલી નારીનું.સંસારના બધા આધારો તો  તેણે ક્યાંયે પાછળ રાખી દીધા છે.પણ જેને આધારે બધું લૂંટાવી દીધું એનીક્યાંયે ઝાંખી થતી નથી. નિર્જન વનમાં આંબાની ડાળ પકડી તે અંતરમાં કોની છબી આગની રેખાએ આંકતી હશે?

તુમ્હરે કારણ સબ સુખ છુડિયાં

અબ મોંહે ક્યોં તરસાવો ?

——-

પિય બિન સૂનો છૈ મ્હારો

તેરે કારણ બન બન ડોલૂં કર  જોગણ કો ભેસ .

—————-

બરજી,મૈં કાહૂકીનાંહિરહૂં,

તન ધન મેરોસબહી જાવો,ભલ મેરો સીસ લહૂં.

એકલી, અસહાય,ઝંખતી—ઝૂરતી વિચારમગ્ન નારીનું આ ચિત્ર કેવું હ્રદયદ્રાવક છે ! મરમીજનો જેને ‘એકાકીની ભણી યાત્રા કહે છે તેનું  આ પ્રથમ પાગ્લું. સંસાર આથમી ગયો છે અને આતમનો સૂર્યોદય થયો નથી એવી અવસ્થા. આ સૂનકારભર્યા અરણ્યમાંથી બહાર કેમ નીકળવું ?

આ અવસ્થામાં સાધક કોઇ માર્ગદર્શક, કોઇ માર્ગસંગાથી કે સહાયકનો હાથ ઝંખે છે. અહીં આંબાની ડાળ પકડી ઊભેલી સ્ત્રીની નજર જરા દૂર જાય છે. જુએ છે તો સામે નદી વહી જાય છે. એને કિનારે એક ઉજ્જ્વળશ્વેત વસ્ત્રધારી પુરુષ બેઠો છે. એ જાણે ઊંડા ધ્યાનમાં નિમગ્ન છે. કોઇ હંસની જેમ નીર-ક્ષીર પારખનારો વિવેકી ને વૈરાગ્યવાન લાગે છે. આવી ઉજ્જ્વળતા, એકાગ્રતાઅ, આત્મલીનતા જોઇ સ્ત્રીને થાય છે : આ પરમહંસદેવ મને માર્ગ બતાવશે. પણ નિકટના પરિચયમાં આવતાં તેને અનુભવ થાયછે કે આ તો બગભગત છે. ધૂર્ત છે. ગોરખના શબ્દોમાં ‘સ્વાંગકા પૂરા, ડિંભકા સૂરા’—વેશમાં પૂરો પારંગત અને દંભમાં ભારે પાવરધો છે. ભોળા લોકોને માછલીની જેમ દાઢમાં લેવા માટે જ એની આ ધ્યાનબાજી ચાલે છે. આવા ધૂર્ત ગુરુનું એક ચિત્ર છે:

નદી કિનારે બગુલા બૈઠા,

ચુન ચુન મછિયાં ખાય,

બડી મછી કા કાંટા લાગા

તડપ તડપ જીવ જાય.

પણ બગલાજીની આ દશા થાય તે પહેલાં કેટકેટલા વિશ્વાસુ ભક્તો  આ કહેવાતા મહાત્માઓ, સિદ્ધપુરુષો, ગુરુ મહારાજોની ચુંગાલમાં ફસાઇ બરબાદ થઇજતા હશે ! પરંતુ જેમને પરમાત્માની પ્રાપ્તિ સિવાય બીજું કાંઇ જ ખપતું નથી તેઓ ભ્રમજાળથી સવેળા ચેતી પોતાને માર્ગે ચાલવા  માગે છે.

ઊડી ગયો  હંસલો…. આંખડી હો જી-

વિશ્વમાં એવો એક મહાનિયમ પ્રવર્તે છે કે જેને હરિ વિના બીજું ખપતું નથી  તેને હરિ કે હરિનો બંદો મલી જ રહે છે. પેલો બગલો તો કિનારે બેસી રહ્યો હતો, અહીં હંસની પાંખો ગગનમાં ઝંકાર કરતી જાય છે. હંસ નથી બોલતો, હંસની પાંખો બોલે છે. આ નવું જ ચિત્ર. ઊર્ધ્વની ગતિમય લિપિમાં સંદેશ. પ્રીતમને મળવા માતે પ્રાણની પાંખો પળેપળે ઊડ,

ઊડ, ઊડ, થતી રહેવી જોઇએ, ‘ચાતૂરી આતૂરી નાહીં.’આતુરતાની અહીં કિંમત છે, ચતુરતાની નહીં. મીરાં ના ઘાયલ પ્રાણનો પુકાર :સાંવરો ઉવરન, સાંવરો સુમરન, સાંવરો ધ્યાન ધરાં,

————————

તુમ દેખે બિન કલ ન પડત હૈ, તડફ-તડફ જિય જાસી.

————-

બિન દેખ્યાં કા નાહિ પડત જિય ઐસી ઠાની હો,

અંગ અંગ વ્યાકુલ ભઇ મુખ પિય પિય બાની હો.

ઉવરણ—ઊગરવાનો આરો, સુમરણ—એની નિત્ય સ્મૃતિ.આમ ધ્યેય અને ધ્યાન સંયુક્ત થાય ત્યાં સાત સમંદર પારથી પણ પરદેશી પ્રીતમ આવી પહોંચે છે.

આ  ઝંખનાની આઅગ્ને પગલે ક્યાંકથી શીતળ લહેરી વહી આવે છે. શુભ શકુન દર્શાવતી આંખ ફરકે છે. આંખમાં જ કહે છે : હવે મિલનને વાર નથી.

માલણ ગૂંથી…. આખડી હોજી

હવે તો પ્રીતમના ગળામાં જીવાન્નો હાઅર પહેરાવવાની ઘડી આવી પહોંચી. જ્યાં અનન્ય સ્મરન, અનન્ય શરણ ત્યાં અંતર્યામીને પ્રગટ થયા વિન છૂટકો જ નહીં. મીરાંની વાણી :

’સહેલિયાં સાજન ઘાર આયા હો,

બહોત દિ’નો કી જોવતી બિરહિણી પિવ પાયા હો.

———-

હરિ સાગાર સૂં નેહરો, નૈણાં બંધ્યા સનેહ હો,

મીરા સખી કે આંગણે દૂધાં વૂઠા મેહ હો.

——————-

બાઇ મીરાં…. ભાવથી  હોજી–

આખરે એક જ વિનંતિ : શરણુંમાં રાખો મારા શામ.’ મીરાંના શબ્દોમાં ‘છોડ માત જાજ્યો જી મહારાજ.’ આ વિનતિપત્ર પાર અંકિત મીરાંના અનુભવની મહોર :

અવિનાસી સૂં બાલમા હૈ જિનસૂં સાંચી પ્રીત,

મીરાં કૂં પ્રભુજી મિલ્યા હૈ એ હી ભગતિ કી રીત.

————————————————————————————   

Makarand ane meeraa  paanch

સામળિયો મુંજો સગો 

સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ, 

નંદના લાલન સે

નીંદરડી મેં નેડો લગો.  

હું રે જાતી’તી ગાંધી કેરે હટદે, વા’લા,

મહેકે ગાંધી કેરે હટમેં લાલન સગો–

સામળા સારુ ધ્રોડી ધ્રોડી થાકી, વા’લા,

મુંને વડલે વિસામો વલો લગો.–

જળ રે જમનાનાં ભરવાંને  ગિયા’તાં, બેલી,

સુરતા ચૂકીને બેડો ભગો–

બાઇ મીરાં કે ગિરધરના ગુણે જીવો

સંતના ચરણમાં ચિત લગો.

સામળિયો મુંજો સગો.

—————————-

મીરાંના પ્રાણથી અનુપ્રાણિત થયેલું આ કચ્છી છાંટનું ભજન પ્રેમભક્તિની ચાર ભૂમિકા માટે ધ્યાન ખેંચે એવું છે, પ્રભુ સાથે હૈયાનું સગપણ બંધાઇ જાય અને પ્રાણનો તંતુ સંધાઇ જય ત્યારે સ્વપ્ન, જાગૃતિ, સુષુપ્તિ અને તુરિયાનાં દ્વાર કેવાં ઊઘડતાં આવે છે એની ઝાંખી આ સાવ સીધા- સાદા લાગતા ભજનમાં થાય છે. એ ચાઅર ભૂમિકા જરા જોઇ વળીએ.

નીંદરડી મેં નેડો 

પ્રીતમની ઝંખના જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે જાગૃતિમાં ઊઠતી વરાળનાં સ્વપ્ન અવસ્થામાં વાદલ બંધાય છે. ઇન્દ્રિયો પોઢી ગઇ હોય, બહારનાં આકર્ષણો અને કોલાહલ વિરમી ગયા હોય ત્યારે મનમાં ને મનમાં અર્મતી મૂર્તિને આકાઅર ધરવાનો અવકાશ મળે છે. મીરાંનાં ઘણાં ભજનોમાં સ્વપ્ન –દર્શનની વાત આવે છે, એને જ આ ભજન અનુસરે છે. મીરાંના આવાં બીજાં બે-એક વેણ:

સુપનમેં હરિ દરસ દીન્હો,

મૈં ન જાણ્યું હરિ જાત,

નૈણાં મ્હારાં ઉંઘણ આયા

રહી મન પછતાત,

——————————-

’સોઅવત હી પલકા મેં મૈં તો

પલક લગી પલ નેં પિય આયે

મૈં જુ ઊઠી પ્રભુ આદર દેણહું

જાગ પડી, પિય ઢુંઢ ન પાયે.

સ્વપ્ન-દર્શન કે સ્વપ્ન—સાક્ષાત્કારની એક ભૂમિકા છે. બધાં જ સ્વપ્નાં મનનો ખેલ નથી હોયાં. સ્થૂળ ઇન્દ્રિયો ગ્રહણ ન કરી શકે એવા સંદેશા નેસંકેતો સ્વપ્નમાં ઝીલી શકાય છે. જ્યારે ભગવદ્  સ્મરન, નામ-રટણ અંતર્મનનો ક્બજો લઇ લે, એનો ધ્વનિ હૃદયમાંથીઅનાયાસ જાગવા માંડે, ભાવ-તરંગો ઊંઘમાં પણ શમે નહિ, ત્યારે ભાવગ્રહી ભગવાન દ્વારા ભક્તને આવો અનુભવ થાય છે. વિરહી અંતરની કરુણ ભૂમિ પર આમ કૃપાનાં છાંટણાં થાય છે.

પણ સ્વપ્નનું મિલન કાંઇ સંતોષ થોડું આપી શકે ? ભક્તની વ્યાકુળતા તો આવાં દર્શનથી અનેકગણી વધી જાય છે. અને સ્વપ્ન—સાક્ષાત્કારનો  હેતુ પણ એ જ હોય છે. અપાર્થિવ સ્વપ્ન પાર્થિવ જગાત્ને પલટાવી નાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્વપ્નમાં પડી ગયેલી તિરાડ જાગૃતિના જગતની દીવાલોને ભેદવા માંડે છે. અનેક વિષયો પાછળ ભમતા ભ્રમરને કોઇ એવી અલૌકિક મધુગંધ ખેંચે છે, કે તેને ભગવાનનાં ચરણકમલ સિવાય ક્યાંયે ચેન પડતું નથી. ક્યાં ક્યાં છે આ અપૂર્વ પદ્મગંધ ? જ્યારે પાગલ બની નેત્રો એને જ શોધવા નીકળી પડે છે ત્યારે વળી થાય છે, એ ક્યાં ક્યાં નથી ?

મહેકે ગાંધી કેરે હટમેં

ગાંધીની હાતમાં કેટકેટલી ચીજ વસ્તુઓ ભરી હોય ! એનું ગંધિયાણું –કરિયાણું એટલે અનેકવિધ સુગંધ ને સ્વાદનો મેળો. હિંગ ને બરાઅસ-કપૂર ત્યાં સાથે જ મળી જાઅય. પન આ વિવિધ અને વિરોધી સ્વભાવને હાટે એવા ઘરાકના પગલાં થાય છે , જેને સહુ વસ્તુમાંથીએક જ મહેક ઊઠતી લાગે છે. પેલો હૈયાનો સગો, લાલન એવી કાંઇ મોહિની લગાડી ગયો છે કે એની લાલી ને મહેક ચોમેર ઘેરી વળે છે. મથુરાની વાટે ગોરસ લઇ જતી ગોપી જેવો જ ઘાટ આ ગાંધીની દુકાને પણ જોવા મળે છે.

જ્યારે હૈયામાં અને હાટ કે વાટમાં એક જ વસ્તુ વિલસતી હોય ત્યારે દુનિયાદારીની  લે-વેચ કેવી? અહીં બધું જ અ-મૂલ્ય. મઘમઘતો પ્રેમ એ જ સગપણમાં ને સાટામાં. પ્રીતમની સ્મૃતિનો આ પ્રભાવ સ્નેહથી ભરી ભરી સુગંધ રૂપે વ્યાપી ગયો છે, પણ સ્વરૂપની પ્રાપ્તિ બાકી છે. એ ક્યાં થઇ શકે ? જ્યાં કશું લેવા દેવાનું નથી રહેતું એવી સર્વનાશી બંસીના સૂરમાં, એ બંસીવરના સામીપ્યમાં.

વડલો વિસામો

અનંત    જન્મોથી ચાલી આવતી પ્રીતમની શોધ પૂરી થાય છે કાલપ્રવાહને કાંઠે રહેલા અચલ આશ્રમમાં. વડલો એટલે સઘન, શીતળ, પરમ વિશ્રાંતિ. મહાપ્રલયમાં બધું જ જ્યારે ડૂબી જાઅય છે ત્યારે વડના પાંદ પર જે અસ્તિત્વ મંદ મધુર હસે છે તેનો સહવાસ, કૃષ્ણભક્તોને માટે જે ‘બંસી—બટ’નો મહિમા છે તે અહીં પ્રત્યક્ષ થાય છે. પ્રાણના ઊર્ધ્વ પ્રયાનમાં એક એવું પદ આવે છે, જે વિષ્ણુનું પાર્મ પાદ છે, જે કૃષ્ણનું નિત્ય લીલાધામ છે. દેહભાવનો નાશ થાય છે ત્યારે આ દેવતત્ત્વ એના નીલોજ્જ્વલ સ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે.કોઇને કદાચ અસંબંધિત લાગે પણ વિષ્ણુ અનેવટનું સામ્ય અતિ પ્રાચીન કાળથી વણાતું લોકભજન સુધી પહોંચી ગયું હોય એવો ભાસ થાય છે.’ ‘રઘુ-વંશ’[સર્ગ 13, શ્લોક 53] માં લંકાથી પાછા ફરતાં પુષ્પકમાં આકાશગમનકરતાં રામ જે સ્થળો સીતાને બતાવે છે તેમાં ભૌગોલિક વર્ણનો જ છે કે વિશેષ કાંઇ, એ શોધવા જેવું છે, ‘મેઘદૂત’ ના અર્થઘટનમાં વાસુદેવશરણ અગ્રવાલે જે કાર્ય કર્યું તે મહાકવિની બીજી રચનાઓમાં પણ  કરવા જેવું છે.અહીં નીલકમલના ઢગ સમા વડને દર્શાવી રામ સીતાને કહે છે કે :’સોડયં વટ: શ્યામ ઇતિપ્રતીત’ ‘આ શ્યામ નામથી ઓળખાતો વડ રહ્યો’, એ વચન યાઅદ આવી જાયછે. વળી એ શ્યામ નામે સામાન્ય વડ નહોતો પણ સીતા વડે ‘ઉપયાચિત’ હતો. સિદ્ધિ માટે પ્રાર્થિત હતો, એ વડની વિશેષતા છે. વૈદિક સૂક્તો, મહાકવિઓનાં કાવ્યો અને ઠેઠ ગામતળનાં લોકભજનો ક્યાંક આ ધરતીનાં સંસ્કારબીજ  સંઘરી  બેઠાં છે એવો મનમાં વહેમ છે, અને તે હસી કાઢવા જેવો નથી લાગતો. ભજનવાણીમાં ઊંડે ઊંડે ઊતાર્તો ક્યાંક એની ભાળ લાગશે. ફરી ‘વડલે વિસામો’ લેવા જતાં બ્રહ્માનંદનું  ભજન સંભળાય છે:

ગંગાજી કા તટ હો, યા યમુનાજી કા બટ હો,

મેરા સાંવરા નિકટ હો,

જબ પ્રાન તન સે નિકલે.

પ્રાણ અને પ્રિયતમના મિલનની વેળા હવે આવી પહોંચી. ક્યાં રહ્યું  છે આ મિલનબિંદુ ? કેવી છે એની

મિલન—માધુરી ?

સુરતા ચૂકી ને બેડો ભગો

નંદના છોરાની નજરે પડે તેની સુરતાનું ઠેકાણું  રહે જ નહીં. જ્ઞાન અને યોગમાર્ગ્માં તો સુરતાને અલગ કરતાં રહેવું પડે.પણ આ ગોકુલ ગાંવનો પૈંડો જ ન્યારો છે, અહીં દેહમાં રહેલી સુરતાને કોઇ કાંકરી મારી પોતાનામાં સમાવી દે છે. ગોપી જ્યારે કહે કે ‘બેડું મારું નંદવાણું’ ત્યારે તેમાં કૃત્રિમ રોષને અફસોસને ફોડી આનંદ બહાર રેલાઇ જાય છે. નંદવાઇ જવામાં જ આનંદ છે એ તે જાણે છે. મીરાંના બીજાં ભજનોમાં આવી ફરિયાદ ને આનંદ બંને ફોરી ઊઠ્યાં છે :

ઝૂમકહાર શીદ તોડ્યો ?

જલ જમુનાનાં ભરવાને ગ્યાં’તાં,

ઘડુલો મારો શીદ ફોડ્યો ?

————-

અધાર સુધા રસગાગરી , અધરરસ ગૌરસ લૈશ,

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરી અમીરસ પીવૈશ..

ગોપી જમુનાનું જલ ભરીને આવે છે ત્યારે કૃષ્ણ એનું બેડું ફોડી નાખે છે, અને મહી વેચવા બહાર જાય છે તારે મટકી ફોડી નાખે છે. જમુનાની જેમ નિરંતર વહેતા આનંદને  એકાદ, અલગ.ક્ષુદ્ર ઘડામાં પૂરવા માંડીએ તો એ વિશ્વવિહારી એમ બદ્ધ થવા દે ?(બાંધવા દે?)અને પોતાના અંતરમાં જ સભર ભરેલા આનંદનું બહાર મૂલ કરાવવા જઇએ તો એ અંતર્યામી સાંખે ખરા ? કૃષ્ણ ક્યાંયે  દૂધ નથી ઢોળી નાંખતા, મહીના મટકાંને જ ભાંગે છે એનું કારણ શું ? મહીં એ મધ્ય અવસ્થા છે. મહી જામે એ પ્રાણની સ્થિરતા, કુંભક અવસ્થા. આ કુંભકમાં જ જ્યારે વિસ્ફોટ થાય ત્યારે દેહથી અલગ આત્મતત્ત્વ ઊછળી પડે છે. પણ એ માટે પ્રભુ  સંગાથે પ્રાણનો સંબંધ, શ્વાસોચ્છ્ વાસે સુમિરણનો તાર સંધાઇ જવો જોઇએ :

સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ.

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,738 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: