be kavitaa

Panna nayak

પન્ના નાયક

 કોઇની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઇ,

 ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;

 કોઇ પ્રેમને નામે મને ડંખ્યા કરે,

 અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;

જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.

 મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય ,

પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,

મનની માલિક હું મારે તે બીક શી ?

 હું તો મૌલિક છું,

 હામાં હા કહીને ઠીક ઠીક રહીને,

 મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

 માપસર બોલવાનું માપસર ચાલવાનું,

માપસર પહેરવાનું માપસર પોઢવાનું,

 માપસર ઓઢવાનું, માપસર હળવાનું

માપસર ભળવાનું,

આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું

મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઇની બુદ્ધિના પાંજરામાં લાગનીનું પંખી થઇ,

ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

————————————————————————————————–

મહેશ દવે

 સાહેબ હુકમ કરે કે આવું

 આરણ-કારણ કાંઇ ન જાણું

ક્યાંય પછી નહીં જાઉં

સાહેબ હુકમ કરે કે આવું

મારા મનનું કાંઇ ન ચાલે

 કોરે કાગળ સહી

 સાહેબના અણસારે

મારી હોડી જળમાં વહી નાવિક મારો

કહે એ લયમાં ગીત મારું હું ગાઉં

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 415,056 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: