MUMBAI SAMAACHAAR 14/12/2010
મુંબઇ સમાચાર,14 ડિસેમ્બર,2010 /મેટ્રો વિભાગ ,પાનું :2
ગાંડાઓની દુનિયાને સુધારવા મથી રહેલો ડાહ્યો માણસ:અર્પણ નાયક
મળવા જેવા માણસ //પ્રિયંકા વિસરીયા
[આપણે બધા જ સામાજિક પ્રાણી હોવા છતાં માનસિક દૃષ્ટિએ અસ્થિર વ્યક્તિઓ તરફ આપણું વલણ અજાણતા બદલાઇ જતું હોય છે. આપણે આશ્ચર્ય અને આઘાતથી એમને જોઇ રહીએ અને ‘બિચ્ચારો !’ કહી દઇએ એટલે આપણી ભૂમિકા જાને પૂરી, અમારી મુલાકાત થઇ માનસિક બિમારીથી પીડાતા દર્દીઓને , તેમના સોશિયલ સ્ટેટસ, જિંદગીને, એટિટ્યુડને સુધારવા સતત મથી રહેલા ભુજના જુવાન અર્પન નાયક સાથે. એમની સાથેની મુલાકાતના કેટલાક અંશ તમારા માટે.]
’ભુજ શહેરની ગલીઓમાં માનસિક રીતે અસ્થિર એક બેન દિવસ-રાત ભટકી રહ્યા હતા. અમને ખબાર પડી એતલે એમને ભુજની માનસિંહ આરોગ્યની હૉસ્પિટલમાં દાખલ કરાયા. મેં એમની સાથે વાતો કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ લગભગ નિષ્ફળ. દરરોજ સવારે ઊઠીને તેઓ ‘જય રામ’ બોલે. હનુમાન ચાલીસાનો પાઠ કરે, પરંતુ તેમની પાસે બેસીને પ્રેમથી નામ-ગામ પૂછીએ તો જવાબ ના આપે, રિસાઇ જાય.પોતાના જ વિશ્વમાં મગ્ન થઇ જાય.હું દરરોજ એની સાથે વાતચીત કાર્વાનો પ્રયાસ કરતો. ધીરે-ધીરે તે મારામાં વિશ્વાસ મૂકતા થયા અને છુટક-છુટક વાતચીત કરવા લાગ્યા. ધીરજપૂર્વક એમને આપેલી માહિતીને ભેગી કરી, સંબંધિત રાજ્યની પોલીસની સહાય લીધી ત્યારે છેક જઇને ખબર પડી કે બેન તો મુસ્લિમ છે. અંબરનાથના બેન ભટકતા-ભટકતા ભુજ પહોંચી જાય એ વાઅત જ કેટલી અજબ લાગે છે .એમાંય મુસ્લિમ બેન દરરોજ ‘જય રામ’ નો જાપ અને હનુમાન ચાલીસાનો પાઠ ભણે એ બધું કેટલું ગૂંચવણભર્યું હતું. જ્યારે એ બેનનો એમના પરિવાર સાથે મેળાપ થયો એ ક્ષણ તો અદ્ ભુત હતી ‘ કહે છે ભુજની માનસિક આરોગ્ય હૉસ્પિટલમાં સાઇકિયાટ્રિક સોશિયલ વર્કર તરીકે ફરજ બજાવતા અર્પણભાઇ નાયક.
ભુજથી પાકિસ્તાનની બોર્ડર નજીક જ હોવાથી કંઇ કેટલાય માનસિક દૃષ્ટિએ અસ્થિર વ્યક્તિઓ ભટકતી ભટકતી બોર્ડર ક્રોસ કરીને કચ્છમાં આવી જતી હોય છે. ‘બિહારની બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બી.એસ.એફ.)નો એક જવાન માનસિક રીતે અસ્થિર થઇ ગયો. ત્યાંથી બીએસએફ ના જવાનોએ જ તેને પકડી પાડ્યો . માત્ર વિચાર કરો કે કારગિલ યુદ્ધમાં જે ભારત માટે લડ્યો હોય એવો જાબાંજ જવાન ગાંડો થઇને અહીં—તહીં રખડે અને જ્યારે બીએસએફના જવાન એને શંકાસ્પદવ્યક્તિ તરીકે પકડી પાડેએ જવાનને ત્યારે’હું પણ બીએસએફનો જ જવાન છું’ એટલું કહેવાની પણ સમજ ના હોય, એ કુદરતની કેવી કરુણાંતિકા કહેવાય ! એ જવાનને અમારી હૉસ્પિટલમાં દાખલ કરાયો. આ તો થાકેલા—ભાંગેલા –હારેલા માણસને ફરી બેઠો કાર્વાની વાત, એના બંધ હૈયાની ચાવી શોધીને એના માંહ્યલા સુધી પહોંચવાની વાત, એના મનમાં રમતા નકારાત્મક વિચારોને ભાંગીને ભુક્કો કરવાની વાત, ખેદાનમેદાન થઇ ગયેલી માનસિકતાને પુન: ચેતનવંતી કરવાની વાત, દરરોજ એ જવાન પાસે બેસીને એના મનનો તાગ પામવાની મારી કોશિશ ચાલતીરહી.. ત્રણ વર્ષની જહેમત બાદ એ જવાન તેનું નામ-સરનામું બોલી શક્યો હતો. જવાનના સંબંધી ઓ એને લેવા માતે ભુજ આવ્યા, એની સારવાર કરાવવાની ખાતરી આપી અને તેના અધિકારની મિલકત તેને મેળવી આપવાની બાંયધારી લીધી ત્યારે ગજબનો આત્મસંતોષ અનુભવ્યો. ત્રણ વર્ષની મહેનતનું એ ફળ હતું’ પોતાના અનુભવોનો પટારો ખોલતા કહે છે અર્પણભાઇ.
આજનો માણસ ચંદ્ર પાર પહોંચી શક્યો છે, પરંતુ કોઇના મન સુધીપહોંચવામાં આપણને અનેક ગ્રહણ નડે છે.એક વખત આ ગાંડાઓની દુનિયામાં ડોકિયું કરી જુઓ.વિના કોઇ મતભેદે કે મનભેદે તેઓ જે મસ્તીથી જીવનને જીવી જાણે છે કે કદાચ એવે મસ્તી-નાદાનીની એક પળ માટે મારા-તમારા જેવાની આખી જિંદગી ઉધાર મૂકવી પડે.
જોકે રસ્તો ભૂલી ગયેલા , પરિવારથી તરછોડાયેલા આ અદના માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવાનું કામ કરતા અર્પણભાઈ એટલે સદા ખળખળ વહેતું સંવેદનશીલ ચમક , મીઠો છતાંય મક્કમ અવાજ , માયળુ સ્વભાવ , હોઠો પર સતત રમતું સ્મિત. મૂળ કલોલમાં વંદનાબેનની કૂખે જન્મેલા અર્પણભાઈના પિતા અમ્રુતલાલ હાઈસ્કૂલમાં કલાર્ક હોઈ બાળપણથી ઘરમાં જ શિસ્તના પાઠ તેઓ ભણેલા. અર્પણભાઈએ ગુજરત વિદ્યાપીઠમાંથી સોશિયલ વર્કમાં માસ્ટર્સ કર્યું છે. વિવિધ જગ્યાએ ફરજ બજાવ્યા બાદ, કોલેજમાં લેકચરર તરીકે રહ્યા બાદ તેઓ વર્ષ 2004-2005માં ભુજની મેન્ટલ હોસ્પિટલમાં જોડાયા અને હવે તો માનસિક અસ્થિર દર્દીઓ ,તેમની કથાઓ-વ્યથાઓ-વેદનાઓ તેમની સાથે વણાઈ ગઈ છે. અર્પણભાઈ એક વખત બોલવાનું શરૂ કરે એટલે એમના રસપ્રદ અને માનવીય દ્રષ્ટિકોણથી ભરપૂર અનુભવોનો તો જાણે ખજાનો હોય. વાતોમાં પૂર્ણવિરામ નહીં, માત્ર અલ્પવિરામ જ આવે . એકંદરે એમની સાથે સમય વીતાવવાની મજા પડી જાય. પહેલાથી જ મેડિકલ સોશિયલ અને સાઈકિયાટ્રીક સોશયલ વર્કમાં ખૂબ રસ
હતો. જોકે આજકાલ આ ક્ષેત્રની ભારોભાર અવગણના થઈ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર સૌથી જોખમી બીમારીનું સ્થાન ‘માનસિક બીમારી’ લઈ લેશે. આજે લોકોને ઘરડાઘરની ચિંતા છે, પરંતુ માનસિક અસ્થિરો વિશે વિચારવાની કોઈ તસ્દી લેતું નથી.ખાટલે મોટી ખોડ એ છે કે લોકોને દિલ ખોલી શકાય એવો સહારો મળતો નથી તેથી ધીરેધીરે વ્યક્તિ હતાશાની ગર્તામાં ધકેલાય છે અને છેવટે ‘ગાંડા ‘માં ખપી જાય છે. તેના ગમા-અણગમાં જુદા હોય છે . દર્દીને ક્યો તહેવાર ગમે છે? શું ખાવું ગમે છે? શું પીવું ગમે છે? કેવા કપડાં પહેરવા ગમે છે? વગેરેનો અભ્યાસ કરીને આપણી વર્તુણંક એમને ગમે એવી બનાવવી પડે છે . ગુજરાતના ગામડાઓમાં તો સૌથી ખરાબ પરિસ્થિતિ તો એ છે કે માણસની માનસિક અસ્થિરતાને ભૂત-ભુવાઓ સાથે સાંકળી લેવામાં આવે છે. પરિણામે વાત વધારે વણસી જાય છે. જોકે મુંબઈના રસ્તાઓ પર પણ આવા સેંક્ડો માનસિક અસ્થિરો જોવા મળે છે , પરંતુ ભણેલા ગણેલા લોકો પણ અરેરેરે! કરીને છટકી જાય છે. કમ સે કમ આ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાની માનવતા પણ ના દાખવી શકાય? ધારદાર સવાલ પૂછે છે અર્પણભાઈ . માનસિક અસ્થિરોને પણ અહીં સીવણ ગૂંથવાની ટ્રેઈનિંગ આપવામાં આવે છે. ભણેલા –ગણેલા લોકો હોય એને કમ્પ્યુટર પણ શીખવાડવામાં છે.જેથી સમાજને એક સ્વસ્થ વ્યક્તિ પાછી મળી શકે.
માનસિક અસ્થિરો માટે હોસ્પિટલના માધ્યમે તેમણે એક 24 કલાક ચાલતી એક હેલ્પલાઈન પણ શરુ
કરી છે. જેમાં આત્મહત્યા કરવા પૂર્વે કોઈની સાથે વાત કરવા માગતી વ્યક્તિઓ પણ અર્પણ ભાઈને કોલ કરતી હોય છે. આઠમા ધોરણમાં ભણતો એક વિધાર્થી એટલો ડીપ્રેશનમાં જતો રહ્યો હતો કે પરીક્ષા આપવા જતી વખતે બે ત્રણ કલાક સુધી રડયા કરે. કોઈકે એના મમ્મી પપ્પાને સલાહ આપી કે એક વખત અર્પણ ભાઈ સાથે વાત તો કરો. એટલે વાત પોહોંચી અર્પણભાઈ સુધી. પરિસ્થિતિનો પૂરો ખ્યાલ મેળવ્યા બાદ અર્પણભાઈ એ દિકરા સાથે વાત કરી અને ત્યારબાદ તો એવું થયું કે દરરોજ પેપર આપવા માટે જતા પૂર્વે એ વિધાર્થી અર્પણભાઈ સાથે વાત કરે એટલે જાણે હકારાત્મકતા અને ઊર્જાથી સભર થઈ જાય. અનેકો માટે આશાનું કિરણ બનેલા અર્પણભાઈ કહે છે કે ગાંધીજીના મૂલ્યોથી માત્ર પોતાના જીવનમાં આગળ નથી વધ્યા, અન્યોના જીવનમાં પણ પ્રકાશ ફેલાવવાની પૂરી કોશિશ રહી છે અને રહશે.
આવા છે મજાના માનવી અર્પાણભાઈ . એમની મુલાકાત લઈને મુંબઈ પાછા ફરી રહ્યા ત્યારે અમને અલવિદા કહી રહેલો એમનો હસતો ચહેરો જોઈને હ્રદયમાં કંઈક એવું સ્ફૂરી ઊઠયું કે ,
‘ક્યા હાર મેં ,ક્યા જીત મે?,કિચિંત નહીં ભયભીત મૈં,
કર્તવ્યપથ પર ચલતા જા , યે ભી સહી, વો ભી સહી…’
Nice…. Arpanbhai is really doing a great job…..! Thanks a lot for sharing about such a dedicated personality.