કર્દમનો સંક્લ્પ

 

KMBEKVISH

કર્દમનો સંક્લ્પ 

શ્રીમદ્  ભાગવત/કરસનદાસ માણેક/નવભારત

 

પાના:64થી 70

બ્રહ્માએ આખરે મનુ ને સર્જ્યો. મનુ એટલે મન. એને શતરૂપા નામે પત્ની છે. શતરૂપા એટલે હજારો રૂપવાળી એવી પ્રકૃતિ.(Mind and matter)  મન અને પ્રકૃતિના પ્રતીક એવા મનુ અને શતરૂપાને દેવહુતિ નામે કન્યા છે. મન અને પ્રકૃતિ દ્વારા સર્જાયેલી અને દેવોએ જાણે આહુતિ અર્પેલી હોય તેવી દેવહુતિ, તપસ્વી એવી ઉત્તમ કન્યા છે. મનુ હવે તેનાં લગ્ન માટે ચિંતિત છે. તેવામાં તેના મનના આકાશમાં વાણી સંભળાય છે :’તારી પુત્રીને યોગ્ય એવો ઉત્તમ પુરુષ કર્દમ છે.

કર્દમ ! એ ઋષિ છે. કેટલો પ્રામાણિક છે કે પોતાનું નામ કર્દમ રાખ્યું છે. કર્દમ એટલે ધૂળ—DUST આમેય આ આખો વિસ્તાર કર્દમનો જ છે ને ? પણ આ કર્દમ તપ દ્વારા કંચન બન્યો છે.આવા કર્દમ પર  સૃષ્ટિના સર્જન માટે બ્રહ્માની નજર પડી છે. એટલે તે જ દિવસે કર્દમના મનોકાશમાં પણ અંતર્વાણી સંભળાય છે:

’કર્દમ ! થોડા દિવસમાં મારો પુત્ર મનુ પોતાની પુત્રી દેવહુતિને લઇને તારી પાસે આવશે. દેવહુતિ તારા માટે યોગ્ય પત્ની છે.’

’પણ મારે ક્યાં પરણવું છે, પ્રભુ ?’ કર્દમે કહ્યું.

’તું એની સાથે પરણે એવી મારી ઇચ્છા છે,’ બ્રહ્માએ પોતાનું મન ખોલ્યું.

‘આપની એવી ઇચ્છા હોય તો તે મને એક શરતે તે મંજૂર છે. આપ અમારે ઘરે જન્મ લો !’ કર્દમે પોતાની ભાવના વ્યક્ત કરી.

’તથાસ્તુ !’ એવા શબ્દો સાથે બંનેનો મનો-સંવાદ સમાપ્ત થયો.

અને એક દિવસે મનુ મહારાજ શતરૂપા સાથે, દેવહુતિને લઇને કર્દમ મુનિ પાસે આવીને કહે છે :’મુનિવર્ય ! અમે આકાશવાણી સાંભળી છે અને એ મુજબ દેવહુતિ આપને સમર્પિત કરવા આવ્યા છીએ.’  

કર્દમે કહ્યું, ‘ભલે ! આકાશવાણી તો મેં પણ સાંભળી છે. પણ તમે દેવહુતિને પૂછી જોયું છે? હું કર્દમછું. તપ કરવા અને તેને તપ કરાવવા હું તેનો સ્વીકાર કરવા માંગું છું.’ 

દેવહુતિ પણ તપસ્વિની હતી. ઉત્તમોત્તમ કન્યા હતી. આપણાં પુરાણો ઇત્યાદિમાં ઉત્તમ કન્યાઓના અનેક દાખલા છે. પાર્વતી માટે અનેક ગાંધર્વો ભટક્યા  કરે છે. પણ પાર્વતીએ તો શંકરને જ પસંદ કર્યા છે—પછી ભલે એ સ્મશાનમાં રહેતા હોય. રુક્ષ્મણી પણ એવી જ કન્યા છે; ‘પરણીશ તો કૃષ્ણને જ પરણીશ.  અરે, શિશુપાલ તો રાજા છે ! પણ નહિ’હું તો કૃષ્ણને જ પરણીશ, પછી ભલે એ રાજા ન હોય.’

દેવહુતિ પણ એવી જ કન્યા છે. તેણે જવાબ આપ્યો, ‘હું તો આપની સેવામાં મારી જાતનો ઉદ્ધાર કરવા આવી છું.’

અને પરણ્યાં પછી બંની ઘણાં વર્ષો સુધી તપ કર્યું. તપ કર્યું એટલે દેહ-દમન કર્યું એટલું જ નહિ, પણ જે વસ્તુ પોતે મેળવવા માગતા હતા, તે મેળવીને જ રહ્યાં.

આજે મોટાભાગનાં માબાપોની ફરિયાદ છે કે અમારાં સંતાનો અમારું માનતાં નથી, સુખ અને શાંતિ આપતાં નથી. પણ બાળકના જન્મ પહેલાં, જે તપની જરૂર છે, તે વિશે પણ તેઓ  વિચારે છે ખરા ? દિવસે ખોરાક અને વિષયવાસના માટેની પ્રાપ્તિ અને રાત્રે તેની તૃપ્તિ જ હોય, તો એ પરિસ્થિતિમાં ઉત્પન્ન થયેલી સંતતિ પાસેથી બીજી કઇ અપેક્ષા રાખી શકાય ? સંતતિ શા માટે ? વળી તેમણે એવું વિચાર્યું છે ખરું કે ભગવાને જે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને શક્તિ આપ્યાં છે, તેનો શ્રેષ્ઠઉપયોગ તપ દ્વારા કરવો જોઇએ—જેમ વસુદેવ-દેવકીએ તપ દ્વારા કૃષ્ણને જન્મ આપ્યો તેમ.  

કર્દમે ભગવાનને કહ્યું હતું. ‘જો તું અમારે ઘરે જન્મ લે તો જ દેવહુતિને હું પરણું.’

ભગવાને વચન આપ્યું. કર્દમ અને દેવહુતિ પરણ્યાં, તપ કર્યું, અને તપના ફળ સ્વરૂપ ભગવાન કપિલ નામ ધરી દેવહુતિની કૂખે  જ્ન્મ્યા.

———————————————————————————

22. વિરાટમાં જ, મારું દર્શન, અર્ચન અને પૂજન છે.

ભગવદ્ ગીતામાં જેની બલિહારી ગવાઇ છે એવા સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક કપિલ મુનિએ દેવહુતિની કૂખે જન્મ ધારણ કર્યો છે. ભગવાન સ્વયં મહાતપસ્વી કર્દમ અને દેવહુતિને ત્યાં પુત્ર રૂપે અવતર્યા છે અને મા અને દીકરા વચ્ચેના સંવાદ રૂપે, માનવી સાત્ત્વિક આનંદ શી રીતે પ્રપ્ત કરી શકે તે સમજાવે છે. મા- દીકરાને આ સંવાદ ભાગવતનાં અનેક રત્નોમાંનું એક રત્ન છે.

મા દીકરાને પૂછે છે:’બેટા ! આ સંસાર શું છે અને તેમાં સાત્ત્વિક આનંદથી કઇ રીતે રહી શકાય ?’

કપિલ ભગવાન કહે છે, ’મા ! સઘળાં તત્ત્વોના સાન્નિધ્યથી વિશ્વકર્તા એવા મેં આ વિશ્વનું સર્જન કર્યા પછી હું પોતે એમાં પ્રવેશ્યો છું આ સમગ્ર  સૃષ્ટિના અણુએ અણુમાં હું જ વિલસી રહ્યો છું. અને જો મનુષ્યે સાત્ત્વિક આનંદ મેળવવો હોય તો મારું અર્ચન એટલે કે મારું પૂજન બરાબર કરવું.  મા ! એ અર્ચનનો એક જ રસ્તો છે: આ વિશ્વ ની અંદર મારાં દર્શન કરવા અને આ વિરાટની અંદર મને જોવો અને એની પૂજા દ્વારા મારી પૂજા કરવી. એટલું જ નહિ પણ વિશ્વની અંદર જરાપણ દુ:ખ છે ત્યાં સુધી મારું પૂજન બરાબર થતું નથી એમ માનવું.’

માનવ-મનને સમજાવતાં પોતાની માને તેઓ આગળ કહે છે, ‘મા ! મૂર્ખ માનવી, પોતાના સ્વાર્થને ખાતર પોતાના શરીરમાં રહેલો એવો હું સર્વત્ર રહેલો છું  એવું ભૂલાવી, છેતરવા માંગે છે. પણ એ ભૂલી જાય છે કે હું બધે જોઉં છું, જાણું છું, સમજું છું, કારણકે આ બધું મારા લઇને જ છે.’

પશ્યંતોડપિ ન પશ્યંતિ પશ્યંતં પરમેશ્વરમ્

 ‘માનવી આ બધું જોતાં છતં નથી જોતો અને જિંદગી આખી દંભ અને દુરાગ્રહમાં જ કાઢે છે.

****************======================*********************

સાચી હકીકત શી છે? જગતના મોટા ભાગે કોઇ ને કોઇ રૂપમાં પોતાનો એક ‘નિયન્તા’ કલ્પ્યો છે.જે કર્તુમ્ અકર્તુમ્ અન્યથાકર્તુમ્  શક્તિમાન હોય..જુદાં જુદાં નામરૂપે, તો નવે નવે નામરૂપે, સમજ્યે વણસમજ્યે(મોટેભાગે તો વણસમજ્યે જ )એ ‘નિયન્તાની માળા જપતાં હોય છે અને પોતે પોતાના એ ઇષ્ટ-દેવના ચુસ્ત અનુયાયીઓ છે, એવું બતાવવા માતે ઠીકઠીક કૂદાકૂદ કરતાં હોય છે. જૂના જમાનામાં કેટલાક લોકો જેમ પોતાને ‘વૈષ્ણવ’માં ખપાવવા માટે(હ્રદયથી ‘વૈષ્ણવ’ ન હોવા છતાં !) કેટલાંયે ઢોંગધૂતારા અને ચેનચાળા કરતા, તેમ આ નવા જમાનામાં કેટલાક લોકો પોતાની જાતને અદ્યતન—મોર્ડનમાં ખપાવવા માટે (અંતરથી અદ્યતન ન હોવા છતાં !) ફાં ફાં મારતાં હોય છે ! વિષ્ણુ અથવા રામ કે કૃષ્ણ, જેમ વૈષ્ણવો ના ઇષ્ટ દેવ છે, તેમ અદ્યતનતા  એ આ લોકોની આરાધ્ય દેવી છે; અને કૃષ્ણભક્તો જેમ કેટલીયે વાર ભક્તિના ઝનૂનમાં પોતાની બુદ્ધિને નેવે ચઢાવીને ફરતા હોય છે.

પ્રશ્ન એ નથી કે તમે ક્યા દેવને પૂજો છો, પણ પ્રશ્નએ છે કે દેવની પૂજા—ભક્તિ કરવામાં તમે તમારી વિવેકબુદ્ધિને સાથે રાખો છો, કે પછી એને પટારામાં પૂરીને તમે એકલા જ મંદિરે ચાલી નીકળ્યાછો ?આ દૃષ્ટિએ વિચારીએ (અને આજ દૃષ્ટિ સાચી છે)તો ઇશ્વરની  અંધભક્તિ  કરીને પોતાને આસ્તિકમાં ખપાવનારના કરતાં અદ્યતનતાની, અનીશ્વરની બુદ્ધિયુક્ત , જાગ્રત અને વિવેકપૂત ઉપાસના કરનાર વધારે સારો.

મહત્ત્વ નામનું નથી, વસ્તુનું છે; શબ્દનું નથી, સત્ત્વનું છે. સત્ત્વને પૂરેપૂરું સમજ્યા પછી તમે એને ગમે તે નામે સંબોધો અને ગમે તે રૂપમાં આરાધો, બધું સરખું જ છે.

ટૂંકામાં નામ-રૂપ આદિ બાહ્ય આવરણોની વાત બાજુએ મૂકીએ, તો જગતમાં અ-તંત્ર, આકસ્મિક, અકારણ, યોજનાહીન એવું કશું જ નથી. એ બાબતમાં સર્વત્ર એકમતતા છે. મતભેદ છે કેવળ એ સાર્વભૌમ તત્ત્વનાં નામરૂપની બાબતમાં.

 આ ઉપરથી એમ નથી લાગતું કે માણસોનો સૌથી ઊંચો ‘ધર્મ’ સૌને સાંકળનારા, સૌને એકસૂત્રે ગૂંથનારા, સૌના આધાઅર સમા, સૌના આદિકારણ સમા—આ એક તત્ત્વને ઓળખવાનો, આદરવાનો અને એને જીવન સાથે જડવાનો છે? પરંતુ માણસની સુથી મોટી ક્ષતિ તો એ છે કે એ, એ તત્ત્વને’અણપ્રીછ્યું’ રહેવા દઇ, એના એકાદનામને કે રૂપને, ‘ઇતિહાસ’ને, ‘કર્મ’ને, કે ‘ઇશ્વર’ને વગર સમજ્યે રટ્યા કરે છે. ગમે તે રીતે શબ્દનો કોઇ ઘૂઘરો એની અદફેટે ચઢી ગયો. એને એ જીવનભર વગાડ્યા કરે છે, એને એના અવાજથી બહાર બીજું કશું જ નથી, એમ માનવા-મનાવવા ઝાવાં નાખે છે. સૌથી બૂરું તો એ છે કે એટલા એ ઘૂઘરાના અવાજને પણ,  એ જીવનમાં નથી ઉતારતો ! ઇતિહાસ ઇતિહાસ કૂટ્યે  રાખે છે, પણ ઇતિહાસનો સર્જક તે પોતે જ છે એ હકીકતને એ વીસરી જાઅય છે અને ઇતિહાસ જાણે ‘હું,’ તું અને તે ‘ત્રણેની બહારની કોઇ ચોથી વ્યક્તિ  હોય તેમ વર્તે છે; ‘કર્મ, કર્મ’ કર્યે રાખે છે, પણ ‘કર્મનો કર્તા પણ તે જાતે જ છે એ સત્યનું સ્મરણ નથી રાખતો; ‘ઇશ્વર’ના નામની માળા ફેર્વ્યે જાય છે, પણ ઈશ્વાર: સર્વભૂતાનાં હૃદ્દેશેડર્જુન તિષ્ઠતિ (ઇશ્વર સર્વભૂતોને અંતરે પાર્થ, છે વસ્યા) એપરમ સત્યને જોવાની દરકાર નથી કરતો !

કપિલ મુનિ કહે છે, ‘મા ! ધર્મ એ કંઇ અમુક નક્કી કરેલા અર્થહીન ક્રિયાકાંડનું કે વિધિનિષેધોનું નામ નથી. કોઇ અમુક પ્રકારની વેષભૂષા ધારણ કરવામાં કે કોઇ અમુક પ્રકારનાં સ્થાપત્યોવાળા મકાનમાં, અમુક પ્રકારના નિશ્ચિત અંગમરોડો સાથે અમુક પ્રકારના ઉચ્ચારણો કરવામાં નથી; પણ તમારા, મારા અને આપણા સૌના જીવનમાં એક નવી દૃષ્ટિ લાવવામાં છે.અને એ નવી દૃષ્ટિ બીજી કોઇ જ નથી, પરંતુ જીવન હેતુહીન મટી સપ્રયોજન બને,ઇન્દ્રિયારામી મટી ઉદ્યોગશીલ બને અને અંગત રીતે જ કોઇનો વિચાર ન કરતાં વિશ્વવાદી, વિરાટલક્ષી બને, એ છે.’

કપિલ મુનિ આગળ સમજાવતાં કહે છે:

અહં સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માવસ્થિત: સદા

હિત્વાયાં ભજતે મૌઢ્યાદ્ ભસ્મન્યેવ જુહોતિ સ:

’હું’ સર્વ ભૂતમાં—સકલ સૃષ્ટિમાં છું. એ સૃષ્ટિની ઉપેક્ષા કરીને મૂઢતાને લીધે પૂજાપાઠના ઠઠારામાં જ જે વખત કાઢે છે તે રાખમાં આહુતિ હોમવા જેવું કરે છે.’

અંતમાં પોતાની માને સમજાવતાં કપિલ ભગવાન કહે છે, ‘મા ! વિરાટમાં મારું દર્શન એજ  એકમાત્ર અર્ચન છે અને સકલ સૃષ્ટિના અસ્તિત્વને આત્મસાત કરી એની આરાધનામાં અંગત જીવનની આહુતિ આપવી એજ મારું સાચું પૂજન છે.’

—————————————————————————-

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in શીમદ્ ભાગવત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 665,249 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 278 other followers
તારીખીયું
ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: