ગંગાસતીના ભજનો

GANGASATI 53

ગંગાસતીના ભજનો  

પાનબાઇનાં ભજનો (1 થી 3) 

1.મળી ગયો હરિમાં તાર . 

એટલી શિખામણ દઇ ચિત્ત સંકેલ્યું ને,  

વાળ્યું પદ્માસન રે;

મન, વચનને સ્થિર કરી દીધું તે,  

ચિત્ત જેનું પ્રસન્ન રે…..એટલી.

 

ભાઇ રે ! ચિત્ત સંવેદન સર્વ મટાડી દીધું ને

લાગી સમાધિ અખંડ રે;

મહાદશા પ્રગટી તે ઘડીએ રે, 

હરિને જોયા પિંડ બ્રહ્માંડ રે…..એટલી.

ભાઇ રે ! બ્રહ્મરૂપ   જેની વરતી બની ગઇ ને,  

અંતર રહ્યું નહિ લગાર રે;

સુરતાએ શૂનમાં જઇને વાસ કીધો ને,

થયા અરસપરસ એકતાર રે…..એટલી.

ભાઇ રે ! નામ ને રૂપની મટી ગઇ ઉપાધિ ને,  

વરતી લાગી ઇંડથી પાર રે;

ગંગાસતીનું શરીર પડી ગયું ને,  

મળી ગયો હરિમાં તાર રે….. એટલે.

————————————————————————- 

2. સતી ગયાં સ્વધામ

સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે,

થયો પાનબાઇને અફસોસ રે;

વસ્તુને વિચારતાં આનંદ ઊપજ્યો,  

મટી ગયો મનનો સર્વે શોક રે….સતી.

 

અંતર બદલ્યું, નિર્મળ થઇને બેઠાં,  

સંકલ્પ સમાણો ચેતનમાંય રે;

હાણ ને લાભની મટી ગઇ કલ્પના,  

બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંય રે…..સતી. 

જ્યાં રે જુએ ત્યાં હરિ હરિ ભાળ્યા,

રસ પીધો અગમ અપાર રે;

એક નવધા ભક્તિને સાધતાં,  

મળી ગયો તુરીયામાં તાર રે…..સતી.  

એટલામાં વજોભા આવ્યા ને,  

તેને કરાવ્યો સત્સંગ રે;

ગંગાસતી પ્રતાપે પાનબાઇ બોલિયાં રે,  

હવે કોણ ચડાવે પૂરણ રંગ રે…..સતી. 

3. હરિ જોયા અખંડ

ઊલટ સમાવ્યા સૂલટમાં ને,  

સૂરતા ગઇ શૂનમાંય રે;

ભાળી સ્વામીની ભોમકા ને,  

હરિ જોયા અખંડ મીટમાંય રે….ઊલટ.

ભાઇ રે ! આવરણ ઉપાધિ મટી ગઇ ને,

હવે થયો છે આનંદ રે;

બ્રહ્મ ભાળ્યા એકતારમાં ને

ત્યારે તૂટ્યો પ્રપંચનો ફંદ રે…..ઊલટ.

ભાઇ રે ! અવિનાશી મેં અખંડ જોયા રે,  

જ્યાં નામરૂપનો નાશ રે;

સચ્ચિદાનંદ પૂરણ સ્વામીને,  

તેને જોઇને થયો ઉલ્લાસ રે…..ઊલટ.

ભાઇ રે ! અવાચપદ અખંડ અનામી ને,

તેને જોઇ થયો ઉલાસ રે;

ગંગાસતી પર્તાપે પાનબાઇ બોલ્યાં રે,  

કીધો મૂળ અવિદ્યાનો નાશ રે….ઊલટ.

———————————————————–

 

  1. 1.        ગુરુજીને કોઇ સેવો

ભક્ત શ્રીકળહસંગના ભજનો (ભજન 1 થી 7)

1.ગુરુજીને કોઇ સેવો

જેને લાગી તુરીયા તાળી,

જેણે કામની ભે ભાંગી….ગુરુજીને.

ક્યાંથી ઊપજ્યો ક્યાં સમાણો,

એ પદ તો કોઇ અનુભવી પાવે;

જેને સહેજે સમાધિ આવે,

ગુરુજીને કોઇ સેવો, કોઇ સેવો…..ગુરુજીને.

કાયર નર કળવા લાગ્યા,

દૂર દેશ નહિ જાવે,

મ્રજીવા મધદરિયે માણે,

મેરામ ખોજી જાણે…..ગુરુજીને.

ગુરુજી મળે તો મહાસુખ થાવે,

જેને કામ ક્રોધ મટી જાવે;

પ્રેમે સદ્ ગુરુ પૂરણ મલ્યા,

તો સહેજે સાધ આવે…. ગુરુજીને.

આતમાને ઓળખ્યો તે નિર્ભય થયા,

સ્થિર સ્થાનક ઠેરાયા;

ગુરુ પ્રતાપે બોલ્યા કળહસંગ,

પીધા છે પ્રેમના પ્યાલા…..ગુરુજીને.

———————————————————————————–

2. સત્યાંની ખબાર કોઇ લાવે

ટકોરા વાગે ગગનમાં ટકોરા વાગે,

સુણતા હૈ કોઇ ધ્યાની ગગનમાં ટકોરા વાગે….ગગનમાં.

પ્રેમ પ્યાલા ગુરુજીએ પાયા,

ગુરુજીના વચન સુણી લ્યો;

સોહમ્ સોહમ્ શ્વાસ ચલત હૈ,

ત્યાંની ખબર કોઇ લાવે….ગગનમાં.

નાભિકમળથી દોર ચલત હૈ,

ઉનમેં ક્યારા પાવે;

ઇ ક્યારામાં સાચાં મોતી નીપજે,

ત્યાંની ખબર કોઇ લાવે….ગગનમાં.

ઇંગલા પિંગલા સુષુમણા નાડી,

બંકનાળે જેની ઘટ લાગી;

બાહ્ય ભિતરમાં જ્યોત જલત હૈ,

ત્યાંની ખબર કોઇ લાવે….ગગનમાં.

રામનમકી દુકાન માંડી,

ગુરુતખત બિરાજે;

ગુરુ પર્તાપે બોલ્યા કળહસંગ,

ગુરુ મને પાર ઉતારે…..ગગનમાં.

———————————————————————————————————–

3. ગગનમાં ટકોરા વાગે

સાખી: ન સૂરત બુરી હૈ, ન મૂરત બુરી હૈ,

બુરા વહી હૈ, જિસકી નિયત બુરી હૈ;

સુઅનત હો ગુરુ જ્ઞાની,

ગગનમાં ટકોરા વાગે;….ગગનમાં.

પ્રેમગુરુ અવિનાશી જાગે, 

 ગગનમાં ટકોરા વાગે;….ગગનમાં.

બંકનાળસે દોર ચલત હૈ,

ઉન્મનીસે ક્યારા પાયા;

એ ક્યારામાં હીરા નીપજે,

ખોજ કરી કોઇ સંત લાવ્યા…..ગગનમાં.

નૂરત સૂરત કી બજાર બની હૈ,

સતગુરુ તખત બિરાજે;

સોહમ્ સોહમ્ કી શ્વાસ ચલત હૈ,

પ્રેમગુરુ અવિનાશી જાગે….ગગનમાં.

તરવેણીમાં ટંકશાળ મંડાણી,

હીરલે રતન જડાવો;

બાર પ્રેમકી જ્યોત જલત હૈ

વહાંસે અમીરસ પાવે….ગગનમાં.

સોહમ્ સોહમ્ જાપ અજંપા,

નૂરત સુરતસે જોને લાવે;

હીરાદાસ ચરણે કહે કહળસંગ,

સતગુરુ ચોરાસી છોડાવે…..ગગનમાં.

4. દિલ ખોલીને દેખા

દિલ ખોલીને દેખો દિદાર,

કાયા ભીતર ખોજ કરી;

એવી વસ્તુ આ કાયામાં,

નર ઊડી લાગ્યો પાય પડી…….દિલ ખોલીને.

આશાને રાખો મમતાને મારો,

દિલ ભીતરમાં રેજો લડી;

મનવંકા ત્રણમાં વાસ મારો ,

ઊગે રવિ ભાણને અડી…..દિલ ખોલીને.

અધર તખતથી ઊતર્યું મોતી,

ત્રિવેણીમાં ટંકશાળ પડી;

અધર ઝરૂખે પ્રેમપુતળી,

હીરા-માણેકની હાર જડી…..દિલ ખોલીને.

લીલો ને પીળો શ્યામ સફેદ,

અનેક રંગની ભાત પડી;

પંચમ દેશમાં બંસરી વાગી,

ધ્યાન ધરો તો નોબત વાગી…..દિલ ખોલીને.

આપને કાચા સદ્ ગુરુ સાચા,

સદ્ ગુરુએ મારી બાંય પકડી;

હીરાદાસ ચરણોમાં ગાય કળહસંગ,

ઇ વસ્તુ કો’કને જડી…..દિલ ખોલીને.

—————————————————————————————-

5. ઉન પદ કી શાન

ઉન પદકી કોઇ સાન સમજાવે,

કહોને બ્રહ્મ કહાંસે આયા;

કાયા છોડ ચલે જબ હંસા,

કહોને જીવ  કહાં સમાયા…..ઉન પદકી

કોઇ પૂજત હૈ શિવ ને શક્તિ,

કોઇ પીરને જગાયા હૈ;

વિરલ ખોજે ગગન મંડળમાં,

ખોજત ખોજત પાયા હૈ….ઉન પદકી.

સુર  ઘર શશિયા શશિ ઘાર સુરા,

વહાં જૈ મદમાં ઠેરાયા હૈ;

સુરતા સોહાગણ ચરણમાં લોટે,

અબ મૈં પ્રીત પાયા હૈ….. ઉઅન પદજી.

મૈં મેરી મમતાકો મારા,

બાર બાર ચલી આઇ રે;

હીરાદાસને ચરણે કહળસંગ,

નયનોમાં જ્યોત મિલાયી હૈ…..ઉન પદકી.

6. નિરંજન દરશાયા હૈ

ચોથા પદ તો જિસને પાયા,

સાંભળો ઇનકી વાણી;…..ચોથા પદ.

નાભિક્મલથી ચલી સુરતા,

ઊલટ દમ લગાયા હૈ;

રણઝણ રણઝણ હુઆ રણકારા,

સૂરત શૂન્યમાં સમાયા હૈ….ચોથા પદ.

જાગૃતિ, સુષુપ્તિ, સપનાં ત્યાગી,

તુરીયામેં તાર મિલાયા હૈ;

એક અખંડ અંતર ધૂન લાગી,

સુરત શૂન્યમાં સમાયા હૈ….ચોથા પદ.

ચલી સૂઅર્તા, ચલી ગગન પર,

અનહદ નાદ બજાયા હૈ;

ત્રિકુટિ મહલકી ખબર પડી જબ,

અનઘટ આસન જમાયા હૈ….ચોથા પદ.

દેવી દેવતા કછુ નાહિ,

નાહિ ધૂપ ને છાયા હૈ;

હીરાદાસને ચરણે કહળસંગ ,

અલખ નિરંજન દરશાયા હૈ…..ચોથા પદ.

—————————————————————————————————

7.આનંદ હેલી ઊભરાણી

અનંદ હેલી ઊભરાણી, સંતો !

આનંદ હેલી ઊભરાણી….સંતો આનંદ. ચંદ્ર સૂરજ તો વા ઘટ નાહીં,

નહિ પવનને પાણી;

અષ્ટકુળ પર્વત વા ઘટ નાહીં,

નહિ વેદ ને વાણી…..સંતો આનંદ.

સોહમ્   જપંતો સાક્ષી જોતાં,

નિર્ગુણ જાત જણાણી;

એક અખંડ અંતર ધૂન લાગી,

સુરત શૂન્યમાં સમાણી…..સંતો આનંદ.

નૌતમ સામે નિરંતર નીરખ્યા,

સૂરત નૂરતમાં સમાણી;

એ ઘટ પોંખ્યા સન્મુખ દેખ્યા,

સદ્ ગુરુ   કેરી નિશાની….સંતો આનંદ.

જ્યોતિ જાગી, ભ્રમણા ભાંગી,

મટી ગઇ આદિ ખાણી;

હીરાદાસ ચરણે કહળસંગ,

સૂરતા શૂન્યમાં સમાણી …..સંતો આનંદ.

——————————————————————————–

 

 

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 427,554 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: