શ્રીમદ ભાગવત// કરસનદાસ માણેક

KMBHAGEK

શ્રીમદ ભાગવત// કરસનદાસ માણેક// નવભારત ભાગ-1, પાનું: 1

પરમ ભાગવત

 સવારમાં ઊઠીને જોનું નામ લેવું ? સવારના ઊઠીને કોની આકૃતિ સામે રાખવી? સવારમાં ઊઠીને કોની સંસ્કૃતિ ઉપર વિચાર કરવો કે આપણે આવા થવું? જે સનાતન કાલથી આપણી સમક્ષ આધ્યાત્મિક આદર્શો મૂકતા આવ્યા છે, જેમણે આપણને શીખવ્યું છે કે જગતમાં કોઇ વસ્તુનું મહત્ત્વ નથી અને જો કોઇ મહત્ત્વ હોય તો તે આત્માનું છે; મનુષ્ય વિશ્વને અર્થે પોતાની જાતનું બલિદાન આપે, તેનું છે. એમાં જે જે વિભૂતિઓ ધ્યાનમાં આવી તેનું કીર્તન કેટલાક મહાન માણસોએ કર્યું છે.

‘કીર્તન’ શબ્દની અંદર જે ધાતુ છે એ કિર્ત છે. કિર્ત એટલે કીર્તિ ગાવી. કીર્તિ કોની ગાવાની છે ? જે તમારામાં મારામાં જડચેતનમાં, સચરાચરમાં જે એક આનંદમૂર્તિ ભરી છે, એની કીર્તિ ગાવાની છે. અને એની કીર્તિ ક્યારે બરાબર ગાઇ શકાય ? જ્યારે આપને બરાબર એને જાણતા હોઇએ ત્યારે. જેને જાણતા ન હોઇએ એની કીર્તિ ગાઇએ, તો એ ખુશામત છે.

 એ આનંદમૂર્તિ પૂર્ણ બ્રહ્મ, જે સોળે કળાએ—‘સોળ’ શબ્દ તો એક સંખ્યાદર્શક શબ્દ છે—હજારો કળાએ – કહો કે બધીયે કળાએ ખીલી છે, એની કીર્તિ જેમણે ગાઇ છે, તેને આપની સંસ્કૃતિએ પરમ ભાગવત તરીકે વર્ણવ્યા છે. એ આનંદમૂર્તિ એટલે પરમાત્માની સૌથી વધારે નજીક આવેલો મનુષ્ય, તે ‘પરમ ભાગવત,’ એટલે કે ‘ભગવાનનો માણસ.’ આવા પરમ ભાગવતોનું સ્મરણ કરાવતું એક સુંદર સુભાષિત પણ છે.

 પ્રહ્ લાદ—નારદ-પરાશર-પુડરીક

 વ્યાસામ્બરીષ-શુક- શૌનક- ભીષ્મ-દાલ્ભ્યાન્

રૂક્માંગદાર્જુન-વસિષ્ઠ-વિભીષણાદિ

પુણ્યાન્ –ઇમાન્ –પરમભાગવતાન્ સ્મરામિ

પરમાત્માની સાથે આવા પરમ ભાગવતોનું પન સ્મરણ કરવું.

આવા પરમ ભાગવતોનાં નામોમાં પહેલું નામ પ્રહ્ લાદનું છે અને છેલ્લું નામ વિભીષણનું છે.

 આપણે આપણી જાતને ઊંચી, આર્ય, હિન્દુ ,બ્રાહ્મન માનીએ છીએ; પણ આપણામાં આર્યત્વ ન હોય, હિન્દુપણું ન હોય, બ્રાહ્મણત્વ ન હોય તો આપણા કરતાં રાક્ષસોના વંશમાં જન્મેલા માણસો, જે ભગવાનની નજદીક આવ્યા, તે વધારે સારા મનાયા છે. આપણે ત્યાં ભેદભાવ છે જ નહિ: આ બ્રાહ્મણ, આ રાક્ષસ. ભગવાનની નજીકમાં જે માણસ છે તે આર્ય છે; દૂર ગયો તે રાક્ષસ છે.

કંસ તો ભગવાન શ્રીકૃષ્ણનો મામો હતો, પન એને રાક્ષસ ગણ્યો છે. જન્મ્યા આર્યકુળની અંદર, પણ તેનું વર્તન રાક્ષસનું છે. પ્રહ્ લાદ અને વિભીષણ પંકાયા રાક્ષસ હિરણ્યાકશિપુના પુત્ર તરીકે, રાવનના ભાઇ તરીકે. પન આપની સંસ્કૃતિમાં એટલા મોટા માણસ ગણાયા કે પ્રાત:સ્મરણીય બની ગયા.

 આવા આ પરમ ભાગવતો, જેને ઇશ્વરના માનસો કહીએ છીએ, એમનામાં કોઇ સંકુચિતતા નથી. ઇશ્વરને કોઇ સંકુચિતતા નથી; ઇશ્વરને કોઇ જાતિ નથી; એને કોઇ મજહબ નથી. આખા બ્રહ્માંડમાં –વેદો કહે છે તેમ – તે ‘વ્યક્ત’ છે. વ્યક્ત સૃષ્ટિથી પન પર, જે અવ્યક્ત સૃષ્ટિ છે, જે કંઇ છે, તે ઇશ્વર છે. એવા એ ઇશ્વરમાં આપણું ચિત્ત પરોવાય એટલે આપણા દૈહિક.ઐહિક અને આધિ-ભૌતિક જે બધાં બંધનો છે તેનાથી પર થઇ, જે પરમસત્ય છે તેની સાથે એકરૂપ થઇ જઇએ. ભાગવતે આપનને આ રસ્તો દર્શાવ્યો છે.

‘પ્રહ્ લાદ, નારદ, પરાશર’……. વિચાર કરી જુઓ. આ પરાશર છે તે કોણ છે ? વ્યાસના પિતા છે. પરાશરનો પુત્ર વ્યાસ અને વ્યાસનો પુત્ર શુક. એક જ પેઢીનાં ત્રણ પાત્રો. એવું કોઇ અન્ય કુટુમ્બ નથી જેમાં ત્રણ પેઢી પ્રાત:સ્મરણીય હોય. એનું કારન શું? એનું કારન એટલું જ કે ત્રણેય પોતાની રીતે પરમ ભાગવત હતા. એ ત્રને જને પોતાના જીવનની અંદર ઇશ્વરત્વ એવી રીતે ગૂંથી લીધું હતું કે પોતાની દૈહિક અને સ્વાર્થ-વિષયક જે મર્યાદાઓ હતી, તે દૂર ઇ ગઇ હતી. ત્રણેય જના વ્યાપક-વિરાટ-જીવન જીવતા હતા; વિશ્વમાં ઇઓશ્વરનો સાક્ષાત્કાર કરતા અને ભગવાનમય જીવન ગાળતા. આ એક મોટી વાત છે, એમાં પરાશરના વ્યાસ આવ્યા. વ્યાસ આપને ત્યાં જાણીતી વ્યક્તિ છે. પરમ ભાગવત જેવા વ્યાસે આ શ્રીમદ્ ભાગવત રચ્યું.

 નોંધ: કરશનદાસ માણેક ના “શ્રીમદ્ ભાગવત”માં કુલ 56 પ્રકરણો છે, તેમાંથી રોજ થોડું થોડું પીરસવાનો પ્રયત્ન કરવાની ઇચ્છા છે.

ગોપાલના જયશ્રીકૃષ્ણ.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in શીમદ્ ભાગવત
One comment on “શ્રીમદ ભાગવત// કરસનદાસ માણેક
 1. Shukla કહે છે:

  કરશનદાસ માણેક “શ્રીમદ્ ભાગવત-

  Gpalbhai-

  Wondering where do we find this book.Please let us know.

  vrshuklas@gmail.com

  Canada

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,430 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: