પ્રભુ, નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો !

Naanakadu ghara maarun 

પ્રભુ, નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો !

(પૂજ્ય પાંડુરંગ આઠવલે (દાદા) ના સ્વાધ્યાય-પરીવારમાં ગવાતું  ભાવગીત ) 

પ્રભુ આનંદરૂપે આપ મારા ઘર વિશે વસજો,

બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો;

સુખીને સાથ એમાં હો, દુ:ખીને પણ દિલાસો હો; 

પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો ! 

થજો વેદોતણું ગર્જન અને ત્યાં પાઠ ગીતાનો,

વળી તારા બનેલા વિપ્રનું જ્યાં ભાવપૂજન હો;

રહે વાતાવરણ પાવન અને મંગલ દિશાઓ હો,

પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો !

પ્રભુનાં પુષ્પ સમ નાના મલકતા બાળ એમાં હો,

દીસે નિષ્પાપતા ચહેરે અને શૈશવ ખીલેલું હો;

ખરે તારાં જ સંતાનો, વલણ પણ તુજ તરફનું હો,

પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો !

 

ગૃહિણી ઘર દીસે સાચી, બધું સૂનું વિના એના,

બની પ્રિયવાદિની ભાર્યા; જીવન મુજ એ ભરી રહેજો; 

નિહાળી એકબીજાને પરસ્પર સ્નેહવૃદ્ધિ હો,

પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો !

ઘરે સીતાતણો આદર્શ એ, મમ રામ દૃષ્ટિમાં,

પરસ્પરને સુખી કરવા, રહે એ ખ્યાલસૃષ્ટિમાં;

મધ્રતા નાચતી સદને રહો, ને વાયુ સુગંધી હો,

પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો !

ખરા મિત્રો અને સંતો, ઘરે મુજ આવતા રહેજો,

અને સચ્ચાઇની લક્ષ્મી સદા ભવને વદી રહેજો;

પરસ્ત્રી માત હું માનું, પરાયું દ્રવ્ય માટી હો ,

પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો !

તને ગમતાં અને તારાં જ કામોમાં મતિ રહેજો,

વધે શક્તિ છતાં ભક્તિ અને પ્રીતિ ચરણ તવ હો,

રહુ બહુ દુષ્ટથી આઘો અને સંગત સુજનની હો,

પ્રભુ ! નાનકડું ઘર મારું , સદા તારું જ મંદિર હો !

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,315 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: