માંદગીને ખંખેરી નાખો/અનુવાદ:સુશી, સુરેશ દલાલ/ઇમેજ મૂળ પુસ્તક:” WATERING WILTED FLOWERS BY GINI GAUF GREEN”

માંદગીને ખંખેરી નાખો/અનુવાદ:સુશી, સુરેશ દલાલ/ઇમેજ

મૂળ પુસ્તક:” WATERING WILTED FLOWERS BY GINI GAUF GREEN”

ઋણસ્વીકાર: ઇમેજ

 

*તમારું નિદાન કંઇ જીવલેણ નથી 

પુસ્તકનું પાનું:15 

માની લો કે તમારા સાંધેસાંધા તૂટે છે.

તમને સંધિવા થયો છે, તમને હાલતા-ચાલતાં ઊઠતાં-બેસતાં તકલિફ પડે છે

 અને માની લો કે તમારા મગજમાં ગાંઠ પણ છે.

તો એનાથી હતાશ થવાની જરાયે જરૂર નથી.

તમારા કરતાં બીજા લોકો તો તન-મનથી વધુ પીડા અને યાતના ભોગવતા હોય છે.

તમે એક કામ કરો,

તમે એક સરસ ફ્લાવરવાઝ લો, એમાં ફૂલોને ગોઠવો.

ઇશ્વરનો આભાર માનો કે આ સુંદર ફૂલોને જોવા માટે તમારી આંખ સ્લામત છે અને આભાર માનો કે તમારી આસપાસ મિત્રો છે.

————————————————————————-

તમારે આનંદમાં રહેવું છે કે દુ:ખમાં એની પસંદગી તમારે જ કરવાની છે. 

પાનું:16 

આનંદી અને સુખી થવાનું પસંદ કરો.

કોઇને પણ દુ:ખી થવું કે દુ:ખી રહેવું એ ગમતું નથી. માણસ પસંદગી તો સુખની જ કરે એ સાવ દેખીતી વાત છે.

તમારી પસંદગીને પણ તમે માણો.

એકાદ ગમતું ખુશીનું ગીત ગાઓ.

’પાંદડું લીલો ને રંગ રાતો’ એવી પંક્તિને ગૂંજ્યા કરો.

પંખીના ટહુકાને સાંભળ્યા કરો.

તમે તમારા ઊછરતા સંતાનને કે પૌત્ર-પૌત્રીને પંપાળો,

આ કંઇ જેવો તેવો આનંદ નથી.

સૂર્યની સામે ઊભા રહો અને

પળે-પળે નિતાંત આનંદના

સ્પંદન અનુભવો.

==================================================

પસંદગી તો તમારે જ કરવાની છે , તમારે ભયભીત રહેવું છે કે નિર્ભય

પાનું:17 

હિંમત રાખવી છે કે કાયર થવું છે. 

સ્વાભાવિક છે કે માણસ નિર્ભય રહેવાનું પસંદ કરે.  આજ ઉત્તમ પસંદગી છે,

એ પ્રેરણાદાયક છે અને ઉત્સાહ પ્રેરે છે.

કોઇક ગીતને કેસેટ પર સાંભળો, જેમાં ઉલ્લાસનો અને ઉત્સહનો ધ્વનિ હોય.

આવું કોઇ ગીત બની કોઇ મંદિરની ટોચ ઉપર હું ધજા થઇ લહેરાઉં.

પોશાક પણ એવો પહેરો કે જેના રંગોમાં આનંદની શાંત હરિયાળી લહેરાતી હોય.

સૂર્યની સામે ઊભા રહો  

એમાંથી મળતા બળને તમારા  દરેક

કાર્યમાં પ્રતિબિંબિત કરો.

=====================================================ફૂલોને પણ સૂર્યનો પ્રકાશ જોઇએ છે.

પાનું:18 

માણ્સને પણ જોઇએ છે વિટામીન

આપણે જાતજાતની દવાઓ લઇએ છીએ.

અને એ દવાઓથી વિટામીન ‘સી’ વપરાઇ જાય છે.

વિટામીન ‘સી’ તમને માંડગીમાંથી

ઉગારવમાં મદદ કરે છે.

તમરા શરીરને આ વિટામીન ‘સી’થી

હર્યું ભર્યું કરો.

તાજી નારંગીના કે દાડમના રસથી

કે અન્ય કોઇ રસથી

એને છલકાવી દો.

એ તમને આપશે શક્તિ

અને તમે મહોરતા જશો.

==================================================

જ્ઞાનથી તમે તમારી જાતની આળ પંપાળ કરો. 

પાનું:20

તમારી જે કોઇ પરિસ્થિતિ હોય

એન તમે નિષ્ણાત બનો.

તમારી પાસે કેટલા વિકલ્પો છે

એની જાણ તમને હોવી જોઇએ.

તમે જો આવું કરશો તો

તમે અને તમારા ડૉક્ટર

તમારી સારવારમાં એકમેકના

ભાગીદાર થશો.

અને

તમે આપોઆપ માંદગી

ખંખેરીને ઊભા થઇ જશો.

=====================================================

કોરા કાગળની ડાયરી હાથવગી રાખો

પાનું:21

તમે એક નોંધપોથી રાખો અથવા

હાથવગા કાગળો રાખો, જેથી તમે કંઇક

લખી શકો તે લખો.

રોજને રોજ લખો, તમને કેવું લાગે છે

એ લખો, વિગતે લખો.

તમને જે પ્રશ્નો મૂંઝવતા હોય એ

પ્રશ્નોની યાદી પણ રાખો.

તમારી નોંધપોથી, જ્યારે તમે ડૉકટરને મળશો ત્યારે

ડૉક્ટરને શું કહેવું

એ વિશે તમને મદદ કરશે

અને

ડૉક્ટર જો કોઇ પ્રશ્ન પૂછે તો

જવાબ આપવામાં તમને રાહત આપશે.

જ્યારે તમે ચિંતાને કારણે તણ અનુભવતા હો

ત્યારે કહેવાનું કે કશુંક ભૂલાઇ પણ જાય

અને ડૉક્ટ્ર તમને કોઇ માહિતી આપે કે સૂચના આપે ત્યારે

 તમારી નોંધપોથીમાં લખી પણ લો

 

તમારી ડાયરીથી-તમને અને તમારા ડૉકટરને

 તમારા શરીરમાં શું થઇ રહ્યું છે એની સમજણ પડે.

====================================================

તમે તમારા વિશે અને તમારી દવા વિષે સ્પષ્ટ રહો

પાનું:22

 

તમને શું લાગે છે એ વિશે

એટલે કે,

 તમારા શરીર વિશે અને જીવનવિશે તમે જેટલું જાણો છો

એટલું કોઇ જાણતું નથી.

તમને જે કંઇ થતું હોય એની રજેરજ વાત

તમારે તમારા કુટુંબને અને તમારા ડૉક્ટરને જણાવવી જોઇએ.

ડોક્ટર પાસે કે તમારા અત્યંત નજીકના સ્વજન પાસે કશું છુપાવાય નહીં.

ક્યારેક એવું બને કે તમે પોતે કોઇ તબક્કે ઉપચાર વિશે નિર્ણય નથી લઇ શકતા,

તો આ નિર્ણય લેવાનું કામ તમે તમારા  ડૉક્ટરને અને સ્વજનને સોંપી દો.

===================================================

માંદગીના ખર્ચા વિશે તમને આગોતરી અટકળ કે જાણ હોવી જોઇએ.

પાનું:23

વીમાની વાત કોઇને પસંદ પડે કે ન પડે,

પણ વીમો એ શિયાળામાં ધાબળા જેવો છે,

ઊનાળા કે વરસાદમાં છત્રી જેવો છે.

જ્યારે તમને જરૂર પડે ત્યારે એ હાથવગો

હોવો જોઇએ.

લોકો તો આવે ને જય, થાય એટલી તમને મદદ કરે,

પણ તમારે તમારી સગવડ માટે,

સમજણપૂર્વક આજે નહીં તો કાલે,

 ક્યારેક માંદગી આવશે એમ વિચારીને

તમારા વીમાની વ્યવસ્થા કરવી જોઇએ.

શેનો શેનો વીમો ઊતરી શકે છે એની

વિગતવાર જાણકારી હોવી જોઇએ,

જેથી માંદગીને સમયે

 વળતરને  કારણે તમને પૂરતી રાહત મળે.

તમે જે જાણો છો એના

લીલાછમ પ્રદેશમાં રહેવાનું પસંદ કરજો.

==============================================કશાયથી શરમાવા(કે કરમાવા) જેવું નથી.

પાનું:25

માની લો કે તમારા વાળ ખરે છે,

વાળ સ્તત ઊતરતા રહે છે,

તો એનાથી સહેજે ય શરમાવા જેવું નથી.

પ્રત્યેકને નાનું મોટું કશુંક થતું જ હોય છે.

ઉપાય અને ઉપચાર માણસ પાસે હોય જ છે.

વાળ ખરતા હોય તો તમે હેટ પણ પહેરી શકો

અને

સાવ વાળ જ ન હોય એવી પરિસ્થિતિમાં

 વીગ પણ પહેરી શકો.

કોઇપણ બાબતમાં માણસે,

શરમ, ભોંઠપ કે ગભરામણ ન અનુભવવી જોઇએ.

=============================================

તમારા બગીચાની તમે જ માવજત કરો

પાનું:26

કોઇક કળી કોમળ હોય છે, તો કોઇક ડાળી મજબૂત,

 કેટલાંક પાંદડાં એવાં હોય છે કે

આછો-અમથો તાપ પડે ત્યાં કરમૈ જાય છે.

દરેકની પ્રકૃત્તિ જુદી હોય છે.

જતનથી કેટલાંકને જાળવી શકાય છે.

કરમાતાં ફૂલોને રોકી શકાય છે.

કેટલાક વાતવાતમાં ભાંગી પડે છે.

એની ઉદાસી અને એનાં આંસુનો ભેદ

આસપાસના વાતાવરણને ઉદાસ કરી મૂકે છે .

કેટલાંકનો વિકાસ જ કુંઠિત થઇ જાય છે.

કેટલાંકને એનાં મૂળથી ઊખેડીને ફરી પાછા

એમને તંદુરસ્ત ભૂમિમાં રોપવા પડે છે.

એની જાળવણી કરવી પડે છે.

ભાંગી પડેલાને વધુ ભાંગી પડવા દેશો નહીં,

નાની મોટી આંધીઓ તો આવે ને જાય,

પણ સદા માટે

તમારા બગીચાનું સૌંદર્ય કદીયે ન કરમાય.

 

તમારા બગીચાની માવજત તમારે જ કરવાની છે

—પૂરેપૂરા પ્રેમથી.

==============================================

પોષાક પણ

પાનું:27

રંગોની પણ એક ભાષા હોય છે.

રંગોનું એક તેજ હોય છે.

તમે માંદા હો ત્યારે

ભડકામણા રંગના નહીં,

પણ તમે અરીસમાં જુઓ ત્યારે

તમારી આંખોને ઠારે અને મનને પ્રસન્ન કરે એવાં

ખુશખુશાલ વસ્ત્રો પહેરો.

એનાથી શરીર અને મનને સારું લાગશે.

પોષાકનો પણ એક આનંદ હોય છે.

માંદા હોઇએ અને કપડાં કધોણ પહેરીએ ત્યારે,

છીએ એના કર્તાં વધુ માંદા લાગીએ.

માંદગી પછી ચહેરા પર નિખાર તો આવતો જ હોય છે,

પણ માંદગી દરમ્યાન

કોઇ લીલીછમ પાંદડીની જેમકે,

કળીની જેમ, ગુલાબની જેમ

 આપમેળે મહોર્યા કરવું.

ચામડીની જેમ પોષાક પણ

 તમારા શરીરનો મહત્ત્વનો ભાગ છે.

==============================================

જો જિંદગીમાં પડકાર ન હોત તો જિંદગી આખી નર્યો કંટાળો હોત.

પાનુ:28

જિંદગી સાવ સરળ ગતિએ વહેતી રહેશે–

એવું કોઇએ તમને વચન તો નથી આપ્યું

તમને કોઇએ એવું પણ વચન નથી આપ્યું

કે જીવનમાં બધું જ તમારી ઇચ્છા પ્રમાણે થશે.

જ્યાં જ્યાં પડકાર હોય ત્યાં-ત્યાં

એ પડકારને ઝીલવો જોઇએ.

એ પડકારને ઝીલતાં શીખો,

તમે ઉત્તમ માટે જ જન્મ્યા છો.

તમારું ભાવિ કોઇ બીજાએ નહીં,

પણ તમારે જ ઘડવાનું છે.

એવો સંકલ્પ કરો.

આજ અભિગમને કારણે તમારા

જીવનનો વિજય થશે.

==============================================ફરી ફરી ઊથલો મારતી લાંબા સમયની માંદગીને પહોંચી વળવાની વાત

પાનું:31

પ્રત્યેક દિવસે

તમારે જે કરવું છે એ તમે કરી શકો છો, એ અમૂલ્ય સોગાત છે.

આ સોગાત માટે આભાર માનો,

કશુંક ને કશુંક કરતા રહો,

જેમાં રસ પડે એવા નાના-મોટા કાર્યો કર્યા કરો.

કશુંક ને કશુંક વાંચો;

પછી એ કવિતા હોય,

વાર્તા હોય કે લેખ હોય.

જે કંઇ કરી ન શકતા હો એને

તદ્દન વિસારે પાડી દો–

કોઇપણ જાતના વસવસા વિના.

જે કાંઇ ઉત્તમ છે

 તેના પર મનને  એકાગ્ર કરો.

આજનો દિવસ તો તમારો છે અને

આજની ઘડીને રળિયામણી બનાવો.

==============================================નરી હળવાશથી જીવો

પાનું:32

જે કાંઇ પરિસ્થિતિ છે એને સ્વીકારીને,

આ પરિસ્થિતિમાં તમારે એક જ વાર પસાર થવાનું છે

એમ માનીને હળવાશ અને આસાએશથી જીવો.

 

એકાદ ફૂલ સાથે દોસ્તી બાંધો.

જે કંઇ કરો તે નિરાંતને જીવે કરો.

કોફી પીવાની હોય તો પણ

પૂરતી ધીરજથી, શાંતિથી પીઓ.

શરીરને જે ખોરાક નડતો હોય  એને આઘો જ રાખો.

નિરાંતની આ ક્ષણને

ઝાલી રાખો

==============================================

સાંભળવાની કળા પણ કેળવો.

પાનું:34

તમે પસંદ કરેલી વ્યક્તિ સાથે

વાત ભલે કરો.

પણ વાતને પીંજ્યા ન કરો.

સાંભળનારની પણ એક મર્યાદા હોય છે.

એવી રીતે વાત કરો કે સાંભળનાર

થાકી ન જાય.

તમારે તો તમારા મનને ખુલ્લું કરવાનું છે.

મનને મોકળું કર્યા પછી તમે તમારામાં શ્રદ્ધા રાખો.

માત્ર તમારી જ વાત ન કરો.

સાંભળનારને રસ પડે એવી વાત પણ કરો,

પ્છી એ નોકરીની હોય કે સંતાનની હોય,

કે માબાપની હોય,

કે ભરત-ગૂંથણની હોય કે રજકારણની હોય.

માત્ર તમે જ બોલો એમ નહીં;

(સામાને) એને પણ રસથી સાંભળો.

=============================================

કોઇક સાથે વાત તો કરો.

પાનું:33

એ તમારો પતિ હોય કે બાળપણનો મિત્ર હોય.

કે તમારી ખાસ બહેનપણી હોય કે માનસશાસ્ત્રી હોય,

કે તમારો કે તમારી કોઇ વિશ્વાસુ વ્યક્તિ હોય.

કોઇની પણ પસંદગી કરો અને એની જોડે

મન મૂકીને વાત કરો.

એક જ વ્યક્તિ હોઇ શકે અથવા

બે-ત્રણ પણ હોઇ શકે.

તમારા વિશેની રજેરજ વાત કરો.

ઘૂંટણ દુ:ખતા હોય કે માથું દુ:ખતું હોય,

પેટમાં ચૂંક આવતી હોય કે,

મનને બેચેની લાગતી હોય કે,

ક્યારેક ડૂમો પણ ભરાઇ જતો હોય

મનને ખાલી કરો.

કોઇક સાથે વાત કરવી એટલે

ગૂંગળામણને હાંકી કાઢવી.

બંધ બારણાને ખોલી નાખવા

જેવી આ વાત છે.

======================================

પ્રકૃત્તિને માણો

પાનું:36

પસાર થતી હવાની

લહેરખીનો સ્પર્શ પણ માણો.

ફૂલને સૂંઘો.

આકાશ તો જાતજાતના ને ભાતભાતના

કેટલંય રંગ ધારણ કરે છે.

એના ભૂરા, ગુલાબી, જાંબલી—

રંગોની દુનિયામાં મહાલો.

ઘાસ અને પાંદડાંનો

લીલોછમ જીવંત રસ તમને શાતા આપશે.

આ બધા રંગો તમારા જ છે,

તમારે માટે જ છે,

એ વાતને સતત ધ્યાનમાં રાખો,

મન આપોઆપ મ્ઘધનુષ્ય થઇને ઝૂલશે.

==============================================

રડવું આવે ત્યારે રડી લો

પાનું:37

તમે પ્રકૃત્તિના અંશ છો

 અને તમારી પ્રકૃત્તિ માં પણ કંઇક અવળું-સવળું હોઇ શકે.

આંસુ દ્વારા તમે જે કંઇ ચિત્ર-વિચિત્ર અનુભવતા હો એ બધું જ બહાર નીકળી જશે.

રડવાથી તમારું સ્વાભાવિક સુખ ફરી પાછું તમે જોઇ શકો એમ સપાટી પર આવી જશે.

રડવાનું રોકો નહીં.

રડવું આવે ત્યારે રડી લેવું, એમાં કોઇ શરમ કે ભોંઠપ નથી.

નિરાંતને જીવે ટી.વી. જુઓ, વાંચો કે સંગીત સાંભળો.

રડવાનું શરૂ થાય ત્યારે રોકો નહીં,

આંખોને ટોકો નહીં,

આંસુમાં વહી જવા દો તમારી વ્યથાઓ,

તમે એટલા માટે રડી લો કે

ફરી પાછા તમે હસી શકો.

જરીક પણ રોકાવ નહીં,

 બધી જ વસમી લાગણીઓને વહી જવા દો.

તમને સારું લાગશે.

આંસુ વહી જાય છે,

પછી મન સ્વચ્છ અને પારદર્શક થૈઇ જાય છે.

==============================================

તમારા શરીરને સાંભળો

પાનું:38

તમારા શરીરની બારાખડી

જેટલી તમે જાણો છો

એટલી કોઇ નથી જાણતું.

કોઇની સારી સલાહને અવગણો નહીં.

પણ ના કહેતાં પણ શીખો.

તમને શું થાય છે?

 એ તમારા સિવાય કોઇ જાણતું નથી.

બધાને ધ્યાનપૂર્વક સાંભળો અને

તમારી સમજણ પ્રમાણે જે સ્વીકાર્ય હોય

એને પૂર્ણ પ્રેમથી સ્વીકારો.

==============================================

ઓપરેશન માટેની તૈયારી

પાનું:41

ડૉક્ટર વાઢકાપ કરે

એ સિવાયનું પણ આપણામાં ઘણું છે

જેને કોઇ ન કાઢી શકે.

 ડૉકટર જે કરવું હોય તે કરે એ એનું કાર્યક્ષેત્ર છે.

છતાંપણ તમે એ તમે જ છો.

એ વાત યાદ રાખવા જેવી છે;

ડૉક્ટર શરીરને સ્પર્શે છે,

પણ તમારાં મન અને આત્માને તો

તમે જ સ્પર્શી શકો.

તમારા સિવાય નહીં.

તમારું મન અને તમારો આત્મા તમારો જ છે.

=============================================

પ્રાર્થના અને શુભેચ્છાઓને આવકારો

પાનું:42

 

હવે તો એ વાત નિશ્ચિત છે કે

પ્રાર્થનાની કોઇ જુદી જ શક્તિ છે.

પ્રાર્થના તંદુરસ્ત અને મનદુરસ્ત કરી શકે છે.

દવા અને દુવાભેગી થવી જોઇએ.

પ્રાર્થના અને શુભેચ્છાઓને સહજપણે સ્વીકારો.

એ તમને માંદગીમાંથી બહાર કાઢશે.

============================================

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
2 comments on “માંદગીને ખંખેરી નાખો/અનુવાદ:સુશી, સુરેશ દલાલ/ઇમેજ મૂળ પુસ્તક:” WATERING WILTED FLOWERS BY GINI GAUF GREEN”
  1. satish કહે છે:

    ખુબ આભાર. ખુબ અને ઉપયોગી વાતો જાણી.

  2. kaushik bhanshali કહે છે:

    very very nice positive and usefull talks for life

    kaushik

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,205 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: