કાવ્ય પંચામૃત

KAAVYA PANCHAMRUT

 કાવ્ય પંચામૃત નોંધ:

આ કાવ્યો શ્રી.મહેન્દ્ર મેઘાણી સંપાદિત “ યાદગાર કાવ્યો”માંથી લીધેલા છે તે માટે શ્રી.મહેન્દ્રભાઇનો તેમજ લોકમિલાપ નો ઋણી છું

(1) અમારી રાત થઇ પૂરી /નાથાલાલ દવે

રજા હવે ત્યારે દિલબર! અમારી રાત થઇ પૂરી,

 મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઇ પૂરી,

અમારી રાત થઇ પૂરી.

ભરાયો જામ રાત્રિનો, ઉપર તરતા હતા તારા,

ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,

તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઇ પૂરી,

અમારી રાત થઇ પૂરી.

 અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,

અમારે તો જવાનું હા ! હવે વાગી રહી નોબત,

અમારી ઊપડી વણજાર, હારો ઊંટની ચાલી,

અને છેલ્લી હવે પ્યાલી.

હવે છેલ્લી ચૂમી,

 ને ભૂલવી બેહિસ્તની ઝાંખી,

તમારા પેરની હિના, ગુલાબી હોઠની લાલી,

ભૂલી જાવી બદન કેરી અહા! અણમોલ કસ્તૂરી,

અમી ખુશ્બો અને સુરખી તમારી આંખની ભૂરી;

જુઓ મસ્જિદ-મિનારે એ ઝલક આફતાબની આવી,

પુકારે બાંગ મુલ્લા મસ્ત રાગે,

વાત થઇ પૂરી.

અમે જઇશું ત્યહાં દિલબર !

 નહિ સાકી, નહિ સરબત, ન આ જુલ્ફો તણી ખુશ્બો, નહિ મહેફિલ, નહિ લિજ્જત,

અમે મિસ્કીન મુસાફર–ગાનના શોખીન—નહિ ઇજ્જ્ત,

અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કાં થાતું?

તમારા ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું.

અને આ વાત થઇ પૂરી.

રજા ત્યારે હવે દિલબર !અમારી રાત પૂરી થઇ.

 ===============================================

(2)વિરહિણી/બાલમુકુંદ દવે

 ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,

મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ..

 જૂઇ ઝળૂંબી માંડવે, ને બાગે બાગે ફાલ;

 તું ક્યાં છો વેરી વાલમા! મને મૂકી અંતરિયાળ !

આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;

ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.

કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમસૂર,

 વાગે વનવન વાંસળી, મારું પલપલ વીંધે ઉર.

 અવળું ઓઢ્યું ઓઢણું ને મારાછુટ્ટા ઊડે કેશ,

શું કરું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.

 જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,

રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?

 સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;

હોય ઇશારા હેતના, એના ના કંઇ વગડે ઢોલ !

(3)જ્યાં લગની છે–/મકરંદ દવે

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી.

 એ કેમ ઊછળશે કાંઠા પર એનો કોઇ અંદાજ નથી.

 ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?

આ બેઠો છે ક્યાં બજવૈયો? કૈં સૂર નથી, કૈં સાજ નથી.

 હા, બે’ક ઘડી એ નયનોમાં જોઇ છે એવી એક છબી ,

 ઝ્બકારે એક જ જાણી છે જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ !

 ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ, તારે કાજ નથી ?

આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,

એક પંખી તહુકી ઊઠ્યું તો લાગ્યું તું નારાજ નથી

. આ આગકટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,

ઓ દેખ નમાઝી ! નેન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

 ==============================================================

 (4) –ને તમે યાદ આવ્યાં/હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,

જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,

 એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

. ક્યાંક પંખી ટહુક્યું ન તમે યાદ આવ્યાં,

જાને શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,

એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

 જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,

જાણે કાંઠો તોડે છે કોઇ મહેરામણ રામ,

 સ્હેજેચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,

જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,

કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

 કોઇ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,

જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,

 એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

 ==========================================

(5) ખોટ વર્તાયા કરે/ ‘ગની’ દહીંવાલા

 જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,

એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !

એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો

સંતાઓઅમાં, વાદળી એકાકી જાને ચૈત્રમાં છાયા કરે.

 વિશ્વસર્જક,ઘાટ ને ઘડતરની આ અવળી ક્રિયા !

તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયા કરે?

 આપણે હે જીવ ! કાંઠા સમ જવું આઘા ખસી,

કોઇનું ભરતી સમું જો હેત ઊભરાયા કરે.

 જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:

બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે.

શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,

 આંખડી વરસી રહે ને કોઇ ભીંજાયા કરે.

 આગવી મારી પરાધીનતા ગમી ગઇ છે મને,

કોઇ જિવાડ્યા કરે ને આમ જિવાયા કરે.

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે,

’ગની’, હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,192 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: