પરથમ પરણામ મારા /રામનારાયણ વિ. પાઠક

PARTHAM PARNAAM

પરથમ પરણામ મારા /રામનારાયણ વિ. પાઠક

પરથમ પ્રણામ  મારા, માતાજીને જહેજો રે,

માન્યું જેણે માટીને રતનજી;

ભૂખ્યં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા,

એવા કાયના કીધળાં જતનજી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે

ઘરથી બતાવી જેણે શેરીજી; 

બોલી બોલાવ્યા અમને,દોરી હલાવ્યાં ચૌટે ,

ડુંગરે દેખાડી ઊંચે દેરીજી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે,

જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;

એકને ય કહેજો એવા સૌને ય કહેજો, જે જે

અગમ નિગમની બોલ્યા વાચાજી.

ચોથા પરણામ મારા, ભેરુઓને કહેજો રે,

જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;

ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;

હસાવી ધોવરાવ્યા અમારા મેલજી.

પાંચમા પ્રણામ મારા, વેરીડાને કહેજો,

પાટુએ ઊઘાડ્યા અંતર દ્વારજી,

અજાણ્યા દેખાડ્યા અમને, ઘેરા ઉલેચાવ્યા જેણે,

ઊંડા ઊંડા આતમના અંધારજી.

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે,

સંસાર તાપે દીધી છાંય જી;

પરણામ વધારે પડે, પરણામ ઓછા ય પડે,

આતમની કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મા’તમાને કહેજો  રે,

ઢોરનાં કીધાં જેણે મનેખજી;

હરવા ફરવાના જેણે મારગ ઊઘાડ્યા રૂડા,

હારોહાર મારી ઊંડી મેખજી.

છેલ્લા પરણામ અમારા,  જગતને કહેજો, જેણે

લીધા વિના આલિયું સરવસ્સજી;

આલ્યું ને આલશે ને પાળ્યા ને પાળશે,

જ્યારે

ફરી અહીં ઊતરશે અમારો હંસજી.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: