અલ્લક દલ્લક***બાલમુકુંદ દવે

અલ્લક દલ્લક***બાલમુકુંદ દવે
અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક,

રઢિયાળો જમનાનો મલ્લક,

એથી સુંદર રાધા ગોરી,

મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !
આભે પૂનમ ચાંદ ઊગ્યો છે,
રાસ ચગ્યો છે છમ્મક છમ્મક !

 ગોપી ભેળો કાન ઘૂસ્યો છે,

 ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !
રાધિકાનો હાર તૂટે છે,

 મોતી ચળકે ચલ્લક ચલ્લક !

 બધાં જડ્યાં પણ એક ખૂટે છે,

 રુએ રાધિકા છલ્લક છલ્લક !

લીધું હોય તો આલને કાના !

મોતી મારું ચલ્લક ચલ્લક !

 તારાં ચરિતર છે ક્યાં છાનાં ?

 જાણે આખો મલ્લક મલ્લક !
કાને ત્યાંથી દોટ મૂકી છે,

 રીસ ચડી ગોપીજનવલ્લભ,

 કદંબછાયા ખૂબ ઝૂકી છે,

 બંસી છેડે અલ્લપ ઝલ્લપ !

રાધા દોડે ચિત્ત અધીરે,

રાસ રહ્યો છે અલ્લક દલ્લક!

 સૂર વણાયે ધીરે ધીરે !
ઉર તણાયે પલ્લક પલ્લક !

અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક:

 રઢિયાળો જમનાનો મલ્લક,

 એથી સુંદર રાધા ગોરી,

 મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
2 comments on “અલ્લક દલ્લક***બાલમુકુંદ દવે
 1. 9924610124 કહે છે:

  VERY GOOD POETRY KAVI SHRE BALMUKUNDBHAI

  SHER

  ” ચંદનન્ને જેમ આપની કવિતા પ્રસરાઈ રહી છે
  ને તમારી યાદ મારા ઉરમાં છવાઈ ગઈ છે “

 2. Jani કહે છે:

  યાર કવિતા ની સમજૂતી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 522,839 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: