DADAદાદા નામે વડ/શ્યામલ મુનશી

DADA

26/08/2010

દાદા નામે વડ/શ્યામલ મુનશી

વડવાઇની વ્હચ્ચે એનું ખોવાયું છે થડ,

એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ.

ભાગદોડના દિવસો ભાગીને દોડી ગયા,

જીર્ણ શરીરે કરચલીઓના નકશા છોડી ગયા.

અવગણનાએ સીમા બાંધી દાદા ફરતે,

દાદા સાથે સમય અજાણ્યા માણસ માફક વર્તે,

જીવન નિર્ભર, નિરુપયોગી થયું એટલે સસ્તું,

દાદા વ્યક્તિમાંથી જાણે બની ગયા એક વસ્તુ,

તન અને મન એકમેકની છોડાવે પક્કડ.

                                એક લાકડી.

દાદાએ પોતાના સહુને એક તાંતણે બાંધ્યા,

અલગ અલગ ટુકડાઓ કૂણી લાગણીઓથી સાંધ્યા.

અંગત અંગત ઇચ્છાઓ સૌ સૌને રસ્તે ચાલી,

દાદાજીની આંખોમાંથી થયો બગીચો ખાલી,

લાંબું જીવતર એ જ રોગ છે, જે શાપ બનીને ડંખે,

દાદા સઘળાં દુ:ખ સહીને સૌના સુખને ઝંખે,

સંબંધોની સુગંધ ખાતર સળગે એક સુખડ

                        એક લાકડી.

કટકે કટકે દીધું પાછું, જે લીધું ઉછીનું,

એક સામટું એક દિવસ દઇ દેવાનું બાકીનું,

ટેકો દેતા પગને રાખી દિવાલને આધારે,

આંખ,કાન ને દાંતને અસલી ચહેરેથી ઉતારે,

થાકેલી ઘડિયાળને આપે ધ્રૂજતે હાથે ચાવી,

ઊંડા અંધારે નાનકડા દીવાને સળગાવી,

નમી પડેલા ખાટલે છોડે વળી ગયેલું ધડ

                        એક લાકડી.

બચ્ચાંની ધિંગામસતી ને ગયું ઉપાડી ભણતર

પરીકથાઓ પલકવારમાં બની ગઇ પાનેતર,

લાલ હથેલી લઇને જૂની જીવનરેખા ચાલી,

ધીમેધીમે  સાંજે સાંજે થયા બાંકડા ખાલી,

રોજ સવારે વાંચી લે, અખબારનું છેલ્લું પાનું,

મળે નહીં અવસાન નોંધમાં નામ ક્યાંય પોતાનું,

અણગમતી આ એકલતાનું એજ હવે ઓસડ

                        એક લાકડી.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,186 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: