advices

 ADVICES
થોADVICESADVICES
થોડીક ડાહી ડાહી શિખામણો ઋણ સ્વીકાર:સૌરભ શાહ વર્ષો પહેલાં” સમકાલિન” દૈનિકમાં પ્રગટ થતા “તારીખ અને તવારીખ “(સૌરભ શાહની કોલમ)માંથી
તા.ક.: “હું તને ચાહું છું”પુસ્તકના પ્રકાશક તરફથી એક નવું પુસ્તક થોડી ડાહી ડાહી શિખામણૉનું પ્રગટ થ્યું છે. લાઇફ્સ લિટલ ઇંસ્ટ્રક્શન બુક.પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક એચ.જેક્ શનબ્રાઉન જુનિયર ખુલાસો કરે છે કે વાસ્તવમાં આ શિખામણો અમારો દીકરો સ્કૂલનું ભણવાનું પૂરું કરીને કૉલેજના અભ્યાસ માટે હૉસ્ટેલમાં રહેવા ગયો ત્યારે મેં એને લખીને આપી હતી. લેખક—સંપાદક બ્રાઉનની આ વાત બોગસસેલ્સ ગિમિક પણ હોઇ શકે અને સો ટકા સત્ય પણ હોઇ શકે. જે હોય તે, આપણને નિસ્બત આ નાનકડા પુસ્તકમાં આપેલી 511 સલાહ, શિખામણો સાથે છે. આ શિખામણો કડકડાત લખાઇ છે પરંતુ વાંચતી વખતે વિરારથી નીકળેલી ચર્ચગેટ સ્લોની જેમ દરેક સ્ટેશને ઊભા રહેવું જોઇએ.અને ભૂલેચૂકે ઝડપ વધી જાય તો રિવર્સમાં લઇને એ સ્ટેશનની મુલાકાત ફરી લેવી જોઇએ. જેવી તમારી મરજી. આ શિખામણો એક એક વાક્યની છે. 511માંથી જે ગમી તે આ છે: (1)વર્ષમાં ઓછામાં ઓછી એક વાર સૂર્યોદય જોવો. (2)સંગીતનું એક વાજિંત્ર વગાડતાં આવડવું જ જોઇએ. (3) ‘કેમ છો’ કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. (4)ગાડી સસ્તી જ વપરવી. (5)ઘર પોસાય એટલું મોંઘું જ લેવાનું (6) શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તમે એને વાંચો કે ન વાંચો. (7)બૂટ હમેશાં પોલિશ્ડ રાખવા. (8)મારામારી થઇ જ જાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો. (9) મિત્રો અને કુટુંબીજનોના ખૂબ ફોટા પાડવ. (10) કોઇપણ વ્યક્તિને માંડી વાળો નહીં. (11) પોલીસ,બંબાવાળા અને સૈનિકો પ્રત્યે હમેશાં આદર વ્યક્ત કરો. (12) ટૂથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણું બંધ કરો. (13)મત આપો. (14) કોઇએ લંબાવેલ હાથને ક્યારેય તરછોડવો નહીં. (15)જિંદગી એવી રીતે જીવો કે તમારા છોકરાં ભવિષ્યમાં જ્યારે ઉદારતા, નિસઃઠા અને લાડકોડ વિશે વિચારે ત્યારે એમને તમે જ યાદ આવો. (16)બહાદુર બનો.અથવા એવો દેખાવ કરતા રહો કારણકે બીજા કોઇને એ ફરકની ખબર પડવાની નથી. (17)આનંદમાં આવો ત્યારે વ્હિસલ વગાડતાં શીખો. (18)સંતાનોને કડક શિસ્તના પાઠ ભણાવ્યા પછી એમને ઉષ્માભર્યું ભેટવાનું ભૂલતા નહીં. (19) સારી સંસ્થાઓને તમારા પૈસાનું અને સમયનું દાન કરતા રહો. (20) મહેણું ક્યારેય ન મારો. (21) એવાં જ પુસ્તકો બીજાને વાંચવા માટે ઉછીનાં આપો જે પાછાં આવે કે ન આવે એની તમને દરકાર ન હોય. (21)સંતાનો સામે એમની સારી બાજુનાં વખાણ કરો અને કહો કે તમે એમના પર કેટલો બધો વિશ્વાસ મૂકો છો. (22) ક્રેડિટકાર્ડ સગવડતા સાચવવા માટે છે, ઉધારી કરવ નહીં. (23) ક્યારેય છેતરવાનું નહીં. (24) તમારા પ્રદેશનાં ફૂલ, પંખી અને વૃક્ષ ઓળખતાં શીખી જાઓ. (25) મોંઘો દારૂ, મોંઘા બેગ-બિસ્તરા અને મોંઘી ઘડિયાળો ક્યારેય ખરીદવાં નહીં. (26) ટાઇ બાંધતાં શીખો. (27)હજામને ક્યારેય ન પૂછો કે મારા વાળ વધી ગયા છે? (28) કોઇ પોતનો કિસ્સો કહેતું હોય તો તમે વળી એ જ પ્રકારના તમરી સાથે બનેલા કિસ્સાની વાત નહીં માંડતા. એને જ બોલવા દેજો. (29)એક વિદેશી ભાષા શીખી લેવી સારી. (30)કોઇપણ આશાવાદીની વાતને તોડી નહીં પાડવાની, શક્ય છે કે એની પાસે માત્ર એક આશા જ હોય. (31) બેંકના મેનેજર સાથે ઓળખાણ રાખો. (32) રાત્રે જમતી વખતે ટીવી બંધ કરી દો. (33)અઠવાડિયે એક ટંક ઉપવાસ કરો અને એ ભોજનન ખર્ચ જેટલા પૈસા કોઇ બેઘર આદમીના હાથમાં મૂકી દો. (34) સારો વકીલ, સારો ચાર્ટર્ડએકાઉન્ટન્ટ અને સારો પ્લમ્બર હાથવગો રાખવો સારો.
(35)નેગેટિવ પ્રકૃત્તિના માણસોને મળવનું જ ટાળો. (36) તમે જે ધ્યેય લઇને બેઠા છો એને છોડી નહીં દેત, કારણકે સંકુચિત વાસ્તવિકતાઓમાં પડી રહેતા માણસ કરતાં વિશાળ સપનાંઓમાં રમતી વ્યક્તિ વધુ શક્તિશાળી હોય છે. (37) દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ. (38) જરૂર કરતાં વધુ દયાળુ બનો. (39) દરેક વ્યક્તિને બીજી તક આપો, ત્રીજી નહીં. (40) તમારા પતિના કે તમારી પત્નીના બેસ્ટ ફ્રેન્ડઝની યાદીમાં સતત તમારું નામ હોય એની કાળજી રાખો. (41) રોમેન્ટિક બનો. (42) જે માણસ તમને પગાર ચૂકવે છે એની ટીકા ક્યારેય ન કરો, કામ કરવાનુ ન ગમતું હોય તો રાજીનામું આપી દેવાનું. (43) દરેક બાબતમાં બાળસહજ કૌતુક પ્રગટ કરો અને સતત ‘શા માટે’ પૂછત રહો. (44) તમે જે ઉત્સાહી અને પોઝિટિવ વિચારોવાળી વ્યક્તિને ઓળખો છો એના જેવા બનવાની કોશિશ કરો. (45)સંતાનોને તમે દુનિયાની બધી જ શ્રેષ્ઠ ચીજો આપી નથી શકતા એની ફિકર કરવાને બદલે તમારું જે શ્રેષ્ઠ છે તે જ આપવાની કોશિશ કરો.
(46) યાદ રાખો કે કોઇ પણ વ્યક્તિને પોતાની સારી બાજુનાં વખાણ સાંભળવાં ગમે છે. (47)ટેન્શનમાં આવી જાઓ ત્યારે વિચારો રિવર્સમાં લઇને થોડા રિલેક્સ થાઓ, તમને સમજાઇ જશે કે જીવન-મરણનો ખેલ હોય એવી ભાગ્યે જ આવતી કટોકટી સિવાયની કોઇ સમસ્યા પહેલી નજરે દેખાય છે એટલી મોટી નથી હોતી. (48) ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં. (49) કોઇપણ કામની સફળતાનો એંશી ટકા જેટલો આધાર તમે લોકો સાથે કેવી રીતે પનારો પાડી શકો છો તેના પર જ છે. (50)કોઇની સાથે અગત્યની વાત કરતા હો અને ફોનની ઘંટડી વગે તો ફોનને મહત્ત્વ નહીં આપતા કારણકે ફોન તમારી સગવડતા માટે છે, સામે છેડેથી જે વ્યક્તિ બોલી રહી છે એની સગવડતા માટે નથી. (51) કોઇ આપણા વખાણ કરે ત્યારે બીજું કશું કહેવા કે કરવાને બદલે માત્ર એક હૂંફાળું ‘થેંક યુ’ બોલવું પૂરતું છે. (52) કકડીને ભૂખ લાગી હોય ત્યરે બજારમાં નાસ્તો ખરીદવા નહીં જવનું, જરૂર કરતાં વધારે લેવાઇ જશે.
(53)કોઇ પણ મિત્ર પર આપણી ખાનગી વાતનો બોજો લાદતાં પહેલાં બે વાર વિચાર કરો. (54) કોઇને કહેવાનું નહીં કે તમે થાકેલા લાગો છો કે ઉદાસ દેખાઓ છો. (55)કોઇ આપણને ભેટે ત્યારે આલિંગન એમને જ છોડવા દો. (56) કોઇના લગ્ન વિશે, આર્થિક વહેવાર વિશે સલાહ આપવાનું ટાળો.
(57) કામ પૂરું થતાં પહેલાં પૈસ ચૂકવી દેવાની ભૂલ ન કરવી. (58) સંતાનો નાનાં હોય ત્યારથી જ એમને પૈસાની કિંમત અને બચતનું મહત્ત્વ સમજાવી દેવું જોઇએ. (59)રેસ્ટોરાંમાં તમને ખરાબ સર્વિસ મળે તો ટિપ આપીને એવી વર્તણુંકને ઉત્તેજન નહીં આપતા.
(60)જે ગાંઠ છોડી શકાય એમ હોય એને કાપવી નહીં. (61) સ્કૂલબસમાં જતાં અજાણ્યા છોકરાંઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું. (62)જેને તમે ચાહતા હો એની સતત કાળજી લેતા રહો. (63) કોઇને પહેલી જ વખત મળત હોઇએ ત્યારે શેનો ધંધો કે ક્યાં નોકરી કરે છે એ વિશે પૂછપરછ કરવાની લાલચ ટાળીને કોઇ લેબલ લગાડ્યા વિનાની એમની કંપની માણો. (64) કોઇપણ કોર્ટકેસથી હજારો જોજન દૂર રહો. (65) તમને ન પોસાય તો પણ કુટુંબ સાથે પિકનિક—પર્યટનો પર વારંવાર જવાનું રાખો: એ સ્મૃતો અમૂલ્ય છે એવું ભવિષ્યમાં તમને લાગશે. (66)ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
(67) એરકંડિશનરનું ફિલ્ટર દર ત્રણ મહિને બદલી નાખો. (68) કોઇને પણ બોલાવવા માટે ચપટી વગડવી નહીં, એને ઉદ્ધત અને તોછડી વર્તણુંક કહેવાય. (69)જાહેરમાં ટૂથપિક નહીં વાપરવાની.
(70)તમારી પોતાની જાતને બદલી નાખવાની તમારી શક્તિઓને ક્યારેય અન્ડરએસ્ટિમેટ નહીં કરતા.
(71) બચત કરવાની શિસ્ત પાળો, સફળતા માટે એ અનિવાર્ય છે. (72) શારીરિક ચુસ્તી કોઇ પણ હિસાબે જાળવો.
(73) દર મહિને અચૂકપણે કરવ પડે એવા ખર્ચાઓ બને એટલા ઓછા રાખો. (74)જિંદગીમાં સતત તમને ન્યાય મળશે એવું માનીને ચાલવું નહીં.
(75)રસોડામાં ધોયા વિનાનાં વાસણો મૂકીને રાત્રે ઊંઘી જવું નહીં. (76) તમારી પાસે કેટલી શાંતિ, કેવી તબિયત અને કેટલો પ્રેમ છે એના પરથી તમારી સફળતનો આંક નક્કી થતો હોય છે. (77) રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો. (78)કોઇના ઘરે રહેવા જાઓ ત્યારે તમારી પથારી જાતે જ પાથરવાનો આગ્રહ રખો. (79)પત્તા રમીને સમય વેડફો નહીં. (80) મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા ઉચ્ચારવનું મન થાય ત્યારે જીભ કચરી નખવી.
(81) તમારી સમસ્યાઓથી લોકોને બોર કરવાનું બંધ કરો,
(82) કોઇ પૂછે કે કેમ ચાલે છે જિંદગી ?તો જવાબ આપો :જબરદસ્ત,
અને કોઇ પૂછે કે ધંધો કેમ ચાલે છે? તો જવાબ આપો : એકદમ જબરદસ્ત.
(83)જરાક ડિપ્લોમેટિક બનીને વત કરતાં શીખો,
(84) કોઇને જાણીજોઇને વાતોમાં એકલો પાડી દેવો સારું નહીં. (85) ઇર્ષ્યા કરવાને કારણે આપણને જ અસુખ થતું હોય છે. (86) દરેક સાથે વિવેકી વર્તાવ રખો. (87) ક્યારેય કહેતા નહીં કે તમારી પાસે સમય નથી,યમારી પાસે પણ દિવસના એટલા જ કલાક છે જેટલા મધર ટેરેસ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, માઇક્લેન્જેલો, થોમસ જેફરસન, હસમુખ ગાંધી, સુરેશ દલાલ અને ગુણવંત શાહ પાસે છે કે હતા. (88)જિંદગીમાં ડગલે ને પગલે ખુલાસઓ કર્યા કરવાને બદલે આંખોમાં વિસ્મય આંજીને જીવો. આ વાક્યનું મૂળ અંગ્રેજી વધારે સારું છે: (Live your life as an exclamation, not an explanation)
(89) તમારું મનગમતું પુસ્તક ફરીવાર વાંચી જાઓ. (90) જિંદગી એવી રીતે જીવો કે તમારી કબર પર લખાય: કોઇ અફસોસ નથી.
(91) કોઇ મિત્ર સાથે ઝગડો કરીને એને એકલો મૂકીને જતા રહેવું સારું નહીં. (92) ઊંચી કિંમતની ચીજવસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હોય છે એમ માની લેવું નહીં. (93) હિંમતવાન અને બહાદુર બનો, (94) ભવિષ્યમાં પાછળ નજર કરીને જોશો ત્યારે તમને તમે કરીલાં કાર્યો પર થશે એના કરતં અનેક ગણો પસ્તાવો ન કરેલં કાર્યો બદલ થશે. (95) તમારા માટે મને પ્રેમ છે એવું કહેવાની તક ક્યારેય જતી કરતા નહીં. (96) ઘરમાં એક સારી ડિક્શનરી, એક સારો શબ્દકોશ વસાવો.
(97) પ્રેમભગ્ન થયાનો કોઇ ખુલાસો માગે તો એટલું જ કહેજો: બધો મારો જ વાંક હતો. (98)ક્યારેક હારવાની પણ તક રાખો. (99) કેકનો છેલ્લો ટુકડો આપણે નહીં લઇ લેવાનો.
નોંધ: પૂરેપુરો લેખ મળ્યો નહીં તેથી આ લેખ અધૂરો છે.બધી જ શિખામણો મને પણ ગળે ઊતરી નથી,એટલે ગમી એટલી આપણા બાપની, બાકીની હરિ ૐ તત્સત્

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: