“રઢિયાળી રાત”

JHH

 *મોરલાની માયા

 “રઢિયાળી રાત” માંથી થોડુંક

રઢિયાળી રાત/બૃહદ્ આવૃત્તિ/પ્રસાર

ઝવેરચંદભાઇનું આ સંપાદન સોનાનો ખજાનો છે, એમાંથી શું લેવું ને શું છોડી દેવું એ દ્વિધા છે. છતાંયે મારી અલ્પમતિ મુજબ જે વધુ ગમ્યું તે તમારી સૌની સાથે ગમતાંનો ગુલાલ કરું છું. સમયાંતરે આમ જ ઝવેરચંદભાઇ પાસે નિરાંતે પલાંઠી વાળીને બેસવાની ઇચ્છા છે. તમે સૌ સાથ આપશો ને !

 *મોરલાની માયા પાનાં:23/24

[પાણી ભરી આવતાં રાણીજીને વાર લાગી.નણદીએ બાતમી દીધી કે રાણી મોરલા સાથે રમતાં હતાં.પુરુષના અંતરમાં મોરલા ઉપર ઇર્ષ્યા સળગી. મોરલાને માર્યો. એટલેથી દાઝ પૂરી ન થઇ. રાણીને હાથે જ મોરલાનાં શાક તૈયાર કરાવ્યાં. રાણીને તો એક તરફ સ્વામીની આજ્ઞા અને બીજી બાજુ મોરલની માયા:આંસુડે મોરલાનાં માંસ વઘાર્યા, ખવરાવ્યાં પણ ખાધાં નહિ. પસ્તાયેલો પતિ અબળાને મોરલાનાં ચિત્રો આપી આપીને સાંત્વન ઉપજાવવા મથે છે. પુરુષસહજ જાતીય ઇર્ષ્યા(‘સેક્સ જેલસી’)નું આ ચિત્ર છે.]

સોનલા ઇંઢોણી, રાજ, રૂપલાનું બેડું,રાજ !

 રાજાની રાણી પાણી સંચર્યા.

 હાથડિય ન ધોયા, રાજ, પગડિયા ન ધોયા, રાજ !

 આવડી વારું રે શીદ લાગિયું?

આવ્યાં તે આવ્યાં, રાજ, નગરીનાં ધેનું, રાજ !

આછેરાં કરું ને નીર ડોળી નાખે.

 ઘેલાં તે ભાભી તમે ! ઘેલુડાં શીદ બોલો, રાજ,

ઘેલુડાં શીદ બોલો, રાજ !

વનના મોરલા સાથે જળે રમતાં

. ઊઠોને રાજાની રાણી !

 કાઠુડા ઘઉં દળો, રાજ,કાઠુડા ઘઉં દળો, રાજ !

 મારે જાવું રે મોરલાને મારવા.

સોનલા કામઠડી ને રૂપલા તીર, રાજ, રૂપલાનાં તીર, રાજ !

 રાજાજી હાલ્યા રે મોરલાને મારવા.

 મારજો મારજો રે રાજા,

 હરણ ને હરિયાળાં, રાજ, હરણ ને હરિયાળાં, રાજ !

એક મ મારજો વનનો મોરલો.

 નહિ રે મારું હું તો,

હરણ ને હરિયાળાં, રાજ, હરણ ને હરિયાળાં, રાજ !

 દીઠો નહિ મેલું વનનો મોરલો.

 વનના મોરલિયા, ત્યાંથી,

 ઊડી ઊડી જાજે, રાજ, ઊડી ઊડી જાજે, રાજ !

 જઇને બેસજે રે પારસ પીપળે.

પે’લે ઘાએ મોરનાં

પીંછડાં ખેર્યાં,રાજ, પીંછડાં ખેર્યાં, રાજ !

બીજે ઘાએ મોરલાને મારિયો.

 સોનલાની કાવડ્યું ને

 રૂપલા કરંડ, રાજ, રૂપલા કરંડ, રાજ !

કાવડ્યુંમાં નાખી મોરલાને લાવિયા.

 ઊઠોને રાજાની રાણી,

 બારણિયાં ઉઘાડો, રાજ, બારણિયાં ઉઘાડો, રાજ !

તમને ભાવતાં રે શીઆક લાવિયા

. હસતાં રમતાં રાણીએ

બારણિયાં ઉઘાડ્યાં, રાજ, બારણિયાં ઉઘાડ્યાં, રાજ !

 મોરલાને દેખી મોઢડે મશ ઢળી.

 ઊઠોને, રાજાની રાણી,

મોરલિયાને મોળો, રાજ મોરલિયાને મોળો, રાજ !

તેલમાં સમકાવો વનનો મોરલો.

રોતાં ને રસકતાં રાણીએ,

 મોરલિયાને મોળ્યો, રાજ, મોરલિયાને મોળ્યો, રાજ !

આંસુડે સમકાવ્યો વનનો મોરલો.

ઊઠોને, રાજાના કુંવર,

 જમવાને બેસો, રાજ, જમવાને બેસો, રાજ !

તમને ભાવતાં શીઆક રાંધિયાં.

તમે રે જમો, તમારાં

 છોરુડાં જમે, રાજ છોરુડાં જમે, રાજ !

 અમારે વરત એકાદશી.

ઊઠોને રાજાની રાણી,

 ઓરડિયા ચણાવું, રાજ. ઓરડિયા ચણાવું, રાજ !

 ટોડલીએ નગટાવું વનનો મોરલો.

ઘેલુડા રાજાના કુંવર,

ઘેલુડાં શીદ બોલો, રાજ, ઘેલુડાં શીદ બોલો, રાજ !

 નગટલ મોરલો તે કેમ કરી બોલશે !

ઊઠોને, રાજાની રાણી,

બેડલાં લૈ આવું, રાજ, બેડલાં લૈ આવું, રાજ !

 બેડલે નગટાવું વનનો મોરલો.

ઘેલુડાં રાજાના કુંવર,

ઘેલુડાં શીદ બોલો, રાજ,ઘેલુડાં શીદ બોલો, રાજ !

નગટલ મોરલો તે કેમ કરી બોલશે !

ઊઠોને, રાજાની રાણી,

 સાળુડા રંગાવું, રાજ, સાળુડા રંગાવું, રાજ !

 પાલવડે મેલાવું વનના મોરલા.

 ઘેલુડાં રાજાના કુંવર,ઘેલુડાં શેદ બોલો, રાજ,

ઘેલુડાં શીદ બોલો, રાજ !

છાપેલા મોરલા તે કેમ કરી બોલશે.

 ********************************************************************************

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in લોક્ગીતો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,737 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: