*મોરલાની માયા/રઢિયાળી રાત”

JHH

*મોરલાની માયા

“રઢિયાળી રાત” માંથી થોડુંક

રઢિયાળી રાત/બૃહદ્ આવૃત્તિ/પ્રસાર

        ઝવેરચંદભાઇનું આ સંપાદન સોનાનો ખજાનો છે, એમાંથી શું લેવું ને શું છોડી દેવું એ દ્વિધા છે. છતાંયે મારી અલ્પમતિ મુજબ જે વધુ ગમ્યું તે તમારી સૌની સાથે ગમતાંનો ગુલાલ કરું છું. સમયાંતરે આમ જ ઝવેરચંદભાઇ પાસે નિરાંતે પલાંઠી વાળીને બેસવાની ઇચ્છા છે.

તમે સૌ સાથ આપશો ને !

આજે બીજી બેઠક છે.

*મોરલાની માયા

પાનાં:23/24

[પાણી ભરી આવતાં રાણીજીને વાર લાગી.નણદીએ બાતમી દીધી કે રાણી મોરલા સાથે રમતાં હતાં.પુરુષના અંતરમાં મોરલા ઉપર ઇર્ષ્યા સળગી. મોરલાને માર્યો. એટલેથી દાઝ પૂરી ન થઇ. રાણીને હાથે જ મોરલાનાં શાક તૈયાર કરાવ્યાં. રાણીને તો એક તરફ સ્વામીની આજ્ઞા અને બીજી બાજુ મોરલની માયા:આંસુડે મોરલાનાં માંસ વઘાર્યા, ખવરાવ્યાં પણ ખાધાં નહિ. પસ્તાયેલો પતિ અબળાને મોરલાનાં ચિત્રો આપી આપીને સાંત્વન ઉપજાવવા મથે છે. પુરુષસહજ જાતીય ઇર્ષ્યા(‘સેક્સ જેલસી’)નું આ ચિત્ર છે.]

સોનલા ઇંઢોણી, રાજ, રૂપલાનું બેડું,રાજ !

રાજાની રાણી પાણી સંચર્યા.

હાથડિય ન ધોયા, રાજ, પગડિયા ન ધોયા, રાજ !

આવડી વારું રે શીદ લાગિયું?

આવ્યાં તે આવ્યાં, રાજ, નગરીનાં ધેનું, રાજ !

આછેરાં કરું ને નીર ડોળી નાખે.

ઘેલાં તે ભાભી તમે !

ઘેલુડાં શીદ બોલો, રાજ, ઘેલુડાં શીદ બોલો, રાજ !

વનના મોરલા સાથે જળે રમતાં.

ઊઠોને રાજાની રાણી !

કાઠુડા ઘઉં દળો, રાજ, કાઠુડા ઘઉં દળો, રાજ !

મારે જાવું રે મોરલાને મારવા.

સોનલા કામઠડી ને

રૂપલા તીર, રાજ, રૂપલાનાં તીર, રાજ !

રાજાજી હાલ્યા રે મોરલાને મારવા.

મારજો મારજો રે રાજા,

હરણ ને હરિયાળાં, રાજ, હરણ ને હરિયાળાં, રાજ !

એક મ મારજો વનનો મોરલો.

નહિ રે મારું હું તો,

હરણ ને હરિયાળાં, રાજ, હરણ ને હરિયાળાં, રાજ !

દીઠો નહિ મેલું વનનો મોરલો.

વનના મોરલિયા, ત્યાંથી,

ઊડી ઊડી જાજે, રાજ, ઊડી ઊડી જાજે, રાજ !

જઇને બેસજે રે પારસ પીપળે.

પે’લે ઘાએ મોરનાં

પીંછડાં ખેર્યાં,રાજ, પીંછડાં ખેર્યાં, રાજ !

બીજે ઘાએ મોરલાને મારિયો.

સોનલાની કાવડ્યું ને

રૂપલા કરંડ, રાજ, રૂપલા કરંડ, રાજ !

કાવડ્યુંમાં નાખી મોરલાને લાવિયા.

ઊઠોને રાજાની રાણી,

બારણિયાં ઉઘાડો, રાજ, બારણિયાં ઉઘાડો, રાજ !

તમને ભાવતાં રે શીઆક લાવિયા.

હસતાં રમતાં રાણીએ

બારણિયાં ઉઘાડ્યાં, રાજ, બારણિયાં ઉઘાડ્યાં, રાજ !

મોરલાને દેખી મોઢડે મશ ઢળી.

ઊઠોને, રાજાની રાણી,

મોરલિયાને મોળો, રાજ મોરલિયાને મોળો, રાજ !

તેલમાં સમકાવો વનનો મોરલો.

રોતાં ને રસકતાં રાણીએ,

મોરલિયાને મોળ્યો, રાજ, મોરલિયાને મોળ્યો, રાજ !

આંસુડે સમકાવ્યો વનનો મોરલો.

ઊઠોને, રાજાના કુંવર,

જમવાને બેસો, રાજ, જમવાને બેસો, રાજ !

તમને ભાવતાં શીઆક રાંધિયાં.

તમે રે જમો, તમારાં

છોરુડાં જમે, રાજ છોરુડાં જમે, રાજ !

અમારે વરત એકાદશી.

ઊઠોને રાજાની રાણી,

ઓરડિયા ચણાવું, રાજ. ઓરડિયા ચણાવું, રાજ !

ટોડલીએ નગટાવું વનનો મોરલો.

ઘેલુડા રાજાના કુંવર,

ઘેલુડાં શીદ બોલો, રાજ, ઘેલુડાં શીદ બોલો, રાજ !

નગટલ મોરલો તે કેમ કરી બોલશે !

ઊઠોને, રાજાની રાણી,

બેડલાં લૈ આવું, રાજ, બેડલાં લૈ આવું, રાજ !

બેડલે નગટાવું વનનો મોરલો.

ઘેલુડાં રાજાના કુંવર,

ઘેલુડાં શીદ બોલો, રાજ,ઘેલુડાં શીદ બોલો, રાજ !

નગટલ મોરલો તે કેમ કરી બોલશે !

ઊઠોને, રાજાની રાણી,

સાળુડા રંગાવું, રાજ, સાળુડા રંગાવું, રાજ !

પાલવડે મેલાવું વનના મોરલા.

ઘેલુડાં રાજાના કુંવર,

ઘેલુડાં શેદ બોલો, રાજ, ઘેલુડાં શીદ બોલો, રાજ !

છાપેલા મોરલા તે કેમ કરી બોલશે.

********************************************************************************

[2]જોબનિયાને રાખો

પાના:27/28

(ટીપણી ટીપતાં મજૂરો ગાય છે: હે માનવીઓ! જોબનિયું સાચવીને રાખો. જેવતરના હુલ્લાસને વેડફો ના.)

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

જોબનિયું કાલ્ય જાતું રે’શે !

જોબનિયાને માથાના અંબોડામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે !

જોબનિયાને પાઘડીના આંટામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે !

જોબનિયાને આંખ્યના ઉલાળામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે !

જોબનિયાને હૈયાના હિલોળામાં રાખો

 જોબનિયું કાલ્ય જાતું રે’શે !

જોબનિયાને હાથની હથેળીમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે !

જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે !

જોબનિયાને પગ કેરી પાનીમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે !

*******************************************************************************

[3]ઘાયલ

પાના:28/29

(કોઇ પ્રેમિક ગોવાળ અરજણિયાને એની પરણેલી પ્રેમિકા ચેતવણી આપતી ને મોહ પામતી સંબોધી રહી છે.)

ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ! ચાંદો ઉગ્યો ચોકમાં,

એ લેરીડા !હરણ્યું+આથમી રે  હાલાર++ શે’રમાં, અરજણિયા !

ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ !રે ઝાંપે તારી ઝૂંપડી,

એ લેરીડા !આવતાં જાતાંનો નેડો* લાગ્યો રે, અરજણિયા !

ભેસું તારી ભાલમાં, ઘાયલ ! રે ભેસું તારી ભાલમાં

એ લેરીડા !પાડરું પાંચાળમાં**ઝોલાં ખાય રે, અરજણિયા !

ગાયું તારી ગોંદરે, ઘાયલ !રે ગાયું તારી ગોંદરે,

એ લેરીડા !વાછરું વઢિયારમાં+++ઝોલાં ખાય રે, અરજણિયા !

પાવો વગાડ્યમા, ઘાયલ !રે  પાવો વગાડ્ય મા,

એ લેરીડા !પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે, અરજણિયા !

ચીતું રે લગાડ્ય મા, ઘાયલ ! ચીતું લગાડ્ય મા,

એ લેરીડા !ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા !

બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ !રે બખિયાળું કડીઉં,

એ લેરીડા !તેદુનું છાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા !

ખંભે તારે ખેસડો ઘાયલ ! રે ખંભે તારે ખેસડો,

એ લેરીડા !તેદુંનો છાંડેલ અમારો નેસડો++++ રે, અરજણિયા !

રૂપાળીને મોઇશ મા, ઘાયલ ! રે રૂપાળીને મોઇશ મા,

એ લેરીડા !રૂપાળી બાવડાં બંધાવશે રે, અરજણિયા !

કુંવારીને મોઇશ મા, ઘાયલ ! રેકુંવારીને મોઇશ મા,

એ લેરીડા ! કુંવારી કોરટું દેખાડશે રે અરજણિયા !

ખોળામાં બાજરી ઘાયલ ! રે ખોળામાં બાજરી,

ખોળામાં ખજૂર છે ઘાયલ ! રે ખોળામાં ખજૂર છે,

એ લેરીડા ! તારા જેવા મારે મજૂર છે રે, અરજણિયા !

પાવો વગાડ્ય મા, ઘાયલ !રે પાવો વગાડ્ય મા,

એ સેલુડા !પાવો સાંભળીને પ્રાણ વીંધાય રે, અરજણિયા !

તારે મારે ઠીક છે, ઘાયલ રે તારે મારે ઠીક છે.

એ લેરીડા ! ઠીકને ઠેકાણે વે’લો આવજે રે, અરજણિયા !

લીલો સાહટિયો,*** ઘાયલ !રે લીલો સાહટિયો,

એ લેરીડા !લીલે રે સાહટિયે મોજું માણશું રે, અરજણિયા !

+હરણ્યું: હરણી નક્ષત્ર ++ હાલાર: હાલાર, **પાંચાળ, +++ વઢિયાર, એ પ્રદેશોનાં નામ છે.

*નેડો: નેહડો, સ્નેહ. ++++ નેસડો: નેસ વનવાસીઓનું નાનું જંગમ ગામડું

*** સાહટિયો: ઉનાળુ જુવારનો મોલ. મૂળ શબ્દ ‘છાસઠિયો’:છાસઠ દિવસમાં પાકનારું ધાન્ય.

————————————————————————————————–

JHH

*મોરલાની માયા

“રઢિયાળી રાત” માંથી થોડુંક

રઢિયાળી રાત/બૃહદ્ આવૃત્તિ/પ્રસાર

        ઝવેરચંદભાઇનું આ સંપાદન સોનાનો ખજાનો છે, એમાંથી શું લેવું ને શું છોડી દેવું એ દ્વિધા છે. છતાંયે મારી અલ્પમતિ મુજબ જે વધુ ગમ્યું તે તમારી સૌની સાથે ગમતાંનો ગુલાલ કરું છું. સમયાંતરે આમ જ ઝવેરચંદભાઇ પાસે નિરાંતે પલાંઠી વાળીને બેસવાની ઇચ્છા છે.

તમે સૌ સાથ આપશો ને !

આજે બીજી બેઠક છે.

*મોરલાની માયા

પાનાં:23/24

[પાણી ભરી આવતાં રાણીજીને વાર લાગી.નણદીએ બાતમી દીધી કે રાણી મોરલા સાથે રમતાં હતાં.પુરુષના અંતરમાં મોરલા ઉપર ઇર્ષ્યા સળગી. મોરલાને માર્યો. એટલેથી દાઝ પૂરી ન થઇ. રાણીને હાથે જ મોરલાનાં શાક તૈયાર કરાવ્યાં. રાણીને તો એક તરફ સ્વામીની આજ્ઞા અને બીજી બાજુ મોરલની માયા:આંસુડે મોરલાનાં માંસ વઘાર્યા, ખવરાવ્યાં પણ ખાધાં નહિ. પસ્તાયેલો પતિ અબળાને મોરલાનાં ચિત્રો આપી આપીને સાંત્વન ઉપજાવવા મથે છે. પુરુષસહજ જાતીય ઇર્ષ્યા(‘સેક્સ જેલસી’)નું આ ચિત્ર છે.]

સોનલા ઇંઢોણી, રાજ, રૂપલાનું બેડું,રાજ !

રાજાની રાણી પાણી સંચર્યા.

હાથડિય ન ધોયા, રાજ, પગડિયા ન ધોયા, રાજ !

આવડી વારું રે શીદ લાગિયું?

આવ્યાં તે આવ્યાં, રાજ, નગરીનાં ધેનું, રાજ !

આછેરાં કરું ને નીર ડોળી નાખે.

ઘેલાં તે ભાભી તમે !

ઘેલુડાં શીદ બોલો, રાજ, ઘેલુડાં શીદ બોલો, રાજ !

વનના મોરલા સાથે જળે રમતાં.

ઊઠોને રાજાની રાણી !

કાઠુડા ઘઉં દળો, રાજ, કાઠુડા ઘઉં દળો, રાજ !

મારે જાવું રે મોરલાને મારવા.

સોનલા કામઠડી ને

રૂપલા તીર, રાજ, રૂપલાનાં તીર, રાજ !

રાજાજી હાલ્યા રે મોરલાને મારવા.

મારજો મારજો રે રાજા,

હરણ ને હરિયાળાં, રાજ, હરણ ને હરિયાળાં, રાજ !

એક મ મારજો વનનો મોરલો.

નહિ રે મારું હું તો,

હરણ ને હરિયાળાં, રાજ, હરણ ને હરિયાળાં, રાજ !

દીઠો નહિ મેલું વનનો મોરલો.

વનના મોરલિયા, ત્યાંથી,

ઊડી ઊડી જાજે, રાજ, ઊડી ઊડી જાજે, રાજ !

જઇને બેસજે રે પારસ પીપળે.

પે’લે ઘાએ મોરનાં

પીંછડાં ખેર્યાં,રાજ, પીંછડાં ખેર્યાં, રાજ !

બીજે ઘાએ મોરલાને મારિયો.

સોનલાની કાવડ્યું ને

રૂપલા કરંડ, રાજ, રૂપલા કરંડ, રાજ !

કાવડ્યુંમાં નાખી મોરલાને લાવિયા.

ઊઠોને રાજાની રાણી,

બારણિયાં ઉઘાડો, રાજ, બારણિયાં ઉઘાડો, રાજ !

તમને ભાવતાં રે શીઆક લાવિયા.

હસતાં રમતાં રાણીએ

બારણિયાં ઉઘાડ્યાં, રાજ, બારણિયાં ઉઘાડ્યાં, રાજ !

મોરલાને દેખી મોઢડે મશ ઢળી.

ઊઠોને, રાજાની રાણી,

મોરલિયાને મોળો, રાજ મોરલિયાને મોળો, રાજ !

તેલમાં સમકાવો વનનો મોરલો.

રોતાં ને રસકતાં રાણીએ,

મોરલિયાને મોળ્યો, રાજ, મોરલિયાને મોળ્યો, રાજ !

આંસુડે સમકાવ્યો વનનો મોરલો.

ઊઠોને, રાજાના કુંવર,

જમવાને બેસો, રાજ, જમવાને બેસો, રાજ !

તમને ભાવતાં શીઆક રાંધિયાં.

તમે રે જમો, તમારાં

છોરુડાં જમે, રાજ છોરુડાં જમે, રાજ !

અમારે વરત એકાદશી.

ઊઠોને રાજાની રાણી,

ઓરડિયા ચણાવું, રાજ. ઓરડિયા ચણાવું, રાજ !

ટોડલીએ નગટાવું વનનો મોરલો.

ઘેલુડા રાજાના કુંવર,

ઘેલુડાં શીદ બોલો, રાજ, ઘેલુડાં શીદ બોલો, રાજ !

નગટલ મોરલો તે કેમ કરી બોલશે !

ઊઠોને, રાજાની રાણી,

બેડલાં લૈ આવું, રાજ, બેડલાં લૈ આવું, રાજ !

બેડલે નગટાવું વનનો મોરલો.

ઘેલુડાં રાજાના કુંવર,

ઘેલુડાં શીદ બોલો, રાજ,ઘેલુડાં શીદ બોલો, રાજ !

નગટલ મોરલો તે કેમ કરી બોલશે !

ઊઠોને, રાજાની રાણી,

સાળુડા રંગાવું, રાજ, સાળુડા રંગાવું, રાજ !

પાલવડે મેલાવું વનના મોરલા.

ઘેલુડાં રાજાના કુંવર,

ઘેલુડાં શેદ બોલો, રાજ, ઘેલુડાં શીદ બોલો, રાજ !

છાપેલા મોરલા તે કેમ કરી બોલશે.

********************************************************************************

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in લોક્ગીતો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: